કરિયર ફંડાયુનિવર્સિટીઓ ક્યાં પાછળ પડે છે:ચાર સૂચનો અને માપદંડ, જે પરિસ્થિતિને સુધારવામાં મદદ કરશે

11 દિવસ પહેલા

પરિવર્તનનું રહસ્ય આપણી બધી ઊર્જા જૂની સાથે લડવા પર નહીં, પરંતુ નવા નિર્માણ પર કેન્દ્રિત કરવાનું છે ~ સોક્રેટીસ

ફેરફાર અને મૂલ્યાંકન

શું તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ વિચારે છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં મોટા પાયે ફેરફારની જરૂર છે? શું તમને લાગે છે કે ભારતની શિક્ષણ પ્રણાલી ભારતની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી નથી?

શું તમે પણ ભારતની શિક્ષણ પ્રણાલીની ઓછી ઉત્પાદકતાથી નિરાશ છો?

આજે હું તમને ભારતીય યુનિવર્સિટીઓમાં જરૂરી ફેરફારો સૂચવીશ, અને વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન સમયે આ બાબતો ચેક કરી અને યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરી શકે છે. સરકાર તેની નવી એજ્યુકેશન પોલિસી સાથે પણ પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં સમય લાગશે.

સમયની સાથે ફેરફાર પણ જરૂરી
A.
વિચારો, ભારતમાં હજારો વર્ષોથી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં છે.
B. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા વગેરે જેવી વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓ અને વારાણસી, વલ્લભી, ઉજ્જૈન જેવા શિક્ષણ કેન્દ્રોમાં શું ભણાવવામાં આવતું હતું?
C. તે સમયે ભણાવવામાં આવતા કેટલાક અભ્યાસક્રમો જેમ કે ધનુર્વિદ્યા, ગજવિદ્યા, અશ્વવિદ્યા વગેરે આજે રિલેવેન્ટ ન નથી, જેથી ક્યાંય શીખવવામાં આવતા નથી.
D. તે સમયે મૂળભૂત રીતે બે પ્રકારનું શિક્ષણ પ્રચલિત હતું - વૈદિક અને બૌદ્ધ - જ્યાં બહારના વિકાસની સાથે સાથે માણસના આંતરિક સ્વના વિકાસ પર જોર અપાતું હતું. અને ધર્મ, દર્શન, ભાષાઓ, ગણિત વગેરે પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો.
E. કહેવાનો અર્થ એ છે કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે.

નવા વિષયોને ઉમેરો

સમયની સાથે અને ભારતમાં રાજકીય દળોના પરિવર્તન સાથે, શિક્ષણ પ્રણાલી પર પણ અસર પડી, તેથી મધ્યયુગીન ભારતમાં આપણે મક્તબો અને મદરસે જોવા મળે છે જ્યાં અરબી, ફારસી, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વગેરે શીખવવામાં આવતું હતું.
A. શિક્ષણના કેન્દ્રો હવે દિલ્હી, આગ્રા, જૌનપુર અને બિહાર હતા.
B. પરંતુ 18મી સદી પછી બ્રિટિશ શિક્ષણ હેઠળ ભારત વિશાળ બ્રિટિશ સામ્રાજ્યને સંભાળવા માટે જરૂરી સ્કિલ્સ જેમ કે સારી હેન્ટરાઈટિંગ, શિસ્તબદ્ધ, અંગ્રેજી બોલવા અને જાણકાર જેવા કૌશલ્યો ધરાવતા લોકોના ઉત્પાદન માટે એક ફેક્ટરી બની ગયું.
C. આ સમયની સૌથી મહત્વપૂર્ણ અને કરિયર્સમાં કાયદા, આધુનિક દવા, એન્જિનિયરિંગ વગેરેનો અભ્યાસ કરાવાતો હતો.
D. શિક્ષણ કેન્દ્રો મુંબઈ, કોલકાતા, મદ્રાસ વગેરે બન્યા.

એક સારી યુનિવર્સિટી માટે ચાર માપદંડ

1) સ્કિલ્સ પર ભાર મૂકવો

A. વાસ્તવમાં આજે ભારતનો મધ્યમ વર્ગ વિચારવા લાગ્યો છે કે વધુ વાંચવા અને લખવાથી કોઈ ફાયદો નથી કારણ કે તેમ છતાં વ્યક્તિના જીવનધોરણમાં કોઈ ફરક નથી આવતો.
B. મારા એક પરિચિત કુટુંબમાં ત્રણ બાળકો છે; પહેલાએ એક સારી યુનિવર્સિટીમાંથી મૈથ્સમાં M.Sc ડિગ્રી મેળવી, બીજાએ ટેલિકોમ્યુનિકેશનમાં પોલિટેકનિક ડિપ્લોમા અને મોટર મિકેનિક અને ત્રીજાએ ધોરણ દસ પછી મોટર મેકેનિક અને એસી રિપેરિંગમાં ITI ડિપ્લોમા.પરંતુ જો કમાવાની જ વાત કરીએ તો ત્રીજું બાળક બીજા બે કરતાં વધુ પૈસા કમાય છે.
C. આ કદાચ એટલા માટે છે કારણ કે આપણી શિક્ષણ પ્રણાલી હજુ પણ બ્રિટિશ યુગની પેટર્ન પર ચાલી રહી છે, અને તેમાં જરૂરી ફેરફારો કર્યા નથી.
D. તેથી ભારતીય યુનિવર્સિટીઓએ સૌથી પહેલા ફેરફાર કરવાની જરૂર છે તે છે માર્કસને બદલે સ્કિલ્સ અને અનુભવને પ્રાધાન્ય આપવું અને તેને કોઈક રીતે માર્કિંગ સિસ્ટમમાં જોડવું (જેથી વિદ્યાર્થી તેને ગંભીરતાથી લે).

2) સ્ટુડેન્ટ્સના ઓવરઓલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવો

હાયર એજ્યુકેશન સિસ્ટમમાં બીજી મોટી ખામી છે એ મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણનો અભાવ.

A. વાસ્તવમાં એક પ્રકારની જાતિ વ્યવસ્થા પણ છે, જેમ કે વિજ્ઞાન અને ગણિતના વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન અને માનવશાસ્ત્રના વિદ્યાર્થીઓને નીચલા સ્તરના ગણવામાં આવે છે. (હાર્ડ વિષય vs સોફ્ટ વિષયની જૂની લડાઈ)
B. આવું થવાનું કારણ એ છે કે 10મા પછી મોટાભાગની શાળાઓમાં વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ પર સાયંસ અને મૈથ્સ લેવાનું પ્રેશર અને ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને હ્યુમેનિટીજ વિષયો સૂચવવામાં આવે છે.
C. તેથી જ આપણને જોવા મળે છે કે લોકો ફક્ત તેમના ક્ષેત્ર વિશે જ વાત કરે છે, એટલે કે જો તે એન્જિનિયર છે, તો તે ન તો ઈતિહાસ વાંચશે કે ન તો તેના પર વાત કરશે.
D. સમાજમાં જે વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્ર સિવાય અન્ય કોઈ મુદ્દા પર વાત કરે છે તેને ફેંકુ વગેરે શબ્દોથી સન્માનિત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં યોગ્ય નિર્ણય લેવા માટે તમારે વિવિધ વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે.

આ બાબતને ભારતની કેટલીક પ્રીમિયમ સંસ્થાઓ જેમ કે IIM સમજે છે અને આપણે ત્યાં અભ્યાસમાં લાવે છે, પરંતુ મોટાપાયે આ તમામ યુનિવર્સિટીઓમાં કરવાની જરૂર છે.

3) શિક્ષણમાં ટેકનોલોજીનો સમાવેશ

ભારતમાં તમામ સ્તરે શિક્ષણમાં ટેકનોલોજીનો સમાવેશ કરવાની ખૂબ જ જરૂર છે.

ઉદાહરણ તરીકે - ભારતની સરેરાશ યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિક્સમાં પોસ્ટગ્રેજુએટ પ્રોગ્રામ લો; કેટલા વિદ્યાર્થીઓ આનાથી સંબંધિત સોફ્ટવેયર્સ MATLAB વગેરે જેવી જાણકારી રાખતા હશે?

4) સિસ્ટમ આપણી જરૂરિયાતો અનુસાર

A. અમે પહેલા અન્ય દેશોની જોઈને સિસ્ટમ બનાવીએ છીએ અને પછી લોકોને તેનું પાલન કરવા દબાણ કરીએ છીએ. સવાલ એ છે કે લોકો સિસ્ટમ માટે છે કે સિસ્ટમ લોકો માટે?
B. ભારતે વોકેશનલ અને તકનીકી શિક્ષણ પ્રણાલીમાં વિકસિત દેશોની સિસ્ટમની નકલ કરવી જોઈએ નહીં.

C. ભારતમાં વોકેશનલ શિક્ષણના અભાવને પહોંચી વળવા માટે આખા દેશમાં આડેધડ રીતે આવી સંસ્થાઓ ખોલવી એ સમસ્યાનો ઉકેલ નથી કારણ કે વાસ્તવિક સમસ્યા ત્યાં કામ કરતા માનવ સંસાધનોનો અભાવ છે (ઇન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શીખવે છે અને ટ્રેનિંગ આપનાર ટ્રેન્ડ ટ્રેનર્સ અને ટીચર્સની)
D. તો આપણે પહેલા ટીચર ટ્રેનિંગ પર કામ કરવાની જરૂર છે.

આજનું કરિયર ફંડા એ છે કે ભારતની તમામ યુનિવર્સિટીઓએ આ નવા ઇનોવેશન્સને અપનાવે, અને તમે એડમિશન લેતી વખતે તેની ચકાસણી કરો.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...