અભિવ્યક્તિની આઝાદી એ લોકશાહીનો પાયો છે. ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી શકે છે. જોકે બધી વાતની જેમ અભિવ્યક્તિમાં પણ મર્યાદા કે વિવેકભાન હોવું જરૂરી છે. તેમાં પણ વાત જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધીની આવે ત્યારે તેમની જવાબદારી વધી જાય છે. આમ છતાં ક્યારેય ચૂંટાયેલા પ્રતિનિધીઓ શબ્દોની મર્યાદા તોડીને ન બોલાવું બોલી નાખતા હોય છે. વિધાનસભા કે સંસંદમાં આવા શબ્દોને સ્પિકર બિનસંસદીય શબ્દો ગણીને રેકોર્ડ પરથી દૂર કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાત વિધાનસભામાં કુલ 439 બિનસંસદીય શબ્દો બોલવામાં આવ્યા હતા. વર્ષ 1960થી 2017 સુધીના 57 વર્ષમાં ગુજરાતના ધારાસભ્યોએ બોલેલા 439 શબ્દોને સ્પિકરે બિનસંસદીય ગણી રેકોર્ડ પરથી દૂર કર્યા છે.
બિનસંસદીય શબ્દોની વ્યાખ્યા
બંધારણના અનુચ્છેદ 105(2)નો ઉલ્લેખ કરીને નિર્દેશિત કરવામાં આવે છે કે, સંસદના સભ્યોને ચર્ચા દરમિયાન આવા શબ્દોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી. સાંસદો માટે બંને ગૃહમાં શિસ્ત જાળવવી જરૂરી છે. લોકસભામાં પ્રોસિઝર કન્ડકટ ઓફ બિઝનેસ રૂલ 380 (અપવાદ) મુજબ, જો સ્પીકરને લાગે કે કાર્યવાહી દરમિયાન સભ્યો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો અસંવેદનશીલ, અભદ્ર, અપમાનજનક અથવા બિનસંસદીય છે તો તે તેમને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપવામાં આવે છે.
બિનસંસદીય શબ્દોના ઉપયોગ બદલ કાર્યવાહી
બંધારણના અનુચ્છેદ 105(2) મુજબ, સંસદ અથવા તેની કોઈ પણ સમિતીમાં કોઈ પણ વાત માટે અથવા તેના વતી આપવામાં આવેલ મત માટે સંસદનો કોઈ સભ્ય કોઈપણ અદાલતમાં કોઈ પણ કાર્યવાહી માટે જવાબદાર રહેશે નહિ. પરંતુ તેનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય ગૃહની અંદર કંઈપણ બોલવાની સ્વતંત્રતા છે. તે નિયમો હેઠળ મર્યાદિત છે.
ગુજરાત વિધાનસભા દ્વારા વર્ષ 1960થી 2017 સુધીના 57 વર્ષમાં રેકોર્ડ પરથી દૂર કરવામાં આવેલા કુલ 439 શબ્દોની એક પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. જેનો દિવ્ય ભાસ્કરે અભ્યાસ કરી આ ગ્રાફિકલ અહેવાલ તૈયાર કર્યો છે.
તો આવો નજર કરીએ ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાળમાં કેટલા અને કયા બિનસંસદીય શબ્દો બોલવામાં આવ્યા હતા....
નોંધ- ગુજરાતમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.
13 મે 1971 થી 17 માર્ચ 1972 9 ફેબ્રુઆરી 1974 થી 18 જૂન 1975 19 સપ્ટેમ્બર 1996 થી 23 ઓક્ટોબર 1996
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.