તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • 2500 Year Old Greek Alphabet Used From Maths And Science To Army; Learn What It Means To Be In A Different Place

આલ્ફા, બીટા, ગામા બન્યા કોરોના વેરિયન્ટ:2500 વર્ષ જૂના ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ મેથ્સ અને સાયન્સથી લઈને આર્મી સુધી; જાણો અલગ-અલગ જગ્યાએ શું છે એના અર્થ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલિટરી આલ્ફાબેટને ઇન્ટરનેશનલ રેડિયોટેલિફોની આલ્ફાબેટ પણ કહેવામાં આવે છે, જેને ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશને તૈયાર કર્યું છે

કોરોનાવાયરસની શરૂઆતના કેસ ચીનના વુહાનમાં મળ્યા હતા. આ કારણે એને ઘણા લોકો ચીની વાયરસ કહેવા લાગ્યા. આ અંગે ચીને વાંધો વ્યક્ત કર્યો છે. આ જ રીતે સાઉથ આફ્રિકા, બ્રિટન, બ્રાઝિલ અને ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ મળ્યા તો એનું નામકરણ એ દેશો પરથી કરવાનું શરૂ થયું. ઈન્ડિયન વેરિયન્ટ તરીકે ઓળખવાની શરૂઆત થતાં ભારતે વાંધો વ્યક્ત કર્યો. એ પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વેરિયન્ટના નામકરણ માટે નવી સિસ્ટમની જાહેરાત કરી.

WHOએ કહ્યું- યુકે વેરિયન્ટ(B.1.1.7)ને આલ્ફા, સાઉથ આફ્રિકાના વેરિયન્ટને (B.1.351) બીટા, બ્રાઝિલ વેરિયન્ટ(P.1)ને ગામા અને ભારતના વેરિયન્ટ(B.1.617.2)ને ડેલ્ટાના નામથી ઓળખવામાં આવે. આ રીતે જેમ-જેમ વેરિયન્ટ મળતા જશે એના માટે અન્ય ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરવામાં આવશે.

આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા...આ નામ તમે પણ પહેલા ઘણી જગ્યાએ સાંભળ્યાં હશે. ગણિતની ફોર્મ્યુલાથી લઈને ફિલ્મોમાં મિશન પર ગયેલા કોઈ આર્મી અધિકારીની વાતચીત સુધીમાં. અંતે વારંવાર આ જ આલ્ફાબેટનો ઉપયોગ શા માટે થાય છે? કેટલા હોય છે ગ્રીક આલ્ફાબેટ? આ આલ્ફાબેટને કોઈ અન્ય અક્ષરથી રિપ્લેસ કરવામાં આવે તો શું સમસ્યા થશે? અમે આ સવાલોના જવાબ આપી રહ્યા છે...

ગ્રીક આલ્ફાબેટમાં 24 અક્ષર
ગ્રીક આલ્ફાબેટમાં કુલ 24 અક્ષર છે. એનાં નામ છે- આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન, જેટા, એટા, થેટા, ઈઓટા, કપ્પા, લમ્બડા, મ્યૂ, ન્યૂ, જી, ઓમીક્રોન, પાઈ, રો, સિગ્મા, તાઉ, ઉપસિલોન, ફી, કી, સાઈ, ઓમેગા. લગભગ 1000 ઈસપૂર્વે ગ્રીકવાસીઓએ આ અલ્ફાબેટને તૈયાર કર્યા હતા. આ ગ્રીક આલ્ફાબેટથી આજના મોટા ભાગના યુરોપીય આલ્ફાબેટ બન્યા છે.

ગણિત અને વિજ્ઞાનમાં ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ
પ્રાચીન યુનાન કે ગ્રીસને પશ્ચિમી સભ્યતાના ગુરુ કહેવામાં આવે છે. ઈતિહાસ, ધર્મ, દર્શન, ગણિત, મેડિસિન અને વિજ્ઞાનના અભ્યાસના તાર ગ્રીસ સાથે જોડાયેલા દેખાય છે. પાઈથાગોરસ, સુકરાત, અરસ્તૂ, પ્લેટો જેવા ગણિતજ્ઞ અને દર્શનિક પણ ગ્રીસના રહેનારા હતા. આ કારણે ગણિત અને વિજ્ઞાનમાં ગ્રીક આલ્ફાબેટનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે.

ત્રિકોણ, ગ્રાફ, પ્લાઝ્મા ફિઝિક્સ, બ્રેન વેવ, એરોપ્લેનનો એન્ગલ, રેડિએક્ટિ કિરણ, થર્મોડાયનેમિક્સમાં હીટ કેપિસિટી રેશિયો, પર્સન્ટેજ એરર, મિકેનિક્સ, કેમિસ્ટ્રી, જિયોમેટ્રી, પાઈથાગોરસ, બીટા, ગામા, ડેલ્ટાનો ઉપયોગ થાય છે. આલ્ફા, બીટા, ગામા, પાઈ વગેરે પોતાની આકૃતિમાં અલગ છે અને તેનો અર્થ નિર્ધારિત છે, આ કારણે Sનો હાલના આલ્ફાબેટ સાથે મેળ ખાતો નથી. આ કારણે આજે પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.

આર્મી કોડવર્ડમાં આલ્ફા અને ડેલ્ટાનો ઉપયોગ
મિલિટરીએ ઘણી વખત કઠિન મિશનમાં જવાનું હોય છે. આવા સંજોગોમાં વાત કરવામાં કોઈ અડચણ ન આવે એના માટે તેમના પોતાના 26 કોડવર્ડના આલ્ફાબેટ હોય છે. આ મિલિટરી આલ્ફાબેટને ઈન્ટરનેશનલ રેડિયોટેલિફોની આલ્ફાબેટ પણ કહેવામાં આવે છે, જેને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશને તૈયાર કર્યું છે. આનાથી ફોન પર વાત કરવામાં કોઈ ઉચ્ચરણની સમસ્યા થતી નથી. જો ફોન પર કહેવાનું થયું કે અમે DMG પહાડી પર કબજો કર્યો છે તો મિલિટરી ફોનેટિક આલ્ફાબેટમાં કહેશે- અમે ડેલ્ટા-માઈક-ગોલ્ફ પહાડી પર કબજો કર્યો છે. મિલિટરી આલ્ફાબેટનાં કેટલાંક નામ છે- આલ્ફા, બ્રાવો, ચાર્લી, ડેલ્ટા વગેરે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં પણ આલ્ફાનો ઉપયોગ
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં આલ્ફાનો મોટા ભાગે ઉલ્લેખ કરવામાં આવે છે. આ એક રીતનો માપદંડ છે. એના પરથી ખ્યાલ આવે છે કે તમને પોતાની સ્કીમમાંથી કેવું રિટર્ન મળી રહ્યું છે. એના પરથી રોકાણના ફાયદા કે નુકસાન થવાનો ખ્યાલ આવે છે. 1.0 આલ્ફાનો અર્થ છે કે ફન્ડે પોતાના બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં 1 ટકાનો સુધારો કરી લીધો છે. આ રીતે -1.0નો અર્થ છે કે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં ફન્ડના પ્રદર્શનમાં એક ટકાનો ઘટાડો આવ્યો છે. રોકાણકારો માટે આલ્ફા જેટલા વધુ હોય એટલું સારું રહે છે.

લાંબી મથામણ પછી નક્કી થયા કોરોના વેરિયન્ટ્સનાં નામ
કોરોના વેરિયન્ટ્સનાં નામકરણની આ સિસ્ટમ પર નિર્ણય ઘણા મહિનાઓની ચર્ચા પછી લેવામાં આવ્યો છે. એક્સપર્ટ પેનલમાં સામેલ બેક્ટોરિયોલોજિસ્ટ માર્ક પેલનના જણાવ્યા મુજબ, ડિસ્કશનમાં ગ્રીક દેવતાઓનાં નામ પર ચર્ચા થઈ. અંતે ગ્રીક આલ્ફાબેટ પર વેરિયન્ટનું નામ રાખવા પર મોહર લાગી. WHOનું કહેવું છે કે આ નામકરણની સાયન્ટિફિક નામ પર કોઈ અસર પડશે નહિ. જો અધિકારિક રીતે કોરોનાના 24થી વધુ વેરિયન્ટ્સ મળી જાય છે, તો ગ્રીક અક્ષર નવાં નામ માટે ઓછા પડશે. WHOના કોવિડ-19ના ટેક્નિકલ પ્રમુખ મારિયા વેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આવી સ્થિતિમાં નામકરણના નવા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...