ભાસ્કર એક્સક્લૂસિવ6 વર્ષના માસૂમે પિતાને ઉંમરકેદની સજા અપાવી:કહ્યું- 'મા’ની છાતી ઉપર બેસીને ગળું દબાવ્યું, હું જીવતી સમજીને તેને આખી રાત વળગીને સૂતો રહ્યો

22 દિવસ પહેલાલેખક: આશીષ રઘુવંશી
  • કૉપી લિંક

એક સરકારી કેમ્પમાં 4 માર્ચે 6 વર્ષનું માસૂમ બાળક તેની મામા અને બહેન સાથે પહોંચ્યું હતું. કલેક્ટરને મળવાની જીદ કરવા લાગ્યો. જ્યારે સરકારી અધિકારીએ કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું - 'મને મારો હક જોઈએ છે. મારી પાસે રહેવા અને ખાવા માટે રૂપિયા નથી. આ મારાં નાની છે, જેઓ વૃદ્ધ છે. તેઓ કમાઈ શકતાં નથી. આ મારી બહેન છે, જે હજુ નાની છે. હવે તમે જ કહો કે અમે ક્યાં જઈએ અને કોને અપીલ કરીએ. તમે મારો પરિચય કલેક્ટર કાકા સાથે કરાવો. જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ આ કોઈ સામાન્ય બાળક નથી, જે ગુનાના એરોનના કાનૂની સાક્ષરતા કેમ્પમાં પહોંચ્યું છે.

આ બાળકે પોતાની માતાના હત્યારા પિતાને જેલમાં પહોંચાડ્યા છે. ભાસ્કરે તે બાળકના ઘરે પહોંચ્યું. બાળક અને પરિવારના લોકો સાથે વાત કરી. માને ન્યાય અને પિતાને તેના ગુનાની સજા અપાવવા માટે આ બાળકે કોર્ટમાં તે રાતની ખૌફનાક કહાની જણાવી હતી. બચાવપક્ષે તેના નિવેદનને કોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ બાળકના નિવેદને આરોપીને દોષિત પુરવાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પોતાની દીકરી પ્રીતિ લોધીનાં બંને બાળકોને મદદ અપાવવા માટે આરોનના સાક્ષરતા કેમ્પમાં પહોંચેલી રાજકુમારી બાઈએ જિલ્લા પ્રશાસન પાસે આર્થિક મદદની માગ કરી છે, જેથી બંને બાળકોનું ભરણપોષણ થઈ શકે.
પોતાની દીકરી પ્રીતિ લોધીનાં બંને બાળકોને મદદ અપાવવા માટે આરોનના સાક્ષરતા કેમ્પમાં પહોંચેલી રાજકુમારી બાઈએ જિલ્લા પ્રશાસન પાસે આર્થિક મદદની માગ કરી છે, જેથી બંને બાળકોનું ભરણપોષણ થઈ શકે.

હત્યાની આખી ઘટના પ્રત્યક્ષદર્શી પુત્રના શબ્દોમાં…

મારી નાની અને મામા ગોળની ફેક્ટરીમાં રહેતાં હતાં. મારી બહેન પણ નાની સાથે રહેતી હતી. હું મારી માતા અને પિતા સાથે મારી નાનીના ઘરમાં રહેતો હતો. પિતા દિવસ દરમિયાન કામે બહાર જતા. હું આખો દિવસ મારી માતા સાથે રહેતો હતો. રૂમની અંદર બીજી બાજુ (રૂમની વચ્ચે એક પાર્ટિશન છે) હું સૂતો હતો. અચાનક માતાની બૂમો સંભળાઈ. હું ઊભો થયો અને એ બાજુ (જ્યાં મમ્મી-પપ્પા સૂતાં હતાં) તરફ જોયું. પિતાએ માતાનું ગળું દબાવ્યું હતું. તેઓ માતાની ઉપર બેસીને તેનું ગળું દબાવી રહ્યા હતા. માતા થોડીવાર સહન કરતી રહી અને પછી શાંત થઈ ગઈ. પપ્પા તરત જ ઊભા થઈને બહાર ગયા.

હું માતા પાસે પહોંચ્યો અને થોડીવાર સુધી તેને જોતો રહ્યો. હું ખૂબ જ ડરી ગયો હતો, એટલે માને વળગીને સૂઈ ગયો, સવારે જાગ્યો ત્યારે જોયું તો મા સૂઈ રહી હતી. રોજ મા મને જગાડતી હતી, પરંતુ એ દિવસે તે સૂઈ રહી હતી. મને ભૂખ લાગી હતી. માને જગાડવાની કોશિશ કરી. તેને હલાવી પણ, તે જાગી નહીં. મને લાગ્યું કે મા બેભાન થઈ ગઈ છે. હું ઘરની બહાર ગયો અને પાડોશી પાસે જતો રહ્યો. તેમને જણાવ્યું કે મને ભૂખ લાગી છે. મારી મા જાગતી નથી. સતત જગાડવાની કોશિશ કરી, પરંતુ તે કશું બોલતી નથી. પાડોશમાં રહેતાં મામી પાસે મેં કશુંક ખાવાનું માગ્યું, તેમણે મને ચા અને રોટલી આપી
(જેવું બાળકે ભાસ્કર ટીમને જણાવ્યું)

ચરિત્ર શંકાને લઈને પત્ની પ્રીતિ લોધાની હત્યા કરનાર શૈતાન સિંહને કોર્ટે તેના દીકરાના નિવેદન પર આજીવન જેલની સજા સંભળાવી છે.
ચરિત્ર શંકાને લઈને પત્ની પ્રીતિ લોધાની હત્યા કરનાર શૈતાન સિંહને કોર્ટે તેના દીકરાના નિવેદન પર આજીવન જેલની સજા સંભળાવી છે.

પત્ની પર શંકા કરતો હતો, ગળું દબાવીને મારી નાખી
આ ઘટના 17 ઓગસ્ટ 2022ની છે. ગુનાના ધરનાવદા વિસ્તારના મહુ ગામનો રહેનાર શૈતાન સિંહ લોધા પોતાના સાસરે પઠાર મોહલ્લા આરોનમાં જ હતો. તેની પત્ની પ્રીતિ લોધા પણ ત્યાં જ હતી. શૈતાન સિંહ પોતાની પત્નીના ચરિત્રને લઇને શંકા કરતો હતો. 17 ઓગસ્ટની રાતે શૈતાન સિંહે ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી. રાતે લગભગ 3 વાગ્યે શૈતાન સિંહ હત્યા પછી થોડીવાર સુધી ગામમાં અહીં-ત્યાં ભટકતો રહ્યો. સૂર્યોદય થયા પછી ગામની બહાર ભાગવાની તૈયારીમાં હતો. ગામમાંથી બહાર જઈ રહ્યો હતો કે રસ્તામાં તિલ્લીખેડા પાસે બાઇક પર જઈ રહેલા પત્નીના સંબંધીઓની નજર તેના પર પડી. સંબંધીઓએ શૈતાન સિંહને રોકવાની કોશિશ કરી પણ તે ઊભો રહ્યો નહીં. સંબંધીઓએ તેનો પીછો કર્યો ત્યારે તે ઝડપથી ભાગવા લાગ્યો.

અનહોનીની આશંકાને લઈને સંબંધીઓ તેના સાસરે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પત્નીની હત્યા કરીને તે ભાગી રહ્યો છે. એની જાણકારી પોલીસને આપવામાં આવી. દુર્ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું અને આરોપીને પકડવા માટે ટીમ રવાના કરી. પોલીસે એ દિવસે જ સાંજે બારોદ પાસે આરોપીની ધરપકડ કરી લીધી.

સ્ટેશન ઈન્ચાર્જ અમોદ સિંહ રાઠોડની ટીમે બે મહિનામાં તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 17 નવેમ્બરે સુનાવણી શરૂ થઈ હતી. 1 માર્ચના રોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન કોર્ટમાં 9 લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં, જેમાં સગીર પુત્ર, પાડોશી, પોલીસકર્મી, ડોક્ટરનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. બે મહિનામાં તમામ સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. અંતિમ સુનાવણી 23 ફેબ્રુઆરીએ થઈ હતી.

હત્યારા પિતા શૈતાન સિંહને આજીવન કારાવાસની સજા અપાવનાર 6 વર્ષના બાળક અને તેની બહેન પાસે માતા પ્રીતિ લોધાની આ એકમાત્ર તસવીર છે
હત્યારા પિતા શૈતાન સિંહને આજીવન કારાવાસની સજા અપાવનાર 6 વર્ષના બાળક અને તેની બહેન પાસે માતા પ્રીતિ લોધાની આ એકમાત્ર તસવીર છે

બચાવપક્ષે સવાલ કર્યો ત્યારે કહ્યું- મને બધી જ ખબર છે
બચાવપક્ષના વકીલ દ્વારા બાળકના નિવેદન અંગે ઘણી વખત ઊલટતપાસ કરવામાં આવી હતી. અનેક રીતે ઘટનાની રાતની કહાની બાળકને પૂછવામાં આવી હતી, જેથી એ નક્કી કરી શકાય કે તેનું નિવેદન સાચું છે કે તે કોઈની સલાહ પર આવું નિવેદન આપતો છે. ઘણી વખત નિવેદન તપાસ્યા પછી પણ બાળક પોતાની વાત પર અડગ રહ્યું. જ્યારે બચાવપક્ષના વકીલે તેમને પૂછ્યું કે તમને આ બધું કહેવાનું કોણે કહ્યું. આ અંગે પર બાળકે પોતે જ જવાબ આપ્યો કે "મોયે (હું) બધું જાણું છું."

કોર્ટે અવલોકન કર્યું કે બચાવપક્ષના વકીલ દ્વારા બાળકના સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી હતી અને આ સાક્ષીએ આટલી નાની હોવા છતાં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ઊલટતપાસમાં આ સાક્ષીનું નિવેદન સ્પષ્ટ અને સુસંગત રહ્યું છે. એવો કોઈ પ્રશ્ન ન હતો, જેનો તેણે જવાબ ન આપ્યો હોય. આ સાક્ષીએ તેની ઊલટતપાસમાં તમામ સંજોગોનો ખુલાસો કર્યો છે. કોર્ટે બાળકના નિવેદનના આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે આરોપી પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વિરેન્દ્રસિંહ રાજપૂતની કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. સરકાર તરફથી જી.પી. મનોજ પાલિયાએ વકીલાત કરી હતી.

17 ઓગસ્ટની રાત્રે 3 વાગ્યે શૈતાન સિંહે તેની પત્ની પ્રીતિનું એ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેનો 6 વર્ષનો પુત્ર તેની માતાને ગળે લગાવીને સૂતો રહ્યો, સવારે ઊઠ્યા બાદ તેણે પાડોશીઓને જાણ કરી.
17 ઓગસ્ટની રાત્રે 3 વાગ્યે શૈતાન સિંહે તેની પત્ની પ્રીતિનું એ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેનો 6 વર્ષનો પુત્ર તેની માતાને ગળે લગાવીને સૂતો રહ્યો, સવારે ઊઠ્યા બાદ તેણે પાડોશીઓને જાણ કરી.

કોર્ટે કહ્યું- બાળકનું નિવેદન સુસંગત રહ્યું છે
કોર્ટે કહ્યું હતું કે બાળકની જુબાની સુસંગત રહી છે, સાથે જ કોર્ટનો વિશ્વાસ મેળવવા માટે એ પૂરતું છે. ડો.કૃષ્ણાના તબીબી પુરાવા પરથી બાળકના પુરાવાની પુષ્ટિ થઈ. ડોક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે મૃતકના ગળાની ચારેબાજુ સોજો હતો, ગરદનની જમણી અને ડાબી બાજુએ નખનાં નિશાન પણ હતાં, ગૂંગળામણને કારણે તેનું મોત થયું હતું. બાળકની જુબાનીને આરોપીના વકીલ દ્વારા એ આધાર પર પડકારવામાં આવી છે કે આ સાક્ષી તેની નાની સાથે રહે છે, તેથી જ તેણે તેની નાનીના કહેવાથી જુબાની આપી છે. બાળકની ઉંમર 6 વર્ષ છે. એ સાચું છે કે તેની ઉંમર વધુ નથી, પરંતુ તેની ઉંમર એટલી પણ ઓછી નથી કે તે ઘટનાને જોઈને જણાવી ન શકે. એવો કોઈ નિયમ નથી કે બાળસાક્ષીનો પુરાવો માન્ય નથી; પરંતુ વાત એ છે કે બાળક સાક્ષીના પુરાવાની પુષ્ટિ રેકોર્ડમાં ઉપલબ્ધ અન્ય પુરાવાઓ સાથે કરવા જોઈએ અને એને કોર્ટ દ્વારા જોવું જોઈએ કે તેમને પઢાવવામાં આવેલા સાક્ષી નથી ને.

10 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, 3 વર્ષથી સાસરીમાં રહેતો હતો
10 વર્ષ પહેલાં વર્ષ 2013માં મહુગઢના રહેવાસી શૈતાન સિંહના લગ્ન પઠાર મોહલ્લા એરોનની રહેવાસી પ્રીતિ લોધા સાથે થયા હતા. લગ્ન પછી પ્રીતિ તેના પતિ સાથે મહુગઢા આવી ગઈ. શૈતાન સિંહ દરરોજ પોતાના ભાઈ સાથે ઝઘડા કરતો હતો. ખેતીકામ કરીને જેમતેમ જીવનનો ગુજારો થતો હતો. લગ્નનાં બે વર્ષ પછી 2015માં તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો અને 2017માં પુત્રનો જન્મ થયો હતો. હવે જવાબદારી વધી, પણ કમાણીનું કોઈ કાયમી સાધન નહોતું. શૈતાન સિંહની સાસુએ તેની પુત્રી અને જમાઈને સાસરીએ આવીને રહેવાની વાત જણાવી હતી, જેથી જમાઈને ક્યાંક નોકરી મળી જાય.

2020માં પત્ની અને બાળકોને લઈને તે તેના સાસરે ગયો હતો. તેનાં સાસુ અને સાળો ઘરથી 10 કિલોમીટર દૂર ગોળના કારખાનામાં કામ કરતા હતા, તેથી બંને ત્યાં જ ઝૂંપડી બાંધીને રહેતાં હતાં. અહીં શૈતાન સિંહ તેની પત્ની અને પુત્ર સાથે તેના સાસરે રહેતો હતો. પત્નીના ચારિત્ર્ય પર શંકાને કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. તેને તેની પત્નીનું ઘરની બહાર જવાનું પસંદ નહોતું.

પિયરમાં રહેવાને કારણે ઘણી વખત તેની પત્ની પાડોશની મહિલાઓ સાથે સમય પસાર કરતી હતી. ઘરે પરત આવતાં પતિ ઊલટા-સીધા સવાલો કરવા લાગતો હતો. પ્રીતિએ ઘણીવાર તેના પતિને સમજાવ્યો, ખાતરી આપી, પણ કોઈ અસર થઈ નહીં. એકાદ-બે દિવસ બધું બરાબર રહેતું, પછી પાછો ઝઘડો શરૂ થઈ જતો હતો.

પુત્રીની હત્યા, જમાઈને જેલ, પુત્રનું વીજકરંટ લાગતાં મોત...પરિવાર પીંખાઈ ગયો
માતાની હત્યા થતાં અને પિતા જેલમાં ગયા બાદ બંને બાળકો પોતાની નાની સાથે રહે છે. આ બાળકોના પાલનપોષણની જવાબદારી નાની અને મામા પર આવી ગઈ છે. ગોળની ફેક્ટરીમાં કામ કરીને નાની અને મામા બંને બાળકોનું પાલન-પોષણ કરી રહ્યાં છે. નાની રાજકુમારીની પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પહેલા તેમની પુત્રીની હત્યા થઈ, જમાઈ જેલમાં ગયો. બે મહિના બાદ જ ઓક્ટોબર 2022માં ગોળની ફેક્ટરીમાં કામ કરતા દરમિયાન વીજકરંટ લાગતાં પુત્ર પણ મોતને ભેટ્યો.

હાલમાં બાળકોની જવાબદારી 53 વર્ષની નાની રાજકુમારી લોધાના માથે આવી પડી છે. દીકરાના મોતના બીજા જ મહિને વહુ ઘર છોડીને જતી રહી હતી. જે ફેક્ટરીમાં તે કામ કરતી હતી ત્યાંથી પણ તેને કાઢી મુૂવામાં આવી. તેમને હજી સુધી કોઈ સરકારી મદદ મળી નથી. હસતો-રમતો પરિવાર 6 મહિનામાં વિખેરાઈ ગયો. હવે રાજકુમારી બીજાની દયાના આધારે જીવવા મજબૂર છે. આરોનના જ એક પરિવારે તેને આશરો આપ્યો છે.

બાળકનાં નાનીએ કહ્યું- તંત્ર સરકારી સહાય અપાવે
બંને બાળકો બાબતે વિવિધ સાક્ષરતા શિબિરમાં પહેંચેલી રાજકુમારીબાઈએ અધિકારીઓની સામે પોતાના દુઃખની વાત જણાવી. તેમણે જણાવ્યું હતું કે બંને બાળકોના ભરણપોષણની જવાબદારી તેમના પર જ છે. તેમની ઉંમર પણ થઈ ગઈ છે, માટે વધુ કામ પણ કરી શકતી નથી. હજી સુધી કોઈ મદદ મળી નથી. દીકરીનો સામાન તેના સાસરીમાં જ છે. જો એ મળી જાય તો બાળકોને થોડી મદદ મળી જશે. તેમના ભાગની જમીન પણ બંને બાળકોના નામે કરાવવા માટે કલેકટર પાસે માગ કરી છે. હાલમાં તો બે ટંકનાં ખાવાનાં પણ ફાંફાં પડી ગયાં છે. દીકરીનું મંગળસૂત્ર તેના હત્યારા પતિએ 6 હજાર રૂપિયામાં ગીરવી મૂકી દીધું હતું, એને પણ છોડાવવાનું છે. બંને બાળકો ખુશ રહે એવા પ્રયાસ કરી રહી છું. તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય.

અન્ય સમાચારો પણ છે...