તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1 માર્ચથી શરૂ થનારી સ્પેકટ્રમની હરાજી માટે જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા ત્રણેય ટેલિકોમ કંપનીઓએ અર્નેસ્ટ મની ડિપોજિટ (EMD) જમા કરી દીધા છે. હરાજી માટે ક્વોલિફાઇ કરી ચૂકેલી કંપનીઓની યાદી જાહેર કરતાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (DoT)એ આ જાણકારી આપી છે. અર્નેસ્ટ મની ડિપોજિટ, હરાજીમાં સામેલ થનારી કંપનીઓ તરફથી જમા કરવામાં આવતી સિકટોરિટી મની હોય છે. EMDતરીકે જમા કરવામાં આવેલી રકમ ટેલિકોમ કંપનીઓની બોલી લગાવવાની રણનીતિ વિશે પણ જણાવે છે, કેમ કે રકમના હિસાબથી ટેલિકોમ ઓપરેટરને એલિજીબીલીટી પોઈન્ટ મળે છે. આ જ પોઈન્ટના હિસાબથી ઓપરેટર કોઇ વિશેષ સ્પેક્ટ્રમ સર્કલમાં હિસ્સો ખરીદી શકે છે.
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (Jio)એ EMD તરીકે 10 હજાર કરોડ રૂપિયાની રકમ જમા કરી છે, જ્યારે એરટેલે ફ્ક્ત 3 હજાર કરોડ રૂપિયા અને વોડાફોન-આઇડિયાએ માત્ર 475 કરોડની રકમ EMD તરીકે જમા કરી છે. DoTની નોટિસ પ્રમાણે, સૌથી વધુ EMD આપનાર જિયોને 73007 એલિજીબીલીટી પોઈન્ટ મળ્યા છે. એરટેલને 24924 પોઈન્ટ અને વોડાફોન-આઇડિયાને 6153 પોઈન્ટ મળ્યા છે.
એરટેલની સરખામણીએ જિયોએ બેગણાંથી વધુ સ્પેક્ટ્રમ ખરીદવું પડશે
ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, જિયોના સ્પેક્ટ્રમ ખરીદવાની મહત્તમ મર્યાદા 50-70 હજાર કરોડ રૂપિયાની હશે. જિયો હરાજીમાં સૌથી વધુ રૂપિયા ખર્ચ કરે છે કારણ કે તેને એક્સપાયર થઈ રહેલ સ્પેક્ટ્રમનું રિન્યૂ કરવું પડશે અને ડેટાના વધતા વપરાશને પહોંચી વળવા માટે નવું સ્પેક્ટ્રમ પણ ઉમેરવું પડશે. જ્યારે, ભારતી એરટેલની મર્યાદા લગભગ 15-25 હજાર કરોડ રૂપિયા છે અને વોડાફોન-આઇડિયાની લિમિટ 2500-3500 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદવાની હશે.
રિલાયન્સ જિયોની સામે પોતાના 4Gના નબળા પ્રદર્શનને સુધારવાનો પડકાર પણ
છેલ્લા પાંચ મહીનાથી જિયોની સરખામણીએ એરટેલના સબ્સક્રાઇબર્સ ઝડપી વધી રહ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI મુજબ, ડિસેમ્બરમાં એરટેલના નેટવર્ક પર 400 લાખથી વધુ વાયરલેસ સબ્સક્રાઇબર્સ જોડાયા, જ્યારે જિયોના નેટવર્ક પર જોડાતાં વાયરલેસ સબ્સક્રાઇબર્સની સંખ્યા 4.7 લાખ રહી. વાયરલેસ ડેટાની વાત કરીએ તો 2020માં જિયોના ડેટાનાં વપરાશમાં 22%નો વધારો થયો, જ્યારે એરટેલના ડેટાનો વપરાશ 52% વધ્યો. સંકેત સ્પષ્ટ છે કે 2020માં જિયોના ગ્રોથનું એન્જિન ટ્રેક પર ડગમગી રહ્યું છે.
જિયોની પાસે 40 કરોડ ગ્રાહકોનું મોટું નેટવર્ક છે, પરંતુ હાલના સ્પેક્ટ્રમ ક્ષમતા મર્યાદિત હોવાના કારણે વપરાશકર્તાનો અનુભવ ઘટી ગયો છે. આ રીતે, જિયોની સામે પોતાનું નબળાં પ્રદર્શનને સુધારવાનો પડકાર છે.
ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશનના ચેરમેન પ્રો.એનકે ગોયલ કહે છે કે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જિયોના આવ્યા બાદ સતત બદલાવ થઈ રહ્યા છે. જિયોના કારણે કંપનીઓએ ઓછી કિંમતો પર ડેટા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ વખતે સ્પેક્ટ્રમની હરાજીમાં સૌથી વધુ જિયો પર ભાર પડશે. તેની અસર જિયોના સબ્સક્રાઇબર્સ જ નહીં, પણ બીજી કંપનીઓ પર પણ પડી શકે છે, કારણ કે જિયોએ પોતાના પ્લાન બદલ્યા તો નિશ્ચિત બીજી કંપનીઓ પણ પોતાના ડેટા પ્લાનમાં ફેરફાર કરશે.
2300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ હરાજીમાં સ્પર્ધા
ક્વાલકોમના વાઇસ પ્રેસિડેન્ટ પરાગ કાર અનુસાર, "રિલાયન્સ જિયો 800MHzના ઘણા સ્પેક્ટ્રમ લેશે." હાલમાં રિલાયન્સ જિયો દેવામાં ડૂબી ચૂકેલી રિલાયન્સ કમ્યુનિકેશનના 800 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. તેના 21 સર્કલમાંથી 18 સર્કલનું લાઇસન્સ જુલાઈ-ઓગસ્ટ 2021માં સમાપ્ત થશે.
આ સિવાય જિયો 1800MHz અને 2300 MHz બેન્ડના સ્પેક્ટ્રમ પણ ખરીદશે. તેનાથી 3G અને 4G સેવાઓમાં સુધારો થશે. રિલાયન્સ જિયોને તેનું 4G સ્પેક્ટ્રમને 23.4 મેગાહર્ટઝથી વધારીને 40.82 MHz કરવા માંગશે. એરટેલ પણ આ જ ફ્રિકવેંસીમાં સ્પેક્ટ્રમ ખરીદવા જઈ રહ્યું છે. જેના કારણે તેની કિંમત રિઝર્વ કિંમત કરતા 75% સુધી વધી શકે છે.
ગ્રાહકોને મોબાઈલ ફોનનું રિચાર્જ પડશે મોંઘું
ક્રેડિટ સૂઈસના અહેવાલ મુજબ રિલાયન્સ જિયો મહત્તમ સ્પેક્ટ્રમ મેળવી શકે છે, કારણ કે 35 ટકા બજારની ભાગીદારી અને તેના કરતા વધારે ટેરિફ હિસ્સેદારી સાથે તે પોતાના નેટવર્કની ક્ષમતા વધારવા માંગે છે. સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ જિયોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે, જેની ભરપાઈ જિયો તેની ટેરિફ વધારીને કરી શકે છે.
રેટિંગ એજન્સી ઈક્રા (ICRA)ને અપેક્ષા છે કે મોબાઇલ ઓપરેટર કંપનીઓ આગામી એક કે બે ક્વાર્ટરમાં ટેરિફના વધારાના આગલા રાઉન્ડમાં પ્રવેશ કરશે. રિલાયન્સ પોતાના ટેરિફ પ્લાનમાં મોંઘા કરશે તો એરટેલ અને વોડાફોન-આઇડિયા પણ ટેરિફમાં વધારો કરી શકે છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા પર પણ બાકી AGR જમા કરાવવા દબાણ છે.
1 માર્ચથી સ્પેકટરની હરાજી, 5G સામેલ નહીં
1 માર્ચથી થનારી સ્પેક્ટ્રમ હરાજીમાં 700 MHz થી 2500 MHzના 7 બેન્ડમાં 2300 યુનિટ તરંગોની હરાજી થવાની છે. આ તરંગોની કુલ બેઝ વેલ્યૂ 3.92 લાખ કરોડ રૂપિયા રાખવામા આવી છે. જેમાં 5G સ્પેક્ટ્રમને સામેલ કરવામાં અવાયું નથી. આ પહેલા પાંચ વખત સ્પેક્ટ્રમની હરાજી થઈ ચૂકી છે. છેલ્લી હરાજી ચાર વર્ષ પહેલા થઈ હતી. જો કે ઇકોનોમિક ટાઈમ્સ મુજબ સરકારને આ હરાજીથી માત્ર 50 હજાર કરોડની કમાણીની અપેક્ષા છે. આવું એટલા માટે કેમ કે સૌથી વધુ કિંમત વાળા 700 MHz તરંગો 2016ની જેમ આ વખતે પણ ન વેચવાનો ડર છે.
કંપનીઓની ફરિયાદ રહે છે કે ઓછા સ્પેક્ટ્રમના કારણે તેઓ ગ્રાહકોને સારી સર્વિસ આપી શકતા નથી. વધુ સ્પેકટ્રન મળવાથી સર્વિસ ક્વોલિટીમાં સુધારો થવાની આશા છે. સમગ્ર દેશમાં 22 ટેલિકોમ સર્કલ છે. 700, 800 અને 2300 MHz સ્પેક્ટ્રમની હરાજી તમામ 22 સર્કલ માટે, 1800 MHzની 21 માટે, 900 અને 2100 MHzની 19 માટે અને 2500 MHzની 12 સર્કલ માટે થશે. સરકારે 3300-3600 મેગાહર્ટ્ઝ ફ્રીક્વેંસી બેન્ડવાળા સ્પેક્ટ્રમને આ હરાજીમાંથી બહાર રાખેલ છે. આ સ્પેક્ટ્રમ 5G સર્વિસ માટે હોય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.