તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિશેષ સંપાદકીય:બનાવટી ચર્ચાના પાત્રો અને અસલી મુદ્દાથી દૂર લઈ જતી ચીસાચીસ...

ભોપાલ7 દિવસ પહેલાલેખક: નવનીત ગુર્જર
  • કૉપી લિંક

સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે. આપણા દેશમાં આ સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. દુનિયામાં રોજ પોણા બે લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેમાંથી એક લાખ એકલા ભારતમાં. વિશ્વભરમાં રોજ સવા ત્રણ હજાર લોકો મરી રહ્યા છે, જેમાં 1100-1200 એકલા ભારતમાં. પરંતુ ન્યૂઝ ચેનલોને તેના સાથે ખાસ કંઈ લેવાદેવા નથી. તેઓ છેલ્લાં ઘણાં દિવસથી એક જ શ્વાસે સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, કંગના અને રાઉતને બતાવી રહ્યા છે, બસ. આખરે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ક્યાં જવા ઈચ્છીએ છીએ? પ્રોફેશનલિઝમ પહેલા પણ હતું, પરંતુ એવું નહોતું કે ટીઆરપીની હોડના તેજ પ્રવાહમાં નૈતિકતા, મર્યાદા, સહનશીલતા અને બધું જ તણખલાની જેમ વહેતું જ જાય. ભાષા તો મર્યાદા કે હદોની પેલે પારથી શરૂ થાય છે.

એક પછી એક એવા નિવેદન આવે છે અને આ નિવેદનોના ચક્રવ્યૂહમાં જુદા જુદા પક્ષોના નેતાઓને ઉલઝાવી દેવાય છે. આ નેતાઓ ભાષાની તમામ મર્યાદા ભૂલીને પોતાના આકાઓને ખુશ કરવા માટે કશું પણ બોલે છે. એ કમિશનર! સાંભળી લે! એ ઉદ્ધવ! સમજી જા!- જેવા બેઢંગા સંવાદનોનું ચલણ વધી રહ્યું છે. જ્યાં સુધી સંવાદની વાત છે, તેનું સ્થાન ચીસાચીસ વાળી ચર્ચાએ લઈ લીધું છે. ચર્ચા પણ કેવી હોય છે- એક પક્ષનો પ્રતિનિધિ, બીજો વિપક્ષનો, ત્રીજો નિષ્ણાત, આ બધાને ધમકાવનારો અને એંકર, જે આ બધાને ઉશ્કેરે છે. ઉશ્કેરવા, ભડકાવવા સિવાય આ ચર્ચામાંથી સામાન્ય દર્શકને કશું જ મળતું નથી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, દેશની કોઈ પણ વ્યક્તિ તમારા પક્ષમાં હોવી જોઈએ અથવા વિપક્ષમાં. નિષ્પક્ષ હોવું તો જાણે ગુનો બની ગયો છે. કેટલાક પક્ષ તો નિષ્પક્ષતાને દેશદ્રોહ પણ કહેવા અને માનવા લાગ્યા છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને મૂલ્યો બધું જ ખોટેખોટી ચર્ચા અને નકલી મુદ્દાની ઝાકમઝાળમાં ખોવાઈ ગયું છે. આ જ કારણસર કોઈ પણ વ્યક્તિ પછી તે બોલિવૂડની હોય કે બીજા કોઈ ક્ષેત્રની, તેને ભટકાવતા મુદ્દા પર વાત કરવા જ નથી ઈચ્છતી.

સરકારો કોઈને પણ ઠેકાણે લગાવી દેવાના કામને બહાદુરી સમજે છે. જાણે સરકાર વિરોધના કોઈ પણ સ્વરને કચડવા માટે જ બની હોય! એ દિવસો પણ જતા રહ્યા, જ્યારે કોઈ પક્ષની સરકાર બીજા પક્ષના નેતાને પ્રતિનિધિ બનાવીને યુએનમાં મોકલતી હતી. એકવાર અટલજી લોકસભા ચૂંટણી હારી ગયા તો ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, અટલજી વિના વિપક્ષ સૂનો સૂનો લાગે છે. કોંગ્રેસના અનેક નેતા કહેતા રહ્યા કે, અટલજી દેશના બેસ્ટ લીડર છે, પરંતુ તેઓ ખોટા પક્ષમાં છે. ટૂંકમાં વાત એ છે કે, એક સમયે વિરોધનો સ્વર અને વ્યંગ પણ મીઠો રહેતો હતો. હવે એ મીઠાશ ક્યાંક ખોવાઈ ગઈ છે. એ હાસ્ય પણ ક્યાંક અદૃશ્ય થઈ ગયું છે. રહી ગયું છે ફક્ત અટ્ટહાસ્ય, હલકટપણું અને વાતવાતમાં મારવા-પીટવા પર આવી જતી સરકારો. સૌથી મોટો સવાલ એ છે કે, દેશ આ લોકોનું શું કરે?, સામાન્ય લોકો શું કરે, જેમને અસલી મુદ્દાથી ભટકાવાઈ રહ્યા છે? આખરે સરકારો અને જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકોએ કોરોના સામે લડવા અને અર્થતંત્ર સુધારવામાં પોતાના સો ટકા લગાવવા જોઈએ કે આ પ્રકારના મુદ્દામાં?

ટૂંકમાં સામાન્ય લોકોને મુદ્દાથી ભટકાવવાનો સિલસિલો આ જ રીતે જારી રહ્યો, તો તમામ પક્ષકારો તેમની પ્રાસંગિકતા ખોઈ નાખશે. નેતાઓ પણ, પક્ષો પણ અને કેટલીક ન્યૂઝ ચેનલો પણ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો