એક તરફ ભારત...બીજી બાજુ પાકિસ્તાન.. વચ્ચે કાંટાળા તારોની વાડ. આ રેતાળ વિસ્તારોમાં કલાકો તો છોડો, કેટલીક મિનિટો વિતાવવી પણ મુશ્કેલ બની જાય છે.
અચાનક જ તરસ લાગતી બંધ થઈ જાય છે. આંખોની સામે અંધારું છવાઈ જાય છે અને કેટલીક વાર તો બેભાન પણ થઈ જવાય છે.
અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના જેસલમેરથી આશરે 270 કિમી દૂર સ્થિત ભારત-પાક બોર્ડરની. અહીંનું ટેમ્પરેચર 50 ડીગ્રીને સ્પર્શ કરી ગયું છે.
ભાસ્કર રિપોર્ટરે અહીં બોર્ડર સિક્યોરિટી એટલે કે BSF જવાનો સાથે 24 કલાક વિતાવ્યા.
અમે આશરે 12થી 14 કલાક બોર્ડર પર જ રહ્યા અને બાકીનો સમય બોર્ડરથી થોડેક દૂર બનેલા BSF કેમ્પમાં વિતાવ્યા, જ્યાંથી બોર્ડર ચોખ્ખી દેખાય છે.
અત્યારે 50 ડીગ્રી ગરમીને કારણે આ વિસ્તાર ભઠ્ઠીની જેમ તપી રહ્યો છે. એનો અંદાજો આ વાત પરથી જ કરી શકાય છે કે અમે જ્યારે ત્યા શૂટિંગમાં પહોંચ્યા તો અમારા સ્માર્ટફોન અને કેમેરાને વારંવાર બંધ કરવા પડતા હતા, કેમ કે એ એટલા ગરમ થઈ જતા હતા કે કામ કરવાનું જ બંધ કરી દેતા હતા.
8થી 10 વાર ડિવાઇસ બંધ-ચાલુ થયાં, ત્યારે શૂટિંગ શરૂ થઈ શક્યું. વાંચો અને જુઓ આ સુપર એક્સક્લૂઝિવ રિપોર્ટ
એક ખભા પર રાઈફલ...બીજા પર પાણી...
બોર્ડર પર અસહ્ય તડકાની સાથે સાથે ગરમ પવનો સતત ફૂંકાઈ રહ્યા છે. તેમની વચ્ચે BSF જવાનોને 6-6 કલાકની બે શિફ્ટ કરવાની હોય છે.
તેઓ બોર્ડર પર જતાં પહેલાં એક કોટનનાં કપડાંને માથાથી મોં સુધી બાંધે છે. આંખોમાં કાળાં ચશ્માં અને માથે ટોપી લગાવે છે. પગમાં સ્પેશિયલ જૂતાં હોય છે અને ખિસ્સામાં લીંબુ-ડુંગળી રાખતાં હોય છે.
સૈનિકોને છાવણીમાંથી ખુલ્લી જિપ્સી સાથે બોર્ડર પર છોડવામાં આવે છે. એ પછી તેમનું પેટ્રોલિંગ શરૂ થાય છે. અમે પેટ્રોલિંગમાં સામેલ જવાનોને પૂછ્યું (સુરક્ષાના કારણસર જવાનનું નામ અહીં લખવામાં આવ્યું નથી.) 50 ડીગ્રીમાં ડ્યૂટીના પડકારો શું છે?
તો તેમણે કહ્યું, અમને આવા સંજોગોમાં ફરજ બજાવતા શીખવવામાં આવ્યું છે. તેઓ કોટનનાં કપડાં, ચશ્માં પહેરીને પેટ્રોલિંગ કરે છે. લીંબુ પાણીની સાથે છાશ પણ રાખવામાં આવે છે. હીટસ્ટ્રોકથી બચવા માટે ડુંગળીને ખિસ્સામાં રાખે છે અને લીંબુનું પાણી સતત પીવે છે.
હાલમાં દિવસના 12થી 4 વાગ્યા સુધીના ચાર કલાક અમારા માટે ખૂબ જ જોખમી છે, કારણ કે આ સમય દરમિયાન ગરમી ચરમસીમા પર હોય છે. તોફાન અમારા હોશ ઉડાવી દે છે.
તોફાનો રસ્તાને નષ્ટ કરી નાખે છે, તારો મારફત કેમ્પ આવીએ છીએ
પેટ્રોલિંગમાં સામેલ અન્ય જવાને કહ્યું, પવન એટલો ઝડપી ફૂંકાય છે કે રસ્તા પર નષ્ટ પામે છે, તેથી અમારે ફેન્સિંગના કિનારે ચાલવાનું હોય છે. ફેન્સિંગના કિનારે ગરમ રેતીમાં ચાલવામાં મુશ્કેલી તો ખૂબ જ આવે છે, પરંતુ બોર્ડરને તો સાચવવી જ પડે છે. ઘણીવાર રેતાળ ટાપુઓ પણ અહીંથી અન્ય જગ્યાએ શિફ્ટ થઈ જાય છે, એનાથી રસ્તાનો ભ્રમ થાય છે, આવામાં બોર્ડરના તાર જ અમને યોગ્ય રસ્તો બતાવે છે.
અમે 6 કલાકમાં 6 લિટર પાણી પીએ છીએ. આમાં 2 લિટર પાણીમાં લીંબુ અને ગ્લુકોઝ મિક્સ કરવામાં આવે છે. સમગ્ર શિફ્ટ દરમિયાન શરીર પર 10થી 12 કિલો વજન હોય છે. 6 લિટર પાણી અને 4 કિલોની રાઈફલ. આ સિવાય દૂરબીન અને અન્ય સાધનોમાં વજન હોય છે. રાત્રે અમારે ટોર્ચ જોડે રાખવી પડે છે.
ડિહાઈડ્રેશનને કારણે તરસ લાગવી બંધ થઈ જાય છે
એક અન્ય જવાને કહ્યું, અહીં તોફાન આવે છે તો પરિવારને ચિંતા થાય છે, પરંતુ તેમને ગમે તે રીતે સમજાવી દઈએ છીએ. અમે તો મોબાઈલ નેટવર્ક વગરની જગ્યાએ છીએ.
પરિવાર જોડે મહિનામાં બે કે ત્રણ વખત જ વાત થઈ શકતી હોય છે. ઈમર્જન્સી થવા પર કમાન્ડર મારફત વાત થઈ જાય છે. જોકે વર્ષમાં ત્રણ વખત રજા મળે છે, તેથી મળવાનું તો થતું રહે છે.
બોર્ડર પર પુરુષ જવાનો સાથે મહિલાઓની પણ ડ્યૂટી હોય છે. મહિલા ટીમની એક મેમ્બર કહે છે, અહીં ડિહાઈડ્રેશન થઈ જાય છે તો તરસ લાગવાનું પણ બંધ થઈ જાય છે.
શરીર અંદરોઅંદર સૂકાઈ જાય છે, તેથી અમે દર અડધા કલાકે એક ગ્લાસ પાણી જરૂર પી લઈએ, જેથી ડિહાઈડ્રેશન ન થાય. ગરમી હોય કે ઠંજ, અમને ટ્રેનિંગ જ એવી આપવામાં આવે છે કે અમે કોઈપણ પરિસ્થિતિમાં કામ કરી શકીએ છીએ.
6 કલાક પણ નથી ઊંઘી શકતા જવાન, બેવારમાં બે-બે કલાક જ આરામ કરી શકે છે
BSF જવાનોએ 24 કલાક સરહદની સુરક્ષા કરવી પડે છે. આવી સ્થિતિમાં 6-6 કલાકની 4 શિફ્ટમાં કામ કરવામાં આવે છે. એક જવાનને દિવસમાં 2 શિફ્ટ કરવી પડે છે.
જો કોઈ જવાન સવારની 6 વાગ્યાની શિફ્ટમાં જાય છે, તો તેની શિફ્ટ બપોરે 12 વાગ્યે પૂરી થઈ જાય છે. અમે કેમ્પ પર પહોંચીએ ત્યાં સુધીમાં 12.30 થઈ જાય છે.
પછી જવાનો નાહવા, કપડાં સાફ કરવા, કેમ્પ મેઇન્ટેનન્સ જેવાં નાનાંમોટાં કામો કરે છે. આ પછી તેઓ લંચ કરે છે અને ઊંઘતા 2.30 વાગી જાય છે.
સાંજના 6 વાગ્યાથી તેમને બીજી શિફ્ટમાં જવાનું હોય છે એટલે 5 વાગ્યા સુધીમાં ઊઠીને તૈયાર થઈને બોર્ડર પર જતા રહે છે.
ત્યાર બાદ રાત્રે 12 વાગ્યે શિફ્ટ ઓવર થાય છે. આવતાં-આવતાં 12.30 થઈ જાય છે. રાત્રે ફરી દોઢ કલાક રોજિંદી પ્રવૃત્તિમાં પસાર થાય છે.
આ રીતે જવાન 2 વાગે ઊંઘી જાય છે અને સવારે 5 વાગ્યે ફરીથી ઊઠવું પડે છે. આવી સ્થિતિમાં સૈનિકોની બંને શિફ્ટમાં મળેલા ગેપને સામેલ કર્યા પછી પણ 6 કલાકની ઊંઘ શક્ય નથી.
સૈનિક આઈસોલેશનમાં હોય છે...
સેકન્ડ-ઇન-કમાન્ડ અનુપ કુમાર કહે છે, સરહદી વિસ્તારમાં થોડો સમય પસાર કરવો સરળ છે, પરંતુ અહીં લાંબા સમય સુધી રહેવાથી માનસિક સંતુલન પર પણ અસર પડે છે, કારણ કે સૈનિકો આઈસોલેશનમાં હોય છે. તેમને વિપરીત સ્થિતિઓનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન આકરી ગરમી અને રાત્રે થોડી ઠંડી હોય છે. આ તાપમાનના ફેરફારોથી પોતાને બચાવવા માટે ઘણી સાવચેતી રાખવી પડે છે.
વાવાઝોડા રસ્તાઓને નષ્ટ કરે છે. અમારે વાહનો સુધી પહોંચવા માટે વારંવાર રસ્તાઓ શોધવા પડે છે, કારણ કે જો આપણે કારને ખોટી જગ્યાએ મૂકીએ તો એ ફસાઈ જાય છે. આવા તમામ પડકારો સરહદ પર છે, પરંતુ આપણા જવાનો અહીં 24 કલાક તહેનાત હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.