તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Grandma Made A Handmade Frock For Granddaughter; If The Friends Liked It, The Mother Started The Business, The Turnover Reached Rs 2 Crore In Three Years

આજના પોઝિટિવ સમાચાર:દાદીએ પૌત્રી માટે હેન્ડમેડ ફ્રોક બનાવ્યું; દોસ્તોને પસંદ પડ્યું તો માતાએ શરૂ કર્યો બિઝનેસ, ત્રણ વર્ષમાં 2 કરોડ રૂપિયે પહોંચ્યું ટર્નઓવર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખનઉના રહેવાસી તરિષી જૈને ત્રણ વર્ષ અગાઉ પોતાના ઘરેથી જ હેન્ડમેઈડ કિડ્સ વેરનો નવો બિઝનેસ શરૂ કર્યો. તેઓ નાના બાળકો માટે હાથેથી તૈયાર કરેલા સ્વેટર, ફેન્સી ડ્રેસનું મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશભરમાં ઓનલાઈન માર્કેટિંગ કરી રહ્યા છે. 250થી વધુ લોકોને તેમણે રોજગારી આપી છે. તેમાં મોટાભાગની મહિલાઓ છે. ગત વર્ષે તેમની કંપનીનું ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી વધુ રહ્યું​​.

તરિષીએ આર્કિટેક્ટથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી 2011માં માસ્ટર્સ કર્યુ. એક મલ્ટીનેશનલ કંપનીમાં તેમનું કેમ્પસ પ્લેસમેન્ટ પણ થઈ ગયું. તેમણે લગભગ 4 વર્ષ સુધી આર્કિટેક્ટ સેક્ટરમાં કામ કર્યુ. આ દરમિયાન તરિષીના લગ્ન પણ થઈ ગયા. 2014માં પ્રેગનન્સીના કારણથી તેમણે ઓફિસમાંથી રજા લીધી અને પતિની સાથે અમદાવાદ શિફ્ટ થઈ ગયા. તરિષીના પતિ નિવેશ ત્યાં એક કંપનીમાં સારી પોઝિશન પર જોબ કરી રહ્યા હતા.

કઈ રીતે મળ્યો આઈડિયા?

તરિષી અને તેમના પતિ નિવેશ પોતાની પ્રોડક્ટ સાથે. તરિષીની મદદ માટે નિવેશે પોતાની નોકરી છોડી દીધી.
તરિષી અને તેમના પતિ નિવેશ પોતાની પ્રોડક્ટ સાથે. તરિષીની મદદ માટે નિવેશે પોતાની નોકરી છોડી દીધી.

વર્ષ 2015માં તરિષીને ત્યાં પુત્રીનો જન્મ થયો. ત્યારે તેની દેખરેખ માટે તેમના સાસુ પણ અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન તેમના સાસુએ પૌત્રી માટે ખુદ એક ફ્રોક તૈયાર કર્યુ. તરિષી કહે છે કે આ ફ્રોક યુનિક હતું અને તેનો લૂક પણ જોરદાર હતો. જ્યારે મેં એ ફ્રોકમાં પોતાની પુત્રીનો ફોટો વ્હોટ્સએપ લગાવી, તો મારા દોસ્તોએ પોતાના બાળકો માટે પણ ડિમાન્ડ કરી દીધી. ત્યારે મારા દિમાગમાં બિઝેસ જેવા કંઈપણ નહોતું. મેં વિચાર્યુ કે તેમને સારૂં લાગ્યું છે તો બનાવીને આપી દઉં છું.

તેના પછી તરિષીએ પોતાની સાસુની સાથે મળીને પ્રથમ કામ શીખ્યું અને પછી કેટલાક ફ્રોક બનાવીને પોતાના મિત્રોને ગિફ્ટ તરીકે આપ્યા પરંતુ આ સિલસિલો અહીં જ ન અટક્યો. એક પછી એક કોમન ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ પોતાના બાળકો માટે આ પ્રકારના ડ્રેસની ડિમાન્ડ કરવા લાગ્યા. કેટલાક લોકોએ પેઈડ ઓર્ડર પણ આપ્યા. ત્યારે મને લાગ્યું કે આ કામ કરી શકાય તેમ છે અને મેં ઓર્ડર લઈ લીધો, પરંતુ મુશ્કેલી એ હતી કે હું એકલા આ કામ નહીં કરી શકું તેમ નહોતી. મને કોઈની મદદની જરૂર હતી. તેના પછી મારા ઘરમાં કામ કરનારા બહેને મારી મદદ કરી. અને અમે અમારો પ્રથમ ઓર્ડર પૂરો કર્યો. તેના પછી એ બહેન દ્વારા બે-ત્રણ મહિલાઓ જોડાઈ. જે સિલાઈ વગેરેનું કામ જાણતી હતી. આ રીતે મારૂં કામ ધીમે ધીમે વધવા લાગ્યું.

ડિમાન્ડ વધવા લાગી તો પતિએ પણ નોકરી છોડી દીધી

તરિષી એક ડઝનથી વધુ વેરાઈટીના કિડ્સ ડ્રેસનું માર્કેટિંગ કરે છે. તેમાં ઠંડીથી લઈને ગરમી વખતના કપડા સામેલ છે.
તરિષી એક ડઝનથી વધુ વેરાઈટીના કિડ્સ ડ્રેસનું માર્કેટિંગ કરે છે. તેમાં ઠંડીથી લઈને ગરમી વખતના કપડા સામેલ છે.

35 વર્ષીય તરિષી કહે છે કે જ્યારે ડિમાન્ડ વધવા લાગી તો મેં નોકરી ફરીથી જોઈન ન કરી. મને એ રિયલાઈઝ થયું કે આ કામને કમર્શિયલ લેવલ પર શરૂ કરી શકાય તેમ છે. હવે મારે ફરી જોબ પર જવાના બદલે આ કામને જ આગળ વધારવું જોઈએ. તેના પછી મેં અન્ય કેટલીક મહિલાઓને પોતાની સાથે જોડી અને કુરિયર દ્વારા લોકોનાં ઘર સુધી ડ્રેસ મોકલવા લાગી. 2018માં તરિષીએ ajooba.in નામથઈ પોતાની વેબસાઈટ લોન્ચ કરી અને દેશભરમાં ઓનલાઈન માર્કેટિંગ કરવાનું શરૂ કરી દીધું. તેના પછી એક-એક કરીને તેમના કસ્ટમર્સ વધવા લાગ્યા અને તેઓ પ્રોડક્ટની ક્વોન્ટિટી અને ક્વોલિટી વધારતા ગયા. 2019માં તેમના પતિ નિવેશે પણ પોતાની નોકરી છોડી દીધી અને તરિષીને મદદ કરવા લાગ્યા. તેનાથી તરિષીને માર્કેટિંગમાં ઘણી મદદ મળી.

કઈ રીતે તૈયાર થાય છે પ્રોડક્ટ?
તરિષીની સાથે 200થી વધુ મહિલાઓ જોડાયેલી છે. તેમના અંડરમાં અલગ-અલગ ગ્રૂપમાં હજારો મહિલાઓ કામ કરે છે. યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા સહિત 6 રાજ્યોમાં તેમનું કલેક્શન સેન્ટર છે. દરેક કલેક્શન સેન્ટર પાસે ડિમાન્ડ પ્રમાણે ડ્રેસની સેમ્પલ ડિઝાઈન અને રૉ મટિરિયલ મોકલી દેવામાં આવે છે. તેના માટે તેમણે કેટલીક કોટન મીલ સાથે ટાઈઅપ કર્યુ છે. ડ્રેસ તૈયાર કર્યા પછી હરિયાણા સ્થિત તેમની હેડ ઓફિસમાં લાવવામાં આવે છે. જ્યાં તરિષીની ટીમ તેની ક્વોલિટી ચેક કરે છે. પછી ઓર્ડર પ્રમાણે તેનું પેકેજિંગ કરવામાં આવે છે.

આ મહિલાઓ અલગ-અલગ ગ્રૂપમાં કામ કરે છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ પોતાના ઘરેથી જ કામ કરે છે.
આ મહિલાઓ અલગ-અલગ ગ્રૂપમાં કામ કરે છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ પોતાના ઘરેથી જ કામ કરે છે.

તરિષીએ કેટલીક કુરિયર કંપનીઓ સાથે ટાઈઅપ કર્યુ છે. જેના દ્વારા તેઓ પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરે છે. હાલમાં તેઓ એક ડઝનથી વધુ વેરાઈટીની કિડ્સ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. તેમાં 5 વર્ષ સુધીના બાળકોના ઉપયોગ માટે દરેક પ્રકારના ડ્રેસ સામેલ છે. હાલમાં જ તેમણે હોમ ડેકોરેશન માટે પણ કેટલીક આઈટેમ્સનો બિઝનેસ શરૂ કર્યો છે. આ તમામ પ્રોડક્ટ હેન્ડમેઈડ છે.

માર્કેટિંગ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી?
તરિષી કહે છે કે શરૂઆતમાં તેમણે માઉથ પબ્લિસિટી દ્વારા પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કર્યુ. તેના પછી સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. તેઓ કહે છે-હું મારી પ્રોડક્ટનો ફોટો અને વીડિયો પોસ્ટ કરતી હતી. લોકો તેને પસંદ પણ કરતા હતા. આ રીતે ધીમે ધીમે અમારી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધતી ગઈ. ત્યારપછી અમે કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ સાથે ટાઈઅપ કર્યુ. અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર અમારી પ્રોડક્ટ વેચાઈ રહી છે. તરિષીના અનુસાર, દરરોજ 200થી 300 ઓર્ડર્સ તેમને મળી રહ્યા છે. હમણા જ કેનેડામાં પણ તેમણે પોતાની પ્રોડક્ટ મોકલી છે. ટૂંક સમયમાં જ તેઓ રિટેલર્સનો સંપર્ક કરવાના છે. જેથી તેમના બિઝનેસનો વ્યાપ વધારી શકાય.

તમે આ બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકો છો?

તરિષી સોશિયલ મીડિયા અને પોતાની વેબસાઈટ દ્વારા દેશભરમાં પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે.
તરિષી સોશિયલ મીડિયા અને પોતાની વેબસાઈટ દ્વારા દેશભરમાં પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે.

તરિષી કહે છે કે હાથેથી તૈયાર કરાયેલી પ્રોડક્ટની ડિમાન્ડ દરેક જગ્યાએ છે. દરેક ઈચ્છે છે કે તેમના બાળકનો ડ્રેસ યુનિક હોય. ખાસ કરીને મોટા શહેરોમાં લોકોને આ પ્રકારની પ્રોડક્ટ આસાનીથી દુકાનોમાં મળતી નથી. મોટાભાગના લોકો ઓનલાઈન પ્લેટફોર્મથી જ શોપિંગ કરે છે. જો કોઈ આ પ્રકારનું કામ કરવા માગે છે તો બજેટ મોટો ઈસ્યુ નથી. તરિષીએ 500થી પણ ઓછા ખર્ચમાં આ કામ શરૂ કર્યુ હતું. તેના માટે સૌથી જરૂરી ચીજ છે એ પ્રકારના લોકો સુધી પહોંચવું જેઓ હાથે જ સિલાઈ વગેરે કામ કરે છે. ગામોમાં કે નાના શહેરોમાં આ કામ કરનારી મહિલાઓ સરળતાથી મળી જાય છે. એકવાર આ મહિલાઓનું નેટવર્ક બનાવ્યા પછી તમારે માર્કેટિંગ પર ફોકસ કરવાનું રહેશે.

આ માટે તમારે તમારી પ્રોડક્ટની ક્વોલિટી સાથે ડિઝાઈન અને લૂક પણ યુનિક રાખવાનો રહેશે. તેને લઈને તમારે રિસર્ચ પણ કરતા રહેવું પડશે ક્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? માર્કેટમાં કેવા પ્રકારની પ્રોડક્ટ મળી રહી છે અને તમે કેવી રીતે નવો લૂક આપી શકો છો? તેના પછી કિંમત અંગે પણ પ્લાન કરવું પડશે. મોંઘી ચીજો લોકો જલદી ખરીદતા નથી. આથી શરૂઆતમાં થોડા દિવસ તમારે નફા પર વધુ ફોકસ ન કરીને વધુમાં વધુ કસ્ટમર્સ વધારવા અંગે કામ કરવાનું રહેશે.

અત્યારે સોશિયલ મીડિયા માર્કેટિંગનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. તમે તેના દ્વારા પેજ બનાવીને પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરી શકો છો. જો તમે પેઈડ પ્રમોશન કરો છો, ગૂગલ પર એડ ચલાવો છો તો વધુ સરળતાથી કસ્ટમર્સ વધશે. આ સાથે જ મોટી મોટી સેલિબ્રિટિઝને ગિફ્ટ તરીકે પોતાની પ્રોડક્ટ મોકલવી એ પણ પ્રમોશનનો એક કારગત ઉપાય છે. તેનાથી તમારી પ્રોડક્ટની પહોંચ વધી જાય છે. તમે ઈચ્છો તો અલગ-અલગ શહેરોમાં સ્ટોલ લગાવીને પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકો છો.