પંથરાત્રે 12:30 વાગ્યે થાય છે નિહંગોની સવાર:બકરાનો 'મહાપ્રસાદ' વહેંચે છે, ટ્રેનમાં મફત મુસાફરી, પોતાની અલગ છે બોલી, જાણો સમગ્ર કહાની

એક મહિનો પહેલા

અમૃતસરના અકાળી ફૂલા સિંહ બુર્જ ગુરુદ્વારામાં ખળભળાટ છે. શીખ છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહજીની 'બંદી છોડ દિવસ' (બંધક મુક્ત દિવસ)નો જશ્ન મનાવી રહ્યા છે. આસપાસના રોડ બ્લોક છે. ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ઘોડા હણહણી રહ્યા છે, નગારાં વાગી રહ્યાં છે. બોલે સો નિહાલ, સતશ્રી અકાલ, રાજ કરેગા ખાલસા આકી રહે ન કોય...ના નારા લાગી રહ્યા છે. વાદળી રંગના ખાસ ખેસ અને મોટી પાઘડી પહેરીને લોકો તલવારબાજી કરી રહ્યા છે. આ નિહંગ શીખ છે.

દિવાળીના બીજા દિવસે નિહંગ મોહલ્લા એટલે ટુકડી નીકળે છે. તેઓ ગુરુદ્વારામાં અરદાસ(પ્રાર્થના) અને કીર્તન કર્યા બાદ ઘોડેસવારી માટે નીકળે છે.
દિવાળીના બીજા દિવસે નિહંગ મોહલ્લા એટલે ટુકડી નીકળે છે. તેઓ ગુરુદ્વારામાં અરદાસ(પ્રાર્થના) અને કીર્તન કર્યા બાદ ઘોડેસવારી માટે નીકળે છે.

આ તે નિહંગ છે, જેમણે અમૃતસરમાં સુવર્ણ મંદિરની પાસે તમાકુ ખાતા યુવકને રોક્યો, બબાલ થઇ તો તેને મારી નાખ્યો. ગત વર્ષ ખેડૂત આંદોલન દરમિયાન પણ આ નિહંગોએ એક વ્યક્તિને મારીને તેનો મૃતદેહ બેરિકેડ પર લટકાવી દીધો હતો. પંજાબ સિવાયના નિહંગોને લઈને ઓછાવત્તા અંશે લોકોના મગજમાં આ ચિત્ર આવે છે, પરંતુ આ એક નાનું પાસું છે.

ભાસ્કરની સિરીઝ પંથમાં આજે અમે તમને જણાવીએ છીએ નિહંગોની સમગ્ર કહાની...

દિવાળીનો બીજો દિવસ. સવારની અરદાસ એટલે પ્રાર્થના બાદ ઘોડા પર સવાર નિહંગોનું જૂથ ગુરુદ્વારાથી 13 કિલોમીટર દૂર રેલવે ગ્રાઉન્ડ પહોંચે છે. અહીં ઘોડેસવાર નિહંગ પોતાનાં કરતબ બતાવે છે. એક નિહંગ ત્રણથી ચાર ઘોડાની સવારી કરી રહ્યો છે, એ પણ આંખો બંધ કરીને. તેને જોવા માટે દેશભરના લોકો ઊમટી પડ્યા છે. સાંજે 7 વાગ્યે નિહંગોનું જૂથ પરત ગુરુદ્વારા માટે નીકળે છે. પછી નિહંગ પોતાના કામમાં લાગી જાય છે.

નિહંગો માટે ઘોડેસવારી અને યુદ્ધાભ્યાસનું ઘણું મહત્ત્વ હોય છે. તેઓ બાળકોને લઈને પણ ઘોડેસવારી કરે છે.
નિહંગો માટે ઘોડેસવારી અને યુદ્ધાભ્યાસનું ઘણું મહત્ત્વ હોય છે. તેઓ બાળકોને લઈને પણ ઘોડેસવારી કરે છે.

નિહંગ એક રીતે શીખ ધર્મની રક્ષા માટે બનેલી ફોજ છે. અંદાજિત 400 વર્ષ પહેલાં શીખો માટે 10મા ગુરુ ગોવિંદસિંહે એક પાયો રાખ્યો હતો. આ આજે પણ ફોજની જેમ છાવણી બનાવીને રહે છે અને રેજિમેન્ટોમાં વહેંચાયેલા હોય છે. તેની સૌથી મોટી રેજિમેન્ટ છે શિરોમણિ અકાળી બુડ્ઢા દળ. જેનો મુખ્ય જથ્થાદાર(જૂથ/ટુકડીની આગેવાની કરનાર) હોય છે.

બાબા બલબીર સિંહ તેના 14મા જથ્થાદાર છે. તેઓ કહે છે કે નિહંગ એટલે સંસ્કૃતિમાં નીડર અને શુદ્ધ. ફારસીમાં એનો અર્થ છે મગરમચ્છ અને તલવાર. આ એક એવો પંથ છે, જેની વાણી એટલે બોલી અને વાણા એટલે પહેરવેશ અન્ય શીખોથી અલગ છે. તેમનું ભોજન અને નાહવાનું પણ અલગ છે. તેમનું કોઈ ઠેકાણું નથી હોતું.

તેઓ સતત ચાલતા રહે છે. એને કારણે તેમને ચક્રવર્તી પણ કહેવામાં આવે છે. આ ગુરુની 'લાડલી ફોજ' છે. દુનિયામાં આ પંથના 10 લાખથી વધુ શીખ છે, જેમાં તમામ જાતિના લોકો છે. દેશભરમાં 700થી વધુ છાવણીઓ છે. નિહંગ પોતાનાં ઠેકાણાંને છાવણી કહે છે. એ જ તેમનું ગુરુદ્વારા પણ હોય છે.

રાત્રે 12:30 વાગ્યે થાય છે નિહંગોની સવાર

જ્યારે હું અને તમે ઊંઘી રહ્યા હોઈએ છીએ ત્યારે અડધી રાત્રે નિહંગોની સવાર પડે છે. અરદાસ કર્યા બાદ તેઓ પોતાના રોજના કામમાં લાગી જાય છે.
જ્યારે હું અને તમે ઊંઘી રહ્યા હોઈએ છીએ ત્યારે અડધી રાત્રે નિહંગોની સવાર પડે છે. અરદાસ કર્યા બાદ તેઓ પોતાના રોજના કામમાં લાગી જાય છે.

રાત્રે 12:30 વાગ્યે અચાનક ગુરુદ્વારામાં નગારાં વાગે છે. કારણ પૂછવા પર ખબર પડે છે કે નિહંગોની સવાર થઇ ગઇ છે. તેમને જગાડવા માટે નગારાં વાગે છે. જાગ્યા બાદ નિહંગ પોતાનું નિત્ય ક્રિયાક્રમ કરવા લાગે છે. તેઓ હંમેશાં દાતણ કરે છે, ક્યારેય ટૂથપેસ્ટનો ઉપયોગ નથી કરતા. વાળ ધોવા માટે શેમ્પૂની જગ્યાએ અરીઠાનો ઉપયોગ કરે છે.

આ અરીઠાને લોઢાની તપેલીમાં ઉકાળે છે. જો કોઇ કારણે અરીઠા બરોબર ન ઊકળી શકે તો એની જગ્યાએ તેઓ દહીંથી વાળ ધોવે છે. માલિશ માટે દેશી ઘી અથવા સરસવના તેલનો ઉપયોગ કરે છે.

થોડીવાર બાદ ફરી નગારાં વાગે છે. તમામ નિહંગ દરબાર સાહેબમાં હાજર થઇ જાય છે, જ્યાં ગુરુવાણીનો પાઠ હોય છે. કીર્તન, કથા, અરદાસ કરતાં સવારના 10 વાગી જાય છે. ત્યાર બાદ તમામ નિહંગો નાસ્તો કરે છે.

લોખંડનાં વાસણમાં જ જમે છે નિહંગ

બાબા હરજિત સિંહ નિહંગોના 'તરના દળ'ના જથ્થાદાર છે. તેઓ કહે છે કે નાસ્તા બાદ નિહંગ ફોજીઓની જેમ પોતપોતાના કામમાં લાગી જાય છે. કોઇ ઘોડાની સારસંભાળ રાખે છે, કોઇ હાથી સંભાળે છે, તો કોઇની ડ્યૂટી લંગરમાં હોય છે. લંગર એટલે સામૂહિક રસોઈ. લોઢાના મોટા તપેલામાં જ તેમનું જમવાનું બને છે અને લોઢાના વાસણમાં જ તેઓ પ્રસાદ ચાખે છે. શીખોમાં પ્રસાદ ગ્રહણ કરવા અને સામૂહિક રસોઈમાં મળીને ખાવાનો પ્રસાદ 'છકના' કહેવામાં આવે છે.

નિહંગ લોઢાને પવિત્ર માને છે. એટલા માટે તેઓ જમવાનું બનાવવાની સાથે જ ભોજન પણ લોઢાના વાસણમાં જ કરે છે.
નિહંગ લોઢાને પવિત્ર માને છે. એટલા માટે તેઓ જમવાનું બનાવવાની સાથે જ ભોજન પણ લોઢાના વાસણમાં જ કરે છે.

બપોર બાદ શસ્ત્ર-વિદ્યા અને ઘોડેસવારીનો અભ્યાસ શરૂ થાય છે. નવા નિહંગો અને નાનાં બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. સાંજે ફરીથી દીવાન શણગારવામાં આવે છે. કથા-કીર્તન અને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ થાય છે. એના પ્રસાદ બાદ તમામને દાતણ આપવામાં આવે છે. પછી રાત્રે લંગર માટે નગારાં વાગે છે, કારણ કે નિહંગ એક સ્થળ પર નથી રોકાતા, તેથી આગલા દિવસની સફરની જાહેરાત પણ નગારાં વગાડીને કરવામાં આવે છે.

આ નાનાં-નાનાં બાળકોનો ઉત્સાહ જુઓ. આ બાળકો પણ નિહંગ ફોજની ટ્રેનિંગ માટે રેલવે ગ્રાઉન્ડ પહોંચે છે.
આ નાનાં-નાનાં બાળકોનો ઉત્સાહ જુઓ. આ બાળકો પણ નિહંગ ફોજની ટ્રેનિંગ માટે રેલવે ગ્રાઉન્ડ પહોંચે છે.

ત્યાર બાદ મારી મુલાકાત જથ્થાદાર ચરણદાસથી થઈ. તેઓ કહે છે, અઠવાડિયામાં 2થી 3 દિવસ બાદ બકરો કાપવામાં આવે છે. આ બકરો એવા શ્રદ્ધાળુઓ ચઢાવે છે, જેમની માનતા પૂર્ણ થઈ હોય છે.

બકરો કાપતાં પહેલાં પણ એક અરદાસ થાય છે, જેમાં પ્રાર્થના કરવામાં આવે છે કે અમે બકરાને મુક્તિ આપી રહ્યા છીએ, જેથી એ આગલા જન્મમાં માણસના રૂપમાં મળે. બકરાને એક ઝાટકે કાપવામાં આવે છે. પછી લોખંડના વાસણમાં પકવવામાં આવે છે અને તમામને પીરસવામાં આવે છે. એને મહાપ્રસાદ કહેવામાં આવે છે.

કોઈ ગવર્નમેન્ટની જેમ તેમની સત્તા હોય છે, સૌનાં કામ વહેંચાયેલાં હોય છે

નિહંગ ફોજનું સૌથી મોટું રેજિમેન્ટ છે શિરોમણિ અકાળી બુડ્ઢા દળ, જેના પ્રમુખને જથ્થેદાર કહેવામાં આવે છે. આ દળ સિવાય અલગ-અલગ નામોથી કેટલાક નાના-મોટા દળ કામ કરે છે. હાલ દેશભરમાં અંદાજિત 14 મુખ્ય દળ છે. આ તમામ શિરોમણિ અકાળી બુડ્ઢા દળના અન્ડરમાં કામ કરે છે.

બાબા બલબીર સિંહ હજુ શિરોમણિ અકાળી બુડ્ઢા દળના પ્રમુખ છે. તેઓ કહે છે કે જથ્થાદારનો દરજ્જો કોઇ સરકારના પ્રધાનમંત્રી જેવો હોય છે. તમામ વિભાગ માટે કોઈ ને કોઇની જવાબદારી નક્કી થાય છે, જેમ કે કોઇ સરકારમાં અલગ-અલગ વિભાગોના મંત્રી હોય છે.

નિહંગોની દેશભરમાં 700થી વધુ છાવણીઓ છે. એમાં વધુપડતી છાવણી પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં છે.
નિહંગોની દેશભરમાં 700થી વધુ છાવણીઓ છે. એમાં વધુપડતી છાવણી પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં છે.

નિહંગોનો ખર્ચ અને બજેટનો મોટો ભાગ ગુરુદ્વારામાં દાનથી આવે છે. બાબા હરજિત સિંહ કહે છે કે મોટા ગુરુદ્વારાથી મહિને 10 લાખ રૂપિયા સુધીનું દાન મળી જાય છે, જ્યારે નાના ગુરુદ્વારાથી છૂટક હજાર રૂપિયા મળે છે. આ સિવાય નિહંગોની જમીનો અને અલગ-અલગ જગ્યાઓ પર દુકાનો છે. એનાથી પણ સારી રકમ કલેક્ટ થઇ જાય છે.

માત્ર શ્રાવણ મહિનામાં જ તોડે છે ભાંગનાં પાંદડાં, આખું વર્ષ એને જ પીવે છે

નિહંગ શીખ ભાંગને શહીદી દેગ બોલે છે. માત્ર શ્રાવણ મહિનામાં જ ભાંગનાં પાંદડાં તોડે છે અને પછી એને સૂકવીને રાખવામાં આવે છે. ભાંગનાં આ પાંદડામાં કાળું મરચું, બદામ અને માવો નાખીને શરબતની જેમ એક પીણું બનાવવામાં આવે છે. સવારે ચાર વાગ્યે અને સાંજના ચાર વાગ્યે નિહંગ એને પીવે છે. પીતાં પહેલાં અરદાસ પણ જરૂર કરવાની હોય છે.

ટ્રેનમાં મફત મુસાફરી કરે છે નિહંગ

નિહંગ દેશભરમાં મફતમાં ક્યાં પણ ટ્રેનથી પ્રવાસ કરી શકે છે. 1952માં જથ્થાદાર મહેન્દ્રસિંહ નનકાના, પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને મળ્યા. પંડિત નેહરુએ તેમને કહ્યું કે નિહંગોને આઝાદીની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તમે જણાવો કે અમે તેમના માટે શું કરી શકીએ છીએ.

બાબા મહેન્દ્ર સિંહે કહ્યું, નિહંગ ગરીબ છે, તેમની પાસે જમીન-સંપત્તિ નથી, તેમને પોતાના ગુરુઓને ત્યાં આવવા-જવા માટે ભાડું માફ કરી દો. ત્યાર બાદથી નિહંગોનું ભાડું માફ થઈ ગયું.

બ્રાહ્મણને પીપળ અને બકરીને આકાશપરી કહે છે નિહંગ

નિહંગ લીલા રંગના ખેસ પહેરે છે. તેમના હાથમાં કડું અને કમરમાં તલવાર બાંધેલી હોય છે. માથા પર તેઓ મોટી અને ઊંચી પાઘડી બાંધે છે, જે તેમની ઓળખ હોય છે.
નિહંગ લીલા રંગના ખેસ પહેરે છે. તેમના હાથમાં કડું અને કમરમાં તલવાર બાંધેલી હોય છે. માથા પર તેઓ મોટી અને ઊંચી પાઘડી બાંધે છે, જે તેમની ઓળખ હોય છે.

નિહંગોની પોતાની ખાસ બોલી હોય છે. તેમની પાછળની એક રસપ્રદ કહાની છે. જોકે ગુરુ ગોવિંદસિંહની ફોજ મોગલોના આક્રમણ માટે યોજના બનાવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યોજના લીક થઇ જતી હતી. એને કારણે તેમની ફોજ હારી જતી. એનો ઉકેલ લાવવા માટે નિહંગ શીખોએ પોતાની નવી વોકેબલરી તૈયાર કરી. એમાં અંદાજિત 600થી વધુ શબ્દ છે. આજે પણ નિહંગ શીખ તે ભાષાનો ઉપયોગ કરે છે. જેમ કે નિહંગ બ્રાહ્મણને પીપળ, લડાઈને સેવા, જનોઈને જૂંઆ કી પીંઘ, એન્જિનને તેજા સિંહ, એકને સવા લાખ, વિકલાંગને સુચાલા સિંહ, એક- આંખવાળી વ્યક્તિને સુજાખા, લોખંડને સર્વલોહ, રૂપિયાને છિલ્લડ, પાઘડીને દસ્તાર, ચીસોને અંગીઠા, બસ માટે નકવડ્ડી, મોટરસાઇકલ માટે ફટફટ, નળ માટે દશનંબરિયા, બકરી માટે આકાશપરી.

મરવાને અસવારા કરવું, રજાઇને અફલાતૂન, કિક્કરને ગુલાબ, શાકને સબ્જપલા(લીલોતરી), સાવરણીને સુંદરી, લિંગને હન્ના, હાથીને કટ્ટા, મુરઘાને કાઝી, લંગોટને ખિસકૂ, ચિલમને ખોતી, રાખને ખંડ, મૂંગા-બહેરાને ગુપ્તા, યુદ્ધ માટે ઘલ્લુઘારા, સોય માટે ચલાકણ, વહાણને ગડ્ડા(ખાડો), વહાણમાં ચડવવાને અમૃતપાન, મુસ્લિમ માટે તુરક, દિવસને પ્રકાશ સિંહ અને રાતને અંજની.

પ્રસાદને ગફા, દાળને ભાજા, મીઠાને સરવરસ, ખાંડને ચુપ, ગોળને સિરજુડ, મરચાને લડાકી, કડછીને દયાલકૌર, રિંગણને બટેરા, બટેટાને અંડા, માછલીને જલતોરી, ચણાને બદામ, દૂથને સમુદ્ર, દહીંને જક્કા, ઘીને પંજવા, કારેલાને તીતર, ચાકૂને કોતવાલ, બોરને ખજૂર, મલાઇને ગૂદડ, દારૂને ગંગાજળ, લોટને ચૂનો, મીઠાને ચૌથા, તેલને છેંવા, હલવાને પ્રસાદનું પંચામૃત કહે છે.

તેમની ભાષાની એક વાનગી...

તમે કહેશો, છોકરો પાઘડી બાંધી રહ્યો છે. નિહંગ કહેશે- ભુંચશી દસ્તાર સજા રહા હે. સામાન્ય માણસ કહેશે મહિલા રોટલી બનાવી રહી છે, નિહંગ કહેશે બીબી પ્રસાદે સજા રહી હે, સામાન્ય માણસ કહેશે હલવાઈ હલવો બનાવી રહ્યા છે, તો નિહંગ કહેશે કે ભાઈ દેગ સજા રહા છે.

શીખોના 10મા ગુરુએ અમૃત જળ પીવડાવીને નાખ્યો હતો નિહંગ ફોજનો પાયો

  • શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહજી (1595-1644)ના સમયમાં નિહંગ સેના હતી, પરંતુ તે સમયે તેનું નામ ન તો નિહંગ હતું અને ન તો આજના નિહંગોની જેવો પોશાક હતો. તેઓ સામાન્ય સૈનિકો જેવા દેખાતા હતા.
  • તે લગભગ 400 વર્ષ પહેલાંની વાત છે. મુઘલ બાદશાહ જહાંગીરે હરગોવિંદ સિંહને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા. જ્યારે તેઓ મુક્ત થયા તો તેમને લેવા બુડ્ઢા સિંહ અમૃતસરથી ગ્વાલિયર રવાના થયા. બુડ્ઢા સિંહ શીખો પહેલાં ગુરુથી લઇને છઠ્ઠા ગુરુ સુધીના સેવક રહ્યા હતા.
  • રસ્તામાં બુડ્ઢા સિંહની સાથે 30 હજારથી વધુ શીખો જોડાયા. જ્યારે તેઓ ગુરુ હરગોવિંદ સિંહને મળ્યા ત્યારે ગુરુએ તેમને વરદાન આપ્યું કે ભવિષ્યમાં તમારા નામે દળ ચાલશે. આ પછી તેમના નામે શિરોમણિ અકાલી બુડ્ઢા દળના નામે શીખ ફોજનો પાયો રાખવામાં આવ્યો.
  • શીખોના 10માં ગુરુ ગોવિંદ સિંહ (1666-1708)એ આ સેનાને અમૃત છકાયા, એટલે કે પવિત્ર પાણી પીવડાવ્યું, શસ્ત્રો, બાણ (વસ્ત્ર) અને બાની એટલે કે ભાષા આપી અને તેને નિહંગ તરીકે વ્યાખ્યાયિત કરી.
  • તેમણે કહ્યું કે નિહંગો રાજાની સાથે યોગી પણ હશે. તેથી જ તેઓ રાજ જેવા શસ્ત્રો રાખે છે અને યોગીઓની જેમ વસ્ત્રો પહેરે છે. તેઓને ગુરુ કી લડલી ફોજનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
  • ગુરુ ગોવિંદ સિંહે મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી બુડ્ઢા દળના પ્રથમ જથેદાર બાબા બિનોદજીને બનાવ્યા. બુડ્ઢા દળ એટલે કે નિહંગ શીખોની રેજિમેન્ટ, તેના પ્રમુખને જથેદાર કહેવામાં આવે છે.
  • મહારાજા રણજિત સિંહનું શાસન સ્થાપિત કરવા માટે નિહંગોએ 1818માં અફઘાન દળો પર હુમલો કર્યો અને જીત મેળવી. આ પછી 30 એપ્રિલ 1837ના રોજ અફઘાન શાસક મોહમ્મદ ખાનની સેના અને નિહંગોની સેના વચ્ચે યુદ્ધ થયું, જેમાં નિહંગોની જીત થઇ હતી.
  • ગુરુ ગોવિંદ સિંહે બિનોદજીને નગારા, નિશાન સાહિબ, શસ્ત્રો અને 20 શીખોની ટુકડી આપીને નાંદેડથી પંજાબ મોકલ્યા હતા. તેનિશાન સાહિબ અને નગારા બુડ્ઢા દળ પાસે હજુ પણ છે.
આ ઝંડા વચ્ચે જે પ્રતીક છે એ નિશાન સાહિબ છે. આ નિહંગ શીખોની ઓળખ છે. જ્યાં પણ આ ઝંડો દેખાય છે, એનો મતલબ ત્યાં નિહંગોની હાજરી છે. તેની બંને તરફ તલવાર, વચ્ચે ગોળાકાર ચક્ર અને કૃપાણ હોય છે.
આ ઝંડા વચ્ચે જે પ્રતીક છે એ નિશાન સાહિબ છે. આ નિહંગ શીખોની ઓળખ છે. જ્યાં પણ આ ઝંડો દેખાય છે, એનો મતલબ ત્યાં નિહંગોની હાજરી છે. તેની બંને તરફ તલવાર, વચ્ચે ગોળાકાર ચક્ર અને કૃપાણ હોય છે.
અન્ય સમાચારો પણ છે...