પહાડો ધસી રહ્યા છે. સરકાર વચનોથી સરકી રહી છે. જોશીમાઠ બાદ હવે મસૂરી, ચંબા અને કર્ણ પ્રયાગમાં પણ લોકોના ઘરોમાં તિરાડો પડી રહી છે. સરકારની ચતૂરાઈ તો જોવો એક સરકારી વિશેષજ્ઞ જોશીમઠના લોકોને આવીને કહે છે, કશું નહીં થાય. તમારા ઘરો સુરક્ષિત છે. બીજા દિવસે બીજો વિશેષજ્ઞ આવે છે અને કલાકમાં મકાનો ખાલી કરી દેવાનું કહે છે.
જેમના ઘરોથી લોકોને કાઢી હોટલોમાં તાત્કાલિક ધોરણે રાખવામાં આવે છે. તેમને પોતાના ઘર કરતા ત્યાં મોટી તિરાડો જોવા મળી રહી છે. થાકેલા-હારેલા લોકોનું કહેવું છે કે, આ તિરાડોવાળી હોટલોનો શું ભરોસો ક્યારે પડી જાય. મરવાનું જ છે તો પોતાના ઘરમાં મરીશું. આ ઉપકાર પણ સરકાર કેમ કરી રહી છે? ઓફિસર, વિશેષજ્ઞ અને સરકાર પાસે આ પશ્નોના કોઈ જવાબ જ નથી.
ત્યારે મુખ્યમંત્રી જોશીમઠ પહોંચી પોતાનું ઘર છોડવા પર મજબૂર બનેલા લોકોને કહી રહ્યા છે કે, બહું થયું. હમણા દોઢ લાખ રૂપિયા લઈ લો, બાકીનું સેટલમેન્ટ પછી કરીશું. પીડિત લોકો સાથે ભાવનાત્મક મજાક કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી અહીંયાના લોકો ફરિયાદ કરતા આવી રહ્યા છે પરંતુ તેમને સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. હવે જ્યારે આપત્તિ લોકોના ઘર સુધી આવી પહોંચી છે ત્યારે ઉતાવળે શોર્ટકટ શોધવામાં આવી રહ્યાં છે.
આપત્તિ એ પ્રકારે પ્રસરી છે કે, જે લોકો પોતાના ઘર છોડી હોટલો કે હોમ સ્ટેમાં શરણ લઈ રહ્યા છે, ત્યાં એક-એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર રહેવા માટે મજબૂર બન્યા છે. બસ જેમ-તેમ કરીને રાત પસાર થઈ રહી છે. સવાર થતા જ લોકો પોત-પોતાના ઘરે આવી જાય છે. અંદર જઈ નથી શકતા, કેમકે ત્યાં ખતરો છે. પોતાના જ આંગણેં બેસી રડી રહ્યા છે. કોઈ તેમના આંસું લૂંછવાવાળું નથી. સરકાર તો બળતામાં ઘી હોમવામાં માહેર છે, એટલે તે એ જ કરી છે.
કેટલાક લોકોના આંસું સુકાઈ ગયા છે. તેમના આંસુંઓની જગ્યાએ હવે ગુસ્સાએ જગ્યા લઈ લીધી છે. તેઓ પોતાના ઘરની બહાર કે તહેસીલ ઓફિસ સામે પ્રદર્શન કરી રહ્યા છે. તે લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાનું ઘર નહીં છોડે. તેમના વિરોધના કારણે સરકાર જે ખતરનાક ઈમારતોને પાડી નાંખવા માગે છે તે પણ નથી કરી શકતી. લોકોના ઘરોમાં અઠવાડિયા ચૂલા નથી સળગી શક્યા.
બાળકોનું શાળાએ જવાનું બંધ થઈ ગયું. બંને સમયનું જમવાનું પણ પાડોશીના ભરોસે ચાલી રહ્યું છે. સરકાર બધું તાત્કાલિક ખાલી કરાવવા માગે છે. ત્યારે લોકોનું કહેવું છે કે, વળતર નક્કી થયા વગર તે પોતાના મકાન કે સંપત્તિ આખરે કોના કહેવા પર છોડી શકે છે? સરકાર તો આજે જે કહી રહી છે, કાલે કશું બીજું કહી દેશે? તેમનો શું ભરોસો?
આખરે કોઈ તો કશું લખીને આપે! આપત્તિના સમયે અલકનંદાના કિનારે બનેલા સેનાના બેરક મદદગાર સાબિત થાય છે. પરંતુ આ વખતે તો તે બેરકોમાં પણ તિરાડો પડી ગઈ છે. જઈએ તો ક્યાં જઈએ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.