વડાપ્રધાન મોદી હાલ યુરોપિયન દેશોના પ્રવાસે છે. આ વર્ષનો આ તેમનો પહેલો વિદેશપ્રવાસ છે. ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે તેમનું જર્મનની રાજધાની બર્લિનમાં સ્વાગત થયું. બર્લિન એક એવું શહેર, જે યુદ્ધ, નરસંહાર અને શાંતિ ત્રણેયનાં ઉદાહરણ તરીકે રજૂ થઈ રહ્યું છે. આ શહેર હિટલરની રાજધાની હતી. તેણે આત્મહત્યા કર્યા પછી આ શહેરને જીતવાવાળા દેશોએ બે ભાગમાં વહેંચી દીધું, વચ્ચે 41 કિલોમીટરની દીવાલ ઊભી કરી દીધી. એ દીવાલને વર્ષ 1989માં તોડી નાખવામાં આવી.
અહીં 180થી વધુ મ્યુઝિયમ આવેલાં છે. દુનિયાનાં સૌથી સ્માર્ટ શહેરોમાં આ પાંચમા નંબર પર છે. આધુનિકતા અને પર્યાવરણ બન્નેમાં દુનિયાનાં 10 શહેરમાં સ્થાન મેળવ્યું છે. ચાલો, તમને બર્લિન સાથે જોડાયેલું સત્ય અને ઈતિહાસથી વાકેફ કરાવીએ. આ માટે તમારે ઉપર જઈને વીડિયો પર ક્લિક કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.