તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Future Of Payments In India, Digital Payment; All You Need To Know About Future Payments Voice Technology Face Recognition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં પેમેન્ટનું ભવિષ્ય:ના કેશ કે ના કોઈ કાર્ડની જરૂર, દરેક લેણ-દેણ ચહેરા અને અવાજથી થશે!

આદિત્ય દ્વિવેદી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ઇનોવેશન અને ટ્રેન્ડ્સ ભારતમાં પેમેન્ટની રીત બદલી રહ્યા છે
  • દેશ કેશલેસ ઈકોનોમીની સાથે કોન્ટેક્ટલેસ પેમેન્ટ તરફ વધી રહ્યો છે

પાંચ વર્ષ પહેલાં હું એક કપડાંની દુકાન પર ગયો. મારા મનગમતા કપડાં પસંદ કર્યા અને પર્સમાંથી કેશ કાઢીને પેમેન્ટ કર્યું અને સામાન લઇને ઘરે આવી ગયો.

બે વર્ષ પહેલાં હું એક સુપરમાર્કેટમાં ગયો. જરૂરીયાતની વસ્તુઓ ખરીદી. મોબાઈલથી QR કોડ સ્કેન કરીને UPIથી પેમેન્ટ કર્યું અને સામાન લઈને ઘરે આવી ગયો.

આજે સવારે હું મારી કાર લઇને એક ટોલ ટેક્સ પરથી પસાર થયો. સિસ્ટમે જાતે જ ફાસ્ટેગ સ્કેન કરીને પેમેન્ટ કર્યું અને હું કોઈ પણ તકલીફ વગર કાર લઈને ઘરે આવી ગયો.

આવું માત્ર મારા સાથે જ નથી પણ તમારી સાથે પણ આવું થયું જ શે. ઉપર જણાવેલી ત્રણેય વાતમાં એક વસ્તુ જે બદલાઈ છે એ છે પેમેન્ટની રીત. દુનિયામાં જે રીતે પેમેન્ટની રીતમાં ફેરફાર થઇ રહ્યા છે તે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં થઇ રહેલા ફેરફારો કરતાં ઝડપી અને વધારે છે.

ભારતની ઈકોનોમી લાંબા સમયથી કેશ કિંગ રહી છે. એ પછી બેંક ચેક અને કાર્ડનું ચલણ આવ્યું. 2016માં નોટબંધી પછી કેશલેસ ઈકોનોમીની ચર્ચાએ જોર પકડ્યું. તેની સાથે જ ભારતમાં મોબાઈલ પેમેન્ટને વેગ મળ્યો.

આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ભારતમાં ગૂગલ પે, પેટીએમ, ફોન-પે જેવા UPI પ્લેટફોર્મ પર દર મહિને 1.22 બિલિયન એટલે કે આશરે 122 કરોડની લેણ-દેણ થાય છે. શાકભાજીવાળાથી લઇને, છાપાવાળા, ચાની દુકાનથી લઈને ફાઈવસ્ટાર હોટેલ જેવી અનેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે.

કેશથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી. લેણ-દેણની રીતોએ ભારતમાં એક લાંબો રસ્તો કાપ્યો છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે આગળ શું? ભારતમાં પેમેન્ટનું ભવિષ્ય શું હશે? અંગૂઠો, ચહેરો જે અવાજથી રૂપિયા ટ્રાન્સફર કરવાની વાતમાં કેટલું સત્ય છે અને કેટલું નહિ. અમે આ પ્રશ્નોના જવાબ શોધવાના પ્રયત્નો કર્યા છે.

ભારતમાં પેમેન્ટનું ભવિષ્ય 5 ઇનોવેશન પર ટક્યું છે
જાન્યુઆરી 2018માં અમેરિકાને સિએટલ શહેરમાં એમેઝોને એક અનોખો સ્ટોર ખોલ્યો. ‘એમેઝોન ગો’ નામના આ ગ્રોસરી સ્ટોરમાં તમારે બિલિંગ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમારે સ્ટોરમાં જવાનું છે. મોબાઈલ એપ સ્કેન કરવાની છે. સ્ટોરમાંથી તમારે જે વસ્તુઓની જરૂર હોય તે લઇને ઘરે જતા રહેવાનું છે.

બાકીનું બધું કામ સિસ્ટમ કરી દેશે અને તમારા સામાનનું બિલ તમારી મોબાઈલ એપ પર આવી જશે. હાલ તો ‘એમેઝોન ગો’ જેવા સ્માર્ટ સ્ટોર ભારતમાં ખૂલવામાં થોડી વાર લાગશે, પરંતુ પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક મોટા ઇનોવેશન છે જે ટૂંક સમયમાં જોવા મળી શકે છે કે દેખાવાનું શરુ થઇ ગયું છે....

1. એક અંગૂઠામાં બેંકની ચાવી છુપાયેલી છે ‌‌(Biometric Authentication)
સ્માર્ટફોનની દુનિયામાં બાયોમેટ્રિક ટેક્નોલોજી કોઈ નવી વાત નથી. તમે પણ તમારો સ્માર્ટફોન કે લેપટોપ ફિંગર પ્રિન્ટની મદદથી ઓનલોક કરતા હશો. હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ પેમેન્ટની દુનિયામાં કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. બાયોમેટ્રિકના ઉપયોગથી બે વાત થશે. પ્રથમ, તમારે પિન યાદ રાખવાની જરૂર નહિ પડે. બીજું, કોઈ અન્ય ફ્રોડ કરીને તમારી જગ્યાએ પેમેન્ટ નહિ કરી શકે. તેનાથી પેમેન્ટ કરતી વખતે તમને સરળતા રહેશે, સુરક્ષિત અનુભવ કરશો.

ભારતમાં હાલની સ્થિતિ પ્રમાણે પેમેન્ટ માટે બાયોમેટ્રિક ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો નથી. UKમાં કેટલીક બેંક ટ્રાયલ મોડ પર બાયોમેટ્રિક કાર્ડ જાહેર કરી રહ્યા છે. પેમેન્ટ ગેટવે કંપની રેઝર પેના હર્ષિલ માથુરનું કહેવું છે કે, આ દિશામાં મોટી કંપનીઓ ઇનોવેશન કરી રહી છે. ટૂંક સમયમાં પેમેન્ટની દુનિયામાં પિનની જગ્યા બાયોમેટ્રિક જેવી ટેક્નોલોજી લઇ શકે છે.

2. અવાજ જ ઓળખ છે (Voice Payments)
તમને યાદ હશે કે વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કેવી રીતે જોક્સ બનાવવા માટે કરવામાં આવતો હતો. એલેક્સાને કોઇપણ ઉલ્ટો-સીધો સવાલ પૂછો અને મજેદાર જવાબ મળતો હતો. પરંતુ એ વખતે ક્યાં એવો અંદાજ પણ હતો કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં તમારા અવાજને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. દરેકના અવાજમાં એક ખૂબી હોય છે. આ જ ખૂબી અને વિશિષ્ટતાનો ઉપયોગ કરવાની તૈયારી થઈ રહી છે. એમેઝોન પે અને ગૂગલ પે જેવી મોટી કંપનીઓ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો આ પ્રયોગ સફળ થયો તો વોઇસ પેમેન્ટની આ પદ્ધતિ બહુ અનુકૂળ અને ઝડપી સાબિત થશે.
ભારતમાં પરિસ્થિતિ: ભારતમાં વોઇસ પેમેન્ટ આવવાને હજી ઘણી વાર છે. USમાં આની પર કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, આની સાથે સૌથી મોટો પડકાર સેફ્ટી અને પ્રાઇવસી છે.

3. ચહેરામાં એ જાદૂ છે (Face Recognition)
અત્યાર સુધી તમામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સ્માર્ટફોનની આસપાસ જ ઇનોવેશન કરી રહી છે. પરંતુ ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીને એ રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે, જેમાં મેબાઇલ ફોનની જરૂર જ નહીં પડે. તમારો ચહેરો જ તમારો બેંક અકાઉન્ટ અને પાસવર્ડ બની જશે. પેમેન્ટની આ રીતથી કેશ, કાર્ડ, મોબાઇલની દરેક ઝંઝટ જ પૂરી થઈ જશે. ચીને પણ પેમેન્ટની આ પદ્ધતિ અપનાવી લીધી છે. આમાં ગ્રાહકને POS (પોઇન્ટ ઓફ સેલ્સ) મશીનની સામે મૂકવામાં આવે છે. મશીનમાં કેમેરાનો સમાવેશ થાય છે, જેમાં ગ્રાહકનો ફોટોગ્રાફ લેવામાં આવે છે અને આઇડેન્ટિફિકેશન પછી પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય છે. પેમેન્ટની આ પદ્ધતિ ખૂબ ઝડપી અને સરળ છે. ભારતમાં પરિસ્થિતિ: ભારતમાં ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી હજી આવી નથી. પરંતુ એવી કેટલીક બાબતો છે જે અપેક્ષાઓ જગાડે છે. ઉદાહરણ તરીકે, ભારતમાં, આધાર કાર્ડમાં ફિંગર પ્રિન્ટ, ફેસ અને આંખની માહિતી હોય છે. ફિનટેક કંપનીઓ ટૂંક સમયમાં આ ડેટાનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં જ કોઈ પદ્ધતિ શોધી શકે છે, જેનાથી પેમેન્ટ ખૂબ જ ઇઝી અને સેફ થઈ જશે.

4. કાર્ડ પણ એડવાન્સ થઈ રહ્યા છે (Tap-and-go Payment)
કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની રીત શું છે? પહેલા કાર્ડને POS મશીનમાં સ્વેપ કરો. પિન દાખલ કરીને ઓથેન્ટિકેટ કરો. ત્રીજા સ્ટેપમાં તમારું પેમેન્ટ થઈ જાય છે. પરંતુ ટૂંક સમયમાં તે ભૂતકાળની વાત બની શકે છે. હવે ટેપ એન્ડ ગો પેમેન્ટનો જમાનો આવી રહ્યો છે. એટલે કે, તમારે હવે તમારું કાર્ડ મશીનમાં સ્વાઇપ કરવાની અથવા પિન સામેલ કરવાની જરૂર રહેશે નહીં. ફક્ત મશીનમાં કાર્ડ ટેપ કરો અને સામાન લઇને ઘરે જાઓ. બાકીનું કામ કાર્ડમાં લાગેલી EMV ચિપ અને RFID એન્ટિના દ્વારા આપમેળે કરી લેશે. અત્યારે સિંગાપોર અને સાઉથ કોરિયામાં ટેપ એન્ડ ગોનું ચલણ વધુ થઈ રહ્યું છે.

5. જાદુથી પેમેન્ટ થઈ જશે (Invisible Payments)
ડિજિટલ પેમેન્ટથી એક સ્ટેપ આગળની ટેક્નોલોજી છે ઈનવિઝિબલ પેમેન્ટ. આમા તમને સામાન અથવા સર્વિસને બદલે તાત્કાલિક પેમેન્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી. તમારા ખાતામાંથી એક નક્કી કરેલી લિમિટની અંદર પૈસા કપાઈ જાય છે. તેના માટે તમારે પહેલાંથી પરમિશન આપવાની હોય છે. તેને એક ઉદાહરણથી સમજો.

જેમ કે તમે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન લીધું. ત્યારબાદ દર મહિને તમારે પેમેન્ટ કરવાની જરૂરિયાત નથી. તમારા અકાઉન્ટમાંથી ઈનવિઝિબલ રીતે પૈસા કાપી લેવામાં આવે છે અને તમારી સર્વિસ રિન્યૂ થઈ જાય છે. ઈનવિઝિબલ પેમેન્ટને કેબ સર્વિસ ઉબર ઘણા દેશોમાં ઉપયોગ કરે છે.

ભારતમાં સ્થિતિ: ભારતમાં ઈનવિઝિબલ પેમેન્ટ આંશિક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જોકે ભારતમાં તેને લઈ ઘણા પડકારો છે. આ સેક્ટરના જાણકાર નવીન સૂર્યા કહે છે કે, પેમેન્ટ સંપૂર્ણ રીતે ઈનવિઝિબલ નહિ રહે. એ બની શકે કે પેમેન્ટની રીત સરળ બની જાય અને પિન અથવા કાર્ડની જરૂરિયાત ન રહે.

આવો, હવે તમને જણાવીએ ભારતમાં પેમેન્ટ ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ શું છે અને તે કઈ ગતિથી આગળ વધી રહી છે. તેના માટે અમે 3 ગ્રાફિક્સ અને તાજેકતરમાં લેવામાં આવેલા 2 નિર્ણયોનો ઉપયોગ કરીશું અને તમને આખો ટ્રેન્ડ સમજાવાનો પ્રયત્ન કરીશું.

5 વર્ષમાં 55%ના દરેથી વધ્યું મોબાઈલ પેમેન્ટ
ભારતમાં સસ્તા સ્માર્ટફોન અને સરળતાથી ઉપલબ્ધ સસ્તાં ઈન્ટરનેટને લીધે એપ્સનું ચલણ વધ્યું છે. એનાલિટિક્સ ફર્મ AppAnnieના તાજેતરના રિપોર્ટ અનુસાર, એપ ડાઉનલોડના મામલામાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. એપના ક્ષેત્રમાં આવેલી ક્રાંતિએ પેમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ક્રાંતિ લાવી છે. છેલ્લાં 5 વર્ષ દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટ અનેક ગણું વધ્યું છે. RBIના તાજેતરના આંકડા અનુસાર, 2015-16થી 2019-20 વચ્ચે ડિજિટલ પેમેન્ટ 55.1% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી વધશે. આ આંકડાને ગ્રાફિક્સ દ્વારા સમજીએ...

દરેક દુકાન સુધી પહોંચી મોબાઈલ પેમેન્ટની સુવિધા
દરેક હાથમાં મોબાઈલ આવી જવાથી મોબાઈલ પેમેન્ટની પહોંચ વધી છે. પેટીએમ 1 કરોડ 60 લાખ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં પેમેન્ટ સહયોગી છે. તેની સરખામણીએ કાર્ડવાળા પોઈન્ટ ઓફ સેલની સંખ્યા આખા દેશમાં માત્ર 50 લાખ છે. નાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો QR કોડવાળા પેમેન્ટને અપનાવી રહ્યા છે. તે ઉપયોગમાં દુકાનદાર અને ગ્રાહક બંને માટે સરળ છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની એક કેન્દ્રીય પેમેન્ટ સિસ્ટમ જે તમામ પ્રકારના બિલ્સ અને પેમેન્ટ એગ્રીગેટર્સને એક જ જગ્યાએ લાવી છે તેની વધુ બોલબાલા છે. હવે ગૂગલ પે ઈન્ડિયા અને એમેઝોન પે જેવી એપનાં માધ્મયથી હવે ગ્રાહક ટેલિકોમ, ગેસ, વિજળી અને ઈન્શ્યોરન્સ બિલ ઘરે બેઠા ભરી શકે છે.

ડિજિટલ વોલેટ અંધારામાં જઈ રહ્યું છે, UPIની ધૂમ
ભારતમાં શરૂઆતમાં પેટીએમે વોલેટ સર્વિસ શરૂ કરી હતી. તેમાં તમે નિશ્ચિત રકમ જમા કરાવી શકો છો. આ વોલેટ એક પ્રકારના કેશનો વિકલ્પ છે, પરંતુ આ ડિજિટલ વોલેટ્સની લિમિટ હોય છે. તેથી એક પેટીએમ વોલેટ યુઝર અન્ય પેટીએમ યુઝરને જ પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

2016માં UPIના લોન્ચિંગ સાથે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક ક્રાંતિ આવી ગઈ. UPIએ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપી. વોલેટમાં તમારા પૈસા પર કોઈ વ્યાજ નથી મળતું, પરંતુ બેંકમાં રહેલી રકમ પર વ્યાજ મળે છે. વોલેટમાં KYC કરાવવું પડે છે, જ્યારે UPIમાં તેવું કશું જ નથી. તેથી ધીરે ધીરે ભારતમાં લોકો ડિજિટલ વોલેટને બદલે UPI તરફ વળ્યા છે. ગ્રાફિક્સમાં રહેલાં આંકડા એ વાતની પુષ્ટિ કરે છે.

હવે છેલ્લે વાત કરીએ તાજેતરમાં લેવામાં આવેલા 2 નિર્ણયોની જે આગામી દિવસોમાં ભારતમાં પેમેન્ટનું ભવિષ્ય નક્કી કરશે...

પ્રથમ નિર્ણય: ‘વ્હોટ્સઅપ પે’ને પેમેન્ટ સર્વિસની મંજૂરી મળી
NCPIએ વ્હોટ્સએપને ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા મંજૂરી આપી છે. ભારતમાં વ્હોટ્સએપના 400 મિલિયન અર્થાત 40 કરોડ યુઝર્સ છે. પેમેન્ટની મંજૂરી મળવાથી પૈસા મોકલવા હવે મેસેજ મોકલવા જેટલું સરળ બનશે. હાલ માત્ર 20 લાખ યુઝર્સને આ સર્વિસનો લાભ મળશે. વ્હોટ્સએપના મોટા યુઝર બેઝને જોઈ અન્ય પેમેન્ટ કંપનીઓ ચિંતિત બની છે. વ્હોટ્સઅપ પે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં નવી તસવીર ઊભી કરી શકે છે, તેમાં NCPIના નવા નિયમની ભૂમિકા મહત્ત્વની બને છે.

બીજો નિર્ણય: NCPIએ બેરિકેડ લગાવ્યું
NCPIએ તાજેતરમાં જ એક નવો નિયમ બનાવ્યો છે. જેમાં કોઈ થર્ડ પાર્ટી UPI એપ કુલ UPI લેનદેણના મેક્સિમમ 30% પોતાના પ્લેટફોર્મ પર કરી શકે છે. તેને આ રીતે સમજો કે જો ભારતમાં UPIના કુલ ટ્રાન્જેક્શન 100 રુપિયાનું થાય છે તો ગૂગલ પે, ફોન પે અથવા વ્હોટ્સએપ પે જેવી કંપનીઓ મેક્સિમમ 30 રૂપિયા સુધી જ ટ્રાન્જેક્શન કરી શકે છે. NCPIનો તર્ક છે કે, તેનાથી માર્કેટમાં કોઈ એક કંપનીની બોલબાલા નહિ રહે. હાલ ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને એમેઝોન પે મળીને UPI માર્કેટના કુલ 97% ટ્રાન્જેક્શન કરે છે. જ્યારે KPMGના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ 45થી વધારે મોબાઈલ વોલેટ અને આશરે 50 UPI આધારિત એપ્સ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો