ભાસ્કર ઇનડેપ્થરાજકારણીઓની એક આખી પેઢી પૂરી:વજુભાઈ અને શંકરસિંહથી લઈ ભરતસિંહ સહિતના આ 11 નેતાનો રાજકીય સૂર્યાસ્ત, હવે નવી પેઢીના શિરે છે જવાબદારી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
ડાબેથી જયનારાયણ વ્યાસ, વજુભાઈ વાળા, શંકરસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ રાણા અને ભરતસિંહ સોલંકી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થયાં બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના બીજીવાર શપથ લીધા હતા. 2.0 પટેલ સરકારને 31 જાન્યુઆરીએ 50 દિવસ પૂર્ણ થયા હતા. જોકે આ સરકારમાં મોટા ભાગના નવોદિત મંત્રીઓ છે. રૂપાણી સરકારને ઘરે બેસાડ્યા બાદ જૂના ચહેરાઓની પણ બાદબાકી કરવામાં આવી હતી તેમજ આ ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયા, બચુ ખાબડ અને પુરુષોત્તમ સોલંકીને બાદ કરતાં રૂપાણી સરકાર સમયના એકપણ નેતાને મંત્રી બનાવવામાં આવ્યા નથી. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ હવે આખી પેઢી પૂરી થઈ ગઈ છે.

ભાજપમાં કેશુભાઈ સરકારથી લઈ નરેન્દ્ર મોદી સરકાર તેમજ કોંગ્રેસમાં અહેમદ પટેલના નિધન બાદ ભરતસિંહ સોલંકીથી લઈ સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હવે ભુલાઈ રહ્યા છે, જેમાંથી મોટા ભાગના નેતાઓ રાજકારણથી અલિપ્ત છે અથવા તો અલિપ્ત થવાની તૈયારીમાં છે. હવે રાજકીય સૂર્યાસ્ત થઈ રહ્યો હોય કે થવાની તૈયારીઓમાં હોય એવા 11 નેતા અંગે દિવ્ય ભાસ્કરે એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...