આમ જુઓ તો ગુજરાતમાં ચૂંટણી આડે હવે છ મહિના માંડ બાકી છે. કોરોના દરમિયાન ઘણાં પરિવર્તનો થયાં. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા ગયું તો કોઈએ તો શહેર જ બદલી નાખ્યું. આ બદલાવ પછી સૌથી મોટો અને પેચિદો પ્રશ્ન એ આવે કે આધારકાર્ડમાં નવું સરનામું કરાવવું પડશે. પાનકાર્ડમાં કરાવવું પડશે. ચૂંટણીકાર્ડમાં નવું સરનામું કરાવવું પડશે અને આ મૂંઝવણ થતાં જ સરકારી ઓફિસના કે એજન્ટની ઓફિસના ધક્કા ખાવા પડે છે, પણ હવે આવું કાંઈ કરવાની જરૂર નથી. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં બધું ઓનલાઈન શક્ય છે. અહીં ગ્રાફિકમાં આપણે જાણીશું કે પંદર જ મિનિટમાં ચૂંટણીકાર્ડમાં નવું સરનામું (કે બીજા સુધારા) કેવી રીતે સરળતાથી કરી શકાશે.
આટલું તૈયાર રાખો
મોબાઈલ ફોન કે લેપટોપમાં તમે તમારું નવા સરનામાનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાઇસન્સ તૈયાર રાખો અને 200 KBની સાઇઝનો એક ફોટો તૈયાર રાખો. હા, તમારા આધારકાર્ડ કે લાઇસન્સમાં નવું સરનામું ચેન્જ થઈ ગયું હોવું જોઈએ. આટલી તૈયારી પછી રેડી થઈ જાઓ ચૂંટણીકાર્ડમાં તમારું નવું સરનામું એડ કરવા.... જાણો આખી પ્રોસેસ આ ગ્રાફિકમાં...
ગ્રાફિક્સ : હરિઓમ શર્મા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.