તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Market Closed In Punjab, Artists Take To The Streets In Support Of Farmers, Farmers Return After Demonstrations On Delhi Border, Dam Not Affected In Western UP

ત્રણ રાજ્યમાં ખેડૂત આંદોલન LIVE:પંજાબમાં બજાર બંધ, ખેડૂતોના સમર્થનમાં રસ્તા ઉપર કલાકારો ઉતર્યા, દિલ્હી સરહદ પર પ્રદર્શન પછી ખેડૂતો પરત ફર્યા, પશ્ચિમ UPમાં બંધની અસર નહીં

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલનની વધારે અસર પંજાબ અને હરીયાણામાં જોવા મળી, પંજાબના ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા
  • મુઝફ્ફરનગર જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો, માર્ગ ઉપર ટ્રાફિક પહેલાની જેમ ચાલી રહ્યો છે, બજાર ખુલ્લા છે, લોકોની અવરજવર પણ છે

હાલમાં જ ગૃહમાં પાસ થયેલા ખેડૂત બલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે, રેલવે ટ્રેક પર બેસી ગયા છે, અનેક જગ્યાએ ટ્રાફિકજામ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાસ્કરની ટીમ ખેડૂત આંદોલનના કવરેજ માટે પંજાબ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ગ્રાઉન્ડ ઉપર હાજર છે. પંજાબથી રાહુલ કોટિયાલ, પશ્ચિમ ઉત્તરપ્રદેશથી પૂનમ કૌશલ અને દિલ્હી બોર્ડરથી વિકાસ કુમારનો લાઈવ રિપોર્ટ

પંજાબના માનસામાં ખેડૂત આંદોલનની અસર જોવા મળી હતી. શહેરમાં મોટા ભાગની દુકાનો બંધ હતી.
પંજાબના માનસામાં ખેડૂત આંદોલનની અસર જોવા મળી હતી. શહેરમાં મોટા ભાગની દુકાનો બંધ હતી.

પંજાબથી લાઈવ રિપોર્ટ

પંજાબના માનસા શહેરમાં ભારત બંધની અસર જોવા મળી. માત્ર રસ્તા પર જ નહીં રેલવે ટ્રેક પર પણ ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો. પંજાબમાં અલગ અલગ 31 ખેડૂત સંગઠનોએ આજે બંધનું એલાન કર્યું છે. તેમા સૌથી મુખ્ય ભારતીય કિસાન યૂનિયન (ઉગ્રાહાં) આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે.

ખેડૂતોએ કાલથી જ રેલવે ટ્રેક ઉપર કબજો જમાવી દીધો છે. તમામ ટ્રેનો બંધ કરી દીધી છે.
ખેડૂતોએ કાલથી જ રેલવે ટ્રેક ઉપર કબજો જમાવી દીધો છે. તમામ ટ્રેનો બંધ કરી દીધી છે.

પંજાબમાં સ્થાનિક કલાકારોએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે. દલજીત દોસાંજ જેવા ગાયક કલાકારોએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવ્યો છે, ત્યારે સિદ્ધુ મૂસેવાલા જેવા ગાયક રસ્તા ઉપર ઉતર્યા છે.

માનસા જિલ્લાના કૈંચિયાં વિસ્તારમાં અકાલી દળે રોડ બ્લોક કર્યો છે. અકાલી દળના સમર્થનમાં ઓછા ખેડૂતો જોવા મળ્યા.

કેન્દ્ર સરકારમાં સહયોગી અકાલી દળ પણ ટ્રાફિકજામ કરી રહી છે. પરંતુ ખેડૂતોનો તેઓ પર વિશ્વાસ ઓછો જોવા મળે છે.
કેન્દ્ર સરકારમાં સહયોગી અકાલી દળ પણ ટ્રાફિકજામ કરી રહી છે. પરંતુ ખેડૂતોનો તેઓ પર વિશ્વાસ ઓછો જોવા મળે છે.

સંસદનું કામ ખતમ, રસ્તાનું કામ શરૂ:યોગેન્દ્ર યાદવ
અહીં ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શનમાં સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ પણ સામેલ છે. ભાસ્કર રિપોર્ટર રાહુલ કોટિયાલ સાથે વાતચીતમાં યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રી કહે છે કે અમારા દરવાજા ખેડૂતો માટે હંમેશા ખુલ્લા છે. પરંતુ તેઓએ બિલ લાવીને પહેલા જ તાળું મારી દીધું છે. તેઓએ બિલ પાસ કરવા માટે કોઈ ખેડૂત સાથે વાત કરી નથી. પોતાની સહયોગી પાર્ટીઓ સાથે પણ વાત ન કરી. કારણ ક તેઓને જાણ હતી કે કોઈ સાથ આપશે નહીં. આ કામ ચોર દરવાજાથી કરવામાં આવી રહ્યું છે.

આગળની રણનીતિને લઈને યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ખેડૂત જાણે છે કે સરકારનો અહંકાર કેવી રીતે તોડવો. હવે કાયદો બની ગયો, સંસદનું કામ પૂરું થયું. હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે. રસ્તા ઉપર વિરોધ થશે તો સરકાર ઘુટણીએ આવશે. 27 સપ્ટેમ્બરે અમે આને લઈને બેઠક કરીશું.

દિલ્હી બોર્ડરથી લાઈવ રિપોર્ટ...
દિલ્હી યુપી સીમા બોર્ડર પર સવારથી જ પોલીસનો કાફલો જોવા મળ્યો. કૃષિ બિલના વિરોધમાં ભારતીય કિસાન યૂનિયન તરફથી અહીં દેખાવો કરવામાં આવ્યા. દિલ્હી-નોઈડા બોર્ડર પર નોઈડા ગેટની આગળ બંને રસ્તાઓ પર મોટા પ્રમાણમાં દેખાવકારો ભેગા થયા છે. તેઓ સતત નારાઓ લગાવી રહ્યાં છે. તેને જોતા સુરક્ષા વધારવામાં આવી છે.

નોઈડાની આસપાસના વિસ્તારોમાંથી ટ્રેક્ટર-ટ્રોલિયામાં સવાર થઈને ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે.
નોઈડાની આસપાસના વિસ્તારોમાંથી ટ્રેક્ટર-ટ્રોલિયામાં સવાર થઈને ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે.

દિલ્હી-નોઈડાના રસ્તા પર સખ્ત તાપમાં ખેડૂતો રસ્તા પર બેઠા છે. નોઈડાની આસપાસના વિસ્તારોમાંથી ટ્રેક્ટર અને ટ્રોલિયોમાં આવેલા લગભગ 500થી વધુ ખેડૂતો મોદી સરકાર મુર્દાબાદ, કિસાન બિલ વાપસ લો... જેવા નારાઓ લગાવી રહ્યાં છે. દેખાવમાં સામેલ એક યુવકે કહ્યું અમે ખેડૂતોએ મોદી સરકારને વોટ આપ્યો. સરકાર બનાવડાવી અને હવે આ મોદી સરકાર જ ખેડૂતોને બરબાદ કરવાનું કામ કરી રહી છે.

વિવિધ જગ્યાએ પોલીસ મોટા પ્રમાણમાં તહેનાત કરવામં આવી છે.
વિવિધ જગ્યાએ પોલીસ મોટા પ્રમાણમાં તહેનાત કરવામં આવી છે.
દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોએ રસ્તો રોકી દીધો. તેઓ નારાઓ લગાવી રહ્યાં છે.
દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોએ રસ્તો રોકી દીધો. તેઓ નારાઓ લગાવી રહ્યાં છે.

જેવરથી અહીં આવેલા હરિનારાયણ કહે છે કે સરકારે એ અંગે કાયદો બનાવવો જોઈએ કે ન્યુનતમ સમર્થન મૂલ્યથી ઓછામાં ખરીદી થઈ શકશે નહિ. આટલું કરવામાં શું જાય છે ? આ મોટા-મોટા વેપારીઓ અમારા જેવા ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી લેશે. અમે આ દેશને પાલવ્યો છે અને આજે અમે ખેડૂત જ સસ્તા પર છીએ.

બપોરના 2 વાગ્યા છે. હવે અહીંથી દેખોવો કરી રહેલા ખેડૂતો પરત ફરી રહ્યાં છે.
બપોરના 2 વાગ્યા છે. હવે અહીંથી દેખોવો કરી રહેલા ખેડૂતો પરત ફરી રહ્યાં છે.

પશ્ચિમ યુપીથી લાઈવ​​​​​​​
કિસાનોના ભારત બંધમાં ભારતીય કિસાન યૂનિયન પણ સામેલ છે. જોકે સવારે 12 વાગ્યા સુધી મુજ્જફરનગર જિલ્લામાં બંધની અસર જોવા મળી રહી નથી. રસ્તાઓ પર ટ્રાફિક પહેલા જેવો જ જોવા મળી રહ્યો છે. બજારો ખુલ્લા જ છે. લોકની અવર-જવર પણ છે. જોકે દેખાવો કરતા ખેડૂતો દેખાઈ રહ્યાં નથી. કિસાન યૂનિયનના નેતાઓએ અમને જણાવ્યું હતું કે આજે અમે ઓછામાં ઓછી 25 જગ્યાએ દેખોવો કરવાના છે. જોકે હજી સુધી મને એવા દેખાવો જોવા મળ્યા નથી. ઉતર પ્રદેશના આ વિસ્તારના ખેડૂતોમાં આવો રોષ પણ નથી, જેવો હરિયાણા અને પંજાબના ખેડૂતોમાં છે.

હવે બપોરે 12 વાગ્યા પછી અહીં પણ ખેડૂતો ધીરે-ધીરે દેખાવો માટે એકત્રિત થઈ રહ્યાં છે. ભારતીય કિસાન યુનિયનના નેતા બિલના વિરોધમાં નારાઓ લગાવી રહ્યાં છે.

મુજફ્ફરનગરથી સહારનપુર જવાના હાઈવે પર વિવિધ જગ્યાએ ખેડતો બેઠા છે અને દેખાવો કરી રહ્યાં છે.
મુજફ્ફરનગરથી સહારનપુર જવાના હાઈવે પર વિવિધ જગ્યાએ ખેડતો બેઠા છે અને દેખાવો કરી રહ્યાં છે.

પશ્ચિમ ઉતર પ્રદેશમાં કિસાન આંદોલનની અસર હરિયાણા અને પંજાબ જેવી જોવા મળી રહી નથી. તેના જવાબમાં ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ અને મહેન્દ્ર સિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈત કહે છે કે જે રીતે હરિયાણા અને પંજાબમાં ખેડૂતો મંડિયો પર નિર્ભર છે તે રીતે અહીં ખેડૂતો મંડિયો પર નિર્ભર નથી કારણ કે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. જોકે તેમણે આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે અહીંના ખેડૂતો પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના ભારત બંધમાં ભાગ લઈ રહ્યાં છે.

ભારતીય કિસાન યૂનિયને મજફ્ફરનગરમાં દેખાવો શરૂ કર્યા છે. નેતા માઈકથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં છે.
ભારતીય કિસાન યૂનિયને મજફ્ફરનગરમાં દેખાવો શરૂ કર્યા છે. નેતા માઈકથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં છે.

ટિકૈત વિવિધ જગ્યાએ ફરીને ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં છે અને તેમને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા બિલ વિશે જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ બિલ કાયદો બની ગયા પછી મંડી વ્યવસ્થા નબળી પડી જશે અને તે ખેડૂતોના હિતમાં નથી.

ખેડૂતો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અહીં વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂતો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અહીં વિરોધ કરી રહ્યાં છે.

અહીં પોલીસ પણ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. વિવિધ જગ્યાએ પોલીસ રૂટ ડાયવર્ટ કરી રહી છે જેથી આંદોલનની અસર હાઈવેના ટ્રાફિક પર ન પડે. ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી તરફથી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ રોહન ત્યાગીનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોનો સંઘર્ષ ચાલશે આમ આદમી પાર્ટી તેમની સાથે રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો