• Gujarati News
  • Dvb original
  • Heart Disease Is The Leading Cause Of Death In The World, Killing More Than Two Million People In 20 Years

WHOનો રિપોર્ટ:દુનિયામાં મોતનું સૌથી મોટું કારણ હૃદયની બીમારી, એનાથી 20 વર્ષમાં 20 લાખથી વધુ મોત થયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • WHOએ 20 વર્ષમાં ટોપ-10 બીમારીઓથી થનારાં મોતના આંકડા રજૂ કર્યા
  • દુનિયાભરમાં ટોપ-10 બીમારીઓનો સામનો કરી રહેલા 5.54 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, છેલ્લા 20 વર્ષોમાં દુનિયામાં સૌથી વધુ મોત હૃદયની બીમારીથી થયા. ડાયાબિટીઝ ઉપરાંત હવે ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી પણ દુનિયાના એ 10 રોગોમાં સામેલ છે જે સૌથી વધુ લોકોનું જીવન ઝૂંટવી લે છે.

WHOએ બુધવારે હેલ્થ રિપોર્ટ જારી કર્યો. તેમાં વર્ષ 2000થી લઈને 2019 સુધીનો ડેથ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં જે 10 રોગોથી સૌથી વધુ મોત થાય છે તેમાં 7 એવી બીમારીઓ છે જે એકથી બીજા માણસમાં ફેલાતી નથી. આવી બીમારીને નોન-કમ્યુનિકેબલ ડિસીસ કહે છે.

રિપોર્ટની 4 મોટી વાતો
1. દુનિયાભરમાં 16% મોત હૃદયરોગના કારણે થાય છે
છેલ્લા 2 દાયકાના આંકડા ચોંકાવનારા છે. રિપોર્ટના અનુસાર, દુનિયાભરમાં બીમારીઓથી થતા મોતમાં 16 ટકા હિસ્સેદારી હૃદય રોગોની છે. છેલ્લા 20 વર્ષથી ઈસ્કેમિક હાર્ટ ડિસીસથી થનારા મોતમાં 20 લાખથી વધુનો વધારો થયો છે. 2019 સુધીમાં આ આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. બીજા ક્રમે સ્ટ્રોક છે.

WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનોમ કહે છે, ‘આ આંકડા એક રિમાઈન્ડર જેવા છે જે દર્શાવે છે કે આપણે નોન-કમ્યુનિકેબલ ડિસીસનો ઝડપથી બચાવ, તપાસ અને ઈલાજ કરવાની આવશ્યકતા છે. શરીરની પ્રારંભિક દેખભાળ જ આવી બીમારીઓથી બચાવશે અને વૈશ્વિક મહામારી સામે પણ લડશે.’

2. હૃદય પછી સૌથી વધુ મોત શ્વાસના દર્દીઓના થયા
રિપોર્ટ અનુસાર, હાર્ટ પછી સૌથી વધુ મોત શ્વાસ સંબંધિત બીમારીઓથી થયા. ત્રીજા ક્રમે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીસ અને ચોથા પર લોઅર રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે. ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીસની મોતમાં હિસ્સેદારી 6 ટકા રહી. ત્યારે, છેલ્લા 20 વર્ષમાં લોઅર રેસ્પિરેટરી ઈન્ફેકશનથી 26 લાખ મોત થયા. તેના પછી સૌથી વધુ મોત નવજાતોના થયા.

3. બે દાયકામાં ડાયાબિટીઝથી મોતના કેસ 70% વધ્યા
WHOના અનુસાર, મોતનો આંકડો વધારવામાં ડાયાબિટીઝ પણ જવાબદાર છે. આ 9મા ક્રમે છે. છેલ્લા બે દાયકામાં ડાયાબિટીઝથી થનારા મોતમાં 70 ટકાનો વધારો થયો. તેમાં પુરૂષોનો આંકડો 80 ટકા છે. જ્યારે ડિમેન્શિયાથી થનારા મોતમાં 65 ટકા મહિલાઓ સામેલ છે.

4. હવે વાત રાહતની, એઈડ્સ-ટીબીથી મોત ઘટ્યા અને લોકોનું આયુષ્ય વધ્યું

  • 20 વર્ષ પહેલા દુનિયાભરમાં થતા મોતના મામલે એચઆઈવી/એઈડ્સ 8મા ક્રમે હતો જે 2019માં 19મા ક્રમે પર પહોંચી ગયો.
  • ટીબી હવે દુનિયાની 10 મોટી બીમારીઓમાં સામેલ નથી. 2000માં આ 7મા ક્રમે રહેલી બીમારી હતી જે 2019 સુધીમાં ઉતરીને 13મા સ્તરે પહોંચી ગઈ. મેલેરિયાથી થનારા મોતનો આંકડો પણ ઓછો થયો છે.
  • છેલ્લા 20 વર્ષમાં લોકોનું સરેરાશ આયુષ્ય 6 વર્ષ સુધી વધ્યું છે. 20 વર્ષ અગાઉ મનુષ્યનું સરેરાશ આયુષ્ય 67 વર્ષ હતું જે 2019માં વધીને 73 વર્ષ થયું છે.
અન્ય સમાચારો પણ છે...