પોઝિટિવ સ્ટોરી:હળવદના ખેડૂતે કોઠાસૂઝથી મધની ખેતીથી 15 લાખની કમાણી કરી, જાપાનની ટીમે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • મધની સફળતાપૂર્વકની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બની

ઝાલાવાડ અને મોરબી જિલ્લામાં સૌ પ્રથમ હળવદના પ્રગતિશીલ ખેડૂતે કોઠાસૂઝથી કુદરતી સંકેતને સાકાર કરી મધની ખેતી કરી છે. જેમાં 3 હજાર કિલો મધનું વિક્રમજનક ઉત્પાદન કરી અન્ય ખેડૂતોને અનોખી રાહ ચીંધી છે. તંદુરસ્તી માટે બેસ્ટ ગણાતા ભેળસેળિયા મધને તિલાંજલી આપી પાંચ પ્રકારના મધ ફલેવરની પ્રોડક્ટ્સને લોન્ચ કરી આત્મનિર્ભર બન્યા છે. ખેડૂતેને મધની ખેતીમાંથી 15 લાખની કમાણી પણ થઈ છે. ખેડૂતની સફળતાની વાત સાત સમંદર પાર પહોંચી હોય તેમ જાપાનની ટીમે ખેડૂતે પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે.

મધ પ્રત્યે બાળપણથી લગાવ
હાલના દોડધામ અને તણાવયુક્ત ભર્યા જીવનમાં મધને કુદરતી આયુર્વેદ તરીકે ગણવામાં આવે છે. અને જેના સેવનથી માણસના શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. હાલમાં મોરબી જિલ્લાના હળવદ પંથકના એક પ્રગતિશીલ અને સાહસિક ખેડૂતે પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કરી મધના ઉત્પાદનની નવી પદ્ધતિ અપનાવી છે. આ અંગેની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના હળવદના યુવાન ખેડૂત કમલેશભાઈ પટેલને નાનપણથી જ મધ ખાવાનો ભારે શોખ હતો. પણ હાલના યુગમા મિલાવટવાળા મધ આવતા હોવાથી કુદરતી અને શુદ્ધ મધ કેવી રીતે મળે એ વિચાર કમલેશભાઈને વારંવાર આવતા હતા. તેઓ પોતાના ખેતરમા મધમાખીના ઉછેર બાદ શુદ્ધ અને ગુણકારી મધની ખેતી તરફ પ્રયાણ શરૂ કર્યું હતુ.

નવતર પ્રયોગ હાથ ધર્યો
આ મધની ખેતીમાં રાત દિવસ તનતોડ મહેનત કરી પોતાના ખેતરમાં 140 જેટલી પેટીઓ મૂકી હતી. ખેતરમા મુકેલી 140 ખાસ તૈયાર કરેલી પેટીઓ પૈકીની એક પેટીમા ત્રીસ હજાર મધમાખીઓ હોય છે. આ મધમાખીઓ ત્રણ પ્રકારની હોય છે. જેમાં રાજા, રાણી અને વર્કરનો સમાવેશ થાય છે. રાણી મધમાખી ઈંડા મૂકે છે. જ્યારે રાજા મધમાખી પેટી અંદર સાફ સફાઈ કરે છે અને વર્કર પ્રકારની મધમાખી બહારથી મધ એકઠું કરે છે.જેમાં મધમાખીઓ એકઠી કરીને અંદાજીત એક વર્ષમાં ત્રણથી ચાર હજાર કિલો મધ એકઠું કરવામાં સફળતા મેળવી હતી. હાલ વાર્ષિક ટર્નઓવર પંદર લાખ રૂપિયા જેટલું થાય છે.

એક પેટીનો ખર્ચ 4500 થાય
હળવદના ખેડૂતે આત્મનિર્ભર ભારતથી પ્રેરણા લઇ મધની ખેતીની શરૂઆત કરી છે. જેમાં હાલમાં 140 જેટલી મધમાખીઓની પેટીની ખરીદી કરી વર્ષ દરમિયાન 3થી 4 હજાર કિલોનું ઉત્પાદન મેળવે છે. જેનું રોકાણ ખર્ચ પેટી દીઠ રૂ. 4,500 અને 140 પેટીનું કુલ ખર્ચ રૂ. 6.75 લાખ છે. તો ફક્ત ઉત્પાદન નહીં પરંતુ શુદ્ધ મધ ખાવાના શોખીનો માટે તલ, સરગવો, અજમો અને વરિયાળી સહિત અલગ-અલગ ફ્લેવરના 100, 250 અને 500 ગ્રામના પેકિંગ કરી વેચાણ શરૂ કર્યું છે. તે પણ એક સમયે લૂઝ વેચાણ કરતા ખેડૂતે આજે ISO સર્ટિફાઇડ અને ટ્રેડમાર્ક ધરાવે છે.

મધની સફળતાપૂર્વકની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બની છે.
મધની સફળતાપૂર્વકની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બની છે.

જાપાનની ટીમે ડોક્યુમેન્ટી બનાવી
હળવદના પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઇ પટેલની મધની ખેતીથી પ્રભાવિત થઇને જાપાનની ટીમ આ ખેડૂતની સ્ટોરી બનાવવા હળવદ આવી હતી. બેથી ત્રણ દિવસ અદ્યતન કેમેરા સાથે મધમાખીઓ સામે રક્ષણ માટેના સાધનો સાથે સજ્જ બની મેરોથોન શૂટીંગ કર્યું હતુ. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ હજી રિલિઝ કરાઇ નથી.

ખેતરમાં મધમાખીના ઉછેર બાદ શુદ્ધ અને ગુણકારી મધની ખેતી તરફ પ્રયાણ શરૂ કર્યું
ખેતરમાં મધમાખીના ઉછેર બાદ શુદ્ધ અને ગુણકારી મધની ખેતી તરફ પ્રયાણ શરૂ કર્યું

મધની ખેતીના સેમિનારો યોજે છે
હળવદના આ યુવા સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઇ પટેલ મધની ખેતી કરવાની સાથે શાળામાં બાળકોને મધની મહત્વતા અને ખેડૂતોને મધની ખેતી માટે સેમિનારો યોજે છે. અને કૃષિ યુનિવર્સિટીના દિગ્ગજ પ્રોફેસરો પણ આ ખેડૂતને આમંત્રણ આપી મધની ખેતી વિશે જાણકારી મેળવી હતી.

જાપાનની ટીમે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે
જાપાનની ટીમે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે
અન્ય સમાચારો પણ છે...