તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રફીકે એક હાથથી સાઈકલ પકડી છે અને બીજા હાથથી પોતાના દિવ્યાંગ મિત્રને સહારો આપી રહ્યા છે. તેમણે દિલ્હીથી યુપીમાં દાખલ થવાનું છે, પણ એના માટે તેમણે ખાડાને પાર કરવા પડશે અને લોખંડના તારને પાર કરવા પડશે. દિલ્હી અને યુપીને જોડતી ગાઝીપુર બોર્ડરને પાર કરવી તેમના માટે કોઈ નવી વાત નથી. તેઓ વર્ષોથી કોઈપણ મુશ્કેલી વગર આવું કરતા રહે છે, પણ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઊભી થયેલી સ્થિતિએ તેમને બોર્ડર પાર કરવાનો અનુભવ કરાવી દીધો છે.
ગાઝીપુર બોર્ડર-આ શબ્દ તેઓ સાંભળતા રહેતા હતા, પણ બોર્ડર કેવી હોય છે, તેમણે પહેલી વખત જોઈ છે. કાંટાળા તાર, તળિયા પર લાગેલા સિમેન્ટના સ્લેબ, રસ્તા પર ઊભા કરાયેલા લોખંડના ખિલ્લા, હથિયારબંધ જવાન અને દૂરથી સંભળાઈ રહેલો ખેડૂતોની નારાબાજીનો અવાજ.
બેરિકેડિંગથી સામાન્ય લોકોને પણ મુશ્કેલી થઈ રહી છે
દિલ્હીને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી જોડતા નેશનલ હાઈવે-9 પર ગાઝીપુર બોર્ડર પર ખેડૂત આંદોલનનું કેન્દ્ર છે. આઠ લેનનો આ હાઈવે હવે પૂરી રીતે બંધ છે. આ જ કારણે આસપાસના તમામ રસ્તા પર જામ લાગેલો રહે છે. ગાડીઓમાં બેઠેલા લોકોના ચહેરા પર તણાવ અને ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની પર મૌન હાવી છે. બોર્ડરની આરપાર કામ કરતા રફીક જેવા હજારો લોકો સરકાર અથવા ખેડૂતો વિશે પોતાની વાત રજૂ કરવાની હિંમત નથી કરી શકતા. તેઓ બસ કોઈપણ રીતે બોર્ડર પાર કરી લેવા માગે છે. પુલ નીચે એક એમ્બ્યુલન્સ ચક્કર લગાવી રહી છે. ડ્રાઈવર કદાચ રસ્તો ભટકી ગયો છે. ખોટી દિશામાં રસ્તો દેખાતાં તે બેરિકેડ સુધી આવી ગયો હતો, પણ સામેના ખિલ્લા અને કાંટાળી જાળીને જોઈને તેણે પાછું જવું પડી રહ્યું છે.
ઈન્ટરનેટ બંધ કરવાની હેરાનગતિ થઈ રહી છે
ગુરવીર સિંહ ગાઝીપુર બોર્ડર પર લીગલ સેલ સાથે જોડાયેલા છે. તેમનું કામ પ્રદર્શનકારોને મળી રહેલી લીગલ નોટિસને જોવાનું, એનો જવાબ તૈયાર કરવાનું છે. આ કામમાં તેમની આખી લીગલ ટીમ લાગી ગઈ છે. બિલાસપુરથી આવેલા ગુરવીર કહે છે, ઈન્ટરનેટ બંધ થવાથી અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. અમે વ્હોટ્સએપ પર કો-ઓર્ડિનેટ કરીને કામ કરતા હતા, લોકોને નોટિસ પણ વ્હોટ્સએપ પર જ મળી રહી હતી. સોશિયલ મીડિયા પણ બંધ છે, નેટવર્ક ડાઉન થવાને કારણે કોલ પણ નથી થઈ શકતા. એવામાં ઈન્ફોર્મેશન શેર કરવી મુશ્કેલ થઈ ગઈ છે.
ગુરવીરે કહ્યું હતું કે સરકાર અહીં ઈન્ટરનેટ બંધ કરીને અને સખત પ્રતિબંધ લગાવીને પ્રદર્શનકારો કરતા વધુ સામાન્ય લોકોને હેરાન કરવા માગે છે, જેથી તે આંદોલનકારીઓ વિરુદ્ધ થઈ જાય. આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે. આસપાસ રહેતા સામાન્ય લોકોને કામે જવા માટે બોર્ડર પાર કરવાની હોય છે. હવે તેમના માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. સરકારે એક ટ્રેપ બિછાવી છે. આંદોલનસ્થળની કિલ્લાબંધી કરી દેવાઈ છે, પરંતુ આનાથી અમારા પ્રદર્શન પર વધુ અસર નથી પડી. અમે પહેલાં જેમ બેઠા હતા એમ જ છીએ. સાચી મુશ્કેલી સામાન્ય લોકોને છે.
સરકાર જો MSP આપે તો અમે પ્રદર્શન શા માટે કરીએ?
અહીં આવેલા મોટા ભાગના શીખ પ્રદર્શનકારી ઉત્તરપ્રદેશના પીલીભીત અને રામપુર જિલ્લા તથા ઉત્તરાખંડના રુદ્રપુરના છે. ગુરમૈલ સિંહ પીલીભીતથી આવ્યા છે અને લંગરમાં સેવા કરી રહ્યા છે. તેમણે આ વર્ષે 25 એકરની જમીન પર અનાજ વાવ્યું હતું. ગુરમૈલ સિંહનો આરોપ છે કે તેમને પોતાની ઊપજના યોગ્ય ભાવ નથી મળતા અને MSP પર અનાજ વેચવા માટે તેમને અધિકારીઓને લાંચ આપવી પડી. ગુરમૈલે કહ્યું, માત્ર 80 ક્વિન્ટલ અનાજ જ હું MSP પર વેચી શક્યો, તેમાં પણ મને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની લાંચ આપવી પડી. MSP અમારો અધિકાર છે. જો સરકાર MSP આપે તો અમે પ્રદર્શન શા માટે કરીએ?
ગાઝીપુર બોર્ડર પર હવે પશ્વિમ ઉત્તરપ્રદેશના ખેડૂત મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ગન્ના બેલ્ટના આ લોકો હાલ ચૂંટણીમાં BJPના વોટર રહ્યા છે. એવામાં ગાઝીપુર બોર્ડર પશ્વિમ ઉત્તરપ્રદેશના રાજકારણનું કેન્દ્ર પણ બની રહી છે. મેરઠથી આવેલા વિજેન્દ્ર મલિક કહે છે, ટિકૈત બાબાના આંસુ પશ્વિમ ઉત્તરપ્રદેશના ખેડૂતોને જગાડી રહ્યા છે. આ આંદોલન યુપીમાં માત્ર કૃષિ કાયદા સુધી સીમિત નહીં રહે; એની અસર રાજકારણ પર થવાની નક્કી છે.
નેશનલ હાઈવે-9 પહેલાં ગ્રાન્ડ ટ્રન્ક રોડ હતો. આ ભારતના સૌથી લાંબા રસ્તાનો ભાગ રહ્યો છે. હવે તેના આઠ લેનના રસ્તા પર ખેડૂતોના ટેન્ટ લાગેલા છે. જાણે એક નાનું શહેર વસી ગયું હોય. સ્ટ્રીટ લાઈટ્સની રોશનીમાં ટેન્ટની બહાર તાપણું કરી રહેલા, હુક્કો પી રહેલા ખેડૂત કોઈ પિકનિક પર આવ્યા હોય તેવું લાગે છે. ખેડૂત આંદોલનને 70થી વધુ દિવસ થઈ ચૂક્યા છે, પણ અહીં આવેલા મોટા ભાગના પ્રદર્શનકારી નવા છે. તેમનામાં નવી ઊર્જા અને જોશ છે અને હાલ તેઓ થાકેલા પણ નથી. હુક્કાને પીતા પશ્વિમ યુપીના એક વુદ્ધ ખેડૂતે કહ્યું, હાલ તો અમારું આંદોલન શરૂ થયું છે, આગળ જુઓ શું થાય છે.
ન અમે જાટ છીએ, ન મુસલમાન, અમે માત્ર ખેડૂત છીએ
અહીં પ્રદર્શનકારોમાં મોટી સંખ્યામાં મુસલમાન પણ છે. 2013ના મુઝફ્ફરનગર હુલ્લડો પછી જાટ અને મુસલમાનો વચ્ચે પેદા થયેલી તિરાડને ભરવાના પ્રયાસ પણ અહીં થઈ રહ્યા છે. મેરઠથી આવેલા મુકદ્દમ મુઝફ્ફરનગરથી આવેલા વીરેન્દ્ર મલિકના ગળામાં હાથ નાખીને કહે છે, અહીં ન અમે જાટ છીએ, ન મુસલમાન, અમે બસ ખેડૂત છીએ અને આ જ અમારી ઓળખ છે. અમારા ભાગલા પાડવા સરળ નહીં હોય.
ગાઝીપુરના મંચે રાકેશ ટિકૈતને મોટે પાયે જનનેતા બનાવી દીધા છે. યુવાનોનું ટોળું તેમને ઘેરી રહે છે. તેઓ દરેક સાથે હાથ પણ નથી મિલાવતા. આંદોલન ક્યાં સુધી ચાલશે, આ સવાલ અંગે ટિકૈતે કહ્યું, જ્યાં સુધી સરકાર ઈચ્છશે, અમે તો હવે પાછળ નહીં હટીએ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.