તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:દીકરીઓ માટે અનોખો પ્રયાસ, 320 રૂપિયામાં દુલ્હનને તૈયાર કરી આપતું બ્યુટીપાર્લર, વર્ષે 6 લાખની કમાણી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં 3 વર્ષમાં 3.80 હજાર હેર કટ અને 1000 હજાર દુલ્હન તૈયાર કરી

બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. દીકરીઓ માટે લોકો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક બ્યુટીપાર્લર દુલ્હનને 320 રૂપિયામાં તૈયારી કરી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 1000 દીકરીને તૈયાર કરી છે અને એક વર્ષમાં 6 લાખ રૂપિયા જેટલી કમાણી થાય છે.

251 રૂપિયામાં ચણિયા ચોલીનો ડ્રેસ ભાડે આપે છે
બ્યુટીશિયન કેતન હીરપરાનું કહેવું છે કે લગ્ન પ્રસંગમાં તમામ વર્ગની દીકરીઓ સારો અને સુંદર ડ્રેસ, મેકઅપ અને હેરસ્ટાઇલ સાથે મંડપમાં આવવાની ઈચ્છા રાખતી હોય છે, પણ મોંઘાં બ્યુટીપાર્લરોને લઈ કેટલીક દીકરીઓ આ શોખ પૂરો કરી શકતી નથી. એને લઈ આ બ્યુટીપાર્લર ચાલુ કર્યું છે. 320 રૂપિયામાં દુલ્હનને તૈયાર કરી આપવામાં આવે છે. 1 રૂપિયામાં હેરસ્ટાઇલ અને 251 રૂપિયામાં દુલ્હનનો મન પસંદ ચણિયા ચોલીનો ડ્રેસ ભાડે આપવામાં આવે છે.

3 વર્ષમાં 3.80 હજાર હેર કટ કર્યા
કેતન હીરપરાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં 3.80 હજાર હેર કટ કર્યા છે. 1000 હજાર દુલ્હન તૈયાર કરી છે. ISO 9001 2015થી સર્ટિફાઈ થનાર અમારી આ K2 બ્યુટીપાર્લરે 3 વર્ષમાં 350-400 દીકરીઓને બ્યુટીપાર્લરનો કોર્સ શીખવાડી પગભર અને રોજગારલક્ષી બનાવી હોવાનું ગૌરવ પણ હાંસલ કર્યું છે.

1 રૂપિયામાં હેરસ્ટાઇલ અને 251 રૂપિયામાં દુલ્હનનો મન પસંદ ચણિયા ચોલીનો ડ્રેસ ભાડે આપવામાં આવે છે.
1 રૂપિયામાં હેરસ્ટાઇલ અને 251 રૂપિયામાં દુલ્હનનો મન પસંદ ચણિયા ચોલીનો ડ્રેસ ભાડે આપવામાં આવે છે.

દુલ્હનને તૈયાર કરવાનો આંકડો 1 હજારને પાર
કેતન હીરપરાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી આ સંસ્થા વર્ષ 2018થી ચાલી રહી છે. શરૂઆતમાં માત્ર એક રૂપિયામાં હેર કટથી શરૂ થયેલી કામગીરી ત્રણ વર્ષમાં 3.80 હજાર યુવતીઓના હેર કટ સુધી પહોંચી ગઈ છે. દુલ્હનને મેકઅપ સાથે તૈયાર કરવાનો આંકડો 1000થી વધુનો પાર થઈ ગયો છે. આજદિન સુધીમાં 1100 રૂપિયામાં 350-400 યુવતીઓને બ્યૂટીશિયનનો કોર્સ શીખવાડી પગભર અને રોજગારલક્ષી બનાવવામાં સફળ થયા છે. છેલ્લા એક મહિનાથી દુલ્હનના બ્રાઇડલ ચણિયા ચોલી (લગ્ન પ્રસંગના ડ્રેસ) 251 રૂપિયામાં ભાડે આપી રહ્યા છે. લગભગ 1000 જેટલી ડિઝાઇન અને વિવિધ કલર સાથેના ડ્રેસનું આગામી 6 મહિના સુધી બુકિંગ પણ થઈ ગયું છે.

3 વર્ષમાં 350-400 દીકરીઓને બ્યુટીપાર્લરનો કોર્સ શીખવાડી પગભર બનાવી.
3 વર્ષમાં 350-400 દીકરીઓને બ્યુટીપાર્લરનો કોર્સ શીખવાડી પગભર બનાવી.

5 દીકરી બ્યુટીશિયન તરીકે કામ કરે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની દીકરીનું પણ એક સ્વપ્ન હોય છે કે લગ્ન વખતે મેકઅપ અને લગ્નનો સુંદર ડ્રેસ હોય આ હેતુ સિદ્ધ કરવા અમે એક સંસ્થા શરૂ કરી અને આજે એ વટવૃક્ષ સમાન બની ગઈ હોય એમ કહી શકાય છે. K2 બ્યુટીપાર્લરમાં આજે 5 દીકરી બ્યુટીશિયન તરીકે કામ કરે છે. મજાની વાત તો એ છે કે દુલ્હનના તમામ ડ્રેસ એક ફેશન ડિઝાઈનર તૈયાર કરે છે. અમારી આ સંસ્થાની સમાજલક્ષી કામગીરીને લઈ ISO 9001 2015થી સર્ટિફાઈ કરાઈ છે, જેનો અમને બધાને ખૂબ જ ગર્વ છે.

બ્યુટીપાર્લરમાં આજે 5 દીકરી બ્યુટીશિયન તરીકે કામ કરે છે.
બ્યુટીપાર્લરમાં આજે 5 દીકરી બ્યુટીશિયન તરીકે કામ કરે છે.

ગુજરાતની સાથે સાથે દેશભરમાં ખ્યાતનામ બનાવી દીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રોજની અનેક યુવતીઓ-મહિલાઓ આ બ્યુટીપાર્લર પર આવે છે. એટલું જ નહીં, અમારી કામગીરીનો લહાવો લઈ કોમ્પ્લિમેન્ટરી પણ આપતા જાય છે. સમાજની જાગૃતિ અને રોજગારલક્ષી હેતુ એ જ અમને આજે માત્ર સુરતમાં જ નહીં, પણ ગુજરાતની સાથે સાથે દેશભરમાં ખ્યાતનામ બનાવી દીધાં છે. આજે લોકો અમને K2 બ્યુટીપાર્લરની સાથે 1 રૂપિયામાં હેર કટ કરી આપતી દેશની પહેલી બ્યુટીપાર્લર તરીકે પણ ઓળખે છે.

દુલ્હનના તમામ ડ્રેસ એક ફેશન-ડિઝાઈનર તૈયાર કરે છે.
દુલ્હનના તમામ ડ્રેસ એક ફેશન-ડિઝાઈનર તૈયાર કરે છે.

વર્ષે છ લાખની કમાણી
ગરીબ અને મધ્યમવર્ગની દીકરીઓને લગ્નમાં સાજ શણગારનો કોઈ પ્રશ્ન ન રહે એ માટે કામ કરતાં કેતને જણાવ્યું હતું કે અમે મેકઅપ સહિતના મોટા ઓર્ડર પણ લઈએ છીએ. અમારા પાર્લર પર અલગ અલગ પેકેજ સાજ શણગાર અને મેકઅપના આપવામાં આવે છે, જેના થકી મહિલાઓને સુંદરતા આપવાનું કામ કરવામાં આવે છે, જેના થકી વાર્ષિક છ લાખ આસપાસની કમાણી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો