તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનું ગ્રહણ:ગુજરાતમાં નવરાત્રિ માટે નવાં વાહનોનું નબળું બુકિંગ, ટૂ-વ્હીલરમાં 40% અને કારમાં 10% ઓછા વેચાણની અપેક્ષા

અમદાવાદ8 દિવસ પહેલા
  • આર્થિક મંદીને પગલે મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ તરફથી માગમાં ભારે ઘટાડો
  • નવરાત્રિના તહેવારોમાં પહેલીવાર ખરીદીમાં આટલું ખરાબ પ્રદર્શન
  • નવરાત્રિના મહિનામાં 85,000 ટૂ-વ્હીલર અને 22,500 કારના વેચાણની અપેક્ષા

સામાન્ય રીતે તહેવારોના સમયમાં લોકો વાહનોની ખરીદી વધુ કરતા હોય છે. એમાં પણ નવરાત્રિ અને દશેરા જેવા ફેસ્ટિવલમાં લોકો ટૂ-વ્હીલર કે પછી કારની ખરીદી વધુ કરતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ઓટોમોબાઇલ સેક્ટર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે કોરોનાની અસર અને એને કારણે અર્થતંત્રમાં આવેલી મંદીને પગલે આ નવરાત્રિમાં વાહનોની ખરીદીનું નવું બુકિંગ ઘણું જ નબળું છે.

ગુજરાતના એક ઓટો ડીલર્સે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ નવરાત્રિમાં ટૂ-વ્હીલરનું વેચાણ અંદાજે 40% નીચું રહેવાની ધારણા છે. તેવી જ રીતે કારમાં પણ 10% ઓછા વેચાણની ધારણા છે. ગત વર્ષે નવરાત્રિના મહિના દરમિયાન 1.40 લાખ ટૂ-વ્હીલર અને 25,000 કાર વેચાયાં હતા. ઓટો ડીલર્સ માને છે કે આ વર્ષે નવરાત્રિના મહિનામાં 85,000 ટૂ-વ્હીલર અને 22000-22500 કારના વેચાણની અપેક્ષા છે.

પહેલીવાર નવરાત્રિમાં આટલી મોટી મંદી જોવા મળી
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાત રીજનના ચેરમેન અને ઈનોવેટિવ હોન્ડાના ડિરેક્ટર પ્રણવ શાહે જણાવ્યું હતું કે ઓટો સેક્ટર આમ તો છેલ્લાં બે વર્ષથી મંદીમાં છે, પરંતુ તહેવારોમાં મંદીની ઝલક બહુ ખાસ જોવા મળતી નથી. નવરાત્રિ જેવા તહેવારો છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં ઇન્ક્વાયરી અને બુકિંગમાં ઘટાડો પહેલીવાર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ અસર ટૂ-વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલમાં દેખાય છે.

મધ્યમ વર્ગ તરફથી ખરીદી ઓછી
પ્રણવ શાહે જણાવ્યું હતું કે નવરાત્રિ અને દશેરા જેવા તહેવારોમાં મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ લેબર ક્લાસના લોકો ટૂ-વ્હીલરની ખરીદી કરતા હોય છે. કોરોનાના કારણે આ ક્લાસને સૌથી વધુ અસર થઇ છે. આર્થિક મંદીના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે. બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

4 વ્હીલર સેગમેન્ટને મંદીની ઓછી અસર થઈ છે
કાર ડીલરશિપ એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું હતું કે પેસેન્જર કાર સેગમેન્ટમાં મંદીની અસર ઓછી જોવા મળી રહી છે. આ તહેવારોની સીઝનમાં અમે ગત વર્ષ જેવો જ ફૂટફોલ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને એન્ટ્રી લેવલ કારમાં ઈન્કવાયરી વધુ આવી રહી છે. આનું એક કારણ એ પણ છે કે અપર-મિડલ ક્લાસ અને હાયર ક્લાસના લોકોને એટલી આર્થિક મુશ્કેલીઓ નથી જેટલી મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના લોકોને છે. તેઓ પાસે બચત પણ હોય છે અને તેમની આવક પણ એટલી ઘટી નથી. આ બધાને કારણે કારના વેચાણને બહુ ખાસ ફરક પડશે નહિ.

અમદાવાદમાં કારના શોરૂમમાં ઇન્ક્વાયરી કરતા ગ્રાહકો.
અમદાવાદમાં કારના શોરૂમમાં ઇન્ક્વાયરી કરતા ગ્રાહકો.

સપ્ટેમ્બરમાં વાહનોનું રજીસ્ટ્રેશન 40.26% ઘટ્યું
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 40.26%નો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર 2020માં કુલ 97,338 વાહનોની નોંધણી થઇ છે. વર્ષે સમાન ગાળામાં 58,150 વાહનો નોંધાયાં હતાં. કારની નોંધણીમાં માત્ર 2.84% ઘટાડો થયો છે, જયારે ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં 46.91%નો ઘટાડો થયો છે.

કેટેગરીસપ્ટેમ્બર 2019સપ્ટેમ્બર 2020તફાવત
2-વ્હીલર68,57236,403-46.11%
3-વ્હીલર5,849543-90.72%
કોમર્શિયલ વેહિકલ4,0112,277-43.23%
પેસેન્જર વેહિકલ15,27614,842-2.84%
ટ્રેક્ટર3,6304,08512.53%
કુલ97,33858,150-40.26%

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો