14નાં મૃત્યુ પછી AFSPAને હટાવવાની માગ:એક્સપર્ટે કહ્યું, જો એ હટાવ્યો તો કાશ્મીરને ભૂલી જ જાઓ, જાણો શા માટે એનાથી ડરે છે આતંકવાદીઓ

એક મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક

નાગાલેન્ડના મોન જિલ્લામાં 4 ડિસેમ્બરની સાંજે આર્મ્ડ ફોર્સિસે એક ગાડી પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. તેમને શક હતો કે ગાડીમાં મિલેટન્ટ બેઠા છે. જોકે ગાડીમાં મજૂર બેઠા હતા, તેઓ પરત ફરી રહ્યા હતા. આ ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

આર્મીએ ઈન્કવાયરી માટેનો આદેશ આપી દીધો હતો. જોકે નોર્થ-ઈસ્ટના મણિપુર, મેઘાલય અને આસામમાં ત્યારથી દેખાવો ચાલી રહ્યા છે. લોકો આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ 1958(AFSPA)ને હટાવવાની માગ કરી રહ્યા છે. આ એક્ટ આર્મ્ડ ફોર્સિસને શંકાસ્પદ પર ગોળી ચલાવવા, રેડ કરવા અને ધરપકડ કરવા સહિતના અધિકાર આપે છે. મણિપુરના CM અને તેમના કેબિનેટ મંત્રી પણ ખૂલીને આ એક્ટનો વિરોધમાં આવી ગયા છે. આ અંગે અમે આર્મ્ડ ફોર્સિસમાં સિનિયર પોઝિશન પર રહેલા બે એક્સપર્ટ્સ સાથે વાત કરીને જાણ્યું કે આ એક્ટ શું છે, શા માટે છે અને જરૂરી શા માટે છે. તો ચાલો, વાંચીએ આ અંગે વિગતે.

સૌથી પહેલા આ એક્ટને સમજો...AFSPA શું છે?
આ એક્ટમાં આર્મ્ડ ફોર્સિસને સ્પેશિયલ પાવર મળે છે. તે શંકાસ્પદને ગોળી મારી શકે છે. વગર વોરન્ટે પૂછપરછ પણ કરી શકે છે. શંકાસ્પદની ધરપકડ પણ કરી શકે છે. પોલીસ કેસ નોંધી શકે છે, જોકે કેસને કોર્ટમાં લઈ શકતી નથી. કેન્દ્ર સરકાર ઈચ્છે તો જરૂરી કાર્યવાહી કરી શકે છે.

ભારતમાં કઈ રીતે લાગુ થયો...
ભારત છોડો આંદોલન અંતર્ગત આ એક્ટ 1942માં અંગ્રેજો લાવ્યા હતા. આઝાદી પછી વડાપ્રધાન નેહરુએ
એને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને 1958માં એને એક્ટ તરીકે નોટિફાય કર્યો. નોર્થ ઈસ્ટ રાજ્યો સહિત જમ્મુ-કાશ્મીર, પંજાબમાં પણ એને લાગુ કરવામાં આવ્યો છે.

પંજાબમાંથી સૌથી પહેલા એને હટાવવામાં આવ્યો હતો. પછીથી ત્રિપુર અને મેઘાલયમાંથી પણ એને હટાવવામાં આવ્યો હતો. જોકે મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, આસામ, જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાં હાલ પણ એ લાગુ છે. આ એક્ટને એ ક્ષેત્રમાં વધુ લાગુ કરવામાં આવે છે, જ્યાં આતંકવાદ ફેલાયેલો છે.

મોનમાં થયેલી ઘટના પછી કયા સવાલ ઊભા થઈ રહ્યા છે...
આ એક્ટ સુરક્ષાદળોને ઓપન ફાયરનો પાવર આપે છે, જોકે ચેતવણી આપ્યા વગર ફાયરિંગ કરી શકાતું નથી. મોનમાં સૌથી મોટો સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે સિક્યોરિટી ફોર્સે પહેલા આ અંગે ચેતવણી આપી હતી કે નહિ. બીજી તરફ ઘાયલો કહી રહ્યા છે કે તેમને આ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. એક્ટ મજબ આર્મ્ડ ફોર્સિસે જિલ્લા પ્રશાસનની સાથે મળીને કાર્યવાહી કરવી જોઈએ. કોઈ સ્વતંત્ર બોડીની જેમ ઓપરેશન ન કરવું જોઈએ. મોનમાં જે થયું એમાં લોકલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને ઓપરેશનમાં સામેલ કરવામાં આવી નહોતી.

હવે જાણીએ એક્સપર્ટની વાત..
એક્ટ હટવો એટલે આતંક સાથે સમાધાન
વર્ષ 2010માં મને જમ્મુ-કાશ્મીરમાં CRPFનો સ્પેશિયલ DG બનાવવામાં આવ્યો હતો. ત્યારે પણ આ એક્ટ લાગુ હતો. અમને માહિતી મળી છે કે લાલ ચોકમાં આતંકવાદી ઘૂસ્યા છે. અમે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો અને પછીથી એન્કાઉન્ટર કર્યું. આતંકીઓને ઘટનાસ્થળે જ ઠાર કરવામાં આવ્યા હતા. જો કદાચ AFSPAનો પાવર અમને ન મળ્યો હોત તો અમે ત્યાં શું કરત. આ એક્ટ વગર તમે આતંકવાદને સમાપ્ત ન કરી શકો.

આ સંજોગોમાં આ એક્ટને હટાવવો એટલે આતંકવાદ સાથે સમાધાન કરવું. જો એને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવે છે તો ફરી તમે આતંકવાદને ભૂલી જાઓ. આમ કરવાથી કાશ્મીર પાકિસ્તાનને ડોનેટ કરવા જેવું થશે. હા, એવું જરૂર કરી શકાય છે કે જે એરિયામાં એની જરૂર નથી ત્યાંથી તેને હટાવી શકાય છે. જે જિલ્લામાં મિલિટન્ટ એક્ટિવિટી થતી નથી, ત્યાંથી એને હટાવવા વિશે વિચારી શકાય છે. - એન કે ત્રિપાઠી, રિટાયર્ડ સ્પેશિયલ DG જમ્મુ-કાશ્મીર

જ્યાં જરૂરી છે ત્યાં જ લાગુ પાડવો જોઈએ
જ્યાં સ્થિતિ નોર્મલ છે ત્યાં આ એક્ટની જરૂર નથી. એમાં આર્મીને પ્રોટક્શન મળે છે, જોકે આ પ્રોટક્શનને પગલે એનો દુરપયોગ થવાની શક્યતા પણ વધી જાય છે, જેવું હાલ નાગલેન્ડનમાં થયું છે. આ ઘટના પછી ભલે આર્મી ઈન્કવાયરી કરી રહી હોય, જોકે જે ફેયરનેસ દેખાવવી જોઈએ એ તો દેખાશે નહિ. જે ન્યાય પીડિતને કોર્ટમાં મળે છે એ આ ઈન્કવાયરીમાં તો ક્યારેય મળી શકશે નહિ.

આ એક્ટને હટાવી પણ દેવામાં આવે તો સ્થાનિક પોલીસની સાથે મળીને તે એક્શન લઈ શકે છે. પોલીસ અને આર્મી બંનેની ઈન્ટેલિજન્સ હોય છે, તો પછી લોકલ પોલીસને સામેલ કરીને શા માટે પગલાં લેવામાં આવતાં નથી. જમ્મુ-કાશ્મીરથી લઈને નાગાલેન્ડ સુધીમાં આવા ઘણા મામલા બહાર આવ્યા છે, જેમાં આ એક્ટને પગલે કોઈ કારણ વગર ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે. નાગાલેન્ડના ચુરાચાંદપુરમાં જ CRPFએ બસમાંથી ઉતારીને નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા. પહેલાં તેઓ મિલિટન્ટ હોવાનું કહેવામાં આવ્યું હતું, જોકે પછીથી ખબર પડી કે આ તો સિવિલિયન હતા.

પછીથી CRPFને ત્યાંથી હટાવીને BSFને મૂકવામાં આવી હતી અને મારી ત્યાં ડ્યૂટી હતી. આ એક્ટને ખૂબ જરૂરી વિસ્તારમાં જ લાગુ કરવો જોઈએ. એવો વિસ્તાર, જ્યાં મિલિટન્ટ એક્ટિવિટી નથી થઈ રહી, ત્યાં એને ચાલુ રાખવાની શું જરૂર છે. - સંજીવ કૃષ્ણ સુદ, રિટાયર્ડ એડિશનલ DG, BSF

અન્ય સમાચારો પણ છે...