• Gujarati News
  • Dvb original
  • Herb Cultivation Started From Five Bighas, Leaving MSC Botany In The Middle, Doubled In 6 Months, Today Its Cultivation On 300 Acres Is Making A Profit Of 25 Lakhs Annually.

આજના પોઝિટિવ સમાચાર:MSC અધવચ્ચે છોડીને 5 વીઘામાં જડીબુટ્ટી વાવી, 6 મહિનામાં બમણો ફાયદો થયો, હવે 300 એકરમાંથી વાર્ષિક 25 લાખનો નફો

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
મેરઠના એક ગામના અશોક ચૌહાણ મેડિસિન પ્લાન્ટની ખેતી કરે છે. - Divya Bhaskar
મેરઠના એક ગામના અશોક ચૌહાણ મેડિસિન પ્લાન્ટની ખેતી કરે છે.
  • અશોક તેમની અને લીઝ પર લીધેલી જમીન પર 25થી વધુ જડીબુટ્ટીની ખેતી કરી રહ્યા છે
  • તેમનું કહેવું છે કે 5 વીઘામાં હળદર-તુલસી વાવી, એક લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો, પણ છ મહિના પછી બમણો ફાયદો થયો

​​​​​​લગભગ 28 વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના એક નાનકડા ગામ મટૌરનો રહેવાસી એક યુવક MSC બોટનીનો અભ્યાસ કરવા માટે ઉત્તરાખંડ ગયો હતો. કોલેજમાં એડમિશન લીધું અને થોડાક દિવસો ભણ્યો. આ દરમિયાન તેને એવી જગ્યાઓ પર જવાની તક મળી, જ્યાં તેણે જડીબુટ્ટીની ખેતી જોઈ. ખેતી કરતા લોકો સાથે થોડીક ચર્ચા કરી અને કોલેજ આવીને આ વિશે અભ્યાસ કર્યો. પછી અધવચ્ચે જ ભણવાનું છોડીને પોતાના ગામે આવી ગયો અને અહીં જડીબુટ્ટીની ખેતી શરૂ કરી દીધી. આ કહાણી છે અશોક ચૌહાણની, જે આજે લગભગ 300 એકર જમીન પર મેડિસિન પ્લાન્ટની ખેતી કરી રહ્યા છે.

અશોકે જણાવ્યું હતું કે મેં શરૂઆત 5 વીઘાથી કરી હતી, જેમાં હળદર અને તુલસી વાવી. આમાં એક લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો, પરંતુ છ મહિના પછી જ એ તૈયાર થઈ ગઈ અને મને ખર્ચ કરતાં બમણો નફો થયો.

આજે અશોક પોતાની અને લીઝ પર લીધેલી લગભગ 300 એકર જમીન પર 6 પાર્ટનર સાથે મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરે છે. આનાથી દરેક પાર્ટનરને વાર્ષિક લગભગ 20-25 લાખનો નફો થાય છે. આ ઉપરાંત તે લગભગ 350 લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. અશોકે જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ ખેડૂતોને ટ્રેડિશનલ ખેતી સાથે સાથે ક્લિનિકલ ખેતીમાં પણ લાવવાનો છે.

સફેદ મૂસલી વાવવાના પ્રયાસમાં 10 લાખનું નુકસાન થયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 5 વીઘામાં બમણા નફા પછી મારી હિંમત વધી અને મેં પછી 10 વીઘા અને તેના બીજા વર્ષે 50 વીઘામાં મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી હતી. 1995માં મેં મારાં ખેતરોમાં સફેદ મૂસલી વાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આમાં લગભગ 8થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું, પરંતુ મેં હાર ન માની. ત્યારે મને સમજાઈ ગયું કે સફેદ મૂસલી માટે મારી જમીન અને હવામાન યોગ્ય ન હતાં. ત્યાર પછી મેં ઉત્તરાખંડનાં ઘણાં શહેરોમાં લોકોને એકસાથે જોડીને હવામાન અને જમીન પ્રમાણે ખેતી કરવાનું શરૂ કર્યું.

અશોક હવે તેના ખેતરમાં સર્પગંધા, સતાવરી, એલોવેરા, એકરકરા, કેવકંદ, કાલમેઘ ચિત્રક, અનંતમૂલ, મૈદા છાલ જેવી લગભગ 25થી વધુ મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી રહ્યા છે.

દાદા-પરદાદા વૈદ્ય હતા, લોકોની સારવાર માટે ઘરમાં જ ઔષધિ વાવતા હતા
અશોકે જણાવે છે, મારા દાદા-પરદાદા તેમના જમાનામાં વૈદ્યનું કામ કરતા હતા, એ વખતે ગામની આસપાસના લોકો તેમના હાથે બનાવેલી દવાથી સાજા થઈ જતા હતા. દાદા-પરદાદા ઔષધિ ઘરે વાવતા હતા, જેથી લોકોની સારવાર કરી શકાય. દાદા પછી પિતાજીને પણ મેડિસિન પ્લાન્ટનું નોલેજ હતું, તે તેમણે પણ આ કામને ચાલુ રાખ્યું. તેઓ કહેતા હતા કે ક્યાંય ડોક્ટર પાસે જવાની જરૂર નથી, આપણી આસપાસ એવી ઔષધિઓ મળી આવે છે, જેનાથી આપણે નાની-મોટી બીમારીઓની સારવાર કરાવી શકીએ છીએ. એટલા માટે મેં એનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે મને આની ખેતી અને વ્યવસાય વિશે કોઈ ખાસ માહિતી ન હતી.

પોતાની કંપની પણ બનાવી છે, 35 પ્રકારની પ્રોડક્ટ વેચે છે
તે કહે છે, મારી પાસે ઘણા પ્રકારની દવાઓ છે, જેને મેં જાતે જ રિસર્ચ કરીને તૈયાર કરી છે. ગત વર્ષે મે એક કંપની પણ બનાવી, જેના દ્વારા અમે 35 પ્રકારની પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ. મને MSCનો અભ્યાસ કરવામાં કોઈ રસ ન હતો. હા, મેં BSC કર્યા વગર આ જ કર્યું હોત વધારે ખુશી થાત, કારણ કે હું ત્રણ વર્ષ પહેલાં જ આ કામ શરૂ કરી શકતો હતો.

મેડિસિન પ્લાન્ટની ખેતી કરનારાઓ માટે બજારની કોઈ સમસ્યા નથી હોતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2001માં જ્યારે મારી મુલાકાત પતંજલિમાં મુક્તાજી સાથે થઈ તો, તેમણે કહ્યું હતું કે તમે જેટલું પણ વાવો છો અમે બધો માલ ખરીદીશું. ત્યાર પછી તે અમારા પાકને સારા ભાવે ખરીદવા લાગ્યા હતા. આ દરમિયાન મેં ગામમાં લોકો જ ઘણા લોકોને મેડિસિન પ્લાન્ટની ખેતી માટે પ્રેરિત કર્યા હતા. અમે લોકો જે મેડિસિન પ્લાન્ટની ખેતી કરી રહ્યા છીએ તો તેના માટે બજારની સમસ્યા નથી હોતી, કારણ કે ફાર્મસી કંપનીઓ ખેડૂત સાથે સીધો સંપર્ક કરે છે અને સારા ભાવે માલ ખરીદે છે. આજે સ્થિતિ એ છે કે અમે કંપનીઓની ડિમાન્ડ પૂરી કરી શકતા નથી.

હું સરકાર પાસેથી કંઈ લેવા નહીં, પણ આપવા માગું છું
અમારી ઔષધિ છોડની ખેતીને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. જો કોઈપણ વ્યક્તિ મારી પાસે મેડિસિનલ પ્લાન્ટ અંગે માહિતી લેવા આવે છે તો હું તેને હંમેશાં મફતમાં સલાહ આપું છું, સાથે જ કંપનીઓ સાથે સીધેસીધી વાત પણ કરાવું છું, તેના બદલામાં એક પણ રૂપિયો લેતો નથી, કારણ કે મારું માનવું છે કે ખેડૂત વગર આયુર્વેદ જીવિત નહીં રહી શકે. ઘણી વખત મને સરકારી મદદ પણ ઓફર થઈ, પણ મેં ના પાડી દીધી હતી. મારે સરકાર પાસેથી કંઈ લેવાનું નથી, પણ હું તેમને આપવા માગું છું

અન્ય સમાચારો પણ છે...