• Gujarati News
  • Dvb original
  • When He Came To Consciousness, Ammi Was Not Alive, There Was Not Even A Cloth On Her Body, There Were Sword Wounds On Her Chest; The Bodies Were Scattered

ભાસ્કર એક્સક્લૂસિવ:ભાનમાં આવ્યો તો અમ્મી જીવિત નહોતી, તેના તન પર કપડું પણ નહોતું, છાતી પર તલવારના ઘા હતા; મૃતદેહો વિખેરાયેલા હતા

16 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં ઉંમરકેદની સજા મેળવેલા 11 દોષિત 18 વર્ષ જેલમાં રહ્યા પછી છૂટી ગયા છે, પણ આ છુટકારાને કોર્ટમાં પડકારાયો છે. સુનાવણી સુપ્રીમ કોર્ટ કરે છે અને એ પણ કોન્સ્ટિટ્યૂશનલ બેન્ચ, એટલે સંવૈધાનિક પીઠ. બે દિવસની સુનાવણી પણ બાકી છે.

આ કેસનાં બે જ જીવિત પાત્ર છે. એક, બિલ્કિસ પોતે અને બીજું, ઘટના સમયે હાજર માત્ર 7 વર્ષની ઉંમરનો બાળક સદ્દામ. આ એ જ વ્યક્તિ છે જે બિલ્કિસ બાનો સિવાય આખી ઘટનાનો એકમાત્ર સાક્ષી હતો. બિલ્કિસની કહાની તો તમે વાંચી હશે પણ આજે સદ્દામની કહાની વાંચો...

'જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે અમ્મીની છાતી પર તલવારના ઘા હતા. તેના શરીર પર એકપણ કપડું નહોતું. મેં મોટેથી બૂમ પાડી, જાગો અમ્મી, ઊઠો અમ્મી, પરંતુ તે ઊઠી નહીં. તે મરી ગઈ હતી', સદ્દામ શેખ ધ્રૂજતા અવાજે કહે છે. સદ્દામ હવે 27 વર્ષનો થઈ ગયો છે, પરંતુ આ કહેતી વખતે માત્ર 6-7 વર્ષનું એ બાળક જ નજરે પડે છે, જેની સામે તેની અમ્મીની લાશ પડી છે.

આ સદ્દામના નાનપણનો ફોટો છે. આ ઉંમરે તેને રમખાણીઓ દ્વારા આચરવામાં આવેલી હેવાનિયત જોઈ હતી. સદ્દામ બિલ્કિસનો સંબંધી અને ઘટનાનો એકમાત્ર સાક્ષી છે.
આ સદ્દામના નાનપણનો ફોટો છે. આ ઉંમરે તેને રમખાણીઓ દ્વારા આચરવામાં આવેલી હેવાનિયત જોઈ હતી. સદ્દામ બિલ્કિસનો સંબંધી અને ઘટનાનો એકમાત્ર સાક્ષી છે.

27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે કોચમાં આગ લગાવી દેવાઈ, જેમાં 59 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. મૃતકોમાં 9 પુરુષ, 25 બાળક અને 25 મહિલાનો સમાવેશ થતો હતો. થોડા જ કલાકોમાં ગુજરાતના ઘણા ભાગોમાંથી હિંસા ફાટી નીકળવાના અહેવાલો આવવા લાગ્યા. એ રાત્રિના સમયે આ હિંસા ગોધરાથી લગભગ 50 કિમી દૂર દાહોદના રણધિકપુર ગામ સુધી પહોંચી ગઈ.

જે દિવસે ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવી એ દિવસે સાંજે હથિયાર લઈને આવેલી ભીડ રંધિકપુર ગામમાં આવી પહોંચી હતી. ગામના લોકો આ ભીડની સામે થઈ ગયા, તેથી તોફાનીઓએ પરત જવું પડ્યું. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.
જે દિવસે ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવી એ દિવસે સાંજે હથિયાર લઈને આવેલી ભીડ રંધિકપુર ગામમાં આવી પહોંચી હતી. ગામના લોકો આ ભીડની સામે થઈ ગયા, તેથી તોફાનીઓએ પરત જવું પડ્યું. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.

જ્યારે વૃદ્ધ કાકાએ તોફાનીઓને રોક્યા ત્યારે તેમણે લોખંડની પાઇપ વડે માર માર્યો
આટલું કહીને સદ્દામ શેખે તેના 4 વર્ષના બાળકને પોતાની નજીક ખેંચી લે છે. પછી વાત કરવાનું શરૂ કરે છે- '27 ફેબ્રુઆરી, 2002ની એ મોડી સાંજ હતી, અંધારું થઈ ગયું હતું અને હું મારા મિત્રો સાથે રમી રહ્યો હતો. અચાનક 4-5 મોટાં વાહનોમાં લોકો આવ્યા. તેઓ બૂમો પાડી રહ્યા હતા, મારી નાખો, બાળી નાખો, પરંતુ વસાહતનાં યુવાનો, મહિલાઓ, વડીલો દીવાલ બનીને ઊભાં હતાં. તેમને પાછા ફરવું પડ્યું.

બીજા દિવસે, 28 ફેબ્રુઆરી, ગુરુવારે સવારે, હુમલાના ડરથી અમે અલગ અલગ સમૂહ બનાવીને ગામ છોડી દીધું. હું અને મારી માતા જે ટોળામાં હતા, એમાં બિલ્કિસ પણ હતી. ઉતાવળમાં અમારી સાથે કોઈ સામાન પણ નહોતો લીધો.

વસતિના લોકોને લાગતું હતું કે હવે ગામમાં રહેવું સુરક્ષિત નથી. તેથી 28 ફેબ્રુઆરીની સવારે તેઓ અલગ-અલગ ટોળીઓમાં ગામમાંથી નીકળી ગયા. આ ટોળીઓમાંથી એક ટોળીમાં સદ્દામ અને બિલ્કિસ હતા. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.
વસતિના લોકોને લાગતું હતું કે હવે ગામમાં રહેવું સુરક્ષિત નથી. તેથી 28 ફેબ્રુઆરીની સવારે તેઓ અલગ-અલગ ટોળીઓમાં ગામમાંથી નીકળી ગયા. આ ટોળીઓમાંથી એક ટોળીમાં સદ્દામ અને બિલ્કિસ હતા. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.

અમે 3 દિવસ સુધી કેસર બાગનાં જંગલોમાં લગભગ 40 કિલોમીટર ચાલી ચૂક્યાં હતાં. તે 3 માર્ચ, 2002નો રવિવારનો દિવસ હતો, જ્યારે અમે કેટલાક લોકોને અમારી તરફ આવતા જોયા. તેના હાથમાં તલવાર, દાતરડાં, કુહાડી અને લોખંડની પાઈપો હતી. તે આવ્યા અને મારવા લાગ્યા-કાપવા લાગ્યા. ત્યાં એક વૃદ્ધ કાકા હતા, તેમણે અમને જવા દેવા હાથ જોડી દીધા. બધા આજીજી કરવા લાગ્યા, પરંતુ તેમણે કાકાના માથા પર પાઇપ ફટકારી. તેઓ ત્યાં જ ઢળી પડ્યા.

એક જ દિવસની બાળકીને ખીણમાં ફેંકી દીધી
સદ્દામ આ ઘટનાનું વર્ણન કરતાં કરતાં વારંવાર રોકાઈ જતો હતો. ફરી પોતાની જાતને સંભાળીને, આગળ કહેવાનું શરૂ કરે છે - 'હુલ્લડખોરોએ બધાને મારવાનું શરૂ કર્યું. નાસભાગ મચી ગઈ હતી. મારી અમ્મીએ મારો હાથ પકડી લીધો અને બીજી તરફ દોડવા લાગી. ત્યારે કોઈએ મને મારી અમ્મી પાસેથી ખેંચીને ખાડામાં ફેંકી દીધો. અમારી સાથે શમીમ પણ હતી. જેણે એક દિવસ પહેલાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. એ લોકોએ શમીમની બાળકીને મારી નજર સામે ખીણમાં ફેંકી દીધી. મારા પર પથ્થર મૂકી દીધો. એ પછી હું બેભાન થઈ ગયો.

3 માર્ચે તોફાનીઓની ભીડે બિલ્કિસને ઘેરી લીધી. હાથમાં હથિયાર લઈને આ ભીડે મારવાનું-કાપવાનું શરૂ કરી દીધું. મહિલાઓ સાથે ગેંગરેપ કર્યો. બાળકોની હત્યા કરી. સદ્દામ પર પણ હુમલો થયો, પરંતુ તે બચી ગયો. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.
3 માર્ચે તોફાનીઓની ભીડે બિલ્કિસને ઘેરી લીધી. હાથમાં હથિયાર લઈને આ ભીડે મારવાનું-કાપવાનું શરૂ કરી દીધું. મહિલાઓ સાથે ગેંગરેપ કર્યો. બાળકોની હત્યા કરી. સદ્દામ પર પણ હુમલો થયો, પરંતુ તે બચી ગયો. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.

જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારા કાનમાં અવાજ આવ્યો. પાણી પાણી. તે મારા કાકાનો દીકરો હતો. મારાથી નાનો હતો. કદાચ 5 વર્ષનો હશે. હું તેના માટે પાણી લેવા નદી પાસે ગયો. જ્યાં ઘટના ઘટી ત્યાં બાજુમાં એક નદી હતી. હું પાણી લાવ્યો ત્યાં સુધીમાં તે મરી ગયો હતો.'

અમ્મીની લાશ જમીન પર હતી, શરીરે કોઈ કપડું નહોતું
સદ્દામનો અવાજ ફરી સૂકાવા લાગ્યો, મેં કેમેરો બંધ કરી દીધો. તેમને શાંત્વના આપી અને થોડીવાર પછી ફરી વાત શરૂ કરી. તેણે બોલવાનું શરૂ કર્યું, પછી હું અમ્મી પાસે ગયો. અમ્મી જમીન પર પડી હતી. મેં તેમને હલાવી. મેં કહ્યું - અમ્મી ઊઠો - અમ્મી ઊઠો, પણ ઊ ઉઠી નહીં. તેના શરીર પર એક કપડું પણ નહોતું. ત્યાં બધા મૃતદેહો પડ્યા હતા.

જ્યારે અમે ગામ છોડ્યું ત્યારે બિલ્કિસ પણ અમારી સાથે હતી, પરંતુ ભાનમાં આવ્યા પછી મેં તેને જોઈ નહીં. ચારેબાજુ મૃતદેહો વિખરાયેલા હતા. હું ત્યાં જ બેસી ગયો. થોડીવાર પછી ગામના કેટલાક લોકો આવ્યા, પછી પોલીસવાળા આવ્યા અને મને લઈ ગયા. અમ્મી ત્યાં જ પડી રહી. હું તેમને છોડીને ચાલ્યો ગયો, જવું પડ્યું.

બિલ્કિસ, અમ્મી સહિત 6 મહિલા પર ગેંગરેપ થયો
સદ્દામ કહે છે - તે જગ્યાએ 6 મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો, બિલ્કિસ, મારી અમ્મી અમીના ઉપરાંત 4 અન્ય મહિલા પણ હતી. બિલ્કિસ અને મારા સિવાય બધાને મારી નાખવામાં આવ્યા. દાહોદ કેમ્પમાં મારી સારવાર કરવામાં આવી. એ પછી હું મારા ભાઈઓ સાથે કેમ્પમાં રહેવા લાગ્યો. મારો ભાઈ રણધિકપુરનથી અલગ ટોળામાં નીકળ્યો હતો એટલે તે બચી ગયો.

સદ્દામને પોલીસવાળાઓએ દાહોદ રિલીફ કેમ્પમાં મૂકી દીધો. ઘર-પરિવાર ખતમ થઈ ગયું હતું, તેથી સદ્દામ ભાઈઓની સાથે કેમ્પમાં રહેવા લાગ્યો. ત્યાંથી તેના મામા મુખ્તાર તેને સાથે લઈ ગયા. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.
સદ્દામને પોલીસવાળાઓએ દાહોદ રિલીફ કેમ્પમાં મૂકી દીધો. ઘર-પરિવાર ખતમ થઈ ગયું હતું, તેથી સદ્દામ ભાઈઓની સાથે કેમ્પમાં રહેવા લાગ્યો. ત્યાંથી તેના મામા મુખ્તાર તેને સાથે લઈ ગયા. ઈલસ્ટ્રેશનઃ ગૌતમ ચક્રવર્તી.

એક દિવસ મુખ્તાર મામા ત્યાં આવ્યા. તેણે મને શિયાળામાં બહાર બેઠેલો જોયો. મેં કપડાં ઓછા પહેર્યા હતા. ત્યાંથી તેઓ મને તેમની સાથે લઈ ગયા. હું તેમની સાથે રહેવા લાગ્યો. અમદાવાદના રહેવાસી મુખ્તાર મોહમ્મદ બિલ્કિસ માટેની લડાઈમાં દરેક પગલે તેની સાથે રહ્યા. બિલ્કિસ મુખ્તારના મામાના ઘરે કેટલાક મહિનાઓ સુધી રહી. તેણે મને પણ પોતાની સાથે રાખ્યો.

બિલ્કિસની જેમ સદ્દામે પણ બધું ગુમાવ્યું, કોઈએ તેની નોંધ લીધી નહીં
બિલ્કિસે લાંબી લડાઈ લડી. રમખાણોમાં તેણે તેનાં બે બાળકો ગુમાવ્યાં. એક પેટમાં હતું, તો બીજી બાળકી સાડાત્રણ વર્ષની હતી. અબ્બુ, અમ્મી, બે બહેનો, બે ભાઈઓ. પરિવારના અન્ય સભ્યો પણ ભોગ બન્યાં હતાં. સદ્દામની અમ્મી અમીના સંબંધમાં બિલ્કિસની બહેન હતી.

સરકારે બિલ્કિસને ઘર, નોકરી અને 50 લાખ આપવાની જાહેરાત કરી હતી. ઘર અને નોકરી તો હજુ મળ્યાં નથી, પણ પૈસા મળ્યા છે. ગોધરાના રમખાણ પીડિતોને વળતર મળ્યું, પરંતુ સદ્દામને કંઈ મળ્યું નહીં. અરજી કરી, પણ કાંઈ વળ્યું નહીં.

આ મુખ્તાર મોહમ્મદ છે. અમદાવાદમાં રહેતા મુખ્તાર શરૂઆતથી બિલ્કિસની મદદ કરતા આવ્યા છે. તેમણે સદ્દામને પણ આશરો આપ્યો. સદ્દામ હાલ પણ તેમની સાથે જ બિઝનેસ કરે છે.
આ મુખ્તાર મોહમ્મદ છે. અમદાવાદમાં રહેતા મુખ્તાર શરૂઆતથી બિલ્કિસની મદદ કરતા આવ્યા છે. તેમણે સદ્દામને પણ આશરો આપ્યો. સદ્દામ હાલ પણ તેમની સાથે જ બિઝનેસ કરે છે.

મુખ્તાર મોહમ્મદ કહે છે, 'સદ્દામે પણ રમખાણોમાં તેની અમ્મી ગુમાવી હતી. જ્યારે સદ્દામના ભાઈઓએ તેને સાથ ન આપ્યો ત્યારે હું તેને સાથે લઈ આવ્યો. બિલ્કિસના કેસમાં સદ્દામ સાક્ષી બન્યો ત્યારે તેના પર જોખમ જોઈને મેં તેને અમદાવાદમાં મારી અમ્મી પાસે મોકલી દીધો. તેને ભણાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ સદ્દામ આઘાતમાં હતો.

સદ્દામના લગ્ન થઈ ગયા છે અને તેમનો 4 વર્ષનો પુત્ર છે. સદ્દામે અમને ફોટો તો લેવા દીધો, પરંતુ પત્નીનો ફોટો લેતા અટકાવ્યા હતા.
સદ્દામના લગ્ન થઈ ગયા છે અને તેમનો 4 વર્ષનો પુત્ર છે. સદ્દામે અમને ફોટો તો લેવા દીધો, પરંતુ પત્નીનો ફોટો લેતા અટકાવ્યા હતા.

ઘણા પ્રયત્નો પછી પણ હું તે બાળકને ભણાવી શક્યો નહીં. તેની મનની સ્થિતિ એવી ન હતી. તે મૌન અને સ્તબ્ધ હતો. તેણે આવું ભયંકર દૃશ્ય જોયું હતું, જેને જોઈને ભલભલાનાં દિલ હચમચી જાય, ત્યારે તે 6-7 વર્ષનું નાનું બાળક હતું.

મૃત્યુ-હુમલાનો ભય છતાં ડરીને સદ્દામે પણ કોર્ટના ચક્કર લગાવ્યા. તે અડગ હતો. કદાચ કોઈને એ નાનકડા બાળકની પરવાહ નહોતી, જેણે તેની અમ્મીની લાશને જમીન પર પડેલી જોઈ હતી.

અમ્મીની યાદ સિવાય કોઈ નિશાની નથી, ફોટો પણ નથી
ઉદાસ આંખો સાથે સદ્દામ કહે છે- 'મેં મારી અમ્મી સાથે ગામ છોડી દીધું. હુમલાનો ડર હતો, અમે ખાલી હાથે નીકળ્યા હતા. મારી પાસે મારી માતાની કોઈ નિશાની પણ નથી. ફોટો પણ નહીં.’ જ્યારે મુખ્તારે જોયું કે સદ્દામની કોઈ કાળજી નથી લઈ રહ્યું, ત્યારે તે તેને પણ પોતાની સાથે કામ કરવા લઈ ગયો. સદ્દામ હવે મુખ્તાર સાથે મળીને ફૂટવેરનો બિઝનેસ કરે છે.

સદ્દામ પરિણીત છે. તેને 4 વર્ષનું બાળક છે. તેની પત્ની કહે છે, “અમે છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ ઘર બદલ્યાં છે. જો તેની પાસે પોતાનું ઘર હોત તો તે કાયમ માટે રહી શક્યો હોત. ગામમાં પાછા ફરવું શક્ય નથી. વાતાવરણ સારું નથી અને સદ્દામ માટે હંમેશાં ખતરો રહે છે. કોણ જાણે કેમ પણ સરકાર કે કોઈએ પણ આજ સુધી સદ્દામની નોંધ નથી લીધી?

પત્ની મૌન થઈ જાય છે, ત્યારે જ સદ્દામ કહે છે - 'તેની (પત્નીની) તસવીર ન લો, તેનું નામ ક્યાંય આવવું જોઈએ નહીં. બની શકે તો તેમનો ઉલ્લેખ ન કરવો. આ પછી રૂમમાં લાંબા સમય સુધી સન્નાટો છવાઈ ગયો.

(આ સિરીઝની હવે પછીના એપિસોડમાં વાંચો, એ દિવસે બિલ્કિસ સાથે શું થયું હતું. જંગલોમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ કે જ્યાં 6 મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો અને 13 લોકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અને ડૉક્ટરોએ ગેંગ રેપને સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો.) ભાસ્કર દોષિતોના ઘરે પણ ગયું, ત્યાં શું થયું, વાંચો ત્રીજા એપિસોડમાં...)

અન્ય સમાચારો પણ છે...