• Gujarati News
  • Dvb original
  • From Sex enhancing Viagra To Life saving Penicillin, These 5 Drugs Have Been Discovered Accidentally.

અચાનક થઈ આ પાંચ દવાની શોધ:હૃદય માટે બનાવેલી દવાની અસર ગુપ્તાંગમાં થઈ ને શોધાઈ વાયગ્રા, બારી ખુલ્લી રહી ગઈ ને શોધ થઈ બેક્ટેરિયા મારનારી દવા પેનિસિલિનની

4 મહિનો પહેલા

ક્રિસ્ટોફર કોલંબસ સોના અને મસાલા માટે એશિયાની શોધમાં ઘરેથી નીકળ્યો હતો. જોકે તેણે અમેરિકા શોધી નાખ્યું. આ જ રીતે વિશ્વમાં ઘણી દવાઓની શોધ પણ ભૂલથી કે આકસ્મિક થઈ છે. આ જ રીતે વૈજ્ઞાનિકો કોઈ બીમારીની દવા પર રિસર્ચ કરી રહ્યા હતા, પરંતુ તેમણે બીજી જ કોઈ બીમારીની દવા શોધી નાખી.

ડેનમાર્કમાં વૈજ્ઞાનિકોની એક ટીમ ગર્ભવતી મહિલાઓને મલેરિયાથી બચાવવા માટે એક દવા બનાવવા પર કામ કરી રહી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે મલેરિયાના પેરાસાઈટમાંથી નીકળતું પ્રોટીન કેન્સર સેલને મારી શકે છે. એ પછી વિશ્વમાં કેન્સર જેવી બીમારીની સારવારને લઈને એક આશાનું કિરણ દેખાવા લાગ્યું.

આ જ રીતે વિશ્વમાં સેક્સપાવરને વધારવા માટે વાયગ્રા સહિતની 5 દવાની શોધ એક્સિડન્ટલી થઈ છે. વાંચો આ દવાઓના બનાવવાના રસપ્રદ કિસ્સાઓ...

સેક્સપાવરને વધારનારી દવા વાયગ્રાની બનવાની કહાની
વર્ષ 1918 પહેલાં સેક્સપાવરને વધારવા માટે અલગ-અલગ પ્રકારના નુસખો અને ઉપાય અપનાવવામાં આવતા હતા. કેટલાક લોકો આયુર્વેદિક વસ્તુઓ ખાઈને પોતાની તાકાત વધારતા તો બીજા કેટલાક વાઘ જેવા પ્રાણીઓનું માંસ ખાઈને શક્તિ વધારતા હતા. 1918માં એક્સિડન્ટલી વાયગ્રાની શોધ થઈ. એનો કિસ્સો પણ રસપ્રદ છે.

હાર્ટની દવાની શોધ દરમિયાન આકસ્મિક વાયગ્રાની શોધ થઈ હતી.
હાર્ટની દવાની શોધ દરમિયાન આકસ્મિક વાયગ્રાની શોધ થઈ હતી.

1990માં અમેરિકાના વૈજ્ઞાનિકો હાર્ટની બીમારીની દવા પર રિસર્ચ કરી રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ દવા બન્યા પછી તેને ટેસ્ટિંગના એક ભાગરૂપે કેટલાક પુરુષોને આપી હતી. આ દવા લેનાર કેટલાક લોકોએ એ વાત અનુભવી કે દવા લીધા પછી તેમના શરીરમાં લોહીનો ફ્લો ઝડપથી થઈ રહ્યો છે. એને કારણે તેમને પોતાના ગુપ્તાંગની નસોમાં પણ ખેંચાણ અનુભવાયું.

એ પછીથી વૈજ્ઞાનિકોએ એક વખત ફરી આ દવા પર રિસર્ચ કરવાનું નક્કી કર્યું. પછીથી એ નક્કી થયું કે વાયગ્રાને નપુંસકતા દૂર કરનારી દવા તરીકે જ વેચવામાં આવશે. આ પહેલાં આવી કોઈ જ દવા બજારમાં નહોતી, આ કારણે ફાઈઝર કંપનીની આ દવાએ બજારમાં આવતાં જ ધૂમ મચાવી.

બેક્ટેરિયા મારનારી દવા પેનિસિલિનની કહાની
1918માં સ્પેનિશ ફ્લૂ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો. આ બીમારીથી લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગ ફોડે ગળાની ખારાશ મટાડવા માટેની દવા પેનિસિલિનની શોધ કરી.

પેનેસિલિન દવા બનાવનાર ફ્લેમિંગને પછીથી નોબલ અવૉર્ડ મળ્યો હતો.
પેનેસિલિન દવા બનાવનાર ફ્લેમિંગને પછીથી નોબલ અવૉર્ડ મળ્યો હતો.

એલેક્ઝેન્ડરે એક વખત ફરી પોતાના અનુભવને શેર કરતાં જણાવ્યું હતું કે તેઓ થોડા દિવસો માટે રજા પર હતા અને લેબની બારીઓ ખુલ્લી રહી ગઈ હતી. રજા પરથી પરત ફર્યા પછી તેમણે જોયું કે બારી ખુલ્લી રહેવાને કારણે એક્સપરિમેન્ટલ પ્લેટ પર ગંદકી જામેલી છે. એમાંથી એક પ્રકારનો જ્યૂસ નીકળી રહ્યો છે.

આ જ્યૂસ કે મોલ્ડ બેક્ટેરિયાને મારી રહ્યું હતું. આ રીતે એન્ટીબાયોટિક દવા પેનિસિલનની શોધ થઈ. પછીથી એલેક્ઝાન્ડરને નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો. અચાનકથી થયેલી શોધને કારણે તેને જાદુઈ દવા પણ કહે છે.

ગર્ભનિરોધક દવા બનવાની કહાની
1950ના સમયમાં આ દવાની શોધ પણ ખૂબ જ રસપ્રદ રીતે થઈ હતી. લોકોને ઈન્ફેક્શનથી બચાવવા માટે એક દવાની શોધ થઈ રહી હતી. લેબમાં વૈજ્ઞાનિકો ઈન્ફેક્શનની દવા પર રિસર્ચ કરી રહ્યા હતા. આ દરમિયાન લેબમાં એક એવી દવા શોધવામાં આવી, જે મહિલાઓની મેનસ્ટ્રલ પર અસર કરી શકતી હતી. દવા બનાવવા દરમિયાન રિસર્ચરને લાગ્યું કે તેમણે એક એવી દવાની શોધ કરી લીધી છે, જેનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે કરી શકાય છે.

ગર્ભનિરોધકની શોધ ઈન્ફેક્શનને રોકનારી દવા બનાવવા દરમિયાન થઈ હતી.
ગર્ભનિરોધકની શોધ ઈન્ફેક્શનને રોકનારી દવા બનાવવા દરમિયાન થઈ હતી.

રિસર્ચમાં બહાર આવ્યું હતું કે આ દવા લીધા પછી કોઈ મહિલા પુરુષ સાથે સંબંધ બનાવે છે તો એનાથી ગર્ભ રહેતો નથી. આ પાછળનું કારણ એવું છે કે દવા લીધા પછી શુક્રાણુ અને અંડાણુમાં પરસ્પર મળ્યા પછી ફર્ટિલિટીની પ્રોસેસ થતી નથી. એવામાં મહિલાઓનું માસિક રોકાતું નથી. આઈયુડી ઉપકરણ અને કોન્ડમ ન હોવાને કારણે 1950 દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ ખૂબ થયું.

બેભાન થવાની દવા એનેસ્થેસિયા બનવાની કહાની
ઘણા સમય પહેલાં સર્જરી શરૂ કરતાં પહેલાં દર્દીને બેભાન કરવા માટે માથામાં જોરથી લાકડી મારવામાં આવતી હતી. એમાં ઘણી વખત દર્દીઓનું મૃત્યુ પણ થતું હતું. પછીથી ઓપરેશન પહેલાં દર્દીને બેભાન કરવા માટે જે દવાની શોધ થઈ એનું નામ એનેસ્થેસિયા છે. આ દવા બનવાની કહાની પણ ખૂબ જ સરસ છે.

એનેસ્થેસિયાની દવાની શોધ હોરેસ વેલ્સે 1844માં કરી છે. એક પાર્ટીમાં વેલ્સે જોયું કે એક વ્યક્તિ કોઈ ગેસના પ્રભાવથી પોતાના પગને ધારદાર હથિયારથી ઘાયલ કરી રહ્યો છે. પગમાંથી લોહી નીકળી રહ્યું છે અને તે વારંવાર પોતાના ઘાને વધારી રહ્યો છે.

વૈજ્ઞાનિક હોરેસ વેલ્સના મગજમાં એક પાર્ટી દરમિયાન એનેસ્થેસિયાની દવા બનાવવાનો વિચાર આવ્યો હતો.
વૈજ્ઞાનિક હોરેસ વેલ્સના મગજમાં એક પાર્ટી દરમિયાન એનેસ્થેસિયાની દવા બનાવવાનો વિચાર આવ્યો હતો.

પછીથી હોરેલ્સ વેલ્સે તે વ્યક્તિને પૂછ્યું કે તેને એ સમયે કેમિકલ ગેસને કારણે થોડું પણ દર્દ થઈ રહ્યું નહોતું. પછીથી નાઈટ્રસઓક્સાઈડ નામના આ ગેસની મદદથી હોરેસે એનેસ્થેસિયા દવા બનાવી. થોડા સમય પછીથી WHOએ તેને એસેન્શિયલ મેડિસિનનો દરજ્જો આપ્યો.

ડિપ્રેશન સમાપ્ત કરનારી દવા આઈપ્રોનિયાજિદના બનવાની કહાની
વિશ્વમાં ડિપ્રેશનના દર્દીઓ માટે ઉપયોગ થતી દવા આઈપ્રોનિયાજિદની શોધ પણ એક્સિડન્ટલી થઈ છે. 1951માં ટીબીની બીમારીની સારવાર માટે એક વૈજ્ઞાનિક શોધ કરી રહ્યા હતા. વૈજ્ઞાનિકે જે દવા બનાવી હતી એને લીધા પછી લોકોમાં વિચિત્ર બિહેવિયર જોવા મળ્યું.

દવાને ખાનારાઓ હાઇપર એક્ટિવ થઈ જઈ રહ્યા હતા. એવામાં વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં એક વખત ફરીથી વિચાર કરવાનો નિર્ણય લીધો. તેમને એ વાતનો ખ્યાલ આવ્યો કે તે એવી દવા બનાવી ચૂક્યા છે, જે ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

લેબમાં વૈજ્ઞાનિકોએ ઘણી દવાઓની શોધ એક્સિડન્ટલી કરી છે.
લેબમાં વૈજ્ઞાનિકોએ ઘણી દવાઓની શોધ એક્સિડન્ટલી કરી છે.

આ દવાને ખાવાથી સેરોટોનિન હોર્મન વધુ માત્રમાં બહાર આવે છે, જેનાથી લોકોમાં ખુશી અનુભવે છે. આ રીતે વૈજ્ઞાનિકોના હાથે એક એવી દવા લાગી, જે શરીરમાં હોર્મોનના ફલોને ઓછો કે વધુ કરીને માણસને ડિપ્રેશનમાંથી બહાર લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...