નૌકાદળનો વિદ્રોહ, જે ભુલાઈ ગયો:સરદાર પટેલે અટકાવ્યા ન હોત તો ગેટવે ઓફ ઈન્ડિયા અને હોટલ તાજને તોપથી ઉડાવી દેવામાં આવી હોત

મુંબઈ8 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • નૌસૈનિકોને હલકી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવતો હતો

પહેલા તસવીર જુઓ...

તમે સમજી ગયા હશો. આ જૂની તસવીર મુંબઈમાં અરબ સાગરના કિનારે બનેલા ગેટવે ઑફ ઈન્ડિયાની બરાબર સામે 560 રૂમ અને 44 લક્ઝરી સ્યૂટ્સ સાથેની ફાઇવ સ્ટાર હોટલ તાજની છે. આજે એને જોઈને સૌપ્રથમ 26/11 મુંબઈ હુમલો યાદ આવે છે, પણ શું તમે જાણો છો કે 1946માં જો સરદાર પટેલે અટકાવ્યા ન હોત તો આ બંને ઇમારતને યુદ્ધ જહાજોની તોપો દ્વારા ઉડાવી દેવામાં આવી હોત.

આશ્ચર્ય પામશો નહીં, આજે હું આ ઇમારતો સામે ઊભી છું. હેતુ તમને સ્વતંત્રતાના લોહિયાળ યુદ્ધનો કિસ્સો કહેવાનો છે. આ એ યુદ્ધ હતું, જેના પછી તત્કાલીન બ્રિટિશ પીએમ ક્લિમેન્ટ એટલીએ તરત જ ભારત છોડવાનો નિર્ણય લીધો હતો અને આપણે નિર્ધારિત તારીખ 20 જૂન 1948ના 10 મહિના પહેલાં 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થઈ ગયા હતા.

મામલો 18 ફેબ્રુઆરી 1946નો છે. બોમ્બે (હવે મુંબઈ)ના આ બંદર પર બ્રિટિશ ભારતીય નૌકાદળ એટલે કે રોયલ ઈન્ડિયન નૌકાદળના ભારતીય નૌસૈનિકોએ ખરાબ ભોજન બાબતે અંગ્રેજો સામે બળવો કર્યો હતો. ઘણા મહિનાઓ સુધી આ નૌસૈનિકોને હલકી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવતો હતો. તેમને નાસ્તામાં દાળ અને ડબલ રોટલી આપવામાં આવતી હતી, પછી બપોરે એ જ દાળ સાથે ભાત પીરસવામાં આવતો હતો.

અંતે, પોર્ટની નજીકના કોમ્યુનિકેશન્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે HMIS તલવારના નૌસૈનિકોની ધીરજે જવાબ આપ્યો હતો અને તેમણે સૂત્રોચ્ચાર કર્યા - "નો ફૂડ, નો વર્ક." તેમણે અંગ્રેજ અધિકારીઓના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો. બળવાખોર નૌસૈનિકો HMIS તલવાર કમાન્ડર આર્થર ફેડરિક કિંગની કારના ટાયરને પંચર કરી નાખ્યું અને તેના પર પરંતુ ગાંધીજીનું Quit India અને નેતાજીનું Jai Hind લખ્યું હતું.

HMIS તલવારના કમાન્ડર આર્થર ફેડરિક કિંગ ખડતલ બાંધાના માણસ હતા. ભારતીય નૌસૈનિકોને બ્લેક બસ્ટાર્ડ જેવા અપશબ્દો બોલવાની તેમની આદત હતી. તેથી જ બળવાખોર નૌસૈનિકોએ તેમની કારને પહેલા પંચર કરીને એના પર "ભારત છોડો", "જય હિંદ"ના નારા લખ્યા હતા. વિદ્રોહનું આ વલણ દર્શાવવા માટે ત્યારની કોઈ તસવીર નથી, તો ભાસ્કરના આર્ટિસ્ટ ગૌતમ ચક્રવર્તીએ તમારા માટે એ ઘટનાનું વર્ણન કર્યું છે.

આ કારણ બહુ નાનું લાગે છે, પરંતુ વિદ્રોહની ચિનગારી પહેલેથી જ સળગી ઊઠી હતી. ખરાબ ભોજને એમાં આગ ફેલાવી હતી. વાસ્તવમાં ભારતીય નૌકાદળ દિલ્હીના લાલ કિલ્લામાં 5 નવેમ્બર, 1945થી આઝાદ હિંદ ફોજના ત્રણ વરિષ્ઠ અધિકારી પર ચાલી રહેલા કેસ બાબતે આક્રોશમાં હતું. આ અધિકારીઓમાં મેજર જનરલ શાહનવાઝ ખાન, કર્નલ પ્રેમ સહગલ અને કર્નલ ગુરબક્ષ ધિલ્લોન સામેલ હતા. તેમના પર બ્રિટિશ રાણી સામે યુદ્ધ કરવાના આરોપમાં કેસ ચાલી રહ્યો હતો. તેમને રેડ ફોર્ટ ટ્રાયલ કહેવામાં આવ્યું હતું.

એક જ દિવસમાં એટલે કે 19 ફેબ્રુઆરી સુધી બોમ્બેમાં નૌકાદળના તમામ 11 એકમના 20 હજાર નૌસૈનિકો આ વિદ્રોહમાં જોડાયા હતા. 22 ફેબ્રુઆરી સુધીમાં જે બળવાને ડામવા પહોંચ્યા હતા તે બ્રિટિશ સૈનિકો અને બળવાખોર ભારતીય સૈનિકો એકબીજાને ધમકીઓ આપતા રહ્યા. ઉગ્રતાથી ભારે ગોળીબાર પણ થયો હતો.

ભારતીય નૌસૈનિકોએ બોમ્બે બંદરની આસપાસ 22 જહાજ કબજે કર્યાં હતાં. અંગ્રેજોએ ભારતીય નૌસૈનિકો ડરાવવા માટે બંદરની પર ખૂબ જ ઓછી ઊંચાઈએ યુદ્ધ વિમાનો ઉડાડવાનું શરુ કર્યું હતું. જવાબમાં બળવો કરી રહેલા નૌસૈનિકોએ બોમ્બેની આસપાસ કબજે કરાયેલા યુદ્ધ જહાજોની તોપોંનું મોઢું ગેટવે ઓફ ઈન્ડિયા અને હોટલ તાજ તરફ કરી દીધું હતું. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી હતી કે જો અમને નુકસાન પહોંચાડશો તો તેઓ બંને ઇમારતોને ઉડાવી દેશે.

HMIS તલવાર ત્યારે બ્રિટિશ નેવલ બેઝ હતું. એ દિવસોમાં કોમ્યુનિકેશનની તાલીમ થતી હતી. આજકાલ તેને નેવલ ટ્રાન્સપોર્ટ ડેપો કહેવામાં આવે છે, જ્યાં જૂનાં જહાજોનું સમારકામ કરવામાં આવે છે એ દક્ષિણ મુંબઈના કુપેરએજ વિસ્તારમાં છે.

નૌકાદળના ઇતિહાસ પર અનેક પુસ્તકો લખનાર કમાન્ડર શ્રીકાંત બી. કેસનૂર (નિવૃત્ત) જણાવે છે કે HIMS તલવાર પાસે એક રેડિયો સ્ટેશન પણ હતું. બળવાખોરોએ આ રેડિયો સ્ટેશન દ્વારા જાહેરાત કરી કે તેઓ હડતાળ પર જઈ રહ્યા છે. આની જેમ આ સંદેશ તરત જ દેશના તમામ નેવી કેમ્પમાં ફેલાઈ ગયો અને 20 ફેબ્રુઆરી સુધીમાં 20,000 લોકો, 78 યુદ્ધ જહાજો, 23 નેવલ સ્ટેશનો બળવામાં જોડાઈ ગયાં હતાં. 19 ફેબ્રુઆરીએ કરાચી બંદર પરની તમામ નૌકાદળ કચેરીઓમાં બળવો શરૂ થયો. કરાચી બંદર નજીક HMIS હિન્દુસ્તાનના ખલાસીઓએ અંગ્રેજ અધિકારીઓ સાથેનો સંબંધ તોડી નાખ્યો. 22 ફેબ્રુઆરી 1946ના રોજ કલકત્તા (હવે કોલકાતા) માં, યુદ્ધ જહાજ HMIS હુગલીના ખલાસીઓએ અધિકારીઓના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.

દક્ષિણ બોમ્બેના રસ્તાઓ પર 'અંગ્રેજો ભારત છોડો'ના નારા લાગ્યા હતા. ભારતીય નૌસૈનિકોએ આઝાદ મેદાનમાં બેઠક યોજી હતી અને અંગ્રેજોની સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે, એ દિવસોમાં એવું લાગતું હતું કે દરેક રોડ સાઉથ બોમ્બેના રસ્તા સુધી જતો હતો. જોતજોતાંમાં જ બોમ્બેના આ વિસ્તારના રસ્તાઓ પર બે લાખથી વધુ લોકો ભેગા થઈ ગયા હતા.

અંગ્રેજોએ આ વિદ્રોહને કચડી નાખવા માટે તમામ શક્તિ લગાવી દીધી હતી. બ્રિટિશ સેના અને પોલીસે બળવાને ડામવા માટે કોલાબા અને દક્ષિણ બોમ્બેના રસ્તા પર 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીની વચ્ચે 400 લોકોને ગોળી મારીને હત્યા કરી હતી. 1500થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ત્યારે..

22 ફેબ્રુઆરી, 1946: ભારતીય નૌકાદળના બળવાની સાથે બોમ્બેના ગિરગાંવ વિસ્તારમાં સામાન્ય લોકો પણ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા. આ તસવીર બ્રિટિશ સેના અને લોકો વચ્ચેના જબરદસ્ત અથડામણને દર્શાવી રહી છે.
22 ફેબ્રુઆરી, 1946: ભારતીય નૌકાદળના બળવાની સાથે બોમ્બેના ગિરગાંવ વિસ્તારમાં સામાન્ય લોકો પણ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા. આ તસવીર બ્રિટિશ સેના અને લોકો વચ્ચેના જબરદસ્ત અથડામણને દર્શાવી રહી છે.

અને હવે...

આજે ગિરગાંવનો આ વિસ્તાર સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. 1946ના વિદ્રોહનું આ રસ્તા પર કોઈ નિશાન નથી કે ન તો લોકોના મનમાં છે. રસ્તા પર આવેલું એક જૂનું ચર્ચ છે, તો દૂર પાછળથી ડોકિયું કરતી એક ઊંચી ઈમારત તેની ગઈકાલ તરફના સંકેત આપી રહી છે.

શહેરના ગિરગાંવનો રસ્તો, જેના પર બળવાખોર નૌસૈનિકોનું સમર્થન કરતા ઓછામાં ઓછા 100 મુંબઈવાસીઓને અંગ્રેજોએ ગોળી મારી દીધી હતી, આજે અહીં રેશનથી લઈને ચશ્માં સુધીની દુકાનો છે. અહીં એક ચર્ચ પણ છે. રસ્તાની બંને બાજુ ઇમારતો 100 વર્ષથી વધુ જૂની છે. એમાંથી મોટા ભાગનાં મકાનો ઉપરના માળે અને નીચે દુકાનો છે. ઘરો અને દુકાનો પર લાગેલાં બોર્ડ તેમના વયની જુબાની આપી રહ્યા છે.

મેરીટાઇમ હિસ્ટ્રી સોસાયટીના નિવૃત્ત ડિરેક્ટર અને 'ટાઇમલેસ વેઇટ' પુસ્તકના લેખક કમાન્ડર ડૉ. જોનસન ઓડાક્કલ જણાવે છે કે આ વિદ્રોહને બોમ્બેના મિલ મજૂરોનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું, એ જ કારણ હતું કે 400 લોકો માર્યા ગયા હતા એમાં મોટા ભાગના બોમ્બેવાસીઓ જ હતા.

નૌસૈનિકોએ 2જી ફેબ્રુઆરીએ જ 'ભારત છોડો'નાં પોસ્ટરો લગાવ્યા હતા

2 ફેબ્રુઆરી 1946ના રોજ બ્રિટિશ ભારતીય નૌકાદળના કોમ્યુનિકેશન ટ્રેનિંગ સેન્ટર HMIS તલવારના લાકડાનાં પગથિયાં પર "ભારત છોડો" અને "જય હિંદ" જેવા નારા સાથેનાં પોસ્ટરો સાથે ભારતીય નૌકાદળના સૈનિક બીસી દત્ત તેના સાથીદારો સાથે પકડાયા હતા. આ ઘટનાની પણ કોઈ તસવીર નથી, તેથી દૈનિક ભાસ્કરના કલાકાર ગૌતમ ચક્રવર્તીએ તમારા માટે એ ઘટનાનું વર્ણન કર્યું છે.

આ વિદ્રોહ 18 ફેબ્રુઆરી 1946ના રોજ શરૂ થયો હતો, પરંતુ એની આગ 2 ફેબ્રુઆરી 1946થી સળગવા લાગી હતી. બીસી દત્ત, જેઓ બળવાના નેતાઓમાંના એક હતા, તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીને આપેલી મુલાકાતમાં કહ્યું- અમે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરનારા સૈનિકોને મુક્ત કરાવવા માગતા હતા, કારણ કે તેમનો હેતુ 'ક્રાંતિકારી કાર્યવાહી' હતો. તેઓ અમારી જેમ જ દેશભક્ત હતા.

દત્તે કહ્યું, અમે 2 ફેબ્રુઆરી 1946ની સવારે HMIS તલવાર તરફ જતા લાકડાંનાં પગથિયાં પર 'ભારત છોડો' અને 'જય હિંદ' જેવા નારા સાથે પોસ્ટર ચોંટાડ્યા હતા. આ દરમિયાન અમે પકડાઈ ગયા હતા.

HMIS તલવાર પર "ભારત છોડો" અને "જય હિન્દ"ના પોસ્ટર લગાવતાં પકડાયેલા ભારતીય નૌકાદળના સૈનિક બીસી દત્ત અને તેમના સાથીઓને કોર્ટ માર્શલ દરમિયાન, બ્રિટિશ અધિકારી ફેડરિક કિંગે બ્લેક બાસ્ટર્ડની જેમ વંશીય અપશબ્દો કહ્યા હતા. આ તે જ દિવાસળીની આગ હતી, જેણે 18 ફેબ્રુઆરી 1946ની આગને ફેલાવી દીધી હતી. આ ઘટનાને ભાસ્કરના આર્ટિસ્ટ ગૌતમ ચક્રવર્તીએ પણ દર્શાવી છે.

ટ્રાયલ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર ફેડરિક કિંગે અમારા સાથી સૈનિકોને 'બ્લેક બાસ્ટર્ડ', 'સન ઓફ બિચ' અને કુલી જેવા જાતિવાદી અપશબ્દો બોલ્યા. આ પછી હું એમએસ ખાન અને મદન સિંહ સાથે ભારતીય નૌસૈનિકોને ભૂખ હડતાલ પર જવા સંમત કરી લીધા હતા. 18 ફેબ્રુઆરી, સવારે 1500 નૌસૈનિકોએ જુદી-જુદી જગ્યાઓ પર "ભોજન નહીં! કોઈ કામ નહીં!" ના નારા લગાવ્યા હતા. આ સમય દરમિયાન બોમ્બે એરફોર્સના પાયલોટ અને એરપોર્ટનો સ્ટાફ પણ જાતિવાદી ભેદભાવ સામે હડતાળ પર ઊતર્યા, પાયલટોએ પણ આ બળવાને ટેકો આપ્યો હતો."

નેહરુ અને ગાંધીજીનાં ભાષણો સાંભળવા છુપાઈને જતા હતા નૌસૈનિકો
વિદ્રોહમાં સામેલ નૌસૈનિકો બીબી મુથપ્પાએ બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે "અમારામાંથી ઘણા નૌસૈનિકો છુપાઈને બોમ્બેના જુદા જુદા વિસ્તારોમાં જવાહરલાલ નેહરુ અને અન્ય નેતાઓનાં ભાષણો સાંભળવા માટે જતા હતા. મારા પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. આ વિદ્રોહ દરમિયાન 18થી 20 ફેબ્રુઆરી વચ્ચે ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજમહેલ હોટલ પાસે રોયલ નેવીની કોસ્ટલ બ્રાન્ચમાં તહેનાત ખલાસીઓએ બ્રિટિશ અધિકારીઓને તેમના રૂમ અને શૌચાલયમાં બંધ કરી દીધા હતા. ઘણાં જહાજો પર પણ આવું જ બન્યું હતું.

અંગ્રેજોને ડર હતો કે કદાચ ખલાસીઓ તાજમહેલ હોટલ પર હુમલો ન કરી દે. રસોઇયા, સફાઈ કામદાર, ફૂડ સર્વિસ કરનારા અને લશ્કરી બેન્ડના સભ્યોએ પણ હથિયારોની લૂંટ ચલાવી હતી. 22 ફેબ્રુઆરી સુધીમાં બોમ્બેની કોસ્ટલ બ્રાન્ચને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના સૈનિકોએ તેને ઘેરી લીધું. આ દરમિયાન બળવાખોર ખલાસીઓ અને તેમની વચ્ચે કેટલાક કલાકો સુધી ગોળીબાર થયો હતો.

19 ફેબ્રુઆરી 1946ના રોજ શરૂ થયેલા વિદ્રોહને બોમ્બેના મિલ મજૂરોનો પૂરો સહકાર મળ્યો હતો. 20થી 22 ફેબ્રુઆરીની વચ્ચે શહેરના રસ્તા પર લગભગ બે લાખ સ્થાનિક લોકો ઊતરી આવ્યા હતા. આ જ કારણ હતું કે માર્યા ગયેલા 400 લોકોમાંથી મોટા ભાગના બોમ્બેવાસીઓ જ હતા.

23 અને 24 ફેબ્રુઆરી 1946ની વચ્ચે વિદ્રોહ શમવા લાગ્યો. વિદ્રોહની આગેવાની કરી રહેલા મોટા ભાગના ભારતીય નૌસૈનિકોએ સરદાર પટેલના કહેવાથી આત્મસમર્પણ કરી લીધું હતું. આ દરમિયાન પણ બળવાખોર નૌસૈનિકોને બોમ્બેના રસ્તાઓ પરથી પકડવામાં આવ્યા રહ્યા હતા. આ તસવીરમાં બ્રિટિશ પોલીસ દક્ષિણ બોમ્બેના કોલાબામાં એક રસ્તા પર એક બળવાખોર નૌસૈનિકને લઈ જતી નજરે પડી રહી છે.

પટેલના કહેવાથી બળવાખોરોએ એક અઠવાડિયામાં આત્મસમર્પણ કર્યું હતું
બળવાખોર બીસી દત્ત અને એમએસ ખાનના સાથી મદન સિંહના કહેવા પ્રમાણે અમે કોંગ્રેસના નેતાઓ, ખાસ કરીને સરદાર પટેલની વિનંતી બાદ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમને ખાતરી આપવામાં આવી, જેથી કોઈ હેરાનગતિ નહીં થાય. અમે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બળવાખોર ખલાસીઓ અંગ્રેજ અધિકારીઓ સામે નહીં, પરંતુ આપણા રાષ્ટ્રીય નેતાઓની સામે આત્મસમર્પણ કરશો. આ પછી જ 23-24 ફેબ્રુઆરી બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું હતું.

વર્ષ સુધી આ વિદ્રોહને ઈતિહાસમાં નોંધવામાં આવ્યો નહોતો
કમાન્ડર શ્રીકાંત બી કેસનૂર (નિવૃત્ત) સમજાવે છે કે ભારતીય નૌકાદળના ઇતિહાસમાં પહેલા આ ઘટનાને વિદ્રોહ, રોયલ ઈન્ડિયન નેવી વિદ્રોહ અને બોમ્બે વિપ્લવ પણ કહેવામાં આવતો હતો, પરંતુ હવે આપણે એને વિદ્રોહ તરીકે એટલે કે આંદોલન કહેવાય છે. ઘણાં વર્ષો સુધી આ આંદોલનનું દસ્તાવેજીકરણ પણ થયું નહોતું. આ કારણ છે દેશવાસીઓ આ આંદોલનને જાણતા નથી, પરંતુ ભારતીય નૌસેનાએ થોડાં વર્ષોથી એને અલગ- અલગ રીતે દસ્તાવેજીકૃત કર્યું છે.

વિદ્રોહમાં સામેલ રહેલા બીબી મુતપ્પા કહે છે કે નૌસૌનિકોના વિદ્રોહને મહાત્મા ગાંધીજીનું સમર્થન મળ્યું નહોતું, તેમણે નૌસૌનિકોને શિસ્તમાં રહેવા કહ્યું હતું. નેહરુએ નૌકાદળના વિદ્રોહથી પોતાને દૂર રાખ્યા હતા. કદાચ એટલે જ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અમારું કોઈ સ્થાન નથી. ભારતીય નૌસેનાએ અમારા યોગદાનને 50 વર્ષથી વધુ સમય વીત્યા પછી યાદ કર્યું અને નાનકડું સ્મૃતિ હ્ન આપીને કામ પૂરું કરી લીધું.

છેલ્લે બોમ્બે નેવલ વિપ્લવની તારીખ દર તારીખ વિગતો વાંચો...

અન્ય સમાચારો પણ છે...