• Gujarati News
  • Dvb original
  • Gujarat based Pharma Company Cadila Will Set Up A New Plant In Rajasthan; Will Expand To Ankleshwar And Dahej

એક્સપાન્શન:ગુજરાતની ફાર્મા કંપની કેડિલા રાજસ્થાનમાં નવો પ્લાન્ટ બનાવશે; અંકલેશ્વર અને દહેજમાં વિસ્તરણ કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ત્રણ પ્રોજેક્ટ્સ માટે કંપની અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે
  • કેડિલાએ દેશની પહેલી ત્રણ ડોઝની હડકવા વિરોધી રસી લોન્ચ કરી

ભારતની સૌથી મોટી પ્રાઈવેટલી હેલ્ડ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાણી એક ગુજરાતની કેડિલા કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ રાજસ્થાનના ઉદયપુર ખાતે ઇન્જેકટેબલ મેડિસિનનો એક પ્લાન્ટ બનાવી રહી છે. કંપની ઓફિશિયલ્સના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ કંપની દહેજ અને અંકલેશ્વરમાં પ્લાન્ટ બનાવી રહી છે. આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાની સંભાવના છે.

અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે
કેડિલા ફાર્માના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિનોદ જૈને જણાવ્યું કે, દહેજમાં API પ્લાન્ટ હશે જ્યારે અંકલેશ્વરના હાલના પ્લાન્ટમાં એક્સપાન્શન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના ઉદયપૂરમાં જમીન સંપાદનનું કામ થઈ ગયું છે અને પ્લાન્ટ સેટઅપનું કામ ચાલુ છે. આ તમામ પ્રોજેક્ટને લઈને કંપની આવતા બે વર્ષ દરમિયાન અંદાજે રૂ. 450-500 કરોડનું રોકાણ કરશે.

ત્રણ ડોઝની હડકવા વિરોધી રસી વિકસાવી
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ ડોમેસ્ટીક બિઝનેસ સુરેશ ગુપ્તાએ કહ્યું કે અમે હડકવા માટે એક નવતર પ્રકારની ત્રણ ડોઝની રિકોમ્બિટન્ટ નેનો પાર્ટિકલ આધારિત રેબીસ-જી પ્રોટીન વેક્સિન ThRabis® વિકસાવી છે. હડકવાની અન્ય રસીઓની તુલનામાં આ ત્રણ ડોઝની વેક્સિન છે અને આ ત્રણ ડોઝ અઠવાડિયાની અંદર જ આપવાના રહે છે. હાલમાં પાંચ ડોઝની રસી ઉપલબ્ધ છે. અમારી આ રસી 15 વર્ષથી વધુ ઉમરના તમામ લોકો માટે વાપરી શકાશે. આ ત્રણ ડોઝની વેક્સિનનો ભાવ રૂ. 2000 રાખવામાં આવ્યો છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ત્રણ ડોઝની રિકોમ્બિટન્ટ નેનો પાર્ટિકલ આધારિત રેબીસ-જી પ્રોટીન વેક્સિન.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ત્રણ ડોઝની રિકોમ્બિટન્ટ નેનો પાર્ટિકલ આધારિત રેબીસ-જી પ્રોટીન વેક્સિન.

રેબીસ-જી સંપૂર્ણ સ્વદેશી વેક્સિન છે
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદીએ જણાવ્યું કે ત્રણ ડોઝની નવી રસીના કારણે ઘણાં જીવ બચાવી શકાશે. આ ઉપરાંત રેબીસ જેવા અટકાવી શકાય તેવા રોગ નિવારી શકાશે. સાદી અને ખૂબ જ સુગમ વ્યવસ્થા દ્વારા વિશ્વમાંથી રેબીસ ખતમ કરવાની અમારી વૈશ્વિક લડતમાં આ રસી ગેમચેન્જર બની શકે તેમ છે. પોસાય તેવા ઈનોવેશનની અમારી મજલ ચાલુ રાખીને અમે સમાજના છેલ્લા માણસ સુધી ઔષધો પહોંચાડીશું. ThRabis® – અમારા સ્વદેશી ઈનોવેશનના પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો છે.

અન્ય સમાચારો પણ છે...