તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Unnav Gangrape Case: Gangraped At Gunpoint, Burned Alive If Prosecuted; No More Hearings Due To Corona

ઉન્નાવ ગેંગરેપ કેસઃ:બંદૂકના જોરે ગેંગરેપ કર્યો, કેસની પેરવી શરૂ કરી તો જીવતી સળગાવી; હવે કોરોનાને લીધે સુનાવણી થતી નથી

ઉન્નાવ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાની ભાભી કહે છે- અમારા ઘરની પુત્રી મરી તો તમામ મોટા નેતા આવ્યા, દેશભરમાંથી મીડિયા આવ્યું, પણ હવે મારા છ વર્ષના પુત્રનું અપહરણ થઈ ગયું છે તો કોઈ પૂછવા આવતું નથી
  • 12 ડિસેમ્બર 2018ના રોજ શિવમ અને શુભમે બંદૂકની અણીએ ગેંગરેપ કર્યો હતો, પોલીસે અરજી પણ લીધી નથી, મજબૂરીમાં કોર્ટ દ્વારા કેસ દાખલ કરાયો

‘મારી બહેન પોલીસ ફોર્સમાં ભરતી થવા માગતી હતી, પણ તેને જીવતી સળગાવી દીધી. અમને એવો બિલકુલ અંદાજ નહોતો કે આરોપી આવું પણ કરી શકે છે. અમને પોલીસે પણ જણાવ્યું નહોતું. અમને તો એ માણસ દ્વારા ખબર પડી, જેણે તેને જીવતી સળગતા જોઈ હતી.’

આમ કહીને રેપપીડિતાની નાની બહેન રડી પડે છે. સાડીનો પાલવ સંભાળતાં પીડિતાની ભાભી પોતાની નણંદને સંભાળતાં કહે છે કે ‘જ્યારે અમારા ઘરની પુત્રી મરી તો તમામ મોટા નેતા આવ્યા, દેશભરમાંથી મીડિયા આવ્યું, પણ હવે મારા 6 વર્ષના પુત્રનું અપહરણ થઈ ગયું છે તો કોઈ પૂછવા આવતું નથી. પોલીસ પણ 14 દિવસથી શોધી શકી નથી. હવે તો મેં તે જીવિત હોવાની આશા પણ છોડી દીધી છે.’

નાની બહેન કહે છે, ‘12 ડિસેમ્બર, 2018ની એ અપશુકનિયાળ તારીખે મારી બહેન સાથે શિવમ અને શુભમે બંદૂકની અણીએ ગેંગરેપ કર્યો હતો. અમે જ્યારે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી તો પોલીસે સાંભળ્યું જ નહીં. મજબૂરીમાં કોર્ટ દ્વારા કેસ નોઁધવામાં આ્યો. સુનાવણી શરૂ થઈ તો બહેન ખુદ કેસની પેરવી કરવા કોર્ટમાં જતી હતી. આ કેસમાં શિવમ કોર્ટમાં હાજર થયો પણ દબંગ શુભમ ગામમાં જ રહ્યો. રોજ અમને લોકોને ધમકાવતો હતો.’

બહેને કહ્યું-તે 5 ડિસેમ્બર, 2019નો દિવસ હતો. રાયબરેલી કોર્ટમાં અમારા કેસની સુનાવણી હતી. નક્કી થયું હતું કે મારી બહેન, હું અને ભાઈ જઈશું. સવારે 5 કિમી દૂર સ્ટેશનથી ટ્રેન પકડવાની હતી, પણ કોઈ કારણસર અમારું જવાનું કેન્સલ થઈ ગયું તો અમે રોકાઈ ગયાં અને બહેન સવારે નીકળી ગઈ.

સવારે 4.30 વાગ્યા હશે, બહેન ગામથી થોડે દૂર બહાર પહોંચી હતી કે બે દિવસ પહેલાં જામીન પર છૂટીને આવેલા આરોપીઓએ પોતાના ત્રણ સાથીઓની સાથે મળીને તેને જીવતી સળગાવી દીધી. મારી બહેન બહાદુર હતી, તેણે સળગતી હાલતમાં લોકોની મદદ માગી, પણ ઉન્નાવથી લખનઉ અને પછી દિલ્હી જઈને તે 7 ડિસેમ્બર 2019ની રાતે 11 વાગ્યે મૃત્યુ પામી. અંતિમ સમયમાં તે એ જ કહેતી રહેતી કે મને ન્યાય જરૂર અપાવજો.

સુરક્ષા માટે પોલીસ આપી અને તેમના હોવા છતાં 6 વર્ષનો પુત્ર ગાયબ થઈ ગયો, એવી સુરક્ષાનો શું ફાયદો?
ઉન્નાવથી લગભગ 50 કિમી દૂર બિહાર પોલીસ સ્ટેશનથી 8 કિમી ગામમાં પ્રવેશતાં જ લગભગ 100થી 150 મીટરના અંતરે રેપપીડિતાનું ડાબી બાજુએ ઘાસના છાપરાનું ઘર બનેલું છે. અંદર થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. રોજની જેમ પિતા અને ભાઈ ખેતરે જવાની તૈયારી કરી રહ્યા છે પણ અમને જોઈને રોકાઈ ગયા. ઘરની સામે જ પોલીસકર્મી પણ ઊભેલા છે, જે પરિવારની સુરક્ષામાં છે.
ભાઈ સાથે અમે જ્યારે વાત કરી તો કહ્યું, ‘સાહેબ, સરકારે અમારી સુરક્ષા માટે પોલીસ આપી હતી. તેમના હોવા છતાં અમારો 6 વર્ષનો પુત્ર ગાયબ થઈ ગયો છે. આવી સુરક્ષાથી શું ફાયદો? 2 ઓક્ટોબરે અમે બધા ખેતરે ગયા. ઘરમાં પત્ની હતી અને પુત્ર બહાર રમતો હતો. અમે જ્યારે પરત આવ્યા તો તે ગાયબ હતો. ગામમાં, ખેતરમાં બધે ખૂબ શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં. 14 દિવસથી પોલીસ સ્ટેશને રોજ જઈએ છીએ પણ ક્યાંય કોઈ સાંભળતું નથી. કેસ નોંધીને કામ પતાવી દીધું છે. હજુ સુધી કોઈ કડી મળી નથી.’

ઘરની બહારમાં પિતા ત્યાં જ બેઠેલા છે, જ્યાં 10 મહિના અગાઉ તેમની પુત્રીની લાશ રાખવામાં આવી હતી. તેઓ કહે છે, ‘મારી પુત્રી શિક્ષિત હતી. દુનિયાદારી જાણતી હતી. હવે તે નથી. જે દિવસે મરીને ઘરે પરત આવી, તેના પછી એક-એક કરીને સૌ અહીંથી ચાલ્યા હતા. તેના પછી કોઈએ પાછું વળીને આ તરફ જોયું પણ નથી કે અમારી શું હાલત છે.

અવારનવાર આરોપીઓ ધમકી આપે છે, ગાળો આપે છે. ગામમાં ગણતરીનાં વાલ્મીકિ સમાજનાં ઘર છે. કોઈ અમને ખુલ્લેઆમ ટેકો પણ આપતું નથી. હવે અમારો પૌત્ર ગાયબ થઈ ગયો છે. આ લોકોએ અમને ડરાવવા-ધમકાવવા માટે તેનું અપહરણ કરી લીધું છે, પણ અમે ડરીશું નહીં.

નાની બહેને કહ્યું, ‘કોર્ટમાં કેસ પહોંચી ગયો છે પણ કોરોનાના કારણે સુનાવણી થતી નથી. હવે આ સરકારે વિચારવાનું છે કે અમને લોકોને ન્યાય કેવી રીતે મળશે. સરકારે પરિવારના એક સભ્યને નોકરી આપવાનું કહ્યું હતું, એ પણ આપી નથી. સરકારે ઘર આપવાનું કહ્યું હતું, તો ઉન્નાવમાં એક રૂમમાં કાંશીરામ આવાસ આપ્યું છે. હવે તમે જ કહો કે 10 લોકોનો પરિવાર કેવી રીતે રહેશે? મેં ઘણીવાર કહ્યું કે અમને સીએમ સાહેબને મળવા દો પણ મળવા દેતા નથી. જ્યારે હું ખુદ ત્રણ મહિના પહેલાં સીએમ આવાસ પર લખનઉ પહોંચી તો મને પોલીસવાળા પોલીસ સ્ટેશને લઈ ગયા. રાત્રે 10 વાગ્યે મને છોડી દીધી. એ સમયે પ્રિયંકા ગાંધી, સપાના નેતા અને સરકારના મંત્રી આવ્યાં હતાં. તમામ લોકો ફોન નંબર આપીને જતાં રહ્યાં, પણ હવે ફોન કરો તો નામ સાંભળતાં જ નામ સાંભળીને કાપી નાખે છે. હવે સમજાતું નથી કે ન્યાય માટે ક્યાં જવું.’

રેપપીડિતાના ભાઈ કહે છે કે ‘દસ મહિનામાં ઘણું બદલાઈ ગયું છે. હું દિલ્હીમાં કામ કરતો હતો, કેસના ચક્કરમાં મારું કામ છૂટી ગયું. જે પૈસા સરકાર પાસેથી મળ્યા હતા એ કેસમાં અને ઘરનો ખર્ચ કાઢવામાં વપરાઈ રહ્યા છે. જો સરકાર કોઈ નોકરી આપત તો કંઈ નહીં તો ગુજરાન તો આસાનીથી ચાલી શક્યું હોત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો