• Home
  • Dvb Original
  • Floods have cost the country Rs 4.69 lakh crore in six decades, with severe flooding in three states and below normal water levels in 10 states.

ભાસ્કર 360 ડિગ્રી / 6 દાયકામાં દેશને પૂરથી 4.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે, ત્રણ રાજ્યમાં ભીષણ પૂરની હાલત, 10 રાજ્યમાં સામાન્યથી ઓછું પાણી પડ્યું

ફોટો ગુવાહાટીના શિમિલીટોલા ગામનો છે. ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયાં પછી બાળકો જરૂરી વાસણ અને સામાનને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યાં છે.
ફોટો ગુવાહાટીના શિમિલીટોલા ગામનો છે. ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયાં પછી બાળકો જરૂરી વાસણ અને સામાનને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યાં છે.
X
ફોટો ગુવાહાટીના શિમિલીટોલા ગામનો છે. ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયાં પછી બાળકો જરૂરી વાસણ અને સામાનને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યાં છે.ફોટો ગુવાહાટીના શિમિલીટોલા ગામનો છે. ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયાં પછી બાળકો જરૂરી વાસણ અને સામાનને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:50 AM IST

નવી દિલ્હી. ધ એશિયન ડેવલોપમેન્ટ બેન્કના જણાવ્યા મુજબ ભારતમાં કુદરતી આપત્તિમાં પૂરને કારણે સૌથી વધુ નુકસાન થાય છે. દેશમાં કુદરતી આપત્તિના કુલ નુકસાનમાંથી 50 ટકા હિસ્સો પૂરનો હોય છે. અત્યારે આસામમાં લગભગ 90 ટકા જિલ્લા પૂરથી પ્રભાવિત છે. જ્યારે 50 હજાર લોકો રાહતકેમ્પમાં રહે છે. અહીં 2019માં પણ પૂરને કારણે ભારે નુકસાન થયું હતું.

રાષ્ટ્રીય પૂર આયોગ અને આસામ સરકારના 2018ના રિપોર્ટ મુજબ કુલ ભૌગોલિક ક્ષેત્ર 78.52 લાખ હેક્ટરમાંથી 31.05 લાખ હેક્ટર એટલે કે લગભગ 40 ટકા ક્ષેત્રફળનો વિસ્તાર પૂરથી દર વર્ષે પ્રભાવિત થાય છે. એવી જ હાલત બિહારની છે. બિહાર સરકારના જણાવ્યા મુજબ અહીંના 8 જિલ્લા પૂરગ્રસ્ત છે. ઉત્તર બિહારના આ 8 જિલ્લાના લગભગ 1 લાખ લોકો પૂરથી પરેશાન છે. ઉત્તર બિહારનો 73.63 ટકા વિસ્તાર પૂર સંભવિત વિસ્તાર છે. લગભગ દર વર્ષે રાજ્યના 48માંથી 28 જિલ્લામાં પૂર આવે છે.
કેન્દ્ર સરકારના 30 જુલાઈના પૂર અંગેના અહેવાલમાં જણાવાયું છે કે લગભગ 1 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. તેમાં આસામમાં લગભગ 57 લાખ અને બિહારમાં 40 લાખ લોકો પૂરગ્રસ્ત છે. ઉત્તર પ્રદેશમાં દોઢ લાખ લોકો પૂરગ્રસ્ત છે. અત્યાર સુધીમાં 450થી વધુ લોકો પૂર અને ભૂસ્ખલનને કારણે મરી ચૂક્યા છે. સૌથી વધુ મોત પશ્ચિમ બંગાળમાં 209 થયા છે. એકબાજુ દેશના કેટલાક રાજ્યો પૂરના સંકટનો અનુભવ કરી રહ્યાં છે તો બીજી બાજુ કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં સામાન્ય વરસાદ પણ થયો નથી. આથી જો આગામી બે મહિનામાં અહીં પૂરતો વરસાદ નહીં થાય તો જળસંકટ ઊભું થઈ શકે છે. આ રિપોર્ટ દ્વારા જાણીએ કે દેશમાં દર વર્ષે આવતા વરસાદ અને પૂરને કારણે આટલી અસામાન્ય સ્થિતિ કેમ સર્જાય છે. રાજ્યોમાં આવનારા પૂરનું મુખ્ય કારણ શું છે.

જાણો દેશમાં થઈ રહેલા વરસાદ અને પૂર અંગેની તમામ માહિતી
પૂરથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે આ ત્રણ રાજ્યો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આસામ, બિહાર અને પ.બંગાળમાં પૂરથી અત્યંત ખરાબ સ્થિતિ છે. તેમાં આસામમાં લગભગ 57 લાખ લોકો અને બિહારમાં પૂરગ્રસ્તોની સંખ્યા 40 લાખ છે. તો બંગાળમાં 209 લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ 10 રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે
31 જુલાઈએ હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છતીસગઢ, ઓરિસ્સા, દાદરાનગર હવેલી અને દમણ અને દીવ સહિત 10 રાજ્યોમાં અત્યાર સુધી સામાન્યથી ઓછો વરસાદ થયો છે.

પૂરથી 65 વર્ષમાં આટલું નુકસાન થયું

  • 1,09,414 લોકોનાં મોત
  • 25.8 કરોડ હેક્ટર પાકને નુકસાન
  • 8,11,87,187 ઘરને નુકસાન
  • 4.69 લાખ કરોડ કુલ આર્થિક નુકસાન

(સ્રોત: સીડબલ્યુસી, ડીટીઈ-સીએસઈ (1952-2018)નો ડેટા.)

20 જુલાઈ સુધી વરસાદથી થયેલાં મોતના આંકડા
નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના 20 જુલાઈના રિપોર્ટ મુજબ પ.બંગાળમાં 142, આસામમાં 111, ગુજરાતમાં 81, મહારાષ્ટ્રમાં 46, એમપીમાં 44, કેરળમાં 25, ઉત્તરાખંડમાં 19 લોકોના મોત થયા છે.

અહીં સામાન્યથી વધુ વરસાદ થયો

રાજ્ય અત્યાર સુધી વરસાદ સામાન્ય વરસાદ
આસામ 1041 875.3
પ.બંગાળ 810.4 747
બિહાર 768.5 526.7
ઉત્તર પ્રદેશ 379.9 369.3
મહારાષ્ટ્ર 571 548

અહીં હજુ સામાન્યથી ઓછો વરસાદ

રાજ્ય અત્યાર સુધી વરસાદ સામાન્ય વરસાદ
ગુજરાત 361.3 382.9
મધ્ય પ્રદેશ 390.8 443.9
છત્તીસગઢ 550.9 581.2
રાજસ્થાન 157.2 209.1
કેરળ 1082.1 1384
ઉત્તરાખંડ 531 600.7

​​​​​​​​​​આખરે આસામ અને બિહારમાં કેમ વધુ પૂર આવે છે

  • આસામ: આસામની સરહદ ભૂતાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પ.બંગાળ, બાંગ્લાદેશ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ જેવા પહાડી રાજ્યોને મળે છે. અહીં થતા વરસાદનું પાણી સીધું આસામના મેદાની વિસ્તારમાં ઉતરે છે. સૌથી વધુ પ્રભાવ બ્રહ્મપુત્રા અને તેની 35 સહાયક નદીઓનો છે.
  • બિહાર: બિહારની ભૌગોલિક સ્થિતિ તેને પૂરગ્રસ્ત રાજ્ય બનાવે છે. નેપાળના પહાડી વિસ્તાર સાથે તેના 7 જિલ્લા જોડાયેલા છે. અહીં થતા વરસાદનું પાણી નદીઓમાં થઈ બિહારમાં દાખલ થાય છે.

ભવિષ્યના ચોકાવનારા આંકડા

  • 60 કરોડ ભારતીય 2050 સુધીમાં પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમશે
  • 200 ગણી વધી જશે લૂ એટલે કે હિટવેવ 2100 સુધીમાં.
  • 2.8 ટકા જીડીપીનું નુકસાન થઈ શકે છે દેશને 2050 સુધીમાં.

(સ્રોત: વર્લ્ડ બેન્ક રિપોર્ટ)

વિશેષજ્ઞોની સલાહ શું છે: બિહાર અને આસામમાં હાલત સુધરશે, ઓગસ્ટમાં સારો વરસાદ થશે
સ્કાઈમેટના એર વાઈસ માર્શલ (નિવૃત્ત) જી.પી. શર્માએ જણાવ્યું કે, હવામાન અંગે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો બિહાર અને આસામમાં હાલત થોડી સુધરી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમને કારણે મધ્ય ભારતના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, છતીસગઢ વગેરેમાં વરસાદ થશે. તેની સાથે બિહાર અને આસામમાં વરસાદ અટકશે. આથી અહીંની સ્થિતિ સામાન્ય બનશે. ખાસ કરીને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભરપૂર વરસાદ થશે. એવામાં જે રાજ્યમાં ઓછો વરસાદ થયો છે ત્યાં પણ સામાન્ય થવાની સ્થિતિ થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી