• Gujarati News
  • Dvb original
  • Gujarati Singer Dev Pagli Leaves Badshah Behind In Reels Race, 'Chand Wala Mukhda' Song Becomes 4.5 M Reels

ગુજરાતનો બાદશાહ:દેવ પગલી રીલ્સની રેસમાં સૌથી આગળ, 'ચાંદ વાલા મુખડા' સોંગની રેકોર્ડ બ્રેક 47 લાખ રીલ્સ બની, ફી 1 લાખથી વધારી 30 લાખ કરી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: દિનેશ સિંધવ
  • એક ગીતે ધૂમ મચાવતાં દેવ પગલીની ફી રૂ. 1 લાખથી સીધી 25 લાખ-30 લાખ થઈ ગઈ

'ચાંદ વાલા મુખડા' સોંગની રેકોર્ડ બ્રેક 4.6 M રીલ્સ બની
હિન્દી સોંગ 'ચાંદ વાલા મુખડા' હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ હિન્દી ગીત ગાયું છે આપણા બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે. આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ, અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ રાખી દીધા છે. આ સોંગની અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 47 લાખથી વધુ રીલ્સ બની ચૂકી છે.

રીલ્સની રેસમાં બાદશાહને પાછળ છોડ્યો
દેવ પગલીએ રીલ્સની રેસમાં સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધા છે. બાદશાહના સોંગ 'બચપન કા પ્યાર'ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે, તો બીજા સોંગ 'જુગનૂ'ની 5 લાખ 36 હજાર રીલ્સ બની છે. આમ, બાદશાહનાં બન્ને સોંગની રીલ્સનો આંકડો ભેગો કરીએ તોપણ ગુજરાતી સિંગર્સ સામેની રેસમાં ઘણા પાછળ રહી જાય છે.

ખેલાડી અક્ષય કુમારને પણ માત આપી
ગુજરાતી સિંગર્સની આ જોડીએ રીલ્સની રેસમાં બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમારને પણ પાછળ રાખી દીધા છે. અક્ષય કુમારના Filhaal2 Mohabbatના સોન્ગ ' એક વાત બતાઓ તો યાદોં મેં મરતે હો'ની 2.1 મિલિયન્સ રીલ્સ બની છે, જે 'ચાંદ વાલા મુખડા' સોંગની એક જ મહિનામાં બનેલી 4.6 મિલિયન્સ રીલ્સની સંખ્યા કરતાં અડધી જ છે.

'ચાંદ વાલા મુખડા' સોંગ ક્યારે લખાયું?
દેવ પગલીને કોરોનાકાળ ફળ્યો છે એવું કહીશું તો કોઈ અતિશયોક્તિ નહિ ગણાય, કેમ કે લોકડાઉનમાં ઘરે બેસવાનું થયું ત્યારે જ દેવ પગલીએ આ સોંગ લખ્યું હતું.

YouTubeમાં પણ ધૂમ મચાવી છે
આખા દેશમાં આ સોંગે ધૂમ મચાવી છે ત્યારે દેવ પગલી રાતોરાત સ્ટાર બની ગયા છે, આથી હવે દેવ પગલીએ પોતાની ફી જે અત્યારસુધી રૂ.1 લાખ હતી એ વધારીને રૂ. 25 લાખથી રૂ. 30 લાખ સુધીની કરી દીધી છે. આ સોંગે તેની આગળ રિલીઝ થયેલાં અત્યારસુધીના અન્ય જાણીતા સિંગર્સનાં સોંગને પણ રીલ્સ બનવાની બાબતે પાછળ રાખી દીધા છે. YouTubeમાં પણ આ સોંગને અત્યારસુધીમાં 45 મિલિયન્સ લોકો નિહાળી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...