તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Gujarati Children Are Becoming More Malnourished Than Children In Bihar, Rich States Like Goa And Maharashtra Are Also Lagging Behind

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજનલ:બિહારનાં બાળકોથી વધુ કુપોષિત થઈ રહ્યાં છે ગુજરાતી બાળકો, ગોવા અને મહારાષ્ટ્ર જેવાં અમીર રાજ્યો પણ પાછળ

15 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

વર્ષ 2012માં એ વખતના વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, કુપોષણની સમસ્યા રાષ્ટ્રીય શરમ છે. આટલા બધા કુપોષિત બાળકો સાથે આપણે એક સ્વસ્થ ભવિષ્યની આશા ન રાખી શકીએ. આ નિવેદનને આઠ વર્ષ વિતી ગયા છે. દેશમાં સરકાર બદલાઈ ગઈ પણ ‘રાષ્ટ્રીય શરમ’નથી બદલાઈ.

2015થી 2019 વચ્ચે કુપોષણની સ્થિતિ સુધરવાની જગ્યાએ ઘણા રાજ્યોમાં વધુ બગડી ગઈ છે અથવા ઘણી ધીમી ગતિએ સુધરી રહી છે. ઊંધી દિશામાં વધતા રાજ્યોમાં ગોવા, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા અમીર રાજ્યો પણ સામેલ છે. આ ટ્રેન્ડનો ઘટસ્ફોટ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એટલે કે NFHS-5ના આંકડાનું વિશ્લેષણ કરવાથી થયો છે.

ગુજરાતની તુલના બિહાર સાથેઃ આર્થિક મોરચા પર અલગ, કુપોષણ પર સાથે
ગુજરાત અને બિહારની તુલના કરવી તમને થોડીક અજુગતું લાગી શકે છે,પણ ટ્રેન્ડને સમજવા માટે જરૂરી છે. 2019માં બિહારની પ્રતિ વ્યક્તિ આવક 40,982 રૂપિયા હતી. જ્યારે ગુજરાતની આના કરતા પાંચ ગણી વધુ 1,95,845 રૂપિયા હતી.

આર્થિક મોરચા પર બન્ને રાજ્ય એક બીજાની વિપરીત બાજુ છે. પણ બાળકોના કુપોષણ અને મહિલાઓની સ્થિતિ જેવા સૂચકોમાં ગુજરાત પણ બિહાર સાથે જ જોવા મળે છે. પરંતુ ઘણા પાસામાં એનાથી પણ ખરાબ સ્થિતિમાં છે.NFHS-5માં 131 પેરામીટર પર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 81થી વધુ પેરામીટર પર ગુજરાતે બિહાર કરતા સારું પ્રદર્શન કર્યું છે. જેમ કે, સ્વાસ્થ્ય સેવાઓ અને શિશુઓનો મૃત્યુ દર.

ઘણા એવા મુદ્દા છે જ્યાં ગુજરાત અને બિહાર સરખા છે. જેમ કે-કુપોષિત બાળકો, એનીમિયા વાળા બાળકો અને પૂર્ણ વેક્સિનેશન ટકાવારી. મહિલાઓની સ્થિતિના ઘણા સૂચકઆંકો પર ગુજરાત કરતા વધુ સારી સ્થિતિ બિહારમાં છે. જેમ કે મહિલાઓની સંપત્તિ, મોબાઈલ અને બેન્ક ખાતા.

ગુજરાત જેવા આર્થિક રીતે વિકસીત રાજ્ય બાળકોના કુપોષણ અને મહિલાઓની સ્થિતિના મુદ્દા પર ઊંધી દિશામાં કેમ વધી રહ્યાં છે?
ઈન્ટરનેશનલ ફુડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં રિસર્ચર પૂર્ણિમા મેનનું માનવું છે કે ભારતના બાળકોમાં કુપોષણનું વધવું ચિંતાજનક છે. પૂર્ણિમાના જણાવ્યા પ્રમાણે, બાળકોનું પોષણ ત્રણ પાયા પર ઊભું છે- ચોખ્ખાઈ, સરકારી મદદ અને પરિવારની આવક. આમાંથી એક પણ પાસું નબળું રહેશે તો કુપોષણના આંકડા બગડવા માંડે છે. જો લોકતંત્ર સ્થિર હોય અને અર્થવ્યવસ્થા પણ યોગ્ય રસ્તા પર હોય, તો એવામાં કુપોષણમાં વધારો જોવા મળતો નથી.

અર્થશાસ્ત્રી રીતિકા ખેડાનું માનવું છે કે આંગણવાડી અને પીએમ માતૃ વંદના જેવી બાળકોની યોજના પર જીડીપીના લગભગ 0.1 ટકા ખર્ચ થાય છે. આ ક્ષેત્રમાં કોર્પોરેટની ભાગીદારી તો છે પણ તે પૈસા ક્યાં ખર્ચ થાય તે ખબર નથી.ઉદાહરણ તરીકે, સરકારના પોષણ અભિયાનનો 70% ખર્ચ, BMGFના બનાવવામાં આવેલા સોફ્ટવેર તથા સ્માર્ટફોન પર થયો જેને આંગણવાડી કાર્યકર્તાઓ અને ખાવા પર ખર્ચ કરવાનો હતો.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે શું છે અને તેના આંકડા શા માટે જરૂરી છે?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એટલે કે NFHSની શરૂઆત 1992માં થઈ હતી. આ દેશના પરિવારનો સર્વે છે જેમાં સ્વાસ્થ્ય, પોષણ અને સામાજિક સ્થિતિ સાથે જોડાયેલા આંકડા જાહેર કરવામાં આવે છે. NFHSનો ડેટા માત્ર રિસર્ચ માટે જ જરૂરી નથી પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર આના આધારે પોલિસી પણ બનાવે છે.

2020માં NFHSના પાંચમી આવૃત્તિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા આ સર્વે 1992, 1998, 2005 અને 2015માં કરાવવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2020માં જાહેર કરાયેલા NFHS-5 નો આ પહેલો હપ્તો છે જેમાં 17 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. UP, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોનો સર્વે કોરોના લોકડાઉનના કારણે પુરો થઈ શક્યો નથી. એટલા માટે બીજો હપ્તો મે 2021 સુધી આવવાની શક્યતા છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના અન્ય જરૂરી આંકડા

  • 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અડધાથી વધુ મહિલાઓ અને બાળકો એનિમીયા એટલે કે લોહીની ખામીથી ઝઝૂમી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં એનીમિયાની ટકાવારી અડધાથી વધુ રાજ્યોમાં વધી છે.
  • 22 રાજ્યો અને કેન્દ્રાશાસિત પ્રદેશોમાંથી કેરળ અને ગોવામાં હાઈ બ્લડ પ્રેશરની ટકાવારી સૌથી વધુ છે. તમામ મોટા રાજ્યોમાં લગભગ પાંચમાંથી એક પુખ્ત વયની વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે જે ભવિષ્યમાં હૃદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે.
  • બાળ લગ્ન સાથે જ ટીનેજ પ્રેગ્નેન્સીની ટકાવારીમાં પણ ઘણા રાજ્યોમાં વધારો જોવા મળ્યો છે. ઘરેલુ હિંસામાં પાંચ રાજ્યોમાં વધારો થાય છે સાથે જ યૌન હિંસાના કેસમાં પણ આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય અને પશ્વિમ બંગાળે વધારો નોંધાવ્યો છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા જ્યાં દ્રેજે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, આ સરકારની વિકાસની સમજણ ઊંધી છે. વિકાસનો અર્થ માત્ર જીડીપી વધી રહ્યો છે કે લોકોની આવક વધી રહી છે એટલો નથી. વિકાસનો અર્થ એ પણ છે કે ન માત્ર વ્યક્તિની આવક વધે પણ સ્વાસ્થ્ય, શિક્ષણ, લોકતંત્ર, સામાજિક સુરક્ષાની સ્થિતિમાં પણ સુધારો આવે.

રીતિકા ખેડાનું માનવું છે કે આપણે એવા મોડલની જરૂર છે, જેમાં બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે, માત્ર GDPને નહીં, દેશમાં બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે, માત્ર GDPને નહીં, દેશમાં બાળકોને કેટલું મહત્વ આપવામાં આવે છે તે આનાથી સ્પષ્ટ થાય છે કોરોના લોકડાઉન પછી મોલ અને સિનેમા તો ખૂલી ગયા, પણ આંગણવાડીઓને ખોલવા વિશે ચર્ચા પણ નથી થઈ રહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser