75 લાખના વાઘા:1.5 કિલો સોનું અને 500 રિયલ ડાયમંડ, સુરતના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનો અલૌકિક શણગાર

24 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

સુરત શહેરની વચ્ચોવચ રામપુરા વિસ્તારમાં આવેલાં વડતાલતાબાના સ્વામિનારાયણ મંદિરના આજે 186માં પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને 1.5 કિલો સોનામાંથી બનાવેલાં વાઘા પહેરાવવામાં આવશે. સવારે 10 વાગ્યે મંદિર અને વડતાલના સંતોની હાજરીમાં આ વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવશે. સોનાના આ વાઘામાં 500 રિઅલ ડાયમન્ડ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. મુંબઈમાં 12 કારીગરોએ 6 મહિનાની અથાગ મહેનત બાદ આ વાઘા બનાવ્યા છે. જે બાદ હરિભક્તો સ્વામિનારાયણ ભગવાને અર્પણ કરાયેલાં સોનેરી વાઘાના દર્શન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...