લક્ઝરી લાઇફKGFના રોકીભાઈ:300 રૂપિયા લઈને બેંગલુરુ પહોંચ્યા હતા, આજે એક ફિલ્મની ફી 30 કરોડ રૂપિયા

21 દિવસ પહેલાલેખક: આતિશ કુમાર

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર યશ. જે તેમની KGF ફિલ્મથી ભારતીય સિનેમાના સુપર સ્ટાર્સમાંના એક બની ગયા છે. આજે યશ તેનો 37મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. રોકીભાઈ તરીકે દેશભરમાં ફેમસ થયેલા યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક. તેમને KGF ચેપ્ટર 2 માટે 30 કરોડ રૂપિયાનો ચેક મળ્યો. કર્ણાટકમાં એક મધ્યમ-વર્ગીય પરિવારમાં જન્મેલા, સુપરસ્ટાર યશ આજે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ રૂ. 60 લાખ ચાર્જ કરે છે અને તેમની નેટવર્થ 7 મિલિયન ડોલર (અંદાજે રૂ. 57 કરોડ)ની નજીક છે.

આજે લક્ઝરી લાઈફમાં, ત્રણ ચેપ્ટરમાં જાણો યશની વૈભવી લાઈફ…

  • ચેપ્ટર 1: સપનાં અને સ્ટ્રગલ

સપનાં માટે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો

યશ એટલે કે કેજીએફના રોકીભાઈ કર્ણાટકના એક નાનકડા ગામમાં મોટા થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પિતા કર્ણાટકની સરકારી બસ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. પુત્ર સફળ અભિનેતા બન્યા પછી પણ તે ઘણાં વર્ષો સુધી ડ્રાઈવર જ રહ્યા. યશને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. 12મા ધોરણથી જ નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં હું ફિલ્મોમાં હીરો બનીશ અને આ સપના માટે ભણતર અધવચ્ચે જ છોડી દીધું. યશનો પરિવાર ઇચ્છતો ન હતો કે તે અભિનેતા બને.

ઘર છોડીને બેંગ્લોર પહોંચ્યા
યશ પોતાનું ઘર છોડીને બેંગ્લોર પહોંચ્યા. તે માત્ર 300 રૂપિયા લઈને અભિનેતા બનવા માટે તેના પરિવારથી દૂર ગયા હતા. શરૂઆતમાં, બેંગ્લોરમાં થિયેટર ગ્રુપનો ભાગ બનવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ઘણા દિવસોની દોડધામ પછી, થિયેટરમાં બેકગ્રાઉન્ડ એક્ટર તરીકે કામ કરવાની તક મળી. આ પછી યશ ધીમે ધીમે આગળ વધ્યા. તેઓ ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતા. આ દરમિયાન તેણે ફિલ્મો અને ટીવી સિરિયલો માટે ઓડિશન આપવાનું ચાલુ રાખ્યું.

2008માં રિલિઝ થઈ પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મમાં યશ
પહેલી ફિલ્મમાં યશ

ઘણી ટીવી સિરિયલો કર્યા પછી, યશની પહેલી ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. Moggina Manasu નામની આ ફિલ્મમાં તેણે સપોર્ટિંગ રોલ કર્યો હતો. જેના માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી પાછું વળીને જોયું નથી અને સુપર સ્ટાર બની ગયા.

  • ચેપ્ટર 2: સફળતાની શરૂઆત

સ્ટ્રગલ અને સફળતા વચ્ચે મળી હમસફર રાધિકા

KGF સ્ટાર્સ યશ અને રાધિકા પંડિતની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. બંને વર્ષ 2004માં ટીવી શો નંદગોકુલાના સેટ પર એકબીજાને મળ્યાં હતાં. બંને વચ્ચે ધીમે-ધીમે વાતો શરૂ થઈ અને પછી તેઓ મિત્ર બની ગયા. મિત્રતા આગળ વધી અને યશે વેલેન્ટાઈન ડે પર રાધિકાને ફોન કરીને પ્રપોઝ કર્યું. રાધિકાએ 6 મહિના પછી પ્રસ્તાવનો જવાબ આપ્યો. આખરે યશ અને રાધિકાનાં લગ્ન બેંગ્લોરમાં 9 ડિસેમ્બર 2016ના રોજ થયાં. આજે રાધિકા અને યશને બે બાળકો છે. પુત્રનું નામ યથાર્થ અને પુત્રીનું નામ આયરા છે.

લગ્નનાં બે વર્ષ પછી સૌથી મોટી સફળતા

વર્ષ 2008થી Sandalwood ઇન્ડસ્ટ્રી એટલે કે કન્નડ સિનેમામાં સક્રિય રહેલા યશને દેશભરમાં ઓળખ મેળવવામાં આખો દાયકો લાગ્યો. વર્ષ 2018માં રિલીઝ થયેલી KGF-1ની દેશભરમાં પ્રશંસા થઈ હતી. કન્નડ સિનેમાની આ ફિલ્મે વિશ્વવ્યાપી 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

KGF-2 પછી લોકમુખે ચઢી ગયું 'સલામ રોકીભાઈ'
KGF-1ની સફળતા પછી, KGF-2 2022માં આવી. આ ફિલ્મ પછી યશનો ક્રેઝ એટલો વધી ગયો કે બધા તેને 'સલામ રોકીભાઈ' કહેવા લાગ્યા. અહેવાલો અનુસાર, 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલ KGF-2 એ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું.

  • ચેપ્ટર 3: સક્સેસ પછીની લક્ઝરી

KGF-1 પછી આલિશાન ડુપ્લેક્સ ખરીદ્યું

પરિવાર સાથે નવા ડુપ્લેક્સમાં યશ
પરિવાર સાથે નવા ડુપ્લેક્સમાં યશ

KGF 1 ની સફળતા પછી યશે 2021 માં એક નવું ડુપ્લેક્સ ખરીદ્યું. આ ઘર બેંગ્લોરના વિન્ડસર મેનોર પાસે પ્રેસ્ટિજ એપાર્ટમેન્ટ્સમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ડુપ્લેક્સની વર્તમાન કિંમત 8 થી 8.5 કરોડ રૂપિયાની આસપાસ છે. અહીં યશ તેની પત્ની રાધિકા પંડિત અને બે બાળકો સાથે રહે છે.

લક્ઝુરિયસ કારોના માલિક
યશના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઇવોકનો સમાવેશ થાય છે, જેની કિંમત હાલમાં રૂ. 60 થી 80 લાખની વચ્ચે છે. આ એસયુવીની યુએસપી તેની એન્ડ-ટુ-એન્ડ સનરૂફ છે જે તેને લોંગ ડ્રાઈવ માટે પસંદ છે. આ સિવાય રોકિંગ સ્ટાર પાસે બે મર્સિડીઝ પણ છે. પ્રથમ મર્સિડીઝ 5-સીટર GLC 250D કૂપ છે જેની કિંમત લગભગ 78 લાખ રૂપિયા છે. અને બીજી મર્સિડીઝ કાર 7-સીટર બેન્ઝ GLS 350D લક્ઝરી SUV છે, જેની કિંમત લગભગ 85 લાખ રૂપિયા છે.

રોકીભાઈને પણ લક્ઝરી રિસ્ટ વોચનો શોખ છે

યશની સ્ટાઈલિશ સાનિયા સરધારિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યશની ફેશનની પસંદગી સિમ્પલ અને સોબર છે. જોકે યશ તેના કલેક્શનમાં એકએકથી ચઢિયાતી રિસ્ટ વોચ ઉમેરે છે. યશ ઘણા પ્રસંગોએ સ્ટાઇલિશ ઘડિયાળો પહેરેલા જોવા મળ્યા છે. યશના વોચ કલેક્શનમાં આશરે રૂ. 17 લાખની કિંમતની રોલેક્સ GMT માસ્ટર II, રૂ. 5 લાખની કિંમતની બ્રેઇટલિંગ સુપરઓશન હેરિટેજ 42 અને રૂ. 18 લાખની કિંમતની ઓડેમાર્સ પિગ્યુટ રોયલ ઓક ક્રોનોગ્રાફનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...