તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકરી બોર્ડરથી રિપોર્ટ:ખેડૂત કહે છે- હાલ તો અમે માત્ર તંબૂ લગાવ્યા છે, કાયદો પાછો નહીં લો તો હાઈ વે પર પાકા મકાન પણ બનાવી લેશું

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક
ત્રણ નવા કાયદા વિરુદ્ધ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે - Divya Bhaskar
ત્રણ નવા કાયદા વિરુદ્ધ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે
  • ધીમે ધીમે હવે ટિકરી બોર્ડર પર પણ ખેડૂતોની સંખ્યા લગભગ એટલી જ થઈ ગઈ છે જેટલી સિંધુ બોર્ડર પર છે
  • અહીંથી છાપા નીકળી રહ્યાં છે, લાઈબ્રેરી ખુલી ગઈ છે, થિયેટર ચાલું થઈ ગયા છે, ખેડૂત મોલ બની ચૂક્યાં છે

ખેડૂત આંદોલનનો ગઢ બની ચૂકેલી ટિકરી બોર્ડર દિલ્હીના સૌથી પશ્વિમ ભાગ પર છે. ગ્રીન લાઈન પર દોડનારી દિલ્હી મેટ્રો આ ટિકરી બોર્ડરને પાર કરીને હરિયાણાના બહાદૂર ગઢમાં દાખલ થાય છે. આ મેટ્રો તો આ જે પણ પોતાની ગતિથી દિલ્હી અને હરિયાણા વચ્ચે દોડી રહી છે, પણ આ મેટ્રો લાઈનના ઠીક નીચે ધમધમતો મુખ્ય રોહતક રોડ છેલ્લા એક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોનો અસ્થાયી ડેરો બની ગયો છે.

આ રસ્તા પર ધમધમતો ટ્રાફિક 26 નવેમ્બરથી બંધ છે. દિલ્હીથી હરિયાણા જવા માટે અમુક વૈકલ્પિક રસ્તા ખુલ્લા છે. જેની માહિતી દિલ્હી ટ્રાફિક પોલીસ સમય સમયે જાહેર કરે છે. દિલ્હી-રોહતક રોડ પુરી રીતે ખેડૂતોના કબજામાં છે અને દરરોજ તેમની સંખ્યા વધતી જઈ રહી છે.

આ રસ્તા પર ઠેર ઠેર મેટ્રોના પિલર હવે આંદોલન કરી રહેલા ખેડૂતોનું અસ્થાયી સરનામું બની ગયા છે. જો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા લંગર વિશે પૂછવામાં આવે તો ગમે તે જણાવી દેશે કે તે પિલર-788 પાસે છે.એવી જ રીતે અહીંથી નીકળતા છાપા ‘ટ્રોલી ટાઈમ્સ’વિશે પૂછવા પર કોઈ પણ આંદોલનકાર જણાવી દેશે કે ટ્રોલી ટાઈમ્સની ઓફિસ પિલર નંબર -783 પાસે છે.

ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાન સામેલ છે. તે બેનર-પોસ્ટરના માધ્યમથી આંદોલનને મજબૂત કરી રહ્યાં છે.
ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાન સામેલ છે. તે બેનર-પોસ્ટરના માધ્યમથી આંદોલનને મજબૂત કરી રહ્યાં છે.

ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલન એટલું મજબૂત થઈ ગયું છે કે અહીં માત્ર છાપુ જ નહીં પણ લાઈબ્રેરી પણ શરૂ થઈ ગઈ છે. ટ્રોલી થિયેટરના નામે એક થિયેટર પણ ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂત મોલ બની ચૂક્યાં છે, જ્યાં જરૂરિયાતની તમામ વસ્તુઓ ખેડૂતો માટે ફ્રી છે. વોશિંગ મશીન છે. વૃદ્ધ ખેડૂતો માટે હીટર અને ફુટ મસાજર પણ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોનું અસ્થાયી સરનામું હવે કોઈ ગામ જેવું લાગી રહ્યું છે.

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું શરૂઆતમાં સૌથી મોટું કેન્દ્ર દિલ્હીના ઉત્તર ભાગમાં આવેલી સિંધુ બોર્ડર જ હતી. એ વખતે ટિકરી બોર્ડરની સરખામણીએ સિંધુ બોર્ડર પર ઘણા વધુ ખેડૂતો ભેગા થયા હતા. ધીમે ધીમે હવે ટિકરી બોર્ડર પર પણ ખેડૂતોની સંખ્યા લગભગ એટલી જ થઈ ચૂકી છે, જેટલી સિંધુ બોર્ડર પર છે.

આ આંદોલનમાં પહેલા દિવસથી સામેલ હરિયાણાના ખેડૂત મીત માનનું કહેવું છે કે સિંધુ બોર્ડર પર પહેલા દિવસથી જ ખેડૂતોની સંખ્યા એટલા માટે વધુ હતી, કારણ કે પંજાબથી આવેલા ખેડૂતોના જૂથ જીટી રોડ થઈને પહોંચી રહ્યાં હતા. સિંધુ બોર્ડર એ જ રોડ પર હતી એટલા માટે ત્યાં એક સાથે હજારો ખેડૂત પહોંચી ચૂક્યાં હતા. ટિકરીમાં ખેડૂત ધીમે ધીમે અને અલગ અલગ ગ્રુપમાં વધુ પહોંચ્યા છે. એટલા માટે આ આંદોલનને મોટું થતા વધુ સમય લાગ્યો.

ટીકરી બોર્ડર પર હવે ન માત્ર છાપા બનવા લાગ્યા છે પણ શહીદ ભગત સિંહના નામે એક પુસ્તકાલય પણ ખુલી ગઈ છે.
ટીકરી બોર્ડર પર હવે ન માત્ર છાપા બનવા લાગ્યા છે પણ શહીદ ભગત સિંહના નામે એક પુસ્તકાલય પણ ખુલી ગઈ છે.

મીત માનનો એવો પણ દાવો છે કે આજે ટિકરી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા હજારોમાં થઈ ગઈ છે. મીત માનનો આ દાવ ખોટો પણ નથી. ટિકરી બોર્ડરથી દિલ્હી-રોહતક રોડ પર ખેડૂતોનો જમાવડો લગભગ 20 કિમી લાંબો થઈ ચૂક્યો છે. ટિકરીથી માંડી સાપલા રોહદ ટોલ પ્લાઝા સુધી, ખેડૂતોની ટ્રેક્ટર-ટ્રોલી ઊભી જોવા મળે છે.

ટિકરી બોર્ડર પર આંદોલન ધીમે ધીમે વધવાનું એક કારણ એ પણ છે કે અહીં હરિયાણાથી આવેલા એ ખેડૂતોની સંખ્યા વધુ છે જે આંદોલનમાં એક સાથે ન આવ્યા પણ અલગ અલગ સમયે આવ્યા હતા. હરિયાણાના ઝજ્જર, રોહતક, જીંદ, કૈથલ, ફતેહાબાદ, હિસાર, સિરસા, ભિવાની, અને ચરખી દાદરી જેવા જિલ્લામાં તમામ ખેડૂતો માટે સિંધુની તુલનામાં ટિકરી બોર્ડર વધુ નજીક છે. એટલે તે અહીં જ ભેગા થઈ રહ્યાં છે.

સંખ્યાની વાત કરવામાં આવે તો આજે ટિકરી બોર્ડર પર લગભગ એટલા જ ખેડૂત ભેગા થઈ ચૂક્યાં છે, જેટલા કે સિંધુ બોર્ડર પર.ટિકરીની સરખામણીએ સિંધુ બોર્ડર પર વ્યવસ્થાઓ વધુ છે. તેમનું મેનેજમેન્ટ પણ યોગ્ય રીતે થઈ રહ્યું છે. જેથી રાત્રે આખા વિસ્તારની સિક્યોરિટીથી માંડી રસ્તાની સફાઈ સુધીને જે વ્યવસ્થા સિંધુ બોર્ડર પર જોવા મળે છે તેવી ટિકરી બોર્ડર પર નથી.

આંદોલનમાં સામેલ થયેલા વૃદ્ધ માટે જરૂરિયાતની ચીજ વસ્તુ અહીં ઉપલબ્ધ છે. તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આંદોલનમાં સામેલ થયેલા વૃદ્ધ માટે જરૂરિયાતની ચીજ વસ્તુ અહીં ઉપલબ્ધ છે. તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનથી આવેલા ખેડૂત ગૌરવ સિંહ કહે છે કે, ટિકરી બોર્ડરની અવ્યવસ્થાઓમાં દિલ્હી સરકારની પણ મહત્વની ભૂમિકા છે. અરવિંદ કેજરીવાલ ભલે ખેડૂતો સાથે હોવાની વાત કહી રહ્યાં છે પણ તેમની તરફથી કોઈ મદદ કરવામાં આવતી નથી. માત્ર બે મોબાઈલ ટોયલેટ દિલ્હી સરકારે અહીં લગાવડાવ્યા છે. અહીં સફાઈ પણ નથી થઈ રહી. હરિયાણાની નગર પાલિકાઓ યોગ્ય રીતે કામ કરી રહી છે. અહીં રસ્તાની એક બાડપ દિલ્હી છે અને બીજી બાજું હરિયાણા છે. હરિયાણાના વિસ્તારમાં નગર નિગમના લોકો દિવસ-રાત સફાઈ માટે હાજર રહે છે.

ગૌરવ કહે છે કે આ અવ્યવસ્થાઓ પણ ધીમે ધીમે દૂર થઈ રહી છે અને ખેડૂત જ બધુ વ્યવસ્થિત કરી રહ્યાં છે. ભયાનક ઠંડીમાં ગમે તેમ કરીને પોતાની લડાઈને ચાલું રાખવા માટે તે બધુ કરી રહ્યાં છે. તે આ સંકલ્પ લઈને આવ્યા છે કે કાયદો પાછો લેવડાવ્યાં પહેલા કોઈ પણ સ્થિતિમાં ઘરે પાછા નહીં જઈએ ભલે ગમે તેટલો સમય લાગી જાય. હાલ તો ખેડૂતોએ હાઈવે પર માત્ર તંબૂ લગાવ્યા છે, જો સરકાર કાયદા પાછા નહીં લે તો ખેડૂત અહીં પાકા મકાન પણ બનાવી દેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો