• Gujarati News
  • Dvb original
  • Farmers Protest:As Evening Falls, The Shop Becomes Crowded, The Farmer Hides His Clothes And Carries The Bottles In Trolleys.

ખેડૂત આંદોલનનું બીજું પાસું:સાંજ પડતાંની સાથે જ દારૂની દુકાન પર ભીડ થઈ જાય છે, કપડામાં સંતાડીને ટ્રોલીઓમાં બોટલ લઈને જાય છે ખેડૂત

નવી દિલ્હી2 વર્ષ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
આંદોલનમાં સામેલ ખેડૂતોમાં અમુક યુવાન અને વૃદ્ધ દારૂ પીતા જોવા મળ્યા, આ લોકો અંધારું થતાં જ દારૂની દુકાન પર આવી જાય છે. - Divya Bhaskar
આંદોલનમાં સામેલ ખેડૂતોમાં અમુક યુવાન અને વૃદ્ધ દારૂ પીતા જોવા મળ્યા, આ લોકો અંધારું થતાં જ દારૂની દુકાન પર આવી જાય છે.

અરે, એક બોટલ આપી દો, પૈસા આપી જઈશું. અરે, ના ના પાડશો, આપી દો. હવે તો અમે અહીં જ વસી ગયા છીએ, ક્યાં જઈશું, આપી જ દઈશું પૈસા. તો આ તરફ દારૂ માગી રહેલા એક પ્રદર્શનકાર ખેડૂતની વાતને દારૂ વેચનારે એક-બે વખત ન સાંભળી. પછી એક બોટલ કાઢીને હાથમાં પકડાવી દીધી. ખેડૂત બોટલ કુરતામા રાખીને જતો રહ્યો. દુકાનદારે જણાવ્યું, આ સામે જ ટ્રોલીમાં જ રહીએ છીએ, આપી જઈશું પૈસા. એક-બે વખત પહેલાં પણ ઉધાર લીધા છે, પછી પૈસા આપી ગયા છીએ.

ટિકરી બોર્ડર પર સાંજ પડતાંની સાથે જ દારૂના ઠેકા પર ભીડ ભેગી થઈ જાય છે. ગ્રાહકોમાં મોટા ભાગના લોકો આંદોલનમાં સામેલ ખેડૂતો છે, જેમાં યુવાન પણ છે અને વૃદ્ધ પણ છે. લોકો દારૂ ખરીદે છે. બોક્સ ત્યાં જ ફેંકી દે છે અને કપડામાં બોટલ સંતાડીને ટ્રોલી તરફ જતા રહે છે.

સાંજના પાંચ પણ ન વાગ્યા હોય અને અમુક યુવાન અહીં કોલ્ડડ્રિંકની બોટલમાં દારૂ ભરીને પી રહ્યા છે. પાસે જ એક નોન-વેજ વેચનાર ઢાબા પર ભીડ ભેગી થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં તંદૂરી ચિકન સાથે દારૂના પેગ લગાવવામાં આવી રહ્યા છે. આ દૃશ્ય જોઈને મનમાં સવાલ ઊઠે છે કે આંદોલનમાં સામેલ થતા લોકો દારૂ પીવે છે એનો શું મતલબ? પણ તાત્કાલિક જ એનો જવાબ મળવા લાગે છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં દારૂ પર પ્રતિબંધ નથી. સરકારે જ દારૂ પીવાની આઝાદી લોકોને આપી છે તો પછી એમાં ખોટું શું છે? ટિકરી બોર્ડર પર દારૂની દુકાન પર ભીડ જોઈને લાગે છે કે ધંધો સારો ચાલી રહ્યો છે, પણ દુકાનદારોને પૂછો તો જવાબ મળે છે કે ધંધો મંદો ચાલી રહ્યો છે.

ટિકરી બોર્ડર પર સાંજ પડતાંની સાથે જ ઠેકા પર ભીડ ભેગી થઈ જાય છે. ગ્રાહકોમાં મોટા ભાગના લોકો આંદોલનમાં સામેલ ખેડૂતો હોય છે.
ટિકરી બોર્ડર પર સાંજ પડતાંની સાથે જ ઠેકા પર ભીડ ભેગી થઈ જાય છે. ગ્રાહકોમાં મોટા ભાગના લોકો આંદોલનમાં સામેલ ખેડૂતો હોય છે.

દુકાનદારે જણાવ્યું, આંદોલનથી વેપાર પર માઠી અસર થઈ છે. ઘણા દિવસો દુકાન બંધ પણ રાખવી પડી. ઘણી વખત ખેડૂત આંદોલનકાર જ દુકાન બંધ કરાવી દે છે. અમે તેમની વાત માની પણ લઈએ છીએ. વેચાણના સવાલ અંગે તેમને કહ્યું, 30 ટકા સુધી વેચાણ ઘટ્યું છે. પહેલાં આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂર પણ દારૂ ખરીદવા આવતા હતા. હવે આંદોલનમાં સામેલ લોકો જ આવી રહ્યાં છે. રસ્તા બંધ હોવાને કારણે બીજા ગ્રાહક નથી આવતા.

તો આ તરફ સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનના મંચ પાસે જ એક મોટી દારૂની દુકાન છે, જે હાલ બંધ છે. અહીં મંચની ઠીક સામે એક નોન-વેજ રેસ્ટોરાં છે. અહીં સાંજ થતાંની સાથે લોકો દારૂ પીતા જોવા મળે છે, જેમાં મોટા ભાગના આંદોલનમાં સામેલ ખેડૂતો જ છે.

અંધારું પડતાંની સાથે જ ટ્રોલીઓમાં બોટલો ખૂલતી જોવા મળે છે. ક્યાંક ક્યાંક યુવાન આંદોલનકાર પણ પેગ મારતા જોવા મળ્યા છે. આ આંદોલનની પૂરી તસવીર નથી, જેને જોઈને એવું જરૂર લાગે છે કે આંદોલન દરમિયાન પણ લોકો પર મોજમસ્તી સવાર છે. વાસ્તવિકતા એવી પણ છે કે જે વખતે અમુક ગણ્યાગાંઠ્યા લોકો દારૂના પેગ લગાવી રહ્યા હોય છે એ વખતે લોકો હાડ થિજાવતી ઠંડીમાં બેસી રહ્યા હોય છે.

આંદોલન દરમિયાન દારૂ પીવા પર કોઈ ખૂલીને વાત તો નથી કરતું, પણ જે લોકોએ અમારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમનું કહેવું હતું કે અમે ઘરે પણ દારૂ પીએ છીએ. હવે આ રસ્તો જ અમારું ઘર છે. મન થાય તો અહીં પણ પી લઈએ છીએ, સાથે જ અમુક લોકોનો જવાબ હોય છે, દારૂ પીવાનું ગેરકાયદે તો નથી, જો છે તો પોલીસ અહીં આવીને અટકાવી દે.

દુકાનમાંથી દારૂ ખરીદ્યા પછી લોકો ડબ્બો ત્યાં જ ફેંકી દે છે અને બોટલ લઈને પોતાની ટ્રોલીઓ તરફ આગળ વધી જાય છે.
દુકાનમાંથી દારૂ ખરીદ્યા પછી લોકો ડબ્બો ત્યાં જ ફેંકી દે છે અને બોટલ લઈને પોતાની ટ્રોલીઓ તરફ આગળ વધી જાય છે.

જોકે મોટા ભાગના લોકો આંદોલન દરમિયાન ખેડૂતોના દારૂ પીવાને ખોટી રીતે જુએ છે. એક વૃદ્ધ ખેડૂત આંદોલનકારે પોતાનું નામ જણાવ્યા વગર કહ્યું, આંદોલન ત્યાગ માગે છે. સારું રહેશે કે આંદોલન દરમિયાન દારૂ જેવી ખરાબ આદતો છોડી દેત.

અમે ખેડૂતનેતા જોગીન્દર સિંહ ઉગ્રાહાંને આ અંગે સવાલ કર્યો હતો તો તેમનું કહેવું હતું કે અમુક લોકો દારૂ પીતા જોવા મળે છે. અમારા કાર્યકર્તા તેમને ના પણ પાડે છે, પણ આ સંખ્યા ઘણી ઓછી છે અને એમાં પણ યુવાનોની સરખામણીમાં આધેડ વયના લોકો વધુ છે.

ટિકરી બોર્ડર હોય કે સિંધુ બોર્ડર, સાંજ પડતાં પડતાં દારૂ પી રહેલા લોકોને જોવા મળવા એ કોઈ મોટી વાત નથી. ઘણી જગ્યાએ લોકો નશામાં ચૂર થઈને ઉત્તેજક નારાબાડી કરતા પણ જોવા મળે છે. દિલ્હીની સરહદ પર ખેડૂતોના આંદોલનને હવે ચાલીસથી વધુ દિવસ થઈ ગયા છે. ત્રણ કૃષિ કાયદા અંગે ખેડૂતો અને સરકાર વચ્ચે બનેલો ગતિરોધ તૂટતો નથી. આંદોલનમાં લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ઘણા લોકો તો હવે બોર્ડરને જ પોતાનું ઘર ગણવા લાગ્યા છે. અહીં એકલા બેસીને દારૂ પી રહેલી એક વ્યક્તિને અમે સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે હું ઘરમાં હોત તોપણ દારૂ પીતો હોત. શું દારૂ પીતા લોકો તેમનો હક ન માગી શકે? ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે આંદોલનમાં સામેલ લોકો મોજમસ્તી કરી રહ્યા છે. દારૂ પી રહ્યા છે, પિત્ઝા-બર્ગર ખાઈ રહ્યા છે, જિમ કરી રહ્યા છે, મસાજ લઈ રહ્યા છે.

આ સવાલ આંદોલનકારોને કર્યો તો જવાબ આપ્યો કે શું આવું કરનાર લોકો તેમનો હક ન માગી શકે, વિરોધનો અવાજ ન ઉઠાવી શકે. તેઓ ઊંધો સવાલ કરે છે કે જ્યાં લાખોની સંખ્યામાં ખેડૂતો બેઠા હોય. ઠંડીમાં ઠરી રહ્યા છે. ડિસેમ્બરની ઠંડી રાતોમાં ટ્રોલીમાં સૂઈ રહ્યા હોય, ત્યાં અમુક લોકોની તસવીર દેખાડીને આંદોલન પર સવાલ કરવા કેટલું યોગ્ય છે?