• Gujarati News
  • Dvb original
  • Her Spinal Cord Was Broken, Her Tongue Was Cut Out, She Lost The Battle For Life At 3 O'clock At Night.

વધુ એક નિર્ભયાકાંડ:દીકરીની કરોડરજ્જુ તોડી, જીભ કાપી નાખી; બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ, રાતે 3 વાગ્યે જિંદગી સામેની લડાઈ હારી ગઈ

નવી દિલ્હી/હાથરસએક વર્ષ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • પિતા કહે છે કે આ લોકો ગામના ઠાકુર છે, આ લોકોએ મારી દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં મારા પિતાની પણ આંગળીઓ કાપી નાખી હતી
  • પોલીસે માત્ર હત્યાનો કેસ નોંધ્યો છે, એક વ્યક્તિને આરોપી બનાવ્યો, દસ દિવસ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી, પીડિતાનું નિવેદન લેવા પણ 5 દિવસ પછી પહોંચી

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જિંદગી સામેનો જંગ હારી ગઈ. મંગળવારે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી, કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ...

​​​​​​​

દિલ્હીના સફદરગંજ હોસ્પિટલની નવી બનેલી ઈમારતની બહાર લોકોની ભીડ છે. ત્યાં જ એક ખૂણામાં એક વૃદ્ધ ઉદાસ બેઠા છે. તેમના નજીકના લોકો ભેગા થયા છે. કેટલાકને તેઓ ઓળખે છે, કેટલાકને તેઓ ઓળખતા નથી. કેટલાક તેમને સાંત્વના આપી રહ્યા છે, કેટલાકને ભરોસો છો કે તેમની દીકરી જંગ જીતી જશે.

બે સપ્તાહ પહેલાં ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી તેમની દીકરી હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તેની જીભને કાપી નાખવામાં આવી હતી. કરોડરજ્જુનું હાડકું પણ બદમાશોએ તોડી નાખ્યું હતું. તેની પર કેટલાક ઊંડા ઘા છે. દુપટ્ટાથી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને તે મૃત્યુ પામી છે તેવું માનીને બદમાશે તેના શરીરને ખેતરમાં મૂકીને ભાગી ગયા હતા.

તેની પાસે હાલ કોઈ નથી. તેનો નાનો ભાઈ જે છેલ્લાં બે સપ્તાહથી તેની દેખરેખ રાખી રહ્યો છે. દિલ્હી પોલીસના જવાનો સાથે ગયા છે, જે તે જોવા આવ્યા હતા કે પરિવારને હોસ્પિટલમાં સુરક્ષા મળી છે કે નહિ. પિતા દીવાલને અડીને ચૂપ બેઠા છે. મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે કહ્યું, હું વધારે બોલી શકીશ નહિ.

થોડીવાર પછી તેઓ બોલવાનું શરૂ કરે છે. તેઓ કહે છે, આ લોકો મારા ગામના ઠાકુર છે. આ લોકોએ મારી દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં મારા પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. તેમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. તેમની માનસિકતા પહેલેથી આવી જ છે. તેઓ અમને ડરાવતા-ધમકાવતા રહેતા, તેને અમે સહન કરતા અને વિચારતા કે જવા દઈએ. હવે તેમણે અમારી પુત્રીની સાથે આવો અત્યાચાર કર્યો છે.

હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી છોકરીની સ્થિતિ નાજુક છે. તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઈસીયુમાં શિફટ કરવામાં આવી હતી.
હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી છોકરીની સ્થિતિ નાજુક છે. તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઈસીયુમાં શિફટ કરવામાં આવી હતી.

તેઓ બોલતાં-બોલતાં અચાનક ચૂપ થઈ જાય છે. ભય તેમના ચહેરા પર લાગી રહ્યો છે. દલિત સંગઠનો સાથે જોડાયેલા લોકો તેમને ભરોસો આપાવવાની કોશિશ કરે છે કે હવે તેમને અને તેમના પરિવારને કઈ થશે નહિ. જોકે તેમનો ડર હજી પણ ઓછો થઈ રહ્યો નથી.

આ દરમિયાન તેમનો નાનો દીકરો હાંફતો આવે છે. તેનો ફોન બપોરથી જ બંધ છે. બહેનની સંભાળ, કાગળોના કામ અને હોસ્પિટલમાં અલગ-અલગ જગ્યાના ધક્કા ખાવામાં તેને એટલો પણ સમય મળ્યો નથી કે તે થોડો સમય રોકાઈને ફોન ચાર્જ કરી લે. તે જેવો આવે છે કે તરત જ તેને ફોન વાત કરવા માટે પકડાઈ દેવામાં આવે છે. કેટલાક સંબંધીઓના છે, કેટલાક પત્રકારોના પણ છે, બધા બસ વેન્ટિલેટર પર રહેલી તેની બહેનની સ્થિતિ જાણવા માગે છે.

તે જણાવે છે, હું 12 દિવસથી ઘરે ગયો નથી. બહેન બોલી શકતી નથી. બસ, તે આંખોથી ઓળખી રહી છે. ક્યારેક-ક્યારેક ઈશારાઓ કરે છે. તેની સ્થિિત દેખી શકાય એવી નથી. હું તેનો અવાજ સાંભળવા આતુર છું. તે મોત સામે લડી રહી છે.

પરિવારના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ચારો લેવા માટે દીકરી ખેતરમાં ગઈ હતી.
પરિવારના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ચારો લેવા માટે દીકરી ખેતરમાં ગઈ હતી.

તે કહે છે, હું નોઈડામાં રહીને કામ કરતો હતો. ફોન કરતો હતો તો બહેન સાથે વધુ વાત થઈ શકતી ન હતી. તે ઘરના કામમાં જ આખો દિવસ રહેતી હતી. હાલ હું કોશિશ કરું છું કે બહેન સાથે બે વાત થઈ જાય તો તે બોલી શકતી નથી, કારણ કે તેની જીભ જ કાપી નાખવામાં આવી છે. 13 દિવસ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં સારવાર કરાવ્યા પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા સોમવારે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી છે.

પોલીસની ભૂમિકા પર ઊઠી રહ્યા છે સવાલ
હાથરસ પોલીસે અત્યારસુધીમાં સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિ નામની ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ચારેય કથિત ઉચ્ચ જાતિના છે. જોકે દલિત સંગઠનોનો આરોપ છે કે પોલીસે તેમાં ભીનું સકેલવાની કોશિશ કરી છે.

ડરનો માહોલ
ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ પીડિતાના ગામની જ છે અને તેમનું ઘર પણ પીડિતાના ઘરથી નજીક છે. પરિવારનો આરોપ છે કે તેઓ પહેલેથી દાદાગીરી કરતા આવ્યા છે. પીડિતાના ભાઈ અને પિતા કહે છે કે ઘટના પછી આરોપીઓ તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી. હવે ગામમાં પીએસી તહેનાત કરવામાં આવી છે.

સમગ્ર વિવાદ વિશે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે

અન્ય સમાચારો પણ છે...