તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Four Friends Quit Their Jobs And Start Online Course Platform, Turnover Reaches Rs 7 Crore In Two Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:ચાર મિત્રોએ નોકરી છોડી ઓનલાઈન કોર્ષનું પ્લેટફોર્મ શરૂ કર્યું, બે વર્ષમાં 7 કરોડે પહોંચ્યું ટર્નઓવર

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
સંદિપ સિંહ, અનિરૂદ્ધ સિંહ, ગૌરવ કક્કડ અને વિજય સિંહ. ચારેય મિત્રોએ મળીને ઓનલાઈન કોર્ષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. - Divya Bhaskar
સંદિપ સિંહ, અનિરૂદ્ધ સિંહ, ગૌરવ કક્કડ અને વિજય સિંહ. ચારેય મિત્રોએ મળીને ઓનલાઈન કોર્ષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.

સંદિપ સિંહ, અનિરૂદ્ધ સિંહ, ગૌરવ કક્કડ અને વિજય સિંહ ચારેય મિત્રો છે અને વ્યવસાયે એન્જિનિયર. ચારેય મિત્રો એક જ કંપનીમાં કામ કરતા હતા. બે વર્ષ પહેલાં ચારેય મિત્રોએ મળીને એક ઓનલાઈન કોર્ષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આજે એક હજારથી વધુ તેમના ક્સટમર્સ છે. છેલ્લાં 2 વર્ષમાં 200 કરોડથી વધુની સર્વિસિઝ સેલ કરી છે. 6-7 કરોડ રૂપિયા તેમનું વાર્ષિક ટર્નઓવર છે. ચાર મિત્રોની સક્સેસ સ્ટોરીને લઈને અમે સંદિપ સિંહ સાથે વાત કરી....

સંદિપ સિંહ કોમ્પ્યુટર એન્જિનિયર છે. 2011માં IMS ગાઝિયાબાદથી બીટેક કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં તેમનું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ ગયું. પેકેજ સારું હતું. ત્યાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ત્રણ વર્ષ કામ કર્યું. જે બાદ તેઓએ પોતાનું કામ શરૂ કરવાનું મન બનાવ્યું અને 2014માં નોકરી છોડી દીધી. પોતાના ત્રણ મિત્રોની સાથે મળીને સંદિપએ એક ઈ-બુક પબ્લિશિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે આગળ જઈને ઓનલાઈન કન્ટેટ ક્રિએટર પ્લેટફોર્મમાં ફેરવાય ગયું.

સંદિપ સિંહ કોમ્પ્યુટર એન્જિનિયર છે. 2011માં IMS ગાઝિયાબાદથી બીટેક કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં તેમનું કેમ્પસ પ્લેસમેન્ટ થયું હતું.
સંદિપ સિંહ કોમ્પ્યુટર એન્જિનિયર છે. 2011માં IMS ગાઝિયાબાદથી બીટેક કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં તેમનું કેમ્પસ પ્લેસમેન્ટ થયું હતું.

31 વર્ષના સંદિપ કહે છે કે અનિરૂદ્ધ સિંહ અને વિજય સિંહ મારા બેંચમેટ હતા અને અમારું સાથે જ પ્લેસમેન્ટ પણ થયું હતું. જ્યાં અમારી મિત્રતા ગૌરવ કક્કડ સાથે થઈ, તે પણ એન્જિનિયર છે. અહીં કામ કરતા હતા ત્યારે વારંવાર પોતાનું કામ શરૂ કરવાના વિચાર સતત મનમાં આવતા હતા. જે બાદ અમે ચારેય મિત્રોએ નક્કી કર્યું કે પોતાનો બિઝનેસ શરૂ કરવામાં આવે.

સંદિપ જણાવે છે કે તે સમયે ઈ બુક પબ્લિશિંગ માર્કેટમાં ગ્રો કરી રહ્યું હતું અને તે માટે ઘણાં જ ઓછા પ્લેટફોર્મ ઉપલબ્ધ હતા. અમે પ્લાન કર્યો કે એક એવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે જેના પર લોકો ઓનલાઈન સહેલાયથી બુક પબ્લિશ કરી શકે. 2014માં અમે આ પ્રકારનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું. લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો અને અમે અમારો વ્યાપ વધારતા ગયા. અનેક મોટા ઓર્ગેનાઈઝેશન અને કોચિંગવાળા અમારા કસ્ટમર્સ બન્યાં.

સંદિપ જણાવે છે કે 2016માં જિયો લોન્ચ થયું અને 2017 સુધીમાં સમગ્ર દેશમાં છવાઈ ગયું. ત્યારે અમને રિયલાઈઝ થયું કે હવે લોકો ઈ બુકની જગ્યાએ ઓનલાઈન કન્ટેન્ટ ખાસ કરીને વીડિયો કન્ટેન્ટ જોવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. તેથી અમે પણ હવે વીડિયો કન્ટેન્ટ પ્લેટફોર્મ પર શિફ્ટ થવું જોઈએ. અમે 2018માં સ્પેઈ (Spayee)નામથી કોર્ષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. યોગ્ય રીતે કહેવામાં આવે તો અમારૂં કામ અહીં જ શરૂ થયું.

આજે હજારથી વધુ તેમના કસ્ટમર્સ છે. સાથે જ 30 લોકોની ટીમ તેમની સાથે કામ કરે છે.
આજે હજારથી વધુ તેમના કસ્ટમર્સ છે. સાથે જ 30 લોકોની ટીમ તેમની સાથે કામ કરે છે.

માર્કેટિંગને લઈને સંદિપ કહે છે, 'અમને તેને લઈને વધુ મુશ્કેલી નથી પડી. કેમકે અમે પહેલાંથી જ માર્કેટમાં હતા, બસ કામ થોડું અલગ હતું. જે કસ્મટર્સ અમને પહેલેથી ઓળખતા હતા, તેમનાથી જ નવા નવા કસ્ટમર્સ વધતા ગયા. આ સાથે જ અમે ગૂગલ પર એડ આપી અને SEOની મદદથી અમારો વ્યાપ વધાર્યો. આજે આર્ટ ઓફ લિવિંગ, રચના રાનડે, કેરિયર લોન્ચર જેવા બ્રાંડ્સે અમારી સર્વિસિઝ લીધી છે. સંદિપ સેલ્સ અને માર્કેટિંગનું કામ જુવે છે. ગૌરવ પ્રોડક્ટ અને સ્ટ્રેટેજી, અનિરૂદ્ધ મોબાઈલ ટેક્નોલોજી તો વિજય પ્રોડક્ટ આર્કિટેક્ટનું કામ સંભાળે છે. સાથે જ 30 લોકોની ટીમ છે, જે તેમની સાથે કામ કરે છે.'

સંદિપ જણાવે છે કે લોકડાઉન દરમિયાન અમને ઘણો જ ફાયદો થયો. મોટી સંખ્યામાં અમારા નવા ગ્રાહકો બન્યાં. જે કામ અમે એક વર્ષમાં ન કરી શક્યા, તે કામ અમે છેલ્લાં ચાર-પાંચ મહિનામાં કરી દીધું. આ દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મ્સની ડિમાન્ડ વધતી ગઈ હતી. અમે અનેક નવા ફીચર લોન્ચ કર્યા, ઓનલાઈન લાઈવ ક્લાસરૂમની સુવિધા અમે કસ્ટમર્સને પ્રોવાઈડ કરી.

કઈ રીતે કામ કરે છે સ્પેઇ

સંદિપ સેલ્સ અને માર્કેટિંગનું કામ જુવે છે. ગૌરવ પ્રોડક્ટ અને સ્ટ્રેટેજી, અનિરૂદ્ધ મોબાઈલ ટેક્નોલોજી તો વિજય પ્રોડક્ટ ઓર્કિટેક્ટનું કામ સંભાળે છે.
સંદિપ સેલ્સ અને માર્કેટિંગનું કામ જુવે છે. ગૌરવ પ્રોડક્ટ અને સ્ટ્રેટેજી, અનિરૂદ્ધ મોબાઈલ ટેક્નોલોજી તો વિજય પ્રોડક્ટ ઓર્કિટેક્ટનું કામ સંભાળે છે.

સંદિપ જણાવે છે કે અમે કસ્ટમર્સને કમ્પલીટ ઓનલાઈન કોર્ષ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવીએ છીએ. જેમ કે કોઈને પોતાનો કોઈ કોર્ષ ઓનલાઈન વેચવો છે, કોઈ કન્ટેન્ટ કે વીડિયો ટ્યૂટોરિયલ ઓનલાઈન સેલ કરવું છે, તો અમે તેને યોગ્ય પ્લેટફોર્મ આપીએ છીએ કે જેથી તેઓ પોતાની પ્રોડક્ટ સેલ કરી શકે. તેઓ અમારી વેબસાઈટ પર જઈને પોતાની પસંદ મુજબ સબ્ક્રિપ્શન લઈ શકે છે.

તેઓ જણાવે છે કે જેમ તમારી કોઈ સબ્જેક્ટ કે કોર્સ મટીરિયલ જોઈએ, તો તમે તેને ગુગલ પર શોધો છો. જે બાદ કેટલીક લિંક્સ જોવા મળે છે, તેમાંથી કોઈ એક પણ ક્લિક કરો છો. જે પછી તે અંગે વાંચો છો અને તેની સર્વિસ પસંદ પડી, તો સબ્સક્રિપ્શન પણ લો છો. આ જે પૂરી પ્રોસેસ થાય છે તેને બેક એન્ડથી મેનેજ કરવાનું કામ અમે કરીએ છીએ.

આ પ્રકારના આઈડિયા પર કામ કરવાને લઈને સંદિપ જણાવે છે કે આપણાં ભારતમાં ઘણાં ઓછા પ્લેટફોર્મ હતા જ્યાં આ સુવિધા કસ્ટમર્સને મળતી હતી. મોટા ભાગની કંપનીઓ વિદેશી છે. તો અમે વિચાર્યું હતું કે કેમ ન ગ્લોબલ માર્કેટમાં એક ભારતીય કંપનીને ઉતારવામાં આવે, કે જેથી લોકોની પાસે આ વિકલ્પ રહે કે તેઓ પોતાના દેશની કંપનીને પસંદ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો