• Gujarati News
  • Dvb original
  • Gold Medalist Woman In MBA Created A Platform For Startups, People Traded Rs 1 Crore Through App In 1 Year

આજની પોઝિટિવ સ્ટોરી:MBAમાં ગોલ્ડ મેડાલિસ્ટ મહિલાએ સ્ટાર્ટઅપ શરૂ કરી લોકો માટે પ્લેટફોર્મ બનાવ્યું, 1 વર્ષમાં લોકોએ 1 કરોડ રૂપિયાનો વેપાર એપ મારફત કર્યો

સુરત9 દિવસ પહેલાલેખક: સુનિલ પાલડિયા
મહિલાઓને રોજગારી આપવા માટે બે વર્ષ પહેલાં પીજી ક્લિક નામની એપ્લિકેશન બનાવી હતી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને નવા ધંધાર્થીઓ માટે પ્લેટફોર્મ ઊભું કર્યું
  • પ્લેટફોર્મ પર એડવર્ટાઈઝિંગ, પ્રમોશન, નેટવર્કિંગ, તાલીમ સહિતની સર્વિસ મળે છે

મહિલા 'એક સંપૂર્ણ શબ્દ' પોતે જ જે પોતાની અંદર ઘણું છુપાવે છે, તે માતા છે, તે બહેન છે, તે પત્ની છે અને તે શું છે એ કહેવાની જરૂર નથી, મહિલાઓ કંઈપણ બોલ્યા વિના સમાજમાં નિશ્ચિતપણે પોતાનું યોગદાન આપે છે. સુરતમાં મહિલા દ્વારા જ મહિલા સશક્તીકરણનું ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. એમબીએમાં ગોલ્ડ મેડાલિસ્ટ લેખા ઘીવાલા દ્વારા એક પ્લેટફોર્મ બનાવી 8 જેટલી મહિલાને રોજગારી આપી રહી છે. લેખા દ્વારા બનાવવામાં આવેલી પીજી ક્લિક(PG Click) નામની મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટઅપ કરતાં લોકો માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. છેલ્લા એક વર્ષમાં આ એપ્લિકેશન સાથે જોડાયેલા લોકોએ 1 કરોડ રૂપિયાનો વેપાર એપ મારફત કર્યો છે, જેમાં એપ્લિકેશન બનાવનાર લેખા દ્વારા એકપણ રૂપિયાનું કમિશન લેવામાં આવતું નથી. આ સાથે લોકોને ટ્રેનિંગ આપવાની પણ કામગીરી કરી રહી છે.

લેખા એક પ્લેટફોર્મ બનાવી 8 જેટલી મહિલાઓને રોજગારી આપી રહી છે.
લેખા એક પ્લેટફોર્મ બનાવી 8 જેટલી મહિલાઓને રોજગારી આપી રહી છે.

છેલ્લાં 12 વર્ષથી તાલીમ આપે છે
સુરતના અડાજણ વિસ્તારમાં લેખા ધીવાલા પરિવાર સાથે રહે છે. લેખાએ એમબીએ(ફાઇનાન્સ)નો અભ્યાસ કર્યો છે અને એમાં પણ તે ગોલ્ડમેડાલિસ્ટ છે. લગ્ન બાદ પણ અભ્યાસ માટે પતિ સહિતના પરિવારે ખૂબ જ સપોર્ટ કર્યો છે. એમબીએ બાદ લેખાએ એમફિલ પણ કર્યું છે. એક સંતાનની માતા એવાં લેખા ધીલાવા છેલ્લાં 12 વર્ષથી તાલીમ આપી રહી છે. એમાં તે કોર્પોરેટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર તાલીમ આપે છે. દરમિયાન મહિલાઓ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો હતો. લેખા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને નવા ધંધામાં જોડાયેલા લોકો માટે અને મહિલાઓને રોજગારી આપવા માટે બે વર્ષ પહેલાં પીજી ક્લિક નામની એપ્લિકેશન બનાવી હતી. કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરતા લોકો માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટઅપ શરૂ કરી લોકો માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.
મોબાઈલ એપ્લિકેશન સ્ટાર્ટઅપ શરૂ કરી લોકો માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.

કોન્ટેક્ટ અને બિઝનેસમાં વધારો
લેખા ધીવાલાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ સ્ટાર્ટ અપ કરે ત્યારે એ બિઝનેસને ચલાવવા માટે એડવર્ટાઈઝની જરૂર પડે તો એ અમારી એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. લોકો પોતાના બિઝનેસ માટે પ્રમોશન કરવું પડે, જે પીજી ક્લિક પૂરું પાડે છે. સોશિયલ મીડિયા દ્વારા બિઝનેસ માટે નેટવર્કિંગની જરૂર પડે છે. એ માટે દર મહિને એક બિઝનેસ મીટ કરવામાં આવે છે, જેમાં બધા આવીને પોતાના બિઝનેસ અંગે માહિતી આપે છે, જેથી કોન્ટેક્ટ અને બિઝનેસમાં વધારો થાય છે. આ મીટમાં દર મહિને ગેસ્ટને પણ બોલાવવામાં આવે છે.

લેખાએ એમબીએ(ફાઇનાન્સ)નો અભ્યાસ કર્યો છે અને એમાં પણ તે ગોલ્ડ મેડાલિસ્ટ છે.
લેખાએ એમબીએ(ફાઇનાન્સ)નો અભ્યાસ કર્યો છે અને એમાં પણ તે ગોલ્ડ મેડાલિસ્ટ છે.

લોકોએ બિઝનેસમાં સફળતા પણ મેળવી
પીજી ક્લિક દ્વારા દર મહિને એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે, જેથી એક જ પ્લેટફોર્મ પર એડવર્ટાઈઝિંગ, પ્રમોશન, નેટવર્કિંગ, તાલીમ સહિતની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી છે અને એ પણ નહિવત રૂપિયામાં. આ એપ્લિકેશનમાં જોડાવા માટે વાર્ષિક ફી 2000 રૂપિયા લેવામાં આવે છે. ત્યાર બાદ સ્ટાર્ટઅપ કરતા લોકો તમામ સર્વિસનો લાભ ઉઠાવી શકે છે. આ પ્લેટફોર્મમાં જોડાઈને ઘણા લોકોએ બિઝનેસમાં સફળતા પણ મેળવી છે.

નેટવર્કમાં 400 જેટલા ઉદ્યોગકારો જોડાયેલા છે.
નેટવર્કમાં 400 જેટલા ઉદ્યોગકારો જોડાયેલા છે.

પ્લેટફોર્મમાં 400 જેટલા ઉદ્યોગકારો જોડાયા
લેખાએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી પીજી ક્લિક એપ્લિકેશન બનાવી એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. હાલ આ એપ્લિકેશનમાં 8 જેટલી મહિલાઓ કામગીરી કરી રહી છે. આ પ્લેટફોર્મ માટે માત્ર મહિલાઓ જ રોજગારી મેળવી તેવો આશય છે. અત્યારસુધીમાં આ પ્લેટફોર્મમાં 400 જેટલા ઉદ્યોગકારો જોડાયેલા છે, જેમાં નાનાથી લઈને મોટા ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. દર મહિને અલગ-અલગ બિઝનેસ ઈવેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી તમામ લોકોને મહત્તમ લાભ મળે. આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે સબકા સાથ, સબકા વિકાસ પર આ આખી મહિલાઓની ટીમ કામગીરી કરી રહી છે.

એપ્લિકેશનથી કોન્ટેક્ટ અને બિઝનેસમાં વધારો થાય છે.
એપ્લિકેશનથી કોન્ટેક્ટ અને બિઝનેસમાં વધારો થાય છે.

100 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે
દેશના વડાપ્રધાન લોકોને આત્મનિર્ભર કરવાની વાત કરે છે ત્યારે તેમની પ્રેરણાથી કેટલાક લોકો આત્મનિર્ભર થઇને પોતે સમાજમાં રહેલા લોકોનો આત્મનિર્ભર કરવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે. ત્યારે આમાંની એક મહિલા છે લેખા ધીવાલા, જે મહિલાઓને રોજગારી અપાવવાનું કામ કરી રહી છે. છેલ્લાં બે વર્ષથી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ તો કરી રહી છે, સાથે સાથે મહિલાઓને ગ્રુમિંગ કરવું, ટ્રેનિંગ આપવી, કંપની સાથે જોડવામાં તેમને મદદ કરવી એ રીતે કાર્યરત છે. એક પ્લેટફોર્મ ઊભું કરી નાનાથી લઈને મોટા ઉદ્યોગકારોને જોડી રહ્યા છે. એપ્લિકેશન મારફત જોડાયેલા 400 ઉદ્યોગકારોમાં 100 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જે ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી છે.

લેખાને આ કામમાં તેનો પરિવાર પણ ખૂબ સપોર્ટ કરે છે.
લેખાને આ કામમાં તેનો પરિવાર પણ ખૂબ સપોર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...