સન્ડે જઝબાતઆખી રાત કાનમાં 'રામ નામ સત્ય હે' સંભળાય છે:બાળકો માટે કફન કાપતી વખતે હ્રદય ધ્રૂજે છે, અમારા ઘરમાં કોઈ દીકરી પરણવા નથી માંગતી

3 મહિનો પહેલા

દિવસ-રાત કાનમાં રામ નામ સત્ય સંભળાય છે. સૂતી વખતે આંખોમાં માત્ર મૃતદેહો જ દેખાય છે. ક્યારેક પત્ની રાત્રે જાગી જાય છે અને રડવા લાગે છે, ચીસો પાડવા લાગે છે, ડરી જાય છે. લોકો બાળકોના મૃતદેહો લાવે છે, કફન કાપતી વખતે હૃદય ધ્રૂજે છે.

લાગે છે સવા મીટરનું કપડું હ્રદય પર સો મણનો પથ્થર રાખને કાપી રહ્યો છું, પણ શું કરીએ, મડદાઓને કારણે જ ઘર ચાલે છે. દાદા-પિતા પણ અંતિમ સંસ્કારનો સામાન વેચતા હતા. મારું પણ ગુજરાન આનાથી ચાલે છે.

ચાલો તમને મારી કહાની સંભળાવું...

​​​​​​મારું નામ નીરજ પાંડે છે. બનારસના મણિકર્ણિકા ઘાટની સાંકડી ગલીઓમાં જન્મ થયો. અહિંયા હું મોટો થયો અને સંવેદના પ્રાપ્ત કરી. ઘરના દરવાજા અને બારીઓ ઘાટની સામે જ ખૂલે છે. બાળપણથી જ મેં દર કલાકે મૃતદેહોને પસાર થતા જોયા છે. તહેવારોના દિવસોમાં બાકીનાં બાળકો ઉજવણી કરતાં અને અમારી હોળી-દિવાળી પણ ઘાટ પર ઉજવાતી.

અમે બાકી બાળકોની જેમ ફરી પણ નથી શક્યાં, કે પિકનિક પણ નથી મનાવી. કારણ કે પિતાને અહિંથી હટવાનો સમય પણ નથી મળ્યો. 10 વર્ષનો થયો ત્યાં સુધી મારી અંદર મૃતદેહોનો બધો ડર પતી ચૂક્યો હતો.

બીજા લોકો બાળકોને ભજન સંભળાવે છે, રામ-રામ બોલતા શીખવે છે, અને અમે છીએ, જે રામ નામ સત્ય હે સાંભળીને મોટા થયા છીએ. જો તમે આ શબ્દનો ઉલ્લેખ કરો તો અન્ય લોકો અસ્વસ્થતા અનુભવવા લાગે છે. પરંતુ અમને કોઈ વાંધો નથી આવતો. કારણ કે હવે એ આદત બની ગઈ છે.

પિતા કહેતા હતા કે, લગ્ન પછી માતા અહિંયા આવી તો તેને ડર લાગતો હતો. પછી મારાં લગ્ન થયાં તો મારી પત્ની સાથે પણ આવું જ કંઈ થયું.

શરૂઆતના 15 દિવસ તો તે સૂતી નથી. હજુ પણ તે રામ નામ સાંભળે તો તેની ઊંઘ ઊડી જાય છે અને રડવા લાગે છે. મણિકર્ણિકા ઘાટ પર ત્રણ પેઢીથી અમારી દુકાન છે. મારા દાદા બનારસી પાંડેજીએ દુકાન ખોલી હતી.

નાનપણથી જ પિતા સાથે દુકાને બેસવાનું શરૂ કર્યું હતું. 15 વર્ષનો થયો ત્યારથી જ દુકાનની જવાબદારી સંભાળતો થયો. શરૂઆતમાં થયું કે હું શું કરી રહ્યો છું. આ તો કંઈ ધંધો છે, પરંતુ ધીમે-ધીમે આદત પડી ગઈ.

અમારે અહીં લગભગ 65 વર્ષથી દુકાન છે. આ ઘાટમાં અમારી સૌથી જૂની દુકાન છે. કેટલીકવાર મને લાગે છે કે પૂરતું નથી, મારે બીજું કંઈક કરવું જોઈએ, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી.
અમારે અહીં લગભગ 65 વર્ષથી દુકાન છે. આ ઘાટમાં અમારી સૌથી જૂની દુકાન છે. કેટલીકવાર મને લાગે છે કે પૂરતું નથી, મારે બીજું કંઈક કરવું જોઈએ, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી.

થોડા સમય પહેલાં આ દુકાન સામે એક કપડાંની દુકાન પણ ખોલી હતી. હું કપડાંની દુકાનમાં બેસતો હતો અને પિતા આ દુકાન પર. મારાં લગ્ન પણ એટલે થયાં કે છોકરાને કપડાંની દુકાને છે, નહીં કે કફનની. પરંતુ કાશીવિશ્વનાથ કોરિડોર બનતા અમારી દુકાન હટાવવામાં આવી. આ પછી અંતિમ સંસ્કારની દુકાને બેઠો.

હવે તો ગ્રાહકો પણ ઓછા આવે છે. વધારે પડતા ગ્રાહકો પોતાના ઘરેથી અથવા લોકલ માર્કેટથી સામાન લઈને આવે છે. બીજી વાત પહેલાં જ્યારે કોરિડોર હતો, ત્યારે ઘણા પ્રકારની દુકાન હતી, જેના કારણે ભીડ આવતી હતી.

ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવવા માટે આવતું હતું, ત્યારે તે અમારી દુકાન પર કંઈક સામાન ખરીદવા આવતા હતા. હવે તે પણ બંધ થઈ ગયું છે.

પહેલાં અહીં માત્ર 4 દુકાનો હતી અને આજે 40 દુકાનો છે. બજારમાં બનારસી સાડીઓ વેચનારાઓએ પણ કફન રાખ્યાં છે. જેના કારણે વેચાણમાં ઘટાડો થયો છે. સાચું કહું તો આ દુકાનમાંથી નાસ્તાનો જ ખર્ચ નીકળે છે.

જેમની પાસે ગંગા ઘાટ સુધી મૃતદેહ લાવવાના પૈસા છે, તે બીજી જગ્યાએથી અહિંયા મૃતદેહો લાવે છે. કોવિડ પછી લોકોની હાલત ખરાબ થઈ ચૂકી છે. લોકો પોતાના શહેર અને ગામડે જ અંતિમ સંસ્કાર કરી નાખે છે. 10 વર્ષ પહેલાં દરરોજ 200 મૃતદેહ ઘરની સામેથી પસાર થતા હતા. હવે તો મુશ્કેલીથી 100 પસાર થાય છે.

દુકાનને લગભગ 65 વર્ષ થઈ ચૂક્યાં છે. ત્યારથી લઈ આજ સુધી કોઈ ફરક નથી આવ્યો. જે વસ્તુઓનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં થતો હતો તે આજે પણ થાય છે. કફન, દોરડું, ગટર, અત્તર, પિતામ્બરી, વાંસની સાદડી, નિસરણી, ધૂપ, ગુલાલ, ડાંગર, શણગાર.

આ મૃતદેહોને બાળવા માટે રાખવામાં આવે છે. અમે પહેલેથી જ ઘણું લાકડું કાપી લીધું છે અને તેનો સ્ટોક રાખીએ છીએ. કોરોનામાં લાકડું બચ્યું ન હતું.
આ મૃતદેહોને બાળવા માટે રાખવામાં આવે છે. અમે પહેલેથી જ ઘણું લાકડું કાપી લીધું છે અને તેનો સ્ટોક રાખીએ છીએ. કોરોનામાં લાકડું બચ્યું ન હતું.

આ ઉપરાંત લાકડાનું ઘી, સાંકળા, દેવદાર, ગૂગળ, માટલાં, કાળા તલ, કપૂર, જવનો લોટ અને મધ. તફાવત માત્ર કિંમતમાં છે. જે માલ દસ વર્ષ પહેલાં 500 રૂપિયામાં મળતો હતો તે આજે 900 રૂપિયામાં આવે છે.

મૃતદેહને બાળવા માટે કુલ મળીને 10 હજાર રૂપિયા મળે છે. હવે કોઈને દસ કિલો દેશી ઘી રેડવામાં આવે છે, તો કોઈને ચંદન વડે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ કિસ્સામાં ખર્ચ થોડો વધે છે.

સામાન્ય રીતે લોકો મૃતદેહો પાસે જતા નથી, સ્મશાન નથી જતા, કોઈ મૃતદેહ નીકળતા જુએ છે તો, સાઈડ થઈ જાય છે. સ્મશાન જાય છે તો ઘરે જઈને સ્નાન કરે છે. પરંતુ અમે તેવું કંઈ કરતા નથી. અમારું કામ જ આ છે, અમારે દિવસમાં કેટલી સ્નાન કરવું.

મને કોઈના શબથી કોઈ ફરક નથી પડતો. મારા માટે તો તેને સળગતી સામગ્રી એ ધંધો છે, પણ લોકો જ્યારે બાળકની લાશને ખભા પર લઈને કફન લેવા આવે છે ત્યારે હાથ ધ્રૂજે છે. હું કફન કાપી શકતો નથી. હું ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છું.

છોકરાના કફનમાં સવા મીટરનું કપડું લાગે છે. સવા મીટરના કપડામાં દિલ પર સો મણનો ભાર મૂકી કાપું છું. છોકરાના કફનમાંથી હું કમાણી નથી કરતો. તેમના મૃતદેહ જોઈને કલાકો સુધી હું વિચારો છું કે છોકરાએ તો દુનિયા જોઈ પણ નહતી.

મને એક ઘટના યાદ આવે છે. રાત્રીનો સમય હતો. એક સ્ત્રી મારી પાસે આવી, તે વિધવા હતી. તેમના 24 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. તેને સાદો તાવ હતો. તેણી તેને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેની સારવાર માટે 70,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. તે મહિલા તેના પુત્રની લાશને રિક્ષામાં લઈને આવી હતી. તેણે કહ્યું કે તેની પાસે પૈસા નથી.

તેની પીડા સાંભળીને મારું મન મૂંઝાઈ ગયું. મેં તે મહિલાને અંતિમ સંસ્કારની તમામ વસ્તુઓ મફતમાં આપી. કહેવાનો અર્થ એ છે કે અમારા માટે આજીવિકાનો પ્રશ્ન ચોક્કસ છે, પરંતુ અમે લોકોની લાગણીનું પણ ધ્યાન રાખીએ છીએ.

આટલાં વર્ષોમાં અંતિમ સંસ્કારની વસ્તુઓમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ તેની કિંમતો ચોક્કસ વધી ગઈ છે. જેના કારણે ઘણા લોકોએ પોતાના શહેરમાંથી અંતિમ સંસ્કારની વસ્તુઓ અહીં લાવવાનું શરૂ કર્યું છે.
આટલાં વર્ષોમાં અંતિમ સંસ્કારની વસ્તુઓમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ તેની કિંમતો ચોક્કસ વધી ગઈ છે. જેના કારણે ઘણા લોકોએ પોતાના શહેરમાંથી અંતિમ સંસ્કારની વસ્તુઓ અહીં લાવવાનું શરૂ કર્યું છે.

સાચું કહું તો હવે આ કામ કરવાનું મન નથી લાગતું. જેનાં સામાજિક અને આર્થિક ઘણાં કારણો છે. માતા-પિતાને કોઈ પૂછે તમારો છોકરો શું કરે છે.. મડદાઓનો સામાન વેચે છે. કેટલું ખરાબ લાગે. સાચું કહું તો કફન હવે જિંદગી પર લાગી ગયું છે.

એક વખતે કેટલાક લોકો નાના ભાઈ માટે સંબંધ લઈને આવ્યા. તેમને ભાઈ ગમ્યો અને તે પણ લગ્ન કરવા રાજી થઈ ગયા. થોડા દિવસો પછી અમે સગાઈ માટે જવાના હતા. એક રાત પહેલાં છોકરીના પિતાનો ફોન આવ્યો કે તે અમારી સાથે લગ્ન નહીં કરે.

મેં તેને કારણ પણ પૂછ્યું ન હતું, કારણ કે મને ખબર હતી કે તે લગ્ન કેમ નથી કરી રહ્યા. હવે હું કોઈને જૂઠું નહીં બોલી શકું કે અમે મડદાનો સામાન વેચતા નથી. તે સત્ય છે અને અમે તેને છુપાવી શકતા નથી.

હા, અમારા છોકરાની અમને ચિંતા થઈ રહી છે. અમે નથી ઈચ્છતા કે, છોકરાઓ પણ આ ધંધો કરે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય. દાદા-પિતાના જમાનાની દુકાન છે. બંધ કરવી શક્ય નથી. આની સાથે અમારી ઓળખ છે.

પિતા જ્યારે જીવતા હતા, તેમણે દુકાનમાં અન્ય સામાન પણ રાખવાનું શરૂ કર્યું. કદાચ તેઓ આ મુશ્કેલીઓ વિશે આગમચેતી કરી ચૂક્યા હતા. તેમણે માળા, પિતાંબરી જેવી વસ્તુઓ રાખવાનું શરૂ કર્યું હતું. મેં હવે હેન્ડિક્રાફ્ટનો સામાન રાખવાનું શરૂ કર્યું છે. દુકાન નાની છે, પરંતુ સામાન ધીમે-ધીમે વધારી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...