તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Fathers And Daughters Are Leasing 4 Acres Of Land For Organic Farming, Delivering Products Directly To Consumers.

આજના પોઝિટિવ સમાચાર:4 એકર જમીન લીઝ પર લઈ પિતા-દિકરી કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી, ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડે છે

સંગરુર7 મહિનો પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
પ્રિયંકા અને તેના પિતા લીઝ પર લીધેલી જમીન પર મલ્ટી ક્રોપિંગ જૈવિક ખેતી કરે છે - Divya Bhaskar
પ્રિયંકા અને તેના પિતા લીઝ પર લીધેલી જમીન પર મલ્ટી ક્રોપિંગ જૈવિક ખેતી કરે છે

પંજાબના સંગરુરમાં રહેતા 72 વર્ષિય બદ્રીદાસ વીજળી વિભાગમાંથી નિવૃત થયા છે. નોકરી સમયે ઘર પાસે ખાલી પડેલી જમીન પર તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજી ઉગાડી હતી. આ શાકભાજીનો ઉપયોગ તેઓ પોતાના ઘર માટે કરતા હતા અને પાછળ જે પણ બાકી રહેતી તે સંબંધિઓને આપતા હતા. તેમણે નક્કી કર્યું કે નિવૃત્તિ બાદ તેઓ ખેતી જ કરશે, કારણ કે આ કામગીરી તેમને ખૂબ જ પસંદ હતી, જોકે નિવૃત્તિ અગાઉ જ તેમના પત્નીનું અવસાન થયું. ત્યારબાદ તેઓ સંગરુર શિફ્ટ થઈ ગયા.

અહીં તેમણે લીઝ પર ચાર એકર જમીન લઈ મલ્ટી ક્રોપિંગ ખેતીની શરૂઆત કરી. પાંચ વર્ષ અગાઉ લુધિયાણામાં રહેતી તેમની 45 વર્ષિય દિકરી પ્રિયંકા ગુપ્તાએ ખેતીમાં પિતાને મદદ કરવાની શરૂઆત કરી. પ્રિયંકાએ તેમાં અનેક પરિવર્તન કર્યાં. હવે તેમના ખેતરમાં ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રોસેસ કરી બજારમાં મોકલે છે.

પ્રિયંકાના પિતા બદ્રીદાસ બંસલ વીજળી વિભાગમાંથી નિવૃત થયા બાદ જૈવિક ખેતી કરી રહ્યા છે. તેમની દિકરી પ્રિયંકા પણ તેમને મદદ કરી રહી છે
પ્રિયંકાના પિતા બદ્રીદાસ બંસલ વીજળી વિભાગમાંથી નિવૃત થયા બાદ જૈવિક ખેતી કરી રહ્યા છે. તેમની દિકરી પ્રિયંકા પણ તેમને મદદ કરી રહી છે

બદ્રીદાસની જમીન સંગરુરમાં છે અને તેમની દિકરી લુધિયાનામાં રહે છે. તે સપ્તાહમાં ત્રણ દિવસ લુધિયાનાથી સંગરુર આવે છે. પિતા-દિકરીની આ જોડીએ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આાવતા ઉત્પાદનોની પ્રોસેસ કરી સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડે છે. બદ્રીદાસ કહે છે કે તેમને એ વાતની ખુશી છે કે તેઓ શુદ્ધ ભોજન મેળવી રહ્યા છે અને લોકોને પણ તે ઉપલબ્ધ કરાવી રહ્યા છે.ઉંમરના આ પડાવમાં પણ બદ્રીદાસ ફાર્મ પર સમય પસાર કરે છે, જોકે હવે ખેતીની સંપૂર્ણ કામગીરી દિકરી પ્રિયંકા પણ સંભાળી રહી છે.

દિકરીએ કરી ફૂડ પ્રોસેસિંગની શરૂઆત
ફાયનાન્સમાં એમબીએ કરી ચુકેલા પ્રિયંકાએ તેમના ચાર એકરના ખેતરનું નામ 'મધર અર્થ ઓર્ગેનિક ફાર્મ' રાખ્યું છે અને આ નામથી તેઓ
પોતાના ઉત્પાદનોનો બજાર સુધી પહોંચાડી રહ્યા છે. તેઓ કહે છે કે અમે અહીં દાળ, મકાઈ, બાજરા, ચણા, જવાર, તલ, આળસી, હળદર
અને લીલા શાકભાજી પણ ઉગાડી રહ્યા છે. આ ઉપરાંત અમારા ફાર્મ પર કેરી, જામફળ, આંબળા, તુલસી, લીંબડા, બ્રાહમી, મોરિંગા અને
સ્ટીવિયાના પ્લાન્ટ પણ છે. પપ્પાએ ક્યારે પણ ખેતીમાં પેદા થતી ઉપજનું વેચાણ કરતા ન હતા પણ તેની વહેચણી કરતા હતા, જોકે
જ્યારથી મે તેમને ખેતીમાં મદદ કરવાની શરૂઆત કરી છે તો ઉત્પાદનને પ્રોસેસ કરી બજાર સુધી પહોંચાડવામાં આવશે.

પ્રિયંકા કહે છે કે એક વખત અમારા ખેતરમાં હળદરનું ઉત્પાદન ઘણુ સારું રહ્યું. ઘર-પરિવાર, સંબંધિઓને વહેચણી કર્યાં બાદ પણ ઘણી વધી હતી. ત્યારથી હું કાચી હળદરનું અથાણું તૈયાર કર્યું. આ અથાણાને જેણે પણ ચાખ્યું તે કહે છે કે અમારા માટે પણ તે તૈયાર કરી આપો. તેનાથી મને એક નવો વિચાર આવ્યો કે આપણા ખેતરમાં તૈયાર થતા ઉત્પાદનોનું પ્રોસેસ કરીને વેચાણ કરે છે અને એટલું જ નહીં અમે ફૂડ પ્રોસેસિંગની શરૂઆત કરી.

ફાર્મમાં ઉગાડવામાં આવતા લીલા મરચાને પ્રોસેસ કરી અથાણું તૈયાર કરવામાં આવે છે
ફાર્મમાં ઉગાડવામાં આવતા લીલા મરચાને પ્રોસેસ કરી અથાણું તૈયાર કરવામાં આવે છે

પ્રોસેસિંગ મારફતે આજે પ્રિયંકા આશરે 20-25 પ્રકારના ઉત્પાદન તૈયાર કરે છે. આ તમામ સંગરુરમાં જ તેમના ઘરના કિચનથી જ પ્રોસેસ થઈને પેક કરવામાં આવે છે. તે હળદર, લસણ, ગાજર, લીલા મરચા,મૂળા, કેરીના અથાણા વગેરે તૈયાર કરવામાં આવે છે. જ્યારે જવાર, બાજરા અને મકાઈથી બિસ્કીટ અને લોટ તૈયાર કરવામાં આવે છે. આ માટે પ્રિયંકાએ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી ફૂડ પ્રોસેસિંગની તાલીમ પણ મેળવી છે.

પ્રોસેસિંગના કામમાં તેઓ સંગરુરની આજુબાજુના ગામોની 5 મહિલાઓની મદદ મેળવે છે. તેનાથી તેમને રોજગારી પણ મળે છે. આ અંગે પ્રિયંકા કહે છે કે આ મહિલાઓ મારી સૌથી મોટી શક્તિ છે. મારી ગેરહાજરીમાં પણ આ લોકો ખેતરથી લઈ પ્રોસેસિંગ અને પેકિંગ સુધીની તમામ કામગીરીને સારી રીતે સંભાળી લે છે.

ચાર રિટેલર્સ અને આજુબાજુના લોકો આ સામગ્રી ખરીદી લે છે
પ્રિયંકા કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ તેમને ત્યાં ઉગાડવામાં આવતા અને તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોનો ટેસ્ટ કર્યો છે,
ત્યારબાદથી આ લોકો સીધા જ ફાર્મથી રો અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ ખરીદી લે છે. આ ઉપરાંત પ્રિયંકા ચાર રિટેલર્સ સુધી પણ પોતાના ફાર્માં
ઉગાડે અને પ્રોસેસ કરેલા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પહોંચાડે છે.

પ્રોસેસિંગ બાદ પ્રોડક્ટને આ રીતે પેકિંગમાં રિટેલર્સ પાસે મોકલવામાં આવે છે
પ્રોસેસિંગ બાદ પ્રોડક્ટને આ રીતે પેકિંગમાં રિટેલર્સ પાસે મોકલવામાં આવે છે

ખાદ્ય અને અન્ય જૈવિક પોષક તૈયાર કરવા માટે તે ગામોમાંથી છાણ અને ગૌમૂત્ર પણ લાવે છે. તેનાથી ખેતરો માટે જૈવિક ખાતર, પોષક તથા કીટનાશકો તૈયાર કરવામાં આવે છે. પ્રિયંકા કહે છે કે તેને એ વાતથી ખુશી છે કે તેમના પિતાએ જે ઉદ્દેશથી જૈવિક ખેતીની શરૂઆત કરી હતી, તે ઘણા હસ્તક પૂરો કરવામાં આવ્યો છે. આજુબાજુના ખેડૂતો પણ જૈવિક ખેતીનું મહત્વ સમજવા લાગ્યા છે. તે કહે છે કે એક વખત કેટલાક ખેડૂતો અમારા ખેતર તથા ખેતી કરવાની પદ્ધતિ જોવા માટે આવ્યા. તેઓ અમારા ખેતરોમાં અળસિયા જોઈને આશ્ચર્ય પામ્યા હતા. ત્યારે તેમને સમજમાં આવ્યું કે રસાયણોને લીધે ખેતરોમાં અળસિયાઓ દેખાતા નથી.

પ્રોસેસિંગ બાદ દાળ અને ચોખાને આ રીતે પેક કરી ગ્રાહકોને આપવામાં આવે છે
પ્રોસેસિંગ બાદ દાળ અને ચોખાને આ રીતે પેક કરી ગ્રાહકોને આપવામાં આવે છે

ચાર રિટેલર્સ અને આજુબાજુના લોકો આ સામગ્રી ખરીદી લે છે
પ્રિયંકા કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ તેમને ત્યાં ઉગાડવામાં આવતા અને તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોનો ટેસ્ટ કર્યો છે,
ત્યારબાદથી આ લોકો સીધા જ ફાર્મથી રો અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ ખરીદી લે છે. આ ઉપરાંત પ્રિયંકા ચાર રિટેલર્સ સુધી પણ પોતાના ફાર્માં
ઉગાડે અને પ્રોસેસ કરેલા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પહોંચાડે છે.

ખાદ્ય અને અન્ય જૈવિક પોષક તૈયાર કરવા માટે તે ગામોમાંથી છાણ અને ગૌમૂત્ર પણ લાવે છે. તેનાથી ખેતરો માટે જૈવિક ખાતર, પોષક તથા કીટનાશકો તૈયાર કરવામાં આવે છે. પ્રિયંકા કહે છે કે તેને એ વાતથી ખુશી છે કે તેમના પિતાએ જે ઉદ્દેશથી જૈવિક ખેતીની શરૂઆત કરી હતી, તે ઘણા હસ્તક પૂરો કરવામાં આવ્યો છે. આજુબાજુના ખેડૂતો પણ જૈવિક ખેતીનું મહત્વ સમજવા લાગ્યા છે. તે કહે છે કે એક વખત કેટલાક ખેડૂતો અમારા ખેતર તથા ખેતી કરવાની પદ્ધતિ જોવા માટે આવ્યા. તેઓ અમારા ખેતરોમાં અળસિયા જોઈને આશ્ચર્ય પામ્યા હતા. ત્યારે તેમને સમજમાં આવ્યું કે રસાયણોને લીધે ખેતરોમાં અળસિયાઓ દેખાતા નથી.

લોકોને રસાયણ ફ્રી ભોજન મળે તે સૌથી મોટો ઉદ્દેશ

જૈવિક ખેતીને લીધે વાર્ષિક કમાણી અંગે પ્રિયંકા કહે છે કે તેમના પિતાએ ક્યારેય પૈસા માટે ખેતી કરી નથી. તેમના જીવન નિર્વાહ માટે પેન્શનના નાણાં પૂરતા છે. આ ખેતીથી અમને એ વાતની ખુશી છે કે અમે શુદ્ધ ભોજન મેળવી શકીએ છીએ અને લોકોને પણ શુદ્ધ ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પ્રિયંકા વધુમાં કહે છે કે અમે લીઝની જમીન પર ખેતી કરી છીએ, તેનાથી અમે વરાષિક 2 લાખ રૂપિયા લીઝ પેટે આપવા પડે છે, જોકે જે લોકો પાસે જમીન છે તે મલ્ટી ક્રોપિંગ ખેતી મારફતે સારી કમાણી કરી શકે છે.

પ્રિયંકા કહે છે કે મારો પ્રયત્ન છે કે જૈવિક ખેતી અંગે લોકોને વધુને વધુ જાગૃત કરું, કારણ કે આપણે અત્યારે આ અંગે જાગૃત નહીં થઈએ તો આગામી પેઢીઓ માટે ઝેરયુક્ત ભોજન જ છોડીને જશું. તે કહે છે કે જો કોઈને જૈવિક ખેતીની પદ્ધતિ સમજવી હોય અથવા આપણા ફાર્મ પર કરવામાં આવતી ખેતીને જોવી હોય તો તેમનું સ્વાગત છે.

લોકોને રસાયણ ફ્રી ભોજન મળે તે સૌથી મોટો ઉદ્દેશ
જૈવિક ખેતીને લીધે વાર્ષિક કમાણી અંગે પ્રિયંકા કહે છે કે તેમના પિતાએ ક્યારેય પૈસા માટે ખેતી કરી નથી. તેમના જીવન નિર્વાહ માટે
પેન્શનના નાણાં પૂરતા છે. આ ખેતીથી અમને એ વાતની ખુશી છે કે અમે શુદ્ધ ભોજન મેળવી શકીએ છીએ અને લોકોને પણ શુદ્ધ ભોજન
ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પ્રિયંકા વધુમાં કહે છે કે અમે લીઝની જમીન પર ખેતી કરી છીએ, તેનાથી અમે વરાષિક 2 લાખ રૂપિયા લીઝ
પેટે આપવા પડે છે, જોકે જે લોકો પાસે જમીન છે તે મલ્ટી ક્રોપિંગ ખેતી મારફતે સારી કમાણી કરી શકે છે.

પ્રિયંકા કહે છે કે મારો પ્રયત્ન છે કે જૈવિક ખેતી અંગે લોકોને વધુને વધુ જાગૃત કરું, કારણ કે આપણે અત્યારે આ અંગે જાગૃત નહીં થઈએ તો આગામી પેઢીઓ માટે ઝેરયુક્ત ભોજન જ છોડીને જશું. તે કહે છે કે જો કોઈને જૈવિક ખેતીની પદ્ધતિ સમજવી હોય અથવા આપણા ફાર્મ પર કરવામાં આવતી ખેતીને જોવી હોય તો તેમનું સ્વાગત છે.

અન્ય સમાચારો પણ છે...