• Gujarati News
  • Dvb original
  • Government Of India Has To Take Immediate Action On The Rise Of Muslim Countries, Know Our 5 Major Compulsions

ભાસ્કર એક્સપ્લેનર:મુસ્લિમ દેશોના વાંધા સામે ભારત સરકારે લેવું પડે છે તાત્કાલિક એક્શન, જાણો આપણી 5 મોટી મજબૂરીઓ

એક મહિનો પહેલાલેખક: અનુરાગ આનંદ/કુમાર ઋત્વિજ

BJPના પ્રવક્તા નુપૂર શર્માની ટિપ્પણી પર ભારતને અરબ દેશના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. અરબ દેશોના વાંધા અંગે ભારત સરકારે સતત સ્પષ્ટતા કરવી પડે છે. આ પહેલાં પણ બે વિવાદમાં આવી સ્થિતિ જોવા મળી હતી.

2015માં સાંસદ તેજસ્વી સૂર્યાએ અરબ મહિલાઓને લઈને એક ટ્વિટ કર્યું હતું. અરબ દેશોની નીંદા પછી તેજસ્વીએ ટ્વિટ હટાવીને સાર્વજનિક રીતે માફી માંગી હતી.

એપ્રિલ 2020માં નિજામુદ્દીન મરકજ પર કોરોના ફેલાવવાનો આરોપ લાગ્યો તો અરબ દેશોએ તેની નીંદા કરી હતી. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કોવિડ-19 જાતિ, ધર્મ, રંગ, પંથ, ભાષા કે સીમાને જોતુ નથી.

એવામાં આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે ભારતે અરબ દેશોના વાંધા પર શાં માટે આટલી ઝડપથી કાર્યવાહી કરવી પડે છે? આ માટે પાંચ મોટા કારણ છે. એક-એક કરીને દરેકને સમજીએ.

1. ગલ્ફ દેશોના ક્રુડ અને ગેસ પર ભારતની નિર્ભરતા
પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં કહ્યું હતું કે ભારતમાં પ્રત્યેક દિવસે કુલ 5 મિલિયન બેરલ ક્રુડની જરૂર પડે છે અને આ પૈકીનો 60 ટકા હિસ્સો ગલ્ફ દેશોમાંથી આવે છે. ભલે છેલ્લા થોડા વર્ષોમાં ગલ્ફ દેશો પરની ક્રુડની નિર્ભરતા ઘટી છે પરંતુ હાલ પણ દેશમાં વપરાતા ક્રુડનો મોટાભાગનો હિસ્સો ત્યાંથી આવે છે.

ભારત સરકારના નીતિ નિર્માણમાં ક્રુડ કેટલુ મહત્વનું છે, તેનો અંદાજ CAGના રિપોર્ટ પરથી લગાવી લગાવી શકાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 2020-21માં પેટ્રોલિયમ સબસિડી પર 37878 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ભારત માટે દેશની સ્ટ્રેટેજિક સિક્યોરિટીની રીતે પણ આ બાબત મહત્વની છે. ભારત ગલ્ફ દેશોના ઈમોશનલ મુદ્દાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે.

2. ગલ્ફ દેશમાં સૌથી વધુ ભારતીય મજૂર
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરીની શોધમાં ગલ્ફ દેશમાં જાય છે. ગલ્ફના માત્ર 9 દેશોમાં જ લગભગ 90 લાખ ભારતીય મૂળના લોકો રહે છે. તેમાંથી સૌથી વધુ 35 લાખ લોકો UAE અને 30 લાખ લોકો સાઉદી અરબમાં રહે છે. કતર, યુએઈ અને સાઉદી અરબમાં ભારતીય લોકોના ઘણા મોટા રિટેલ સ્ટોર અને રેસ્ટોરન્ટ પણ છે. એવામાં નુપુર શર્માના નિવેદન પછી કતર અને UAEના સોશિયલ મીડિયા પર બાયકોટ ઈન્ડિયા ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

3. વિદેશોમાંથી ભારત આવતા પૈસામાં પણ ગલ્ફ દેશ આગળ
ગલ્ફ દેશોના નિવેદન પર ભારત તાત્કાલિક એક્ટવિ થવાનું એક કારણ વિદેશી પૈસા પણ છે. કોરોના કાળ પહેલા 2019-20માં ગલ્ફ દેશમાં રહેનાર લોકોએ 6.38 લાખ કરોડ રૂપિયા દેશમાં મોકલ્યા હતા. તેમાંથી 53 ટકા પૈસા માત્ર 5 ગલ્ફ દેશ- UAE, સાઉદી અરબ, કતર, કુવૈત, ઓમાનમાંથી ભારત આવ્યા. RBIના રિપોર્ટ મુજબ ભારતમાં આ પૈસાનો સૌથી વધુ 59 ટકા હિસ્સો ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, UP અને બંગાળમાં આવે છે. આ જ કારણે ભારત ગલ્ફ દેશોના ભાવનાત્મક મુદ્દાને હળવાશથી લેવા માંગતુ નથી.

4. ગલ્ફ દેશોની સાથે ભારત
કેન્દ્રીય વાણિજય મંત્રાલયે તેના રિપોર્ટમાં જણાવ્યું કે UAE, સાઉદી અરબ અને કતર ભારતનું ટોપ ટ્રેન્ડિંગ પાર્ટનરમાંથી એક છે. એટલું જ નહિ અમેરિકા પછી UAE ભારત માટે બીજું સૌથી મોટુ ટ્રેડ ડેસ્ટિનેશન પણ છે. 2020-21માં ભારત અને UAEની વચ્ચે 5.66 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. તેમાંથી ભારતે UAEને 2.20 લાખ કરોડ રૂપિયાનો સામાન એક્સપોર્ટ કર્યો હતો. આ સિવાય સાઉદી અરબ ભારતનું ચૌથુ સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતનો સાઉદી અરબની સાથે 3.33 લાખ કરોડ રૂપિયાનો ટ્રેડ છે.

5. ગલ્ફ દેશો સાથે ભારતનું કલ્ચરલ અને હિસ્ટોરિકલ જોડાણ
આઝાદી પછી ભારત અને સાઉદી અરબની વચ્ચે 1947માં ડિપ્લોમેટિક્સ સંબંધ સ્થાપિત થયા હતા. જિયો પોલિટિકલ અને વેપાર સિવાય કલ્ચર કારણોથી પણ ભારતની સાથેના ગલ્ફ દેશના સંબંધ મજબુત છે. આ પાછળનું એક મહત્વનું કારણ એ છે કે સાઉદીમાં ઈસ્લામિક ધર્મના સંસ્થાપક પયગંબરનો જન્મ થયો હતો. મક્કા મદીના સમગ્ર વિશ્વના મુસલમાનો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે.

એવામાં ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન પછી વિશ્વના ત્રીજા સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળા દેશ ભારતમાંથી દર વર્ષે લાખો લોકો આ પવિત્ર ધર્મસ્થળ પર જાય છે. હિસ્ટોરિકલ જોડાણની વાત કરવામાં આવે તો ઈ.સ. 2000 પૂર્વથી ગલ્ફ સાથે ભારત વ્યાપારિક સંબંધ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...