તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર થયા પછી પણ તેજસ્વી યાદવના આક્રમક તેવર યથાવત છે. ગુરુવારે પટણા ખાતે મહાગઠબંધનના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રદ કરાયેલ પોસ્ટલ બેલેટની ફેરગણતરીની માગ પર હું અડીખમ છું. જરૂર પડે અદાલતમાં પણ જઈશું. જોકે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડે એવી ભીતિ વ્યક્ત કરતાં તેમણે મહાગઠબંધનના ચૂંટાયેલા દરેક પક્ષના ધારાસભ્યોને પટણામાં જ રહેવા સુચિત કર્યા હતા. સવાલ એ છે કે, પરિણામ જાહેર થાય પછી પણ તેજસ્વી ક્યા જોર પર સરકાર રચવાનો દાવો કરે છે? સ્પષ્ટ બહુમતી મળી ગયા પછી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડે એવું તેજસ્વી શા માટે ધારે છે? આ બંને સવાલનો જવાબ પરિણામની આંકડાબાજીમાં અને રાજકીય ગતિવિધિના કેટલાંક 'જો અને તો' વડે સમજી શકાય છે.
ઝીણવટપૂર્વક જુઓ પક્ષ મુજબની બેઠકસંખ્યા
હમ અને VIP છેહ આપે એવો ભાજપને ડર
ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોંગ્રેસે ઓવૈસી પર વોટકટવા તરીકેનો આરોપ લગાવ્યો, પરંતુ તેજસ્વીએ ઓવૈસી વિશે ઘસાતો એક શબ્દ નથી કહ્યો. ચૂંટણી પરિણામોની રસાકસી ચાલી રહી હતી ત્યારે બંનેના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા થયાના અહેવાલો પણ માધ્યમોમાં હતા. એ જોતાં ભાજપને એવો ડર છે કે ઓવૈસી જો પોતાના 5 ધારાસભ્યોને ટેકો આપે મહાગઠબંધનની તાકાત 110થી વધીને 115 થઈ જાય. અપક્ષ અને બસપા પણ ટેકો આપે તો સંખ્યાબળ 117 સુધી પહોંચે. એવી સ્થિતિ ઊભી કર્યા પછી NDA ગઠબંધનમાંથી હમ (જીતનરાવ માંઝી) અને VIP (મુકેશ સાહની)ને મોટા હોદ્દાની લાલચ આપીને પોતાની તરફેણમાં લાવવાનું તેજસ્વી માટે જરાય મુશ્કેલ નહિ હોય. એ રીતે 118+8=125નો આંકડો પાર કરીને તેજસ્વી સરકાર રચવાની સ્થિતિમાં આવી શકે.
હમ-VIP મહાગઠબંધનમાં જઈ શકે?
બિલકુલ જઈ શકે. જીતનરાવ માંઝીની ખરી શત્રુતા નીતિશ સાથે છે. જદયુથી છેડો ફાડ્યા પછી તેઓ મહાગઠબંધનમાં જ હતા અને ચૂંટણી પહેલાં NDA સાથે જોડાયા હતા. જો સત્તાની બાજી તેજસ્વી તરફ સરકતી જવાનો પાકો અણસાર મળે તો માંઝી નીતિશની નૈયા ડૂબાડવાની તક બિલકુલ નહિ છોડે. VIP પાર્ટીના સ્થાપક મુકેશ સાહની બોલિવૂડમાં સેટ ડિઝાઈનર હતા. રાજકારણમાં ઝંપલાવીને પ્રથમ તેઓ મહાગઠબંધન સાથે જ જોડાયા હતા, પરંતુ બેઠકોની વહેંચણીમાં તેમણે 15 બેઠકો માંગી હતી, જેનો તેજસ્વીએ ઈનકાર કરતાં તેમણે છેડો ફાડ્યો હતો. એ તક ઝડપીને ભાજપે પોતાને મળેલી સીટના ક્વોટામાંથી સાહનીને 11 બેઠકો આપી હતી, જેમાં સાહની પોતે હારી ગયા છે પણ 4 બેઠકો પર તેમના ઉમેદવાર જીત્યા છે. આમ, મહાગઠબંધન સાથેનો જૂનો સંપર્ક અને સત્તાની ખાતરી મળે તો સાહની પણ છેલ્લી ઘડીએ ગઠબંધન બદલી શકે છે.
પહેલો ઘા રાણાનો
જોડતોડની રાજનીતિના નિષ્ણાત તરીકે ભાજપ આ સ્થિતિનું આગોતરું આકલન કરી શકતું હોય તે સહજ છે. એ સંજોગોમાં ભાજપ ગુજરાતની માફક બિહારમાં પણ કોંગ્રેસના 5-7 ધારાસભ્યોને રાજીનામા અપાવવામાં સફળ થાય તો તેજસ્વીની તમામ રમત નિષ્ફળ જાય. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટે એટલે મહાગઠબંધન તરફ લોભાઈ શકતાં હમ, VIP, ઓવૈસી, બસપા, અપક્ષ એ દરેકને મોહભંગ થઈ જાય અને તેજસ્વી માટે પટણાની ગાદી દૂરની દૂર જ રહે. આથી જ ગુરુવારની બેઠકમાં તેજસ્વીએ ગઠબંધનના તમામ ધારાસભ્યોને પટણામાં જ રહીને પોતાના પક્ષના નેતા સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.