કરિયર ફન્ડા:હાઇ સ્કોરિંગ છે જ્યોગ્રાફી (ભૂગોળ); સિવિલ સર્વિસીઝમાં સાયન્ટિફિક ટોપિકથી ન ડરો

3 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

જો તમે કોઈ દેશની ભૂગોળ જાણો છો, તો તમે તેની વિદેશ નીતિને સમજી શકો છો અને તે અંગેની ભવિષ્યવાણી કરી શકો છો.
- નેપોલિયન બોનાપાર્ટ

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

આવો તમને થોડા પ્રશ્ન પૂછું

1. શું કર્ક રેખા સ્થિર હોય છે?
2. ડેક્કનની કાળી માટી કયાંથી આવી?
3. જો હિમાલય ન હોત, તો ભારત કેવું હોત?
4. જો પૃથ્વી ઝૂકેલી ન હોત, તો હવામાન કેવું હોત?
5. તમારા પગની નીચે, પૃથ્વીના કેન્દ્રમાં (કોરમાં) શું છે?

મજા આવી? તો વધુ થઈ જાય

1. અરાવલી પર્વતમાળાની ઉંમર શું છે?
2. અમેરિકાના પાંચ વિશાળ સરોવર (ગ્રેટ લેક્સ) કઈ રીતે બન્યાં?
3. વિશ્વમાં તંબાકુનું વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે?
4. જો પૃથ્વી પોતાની ધરા પર ફરવાનું બંધ કરી દે, તો શું શું થઈ શકે?
5. મોટી નદીઓમાં, માત્ર નર્મદા નદી જ પશ્ચિમ તરફ કેમ વહે છે?

આ પ્રશ્નોથી તમે સમજી શકો છે કે તમારી પકડ જ્યોગ્રાફીમાં કેટલી છે. વિશ્વાસ રાખો, આ સારો સ્કોરિંગ સબ્જેક્ટ છે.

તો સમજો કે તમામ વિષય તે પછી ઈતિહાસ હોય કે સમાજશાસ્ત્ર, મૂળ રૂપે જ્યોગ્રાફીથી જ શરૂ થાય છે. આવો જાણીએ તેની તૈયારીની ટિપ્સ.

જ્યોગ્રાફીનો પાઠ્યક્રમ સમજીએ

UPSC સિવિલ સેવા પરીક્ષાના ત્રણ તબક્કા હોય છે, પ્રીલિમ્સ (પ્રારંભિક પરીક્ષા, મેઇન્સ (મુખ્ય પરીક્ષા) અને ઈન્ટરવ્યૂ. જ્યોગ્રાફીનું અધ્યયન આ ત્રણેય માટે જરૂરી છે.

1) ભારત તેમજ વિશ્વની પ્રાકૃતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ- ભારતીય ભૂગોળમાં સ્થાનની યોગ્ય સ્પષ્ટતાની સાથે ભારતના ભૌતિક પાસાની ઊંડી સમજ અનિવાર્ય છે. પ્રશ્નોમાં વૈચારિક પાસાઓ પર જોર આપવામાં આવે છે.

2) વિશ્વની ભૌતિક ભૂગોળ- સંસાધનોનું વિતરણ, ભૌગોલિક વિશેષતાઓ, ભૂ-ભૌગોલિક ઘટનાઓ, પર્યાવરણીય મુદ્દા.

3) કરન્ટ ડેવલપમેન્ટ્સ- તે વાત પર જોર આપવામાં આવે છે, પરંતુ ભૌગોલિક ફેક્ટ્સનું ઠોસ જ્ઞાન ઈન્પોર્ટન્ટ છે.

આ ટોપિક્સની તૈયારી યોગ્ય રીતે કરવામાં છથી નવ મહિના લાગી શકે છે, અને તેને કોન્સેપ્ટ સ્તરે સમજવો જરૂરી હોય છે.

જ્યોગ્રાફી ક્રેક કરવાની 8 ટિપ્સ- BCM-MAAMO

BCM-MAAMOનો અર્થ શું છે
B- બેઝિક, C- કોન્સેપ્ટ્સ, M- મેપ્સ, M- મોક્સ, A- એડવાન્સ્ડ, A- આન્સર રાઈટિંગ, M- નીમોનિક્સ, O- ઓનલાઈન.

1) બેઝિક કોન્સેપ્ટ- તમે સૌથી પહેલાં છઠ્ઠા ધોરણથી 12 ધોરણ સુધીની NCERT પુસ્તકોમાંથી બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરો. તમે માનચિત્ર અને ગ્રાફની મદદથી ડેટા શીખો.

2) કોન્સેપ્ચ્યુઅલ ટોપિક્સ- તૈયારીની શરૂઆતમાં કોન્સેપ્ચ્યુઅલ ટોપિક્સથી કરો કેમકે તે આધાર બનાવે છે જેના પર તથ્યાત્મક ફેક્ચ્યુઅલ ટોપિક્સને શીખવાની પ્રક્રિયાને આસાન બનાવી શકાય છે. ઊંધા ન ચાલો.

3) મેપ્સ (માનચિત્ર)- મેપ્સ ન માત્ર પ્રીલિમ્સમાં પરંતુ GS-2માં આંતરરાષ્ટ્રીય સંબંધોના કોન્સેપ્ટ્સની સાથે, અને GS-3માં એગ્રીકલ્ચર પ્રશ્નોને ઉકેલવામાં પણ મદદ કરી શકે છે. ઓક્સફોર્ડ અને બ્લેક સ્વાન એટલાસ પર નદીઓ, સરોવર, પહાડો, ખીણ, વેલી, રેગિસ્તાન, મહાસાગર, સમુદ્ર, ખાડી, દ્વીપસમૂહ, સંરક્ષિત્ર ક્ષેત્રો, જીઆઈ ટેગ, જનજાતિઓના સ્થાન સહિતના મહત્ત્વપૂર્ણ સ્થાનોને ચિન્હિત કરો.

4) ગત વર્ષોનાં પેપર્સ- ગત વર્ષનાં પેપર્સ જોવાથી તમને પ્રશ્ન પૂછવાની પેટર્ન સહિતની જાણ થશે. સાથે જ પોતાની તૈયારી યોગ્ય થઈ છે કે નહીં તે તપાસવા માટે થોડા-થોડા દિવસે મોક ટેસ્ટ આપો. એક ઉમદા રિસોર્સ એ છે- https://bit.ly/solvedpapers - અનેક વર્ષોનાં ફુલી સોલ્વ્ડ પેપર મળશે.

5) એડવાન્સ તૈયારી- છઠ્ઠાથી બારમા સુધીની NCERT બુક્સ પછી ગોહ ચેંગ લિઓંગ તેમજ માજિદ હુસેનના ભૂગોળનાં પુસ્તકોનું અધ્યયન મદદ કરી શકે છે.

6) આન્સર રાઈટિંગ- આન્સર રાઈટિંગ ઈમ્પોર્ટન્ટ છે તેથી તેની પ્રેક્ટિસ સાથે સાથે કરતા રહો. ભૂગોળમાં કોઈ પણ સ્થાન અંગે લખતા સમયે તેના અક્ષાંશ અને દેશાંતર લખવાનું ફાયદાકારક હોઇ શકે છે.

7) નિ મોનિક (mnenomic)- જે રીતે અમેરિકાની ગ્રેટ લેક્સ છે. HOMES (Huron, Ontario, Michigan, Erie, Superior) વગેરે.

8) ઓનલાઈન મટિરિયલનો ઉપયોગ- કઠિન ટોપિક્સ જેમ કે અલ નીનો, લા નીના, પવનોના પ્રવાહ વગેરેને સમજવા માટે ઓનલાઈન વીડિયો સંસાધનોનો ઉપયોગ કરો. તમારા માટે નોલેજ ગિફ્ટ- ફ્રી સ્ટડી મટિરિયલ. https://bit.ly/upscstudy

અને હા, ન્યૂઝપેપર અને મેગેઝિન્સથી લેટેસ્ટ ભૂકંપ, સુનામી, જ્વાળામુખી જેવી મહત્ત્વપૂર્ણ ભૌગોલિક ઘટનાઓનું સ્થાન, ધ્યાનથી જુઓ. કુરુક્ષેત્ર પત્રિકા મદદ કરી શકે છે.

આજનું કરિયર ફન્ડા એ છે કે તમારી સફળતાના ભૂગોળને, તર્કની નદીના પ્રવાહથી, પર્વત જેવા ઠોસ પ્લાન વડે અને પવનોની ચપળતાથી, તમે નિશ્ચિત જ સૂર્યની જેમ ચમકી શકો છો.

મારું નિવેદન છે- કૃપયા વીડિયો આખો જુઓ, આર્ટિકલને શેર કરો અને ફીડબેક ફોર્મ જરૂરથી ભરો. થેન્ક્સ.

કરીને દેખાડીશું!