ભાસ્કર ઓરિજિનલ:આ 7 સૂચનોને અનુસરીને ‘કેન્દ્રીય બજેટ 2021’અર્થવ્યવસ્થાને વધુ વેગ આપી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ દેશમાં તમામ લોકો 1લી ફેબ્રુઆરીએ આવનારા બજેટની રાહ જોઈ રહ્યાં છે.સરકાર સામે ગ્રોથ અને નાણાકીય ઘટાડા બન્ને સામે પહોંચી વળવાનો પડકાર છે. કોરોના મહામારીએ દુનિયાભરની સરકાર અને વેપારીઓને પોત પોતાની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે મજબૂર કર્યા છે.

હવે ઝડપથી વેક્સિનેશન સાથે ભારત ફરી એકવાર વિકાસના રસ્તા પર પરત ફરી રહ્યું છે. એવામાં ગ્રાહક, બિઝનેસ અને ઉદ્યોગ કેન્દ્રીય બજેટ 2021 પાસે રાહતની આશા રાખીને બેઠા છે જેથી મહામારીના સમયમાં તેમને થયેલા નુકસાનને કવર કરી શકાય અને આવનારા દિવસોમાં તેમને પ્રગતિની તક મળી શકે.એટલા માટે અમે એ 7 મુદ્દાઓ વિશે જણાવી રહ્યાં છીએ, જેની પર ફોકસ કરીને સરકાર ટ્રેક પર આવી રહેલા ભારતના ગ્રોથને વેગ આપી શકે છે

1. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી સાકાર થશે‘આત્મનિર્ભર ભારત’નું સપનું કોરોના મહામારી દરમિયાન સરકારે ‘આત્મનિર્ભર ભારત’નો મંત્ર આપ્યો હતો. આત્મનિર્ભરતાનું સપનું મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી જ સાકાર થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથને ધ્યાનમાં રાખી ગત બજેટમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન(NIP)ની જાહેરાત કરાઈ હતી. જેના હેઠળ 2020થી 2025 વચ્ચે લગભગ 7300 પરિયોજનાઓ પર 111 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાના છે પરંતુ આ પરિયોજનાઓ વિશે વધુ સ્પષ્ટતાની જરૂર છે. એવામાં કેન્દ્રીય બજેટ 2021માં NIPને લાગૂ કરવાનો રોડમેપ રજુ કરવો જોઈએ.

ફોર્ચુન ફિસ્કલના ડાયરેક્ટર જગદીશ ઠક્કરનું કહેવું છે કે ગત વર્ષે સરકારે કોરોના વાઈરસ મહામારીથી અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે 20 લાખ કરોડના ભારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બજેટ 2021માં તેને આગળ વધારવાની જોગવાઈ થવી જોઈએ.

સરકાર ગ્લોબલ ઈન્વેસ્ટર્સને આકર્ષિત કરવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં તેજી લાવે. સાથે જ ટિયર-2 અને ટિયર-3 શહેરોને ઈકોનોમિક હબના રૂપમાં વિકસિત કરવા અંગે ફોકસ કરે.

2. એગ્રીકલ્ચર અને રિયલ એસ્ટેટથી રોજગારીની તકો વધશે
કોરોનાના ફેલાવા છતા એગ્રીકલ્ચર સેક્ટરે ભારે વિકાસ કર્યો છે. દેશમાં સૌથી વધુ લોકો આ સેક્ટરમાં કામ કરે છે. આ બજેટમાં સરકારને કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. એગ્રીકલ્ચર સેક્ટર માટે યોજનાઓ અને છૂટની જાહેરાત કરવી જોઈએ. આર્થિક જાણકાર ભુવન ભાસ્કરના જણાવ્યા પ્રમાણે કૃષિનો ગ્રોથ મજબૂત થવાની સીધી અસર રોજિંદી જરૂરિયાતોના સામાન, ઓટો અને FMCG સેક્ટર પર પડે છે.

વાત રિયલ એસ્ટેટની કરીએ તો 2020માં મોટાભાગના સમયમાં સુસ્ત પડી રહ્યાં પછી હવે સિમેન્ટ, સ્ટીલ અને પેઈન્ટ જેવા સેક્ટરમાં પણ તેજી આવવાની આશા છે. એટલા માટે રિયલ સ્ટેટ ઈનવેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઓછા વ્યાજ દર પર લોન આપવી જોઈએ. વિદેશી રોકાણકારોને પણ આ સેક્ટરમાં તક આપવી જોઈએ.

આ સેક્ટર પોતાની ગતિને પાછું મેળવશે તો પ્રવાસી અને અકુશળ મજૂરોને ફરીથી કામ મળી શકશે જે મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સાથે જ પર્સનલ અને કોર્પોરેટ ઈનકમ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ. સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મદદને વધારવી જોઈએ.

3.‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’થી વિદેશી રોકાણ વધશે
સરકાર સામે હાલ બેવડા પડકાર છે. એક બાજુ અર્થવ્યવસ્થાને વધારવાની છે તો બીજી બાજું નાણાકીય ઘટાડાને નિયંત્રિત રાખવાનો છે. એવામાં વિદેશી રોકાણ સરકારની મુશ્કેલી સરળ કરી શકે છે. ચીનથી આવતી કંપનીઓને મોટા પાયે ભારતમાં આકર્ષિત કરવા માટે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં સુધારાની જરૂર છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એક પ્રકારની ઈન્ડેક્સ છે, જેનાથી કોઈ દેશની વેપારની સરળતા વિશે ખબર પડે છે. જેમાં મજૂર નિયમો, ઓનલાઈન સિંગલ વિન્ડો, સૂચનાઓ સુધી પહોંચ, પારદર્શિતા જેવા પાસા સામેલ છે. વિશ્વ બેન્કની ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ લિસ્ટ’માં ભારત 63માં સ્થાન પર છે.

બજેટમાં કંપનીઓ માટે ટેક્સ સિસ્ટમમાં સુધારો કરવામાં આવે જેનાથી આવક અને રોકાણની વધુ તકો ઊભી થઈ શકે. શ્રમ અને ભૂમિ સાથે જોડાયેલા કાયદાને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવે. આ ઉપરાંત સરકારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરેમાં રોકાણ કરવામાં આવે.આવું થશે તો FDIમાં મોટો ઉછાળો આવી શકે છે, જેનાથી સરકારની આવક જ નહી વધે પણ રોજગારીની તકો પણ વધશે.

4. ભારતને નિકાસ વધારવા પર ધ્યાન આપવું પડશે
કેન્દ્રીય બજેટ 2021માં દેશની નિકાસને વધારવા પર ધ્યાન આપવું પડશે. જેના માટે એ વસ્તુઓ પર ફોકસ કરવું પડશે, જેનું નિર્માણ અન્ય દેશોની તુલનામાં ભારતમાં વધુ સરળતાથી કરી શકાય છે. સરકારને આવા ઉત્પાદનો પર ટેક્સ છૂટ આપવા અને તેની નિકાસ વધારવાની વ્યવસ્થા કરવી પડશે.

આવું જ એક સેક્ટર દવાઓનું પણ છે. ભારત, વિયતનામને દવાઓની સપ્લાઈ કરનાર ત્રીજો સૌથી મોટો દેશ છે. તાજેતરમાં જ ફિચ સોલ્યુશને પોતાના એક રિપોર્ટમાં કહ્યું, ‘વિયતનામની ફાર્મા ઈન્ડસ્ટ્રી માત્ર 53% જનસંખ્યાની માંગ પુરી કરી શકે છે. એવામાં ત્યાં ભારતીય દવાઓની ભારે ખરીદીની સંભાવના છે’ભારત ઈચ્છે તો અહીં નિકાસ વધારીને વિયતનામનું સૌથી મોટું દવા નિકાસકાર બની શકે છે. ભારતે આવા બજારો પર ભાર આપવો જોઈએ.

આ દિશામાં કોરોના કાળમાં ઘણા પ્રયાસ થયા છે. ઈકોનોમિક સર્વે,2021માં નિકાસ વધારવા અંગે ઘણા સરકારી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. આ સરકારી પગલા પ્રોડક્શન સાથે જોડાયેલા પ્રોત્સાહન, નિકાસ પર ટેક્સમાં ઘટાડો,ટ્રાફિકમાં સુધારા અને ડિઝીટાઈઝેશનના પ્રયાસ છે.

5. જુગાડ કરતા વધુ રિસર્ચને પ્રોત્સાહન આપવું પડશે
ભારતે પોતાના ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરની ગુણવત્તા હાંસિલ કરવાની છે એટલા માટે રિસર્ચને પ્રોત્સાહન આપવું પડશે. આનાથી ભારતીય કામદારોના વધુ ટેકનોલોજીના ઉપયોગ વાળા રોજગાર માટે પણ તકો ઊભી થઈ શકશે.આવું થશે તો જ ભારત આવનારા વર્ષોમાં દુનિયાની ટેકનોલોજી અને ઈનોવેશનની જરૂરિયાતોને પુરી કરી શકશે. બજેટ પહેલા ઈકોનોમિક સર્વેમાં પણ આ વાત ફરી કહેવાઈ છે. જેમાં કહેવાયું છે કે ભારતનું બિઝનેસ સેક્ટર R&D પર ઓછો ખર્ચ કરે છે.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ભારત કુલ GDPના 0.65% ખર્ચ કરે છે, જે દુનિયાની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ કરતા ઘણું ઓછું છે. દુનિયાની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ R&D પર પોતાની GDPના 1.5%-3% ખર્ચ કરે છે. ભારતે આ કમીને દૂર કરવી પડશે. ડેલોઈટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના સારા ઈન્સ્ટીટ્યૂટ અને યુનિવર્સિટીઝને R&D માટે પેકેજ પણ આપવું જોઈએ અને ઈન્સ્ટીટ્યૂટને સીધા ટેક્નોલોજી કંપની સાથે જોડી દેવા જોઈએ.

6. ફાઈનાન્શિયલ સેક્ટરમાં વધુ સ્થિરતા લાવવાની જરૂર
મોટા કોર્પોરેટ અને ઈન્ડસ્ટ્રિયલ ઘરાનાને અથવા નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઝને બેન્કિંગ લાઈસન્સ આપવા જોઈએ. આનાથી કોમ્પિટીશનને પ્રોત્સાહન મળશે અને લોકોને સારી સેવાઓ મળી શકશે.
આ ઉપરાંત વિદેશી બેન્કોની ભારતીય શાખાઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ અને તેમની પર ટેક્સ રેટ એટલો જ કરી દેવો જોઈએ, જેટલો ભારતીય બેન્કો પર છે. આ પ્રકારે લાંબા સમય માટે રોકાણકારોને જોડી શકાશે.

ઈકોનોમિક સર્વેમાં પણ સ્થિરતા વધારવા માટે અમુક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી ચાલું નાણાકીય વર્ષમાં ભારતને ફાયદો મળ્યો છે. આવો જ એક ઉપાય RBIનો ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ છે, જેનાથી માત્ર નાણાકીય સ્થિરતા જ નથી આવી પણ રૂપિયાના ભાવને પણ એકતરફી રીતે પ્રભાવિત કરનાર પણ રોક લાગી ગઈ છે.

7. ખર્ચ વધારવો અને નાણાકીય ઘટાડાને નિયંત્રિત કરવો જરૂરી
દરેક રાહ જોઈ રહ્યાં છે કે સરકાર ખર્ચને વધારે જેવું ઘણી વખત આર્થિક મંદી દરમિયાન કરવામાં આવે છે. પંતુ આ ખર્ચ કેવો હશે, નક્કી કરવું જરૂરી છે. સરકાર જો નાણાકીય ખર્ચને ઓછો કરી કેપિટલ ખર્ચ વધારે છે તો રોકાણકારોને આનાથી ખુશી થશે, ભલે તેનાથી આગામી થોડા વર્ષો માટે ફિસ્કલ ડેફિસિટી વધે. એક વખત અર્થવ્યવસ્થાએ વેગ પકડી લીધો તો સરકાર પોતાના ખર્ચની વસુલાત કરી લેશે.

સરકાર મૂળભૂત સુવિધાઓમાં આવી રહેલા ઘટાડાને પુરો કરવા માટે એક બેન્કનું નિર્માણ પણ કરી શકે છે. આ ઉપરાંત ઉધાર લેવા, રોકાણ ઓછું કરવું અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ અન્ય અમુક રીત છે, જેનાથી ખર્ચમાં વધારો કરી શકાય.હાલ જ્યારે ઈક્વિટીના ભાવ અત્યાર સુધીના સૌથી વધુ સપાટીએ છે, સરકાર માટે આ રોકાણથી ફાયદો લેવાનો સૌથી યોગ્ય સમય છે.

આ ઉપરાંત GST ભાવમાં સ્થિરતા લાવવી, ટેક્સ બેઝને પ્રોસ્તાહન આપવું વગેરે મહેસૂલ વધારવાની અન્ય રીત હઈ શકે છે. સરકાર લોકોને ઈનકમ ટેક્સ ભરવા માટે ઉત્સાહિત કરીને,ટેક્સથી બચવાના રસ્તા બંધ કરીને પણ મહેસૂલ ભેગી કરી શકે છે.