ફોટોઝ ઓફ ધ વીક:અંતરિક્ષમાં જોવા મળી ભગવાનની આંખ, 518 ફૂટની ઊંચાઈ પર અદ્દભુત સેલ્ફી... જુઓ અઠવાડિયાંની 10 મજેદાર તસવીરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. બ્રિટન : સેલ્ફી માટે 518 ફૂટ ઊંચા બ્લેકપૂલ ટાવર પર ચઢાઈ

તસવીર બ્રિટનની છે. જ્યાં રોયલ એરના ફાઇટર જેટ સાથે સેલ્ફી લેવા માટે ત્રણ યુવાનો બ્લેકપૂલ ટાવર પર ચઢી ગયા. રસેલ એટવર્ડસ, જેક પેરી અને ક્રિસ ફ્રિકર નામના આ ત્રણ યુવાનો જમીનથી 518 ફૂટથી વધારે ઊંચાઈ પર હતા. એડવર્ડસે જેટ પ્લેન આવતાં જ મસ્ત સેલ્ફી લીધી. એડવર્ડે કહ્યું કે, આટલી ઊંચાઈએ સેલ્ફી લેવાનો ગજબનો અનુભવ હતો.

2. જન્માષ્ટમી પર દેશમાં દહીં હાંડીની ધૂમ

તસવીર મુંબઈની છે. જન્માષ્ટમીના અવસરે દેશમાં દહીં-હાંડીની ધૂમ મચી હતી. મુંબઈના એક સબર્બન એરિયામાં દહીંહાંડી ફોડતાં જ ક્લિક કરી લેવાઈ હતી.

3. અંતરિક્ષમાં જોવા મળી ભગવાનની આંખ

આ તસવીર અમેરિકી વૈજ્ઞાનિક અને એસ્ટ્રો ફોટોગ્રાફર કોનર માર્થેને ઝડપી છે. અવકાશમાં હેલિક્સ નેબ્યુલાની આ તસવીર લેવામાં તેને બે વર્ષથી વધારે સમય લાગ્યો. આ તસવીરને તેના આકારના કારણે ભગવાનની આંખ (આઈ ઓફ ગોડ) પણ કહે છે. આ પૃથ્વીથી સૌથી નજીકનો નેબ્યુલા છે. પૃથ્વીથી લગભગ 650 પ્રકાશ વર્ષ દૂર આ ગેસ અને ધૂળના વાદળોનો નજારો જોવો તે ચમત્કારથી કમ નથી.

4. રામેશ્વરમમાં લહેરાયો 75 ફૂટનો તિરંગો

તસવીર કન્યાકુમારીની છે જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય સેનાએ 75 ફૂટનો તિરંગો લહેરાવ્યો. વિવેકાનંદ રોક ભારતના દક્ષિણી છેડાથી લઈ કન્યાકુમારી કિનારા પર એવું સ્મારક છે જ્યાં હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરનો સંગમ થાય છે.

5. ચીન : જાણે સોનાનું ખેતર, ગલગોટાથી મહેકી ઉઠ્યું

આ તસવીર ચીનના ગુઈઝોઉ પ્રાંતની છે. જ્યાં એક ખેડૂત ગલગોટાના ફૂલ સુકવી રહ્યા છે. ફૂલ સ્થાનિક ઉત્પાદકો માટે રોકડી કમાણી સમાન છે. હાલમાં આ ખેતીમાં બ્રાંડને જોડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

6. અમેરિકામાં નાસાના ફ્યૂચર રોકેટ સાથે સેલ્ફી

ફોટો અમેરિકા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરની છે. જ્યાં નાસા આર્ટેમિસ-1 મૂન રોકેટને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ-1 ફ્યૂચર રોકેટ છે. જે દુનિયામાં સૌથી શક્તિશાળી હશે. આ રોકેટના લોન્ચિંગ પહેલાં તેને જોવા સંખ્યાબંધ લોકો પહોંચ્યા હતા.

7. સૌથી મોટું તળાવ સૂકાયું, પાણી ગાયબ... પથ્થરો દેખાવા લાગ્યા

આ તસવીર ઈટલીના સૌથી મોટા તળાવ ગારડાની છે. સૂકાયેલા બીચ ઈટલીના લેક ગાર્ડાનું જળસ્તર 15 વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. આ કારણથી લેકની નીચે રહેલા પથ્થરો ઉપર આવી ગયા છે.

8. અમેરિકા : રેકોર્ડબ્રેક ગરમી, વીજળીનો ઉપયોગ ઘટાડવા અપીલ

આ તસવીર અમેરિકાના કેલિફોર્નિયાની છે. જ્યાં ગરમીનો પ્રકોપ છવાયેલો છે. ભીષણ ગરમીને જોતાં કેલિફોર્નિયાના ગ્રિડ ઓપરેટરે રાજ્યના લોકોને આગ્રહ કર્યો છે કે વીજળીનો ઉપયોગ જેટલો ઓછો કરી શકે તેટલો કરો. તસવીરમાં એક બાળક હીટવેવથી બચવા પાણીમાં તરે છે.

9. ઓસ્ટ્રેલિયા : સિડનીની 14 કિલોમીટર લાંબી રેસમાં પહોંચ્યા હજારો લોકો

તસવીર ઓસ્ટ્રેલિયાના સિડનીની છે, જ્યાં સિટી ટૂ સર્ફ રેસનું આયોજન થયું. આ રેસમાં ભાગ લેવા માટે હજારો લોકો ભાગ લેવા પહોંચ્યા. આ 14 કિ.મી. લાંબી રેસ હોય છે. જેમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાના અલગ અલગ પ્રાંતમાંથી લોકો અહીં પહોંચે છે.

10. બ્રુસેલ્સ : 120 લોકોએ બનાવ્યો ફૂલનો ગાલીચો

આ તસવીર બ્રુસેલ્સના ગ્રાન્ડ પેલેસની છે, અહીંયા ફૂલોનો વિશાળ ગાલીચો બનાવ્યો છે. કોવિડ પછી બે વર્ષે આ ઇવેન્ટ થઈ રહી છે. ચાર કલાકમાં 120 લોકોએ મળીને આ ગાલીચો તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...