તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુમાં રહેતી પૂજા દેવી વર્તમાન સમયમાં ચર્ચામાં છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરવામાં આવી રહી છે. તેઓ જ્યાં પણ જઈ રહ્યાં છે ત્યાં તેમને જોવા માટે લોકો ભેગા થઈ જાય છે. કેટલાક લોકો તેમની સાથે સેલ્ફી પણ લે છે. હકીકતમાં પૂજાની આ લોકપ્રિયતાનું કારણ તેમનું જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા બસ-ડ્રાઈવર બનવાનું છે. કઠુઆના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પણ સોશિયલ મીડિયા પર પૂજાની તસવીર શેર કરી છે.
ગયા વર્ષે 23 ડિસેમ્બરના રોજ તેમને એક પ્રોફેશનલ ડ્રાઈવર તરીકે તેમની કરિયરની શરૂઆત કરી. તેમણે જમ્મુના કઠુઆની 80 કિલોમીટર યાત્રા કરી છે, જે તેમના માટે યાદગાર બની ગઈ. કઠુઆ જિલ્લાના બસોહલીથી આવતી પૂજા એક સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી.
સરળ ન હતી સફર
પૂજા કહે છે, ડ્રાઈવિંગ તેમનો શોખ રહ્યો છે. તેઓ હંમેશાં એક પ્રોફેશનલ ડ્રાઈવર બનવા ઈચ્છતા હતાં. જોકે ઘરના લોકો ઈચ્છતા ન હતા કે હું આ કામ કરું. તેમનું માનવું હતું કે આ કામ ફક્ત પુરુષોનું જ છે, મહિલાઓ માટે ડ્રાઈવર બનવું સુરક્ષિત નથી. અનેક લોકો આ વાતને હાસ્યાસ્પદ ગણાવતા હતા. કેટલાક લોકોએ આ અંગે વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી, જોકે મેં પણ નક્કી કરી લીધું કે જેને જે કહેવું હોય એ કહે, મારે મારું કામ ચાલુ રાખવાનું છે.
પૂજાએ પાંચ વર્ષમાં પ્રથમ વખત ડ્રાઈવિંગ શીખવાનું શરૂ કર્યું. જે લોકો પાસે નાની ગાડી અથવા કાર હતી, પૂજા તેમની પાસે થોડો સમય માટે વિનંતી કરી શીખતાં હતાં. ઘરના લોકો જ્યારે ઈન્કાર કરતાં ત્યારે છુપાઈને શીખતાં હતાં. ધીમે ધીમે તેમની પ્રેક્ટિસ થતી રહેતી. ત્યાર બાદ મામા રાજીન્દર સિંહે ટ્રક ડ્રાઈવિંગ શીખવ્યું. ત્યાર બાદ મેં વાહન ચલાવવા માટે અરજી કરી.
ગઈકાલે જેઓ વિરોધ કરતા હતા, આજે તેઓ પ્રશંસા કરે છે
તેમણે કહ્યું, શરૂઆતમાં કેટલાક લોકો આનો વિરોધ કરતા હતા. અમે તેમને અટકાવી શકીએ નહીં. હું બસ એટલું કહેવા માગું છું કે કોઈપણ કામ હોય, જો તમે એ કરવા ઈચ્છતા હો તો ચોક્કસ કરો. એવો સતત વિચાર ન કરશો કે લોકો શું કહેશે. ગઈકાલે જે લોકો મારો વિરોધ કરતા હતા આજે આ લોકો જ મને સોશિયલ મીડિયા અને ટીવી પર જોઈ રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે.
પૂજાના લગ્ન થઈ ચૂક્યા છે. તેમને ત્રણ બાળક છે. તેઓ કહે છે, ડ્રાઈવિંગ કામગીરી ઉપરાંત બાળકોની પણ કાળજી રાખવાની હોય છે. હું તેમની તમામ જરૂરિયાત પૂરી કરું છું. અગાઉ જ્યારે ડ્રાઈવિંગ શીખી રહી હતી ત્યારે પણ ઘરનું કામ કરતી હતી.
ડ્રાઈવિંગ માટે તાલીમ ઈન્સ્ટિટ્યૂટ ખોલવા ઈચ્છુ છું
પૂજા કહે છે, હવે તેમને ગર્વનો અહેસાસ થાય છે કે તે પોતાના સપના પૂરા કરી શકી. લોકો તરફથી તેમને ભરપૂર સપોર્ટ પણ મળી રહ્યો છે. તે કહે છે કે છોકરીઓ આ ફિલ્ડમાં આવે. હું તેમને તાલીમ આપવા તૈયાર છું. જ્યારે મહિલાઓ ફાઈટર પ્લેન ઉડાવી શકે છે તો એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે તો બસ શાં માટે નહીં. તેઓ આગામી સમયમાં એક તાલીમ સંસ્થા શરૂ કરવા ઈચ્છે છે,જેથી લોકોને ડ્રાઈવિંગ શીખી શકે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.