તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં ખેતી:કોરોનાના ડરથી ગુજરાતમાં લોકો ઘરે જ શાકભાજી ઉગાડતા થઈ ગયા, હાઇડ્રોપોનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે વેજિટેબલ્સ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઘરમાં પાલક, એક્ઝોટિક વેજિટેબલ્સ, કેપ્સિકમ સહિતની શાકભાજી ઉગાડે છે
  • અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત જેવાં શહેરોમાં આ પ્રકારનો વધતો ટ્રેન્ડ
  • પોતાની અને પરિવારની સલામતી માટે બહારથી શાકભાજી લેવાનું માર્યાદિત બન્યું

કોરોના આવ્યો ત્યારથી અવારનવાર જાણવા મળે છે કે વેજિટેબલ માર્કેટ સુપરસ્પ્રેડર સાબિત થઈ છે. આ જ કારણે હવે લોકો માર્કેટમાંથી શાકભાજી ખરીદવા જતાં ડરે છે અને ઘણા લોકો ઓનલાઈન શાકભાજી મગાવતા થયા છે, જેથી તેઓ બને એટલા ઓછા સંપર્કમાં આવે. આ બધા વચ્ચે હવે ઘરમાં જ શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ પણ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે, જેને હાઈડ્રોપોનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. હાઈડ્રોપોનિક ફાર્મિંગ કિટ બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ગુજરાત અને દેશનાં મોટાં શહેરોના લોકોમાં ઘરે જ શાકભાજી તેમજ હર્બલ પ્લાન્ટ ઉગાડવાનું ચલણ વધી રહ્યું છે.

હાઇડ્રોપોનિક પદ્ધતિથી શાકભાજી ઉગાડતા જુદા જુદા લોકોના અભિપ્રાય

1: અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા પાવર ટેક કંપની ચલાવતા માનસી પરિખે કહ્યું હતું કે બજારમાં મળતી લીલી અથવા પત્તાંવાળી શાકભાજીની ગુણવત્તા ઘણીવાર નબળી હોય છે. આ ઉપરાંત પેસ્ટિસાઇડનો પણ ડર રહે છે. વર્તમાન કોરોનાની સ્થિતિને જોતાં ઓર્ગેનિક વેજિટેબલ્સ મળી રહે એ માટે ઘરમાં જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. જાતે ઉગાડેલી વસ્તુ વિશ્વાસપાત્ર પણ હોય છે. અમે ઘરે પાલક, લસણ, ટામેટાં, લેટ્ટસ, બેસિલ અને માઈક્રો ગ્રીન વેજિટેબલ ઉગાડીએ છીએ.

અમદાવાદના માનસી પરિખે પોતાના બંગલાના રૂમમાં તેમજ ગાર્ડનમાં એક્ઝોટિક અને ગ્રીન વેજિટેબલ્સના પ્લાન્ટ લગાવ્યા છે.
અમદાવાદના માનસી પરિખે પોતાના બંગલાના રૂમમાં તેમજ ગાર્ડનમાં એક્ઝોટિક અને ગ્રીન વેજિટેબલ્સના પ્લાન્ટ લગાવ્યા છે.

2: એક અમેરિકન કંપનીમાં એડમિનનું કામ કરતા મંજુ નેગીએ કહ્યું હતું કે દિવાળી પહેલાં અમે અમારા ઘરની બાલ્કનીમાં પાલક, મેથી, કોથમીર સહિતની પત્તાંવાળી શાકભાજી ઉગાડવા માટે ખાસ કિટ લગાવડાવી છે. આ ઉપરાંત હું ઘરમાં ભીંડો, બિન્સ જેવી શાકભાજી પણ ઉગાડી રહી છું. મંજુએ કહ્યું, શાકભાજી રોજિંદા વપરાશની વસ્તુ છે અને એને વારંવાર લેવા જવી પડે તો લોકો સાથેનો સંપર્ક વધી જાય છે. કોરોનાના સમયમાં આ જોખમી છે અને એટલે જ આ વાતને ધ્યાનમાં રાખીને મેં ઘરે શાકભાજી ઉગાડવાનું વધાર્યું છે.

3: કન્સલ્ટન્સીમાં કામ કરતા સુરતના રાજેશ પટેલે જણાવ્યું, હાલના સમયમાં ન્યૂટ્રિશન વેલ્યુવાળાં એક્ઝોટિક અને ગ્રીન વેજિટેબલ્સ ઘણાં મોંઘાં મળે છે. કોરોના આવ્યા બાદ આવી શાકભાજીની માગ વધી છે અને એના ભાવ પણ વધ્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને મેં મારા ઘરના એક રૂમમાં ઓક્ટોબરથી લીફી એટલે કે પત્તાંવાળી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આનાથી અમારા ઘરની જરૂરિયાત પૂરી થાય છે અને સાથે જ અમે વધારાનો ક્રોપ અમારા ઓળખીતા લોકોને પણ આપીએ છીએ.

સુરતના રાજેશભાઈએ પાંચ મહિનાથી એક અલગ રૂમમાં જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે રૂ. 20 હજારનો ખર્ચ કર્યો હતો.
સુરતના રાજેશભાઈએ પાંચ મહિનાથી એક અલગ રૂમમાં જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે રૂ. 20 હજારનો ખર્ચ કર્યો હતો.

4: અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અને ગાંધીનગરના વાવોલમાં રહેતા મહેશભાઈ માળીએ જુલાઈ મહિનાથી ઘરમાં જ લીલી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. આમ કરવાનું સૌથી મોટું કારણ તેમણે એ આપ્યું કે મારે 4 મહિનાની નાની દીકરી છે. કોરોના જે રીતે ફેલાયો છે એને કારણે અમે શક્ય એટલો બાહ્ય સંપર્ક ઓછો કરીએ છીએ અને આ જ કારણોથી અમે અમારા ફ્લેટની ગેલરીમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે.

હાઈડ્રોપોનિક ફાર્મિંગ એટલે શું?
સામાન્ય ભાષામાં સમજીએ તો હાઈડ્રોપોનિક ફાર્મિંગ એટલે માટી વગર થઈ શકાતી ખેતી. હાઇડ્રોપોનિક સિસ્ટમમાં, છોડની મૂળ પ્રવાહી પોષક દ્રાવણમાં અથવા રોકવોલ અને વર્મિક્યુલાઇટ જેવી ભેજવાળી નિષ્ક્રિય સામગ્રીની અંદર વધે છે. આ પદ્ધતિથી મોટે ભાગે પાલક, ભાજી, એક્ઝોટિક વેજિટેબલ્સ, કેપ્સિકમ સહિતની શાકભાજી ઉગાડી શકાય છે. આ ઉપરાંત એમાં તુલસી, અજમો જેવા હર્બલ પ્લાન્ટની પણ ખેતી થઇ શકે છે. નાનો પ્લાન્ટ હોય તો 30 જેવા છોડ ઘરની બાલ્કનીમાં રાખી શકાય છે. આ ઉપરાંત હવે આર્ટિફિશિયલ લાઇટિંગ સાથે ઘરની અંદર અથવા રૂમમાં 100થી વધુ છોડ પણ ઉગાડી શકાય છે.

કેટલો ખર્ચ આવે છે?
હાઇડ્રોપોનિક સિસ્ટમ બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે, ઘરની બાલ્કની અથવા કિચનમાં 20-25 છોડ સાથેનો નાનો પ્લાન્ટ બનાવવા માટે રૂ. 10,000-12,000 જેવો ખર્ચ થાય છે. આમાં બિયારણ, સ્ટેન્ડ, ખાતર અને કિટનું ઇન્સ્ટોલેશન સામેલ છે. આ સિવાય જો આર્ટિફિશિયલ સનલાઈટ સાથેનો ઇન્ડોર પ્લાન્ટ સેટઅપ કરવો હોય તો એમાં છોડની સંખ્યા મુજબ રૂ. 20,000થી લઈને 40,000 સુધીનો ખર્ચ આવે છે.

મોટાં શહેરોમાં ચલણ વધ્યું છે
બ્રિઓ હાઈડ્રોપોનિક્સના ડિરેક્ટર પ્રવીણ પટેલે કહ્યું હતું કે ઘરમાં હાઈડ્રોપોનિક પદ્ધતિથી ગ્રીન વેજિટેબલ્સ ઉગાડનારાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગલુરુ, વડોદરા જેવાં મોટાં શહેરો કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે તેવાં શહેરોમાં ઘરમાં જ શાકભાજી તેમજ હર્બલ પ્લાન્ટ ઉગાડવા અંગે લોકોમાં અવેરનેસ વધુ છે. અપર મિડલ ક્લાસ અને હાયર ક્લાસના લોકો, પ્રોફેસર્સ, કંપનીમાં ટોપ પોઝિશન ધરાવતા લોકો, બિઝનેસમેન સહિતના લોકો પોતાના ઘરમાં લીફી તેમજ એક્ઝોટિક વેજિટેબલ્સ ઉગાડી રહ્યા છે.

હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી વેજિટેબલ્સ ઉગાડવા માટેની કિટ.
હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી વેજિટેબલ્સ ઉગાડવા માટેની કિટ.

લોકોમાં જાગરૂકતા વધી છે
અમદાવાદની રાઈઝ હાઈડ્રોપોનિક કંપનીના ઓનર વિવેક શુક્લાએ જણાવ્યું હતું કે કોરોના આવ્યો ત્યાર બાદથી લોકોમાં ઘરમાં જ વેજિટેબલ્સ ઉગાડવા અંગે જાગરૂકતા વધી છે. લોકો સમજે છે કે બહારથી શાકભાજી ખરીદવામાં જોખમ રહેલું છે. આ ઉપરાંત ઘરે શાકભાજી ઉગાડવા સલામત તો છે જ, સાથે તેમાં રસોડાના દૈનિક ખર્ચમાં પણ ઘટાડો થઇ શકે છે.

કોઈપણ સ્થળેથી પ્લાન્ટની સંભાળ રાખી શકાય છે
ગ્રીનટેક ઓર્ગેનિક હાઈડ્રોપોનિક્સ સિસ્ટમના ઓનર મનન પટેલે જણાવ્યું કે હેલ્થને ધ્યાનમાં રાખીને લોકો હવે લીલાં શાકભાજી ઉગાડતા થયા છે. અત્યારે જે હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજી છે તેમાં 40-45 દિવસમાં ક્રોપ પ્રોડક્શન મળતું થઇ જાય છે. આ ઉપરાંત છોડને પાણી પિવડાવવાનું અને ખાતર આપવા જેવી કામગીરી મોબાઈલથી ઓપરેટ થઇ શકે છે, એટલે કે તમે ઘરે ના હોવ તોપણ ગમે ત્યાંથી તમે તેની સારસંભાળ રાખી શકો છો.

મનન પટેલે પોતાની ઓફિસમાં લીફી વેજિટેબલ્સ લગાવ્યાં છે.
મનન પટેલે પોતાની ઓફિસમાં લીફી વેજિટેબલ્સ લગાવ્યાં છે.

લાખોની કમાણી કરાવી શકે છે હાઈડ્રોપોનિક ફાર્મિંગ
વિવેક શુક્લાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં દેશમાં હાઈડ્રોપોનિક ફાર્મિંગનું કોમર્શિયલ મહત્ત્વ રહ્યું છે. હોટલ્સ, મોટાં કોમ્પ્લેક્સ, ફાર્મ હાઉસમાં આ પ્રકારે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારે ટેરેસ ગાર્ડન અથવા કોમન ગાર્ડન પણ બનાવવામાં આવે છે. સમજો કે કોઈ રૂ. 30 લાખનું રોકાણ કરે છે તો બધો ખર્ચ કાઢતાં પણ તેને વર્ષે રૂ. 15-16 લાખ જેવી આવક થાય છે અને આ રીતે બે વર્ષમાં રોકાણ છૂટું થઇ જાય છે. ત્યાર બાદ વર્ષો વરસ નફો મળતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો