ભાસ્કર એક્સક્લૂઝિવ:અહેમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસને હાઈકમાન્ડે પહેલીવાર છુટ્ટોદોર આપ્યો; કહ્યું- જે કરવું હોય એ કરો, પરિણામ લાવો

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • ચૂંટણીપ્રચાર દરમિયાન હરીફ પક્ષોનાં નામ લીધા વગર પ્રચાર કરવા સૂચના
  • રાજ્ય વિસ્તારમાં ખાલી પડેલાં વિવિધ પદો પર નિયુક્તિ કરો: કેન્દ્રીય મોવડીમંડળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ ભાજપ, કોંગ્રેસ તેમજ AAPની પ્રદેશ નેતાગીરીનાં દિલ્હીનાં ચક્કર વધવા લાગ્યાં છે. કોંગ્રેસ પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ ગત રોજ દિલ્હી ખાતે મોવડીમંડળ સાથે મુલાકાત કરી આવ્યું છે.

ગુજરાત ખાતેથી પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, મનીષ દોશી દિલ્હી ખાતે ગયા હતા. બીજી તરફ, દિલ્હી એઆઇસીસી ખાતે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. આ તમામ લોકોની એક બેઠક એઆઇસીસી જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ સાથે યોજાઈ હતી.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિનો ચિતાર રજૂ કરાયો
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી ટીમે કેન્દ્રીય મોવડીમંડળ સાથે કરેલી બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની હાલ શી સ્થિતિ છે એનો ચિતાર રજૂ કર્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે, કેવા પ્રકારની રણનીતિ ઘડવી અને કોંગ્રેસને સત્તા પર લાવવા કેવા પ્રયાસ કરવા એ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં શાસન માટે અમે કહીએ એમ કરો - પ્રદેશ નેતૃત્વ
ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી શાસન માટે વલખાં મારતી કોંગ્રેસ દરેક ચૂંટણી વખતે જીતવા માટે પ્રયાસો કરે છે, પરંતુ સત્તા હજુ સુધી ભાળી શકાઈ નથી, ત્યારે ગત રોજ યોજાયેલી બેઠકમાં પ્રાદેશિક નેતૃત્વએ કેન્દ્રીય મોવડીમંડળને સૂચન કર્યું છે કે ગુજરાતમાં જો શાસન મેળવવું હશે તો અમે જે ઈચ્છીએ છીએ એ પ્રમાણે ચાલશો તો સત્તા મેળવવાની તક વધી જશે.

ત્રુટિઓ દૂર કરો, અમારે પરિણામ જોઈએ - કેન્દ્રીય મોવડીમંડળ
દિલ્હી ખાતે યોજાયેલી એક દિવસીય બેઠકમાં કેન્દ્રીય મોવડીમંડળે પ્રાદેશિક નેતૃત્વનાં સૂચનો સાંભળ્યા બાદ આદેશ કર્યા કે વર્ષ 2017ની ચૂંટણીમાં રહેલી તમામ ત્રુટિઓને દૂર કરો. આ ઉપરાંત પ્રદેશ નેતૃત્વને તો એટલે સુધી કહી દેવાયું છે કે જે રીતે રણનીતિ ઘડવી હોય એમ ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે...