• Gujarati News
  • Dvb original
  • Gujarat Govt School Teacher Engages Children In Learning By Playing Alphabet Recognition Method, Student Gets 100% Attendance

પોઝિટિવ સ્ટોરી:ગુજરાતની સરકારી સ્કૂલના શિક્ષકે રમતાં રમતાં મૂળાક્ષર ઓળખવાની પદ્ધતિથી બાળકોને ભણવાનું ઘેલું લગાડ્યું, સ્ટુડન્ટની 100% હાજરી થઈ ગઈ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલાલેખક: મનીષ પારીક

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના શડલા ગામના સરકારી શાળાના શિક્ષકે કોરોના સમયે રમતા ભણો, ગણતા ભણોની શેરી શિક્ષણથી બાળકોમાં શિક્ષણની રૂચી વધારી હતી. હવે આ સરકારી શિક્ષકે થર્મોકોલની સીટમાં મૂળાક્ષર, આંધળો પાટોની રમત અને બંગડી દ્વારા મૂળાક્ષર ઓળખવાની અનોખી પદ્ધતિથી ગામડાના બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું છે અને સરકારી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 100 મ થઈ ગઈ છે.

હજારો નિરાશાઓ વચ્ચે એક અમર આશા છુપાયેલી છે
કોરોનાના બે વર્ષના કપરા સમયગાળામાં સંશોધનો અને અગવડતાઓ વચ્ચે પણ ઘણા ગુરુજનો 'હજારો નિરાશાઓ વચ્ચે પણ એક અમર આશા છુપાયેલી છે' એ ઉક્તિને પોતાના અનોખા શિક્ષણથી પાટડી તાલુકાના ખોબા જેવડા શડલા ગામના નવઘણભાઈ ઠાકોરે યથાર્થ ઠેરવી છે. એમણે લંગડીને રમતને શિક્ષણ સાથે અદભૂત રીતે સાંકળીને મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શિખવ્યા અને ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી કોરોના કાળમાં પણ બાળકોને શિક્ષણમાં રૂચી વધારી હતી.

બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું
હાલમાં તમામ સરકારી શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થઇ છે, ત્યારે આ આદર્શ શિક્ષક નવઘણભાઈ ઠાકોરે થર્મોકોલની સીટમાં મૂળાક્ષર અને બંગડી દ્વારા મૂળાક્ષર ઓળખવાની અનોખી પદ્ધતિથી ગામડાના બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું છે અને સાથે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી છે. હાલ શાળામાં બાળકોની 100 % હાજરી પણ થઈ ગઈ છે. હાલ શડલા ગામના બાળકો રવિવારે રજાના દિવસે પણ વાલીઓ પાસે શાળાએ જવાની જીદ કરે છે.

કેવી રીતે સફળતા મેળવી
સડલા પ્રાથમિક શાળા મદદનીશ શિક્ષક નવઘણભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનામાં રમતગમત સાથે બાળકોને શેરી શિક્ષણ થકી બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખ્યા અને હવે મારી કોઠાસૂઝથી ટીએલએમ બનાવી થર્મોકોલની સીટ પર મૂળાક્ષરો બનાવવાની સાથે બંગડી ચિત્ર બનાવી જે મૂળાક્ષર પર બંગડી આવે એ મૂળાક્ષર બોલવાની રીતથી શાળામાં પ્રથમ વખત આવેલા બાળકોને મૂળાક્ષર સમજી વાંચતા કરીને "રમતા શીખો,ભણતા શીખો" પ્રમાણે ટીએલએમથી પ્રજ્ઞાવર્ગોમાં સારી સફળતા મેળવી છે.

મૂળાક્ષર પર બંગડી આવે એ મૂળાક્ષર બોલવાની રીતથી શાળામાં પ્રથમ વખત આવેલા બાળકોને મૂળાક્ષર સમજી વાંચતા કર્યાં.
મૂળાક્ષર પર બંગડી આવે એ મૂળાક્ષર બોલવાની રીતથી શાળામાં પ્રથમ વખત આવેલા બાળકોને મૂળાક્ષર સમજી વાંચતા કર્યાં.

રમત સાથે શિક્ષણ આપવાથી મને મારા વર્ગનું સારૂ એવું પરિણામ મળ્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક દિવસ મારા મનમાં વિચાર આવ્યો કે, બાળકો ઝડપી મૂળાક્ષર કઈ રીતે શીખી શકે ? બાળકોને રમતોનો ખૂબ શોખ હોય છે. જેથી આપણે પ્રાચિન રમતો જેવી કે, આંધળો પાટો અને લંગડી જેવી રમત રમાડી મૂળાક્ષર શીખવ્યા. જ્યારે આંધળો પાટો રમતમાં એકમ પ્રમાણે કાર્ડ બનાવી બાળકોના ગળામાં લટકાવ્યા અને કોઈ એક બાળકની આંખે પાટો બાંધી તે બાળક બીજા બાળકોને પકડવા જાય. તેને પકડીને ગળામાં રહેલા કાર્ડને ઓળખી બતાવે અને મોટેથી બોલે "જ" અને બીજા બાળકો તે મૂળાક્ષર બોલશે. આ જ રીતે બીજા બાળકોને પાટો બાંધી રમત રમાડી મૂળાક્ષરની ઓળખ કરાવી. આમ, આ રમતથી બાળકો ઝડપી મૂળાક્ષર સમજી શક્યા. આમ, રમત સાથે શિક્ષણ આપવાથી મને મારા વર્ગનું સારૂ એવું પરિણામ મળ્યું.

શિક્ષકે રમત રમતા મૂળાક્ષર ઓળખવાની પદ્ધતિથી બાળકોને ભણવાનું ઘેલુ લગાડ્યું છે.
શિક્ષકે રમત રમતા મૂળાક્ષર ઓળખવાની પદ્ધતિથી બાળકોને ભણવાનું ઘેલુ લગાડ્યું છે.
અન્ય સમાચારો પણ છે...