આજે કાશ્મીરના નેતાઓ સાથે વડાપ્રધાનની બેઠક:એક્સપર્ટ માને છે-ભાજપા કાશ્મીર સમસ્યાનો હલ કાઢવા જમ્મુના કોઈ હિન્દુને મુખ્યમંત્રી બનાવવા કોશિશ કરશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાશ્મીરમાંથી કલમ-370 હટ્યા પછી પ્રથમવાર રાજ્યમાં રાજકીય હલચલ વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશ્મીરના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. કાશ્મીરનાં રાજકીય દળોના સંગઠન પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (PAGD)એ પણ વડાપ્રધાનની બેઠકમાં આવવા સંમતિ દર્શાવી છે.

મનાય છે કે આ બેઠક કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા અને ચૂંટણીની દિશામાં મહત્ત્વની સાબિત થઈ શકે છે. કાશ્મીર મામલાના જાણકાર રાહુલ પંડિતા પાસેથી 6 પોઈન્ટ્સમાં સમજીએ, આ બેઠકની અગત્યતા.

1. 24 જૂને પ્રધાનમંત્રી મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે મીટિંગ કરવાના છે. જમ્મુ-કાશ્મીરના લોકોને આનાથી કેટલી આશાઓ છે?
આ મીટિંગને લઈને જમ્મુ-કાશ્મીરના લોકોની આશાઓ એક જેવી નથી, એટલે સુધી કે કાશ્મીર ખીણમાં પણ લોકોનો મત મિશ્ર છે. મોટા ભાગના કાશ્મીરી મુસ્લિમોને લાગે છે કે કેન્દ્ર સરકારે આર્ટિકલ-370 સમાપ્ત કરીને તેમનો વિશેષ દરજ્જો ઝૂંટવી લીધો છે.

તેઓ ઈચ્છે છે કે કાશ્મીરની મુખ્ય ધારાના નેતાઓ એ પરત અપાવે. એમાં એક સાઇલન્ટ વર્ગ પણ છે, જેને લાગે છે કે દિલ્હીની અત્યારસુધીની સરકારોએ તેમની સાથે સાવકો વ્યવહાર કર્યો છે. તેઓ ઈચ્છે છે કે આ બેવડી નીતિ સમાપ્ત થાય, કેમ કે આ સરકાર ફરીથી તેમના જ લોકો સાથે મીટિંગ કરવા જઈ રહી છે, જેઓ કાશ્મીરમાં આજની હાલત માટે જવાબદાર છે, આથી પણ આ બેઠકથી વધુ આશા નથી.

2. જમ્મુ-કાશ્મીરના નેતાઓને પીએમ મોદી પાસેથી કેટલી આશા છે?
અહીંની મુખ્ય બે પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ઓગસ્ટ 2019 પછીથી દબાણમાં છે. સ્થાનિક રાજનીતિમાં બંનેનું મહત્ત્વ લગભગ સમાપ્ત જેવું જ થઈ ગયું છે. એને લઈને લોકોમાં ગુસ્સો પણ છે. ખાસ કરીને પીડીપી વિરુદ્ધ જેણે 2015માં ભાજપા સાથે મળીને સરકાર બનાવી હતી. આ ભાજપા અને પીડીપીએ બંને ઘણી મોટી ભૂલ હતી. કાશ્મીરના પત્રકાર મજાકના સૂરમાં કહે છે કે ભાજપા અને પીડીપીનું એક થવું RSS અને હિઝબુલ મુજાહિદ્દીન વચ્ચે હાથ મિલાવવા જેવી ઘટના હતી. કલમ 370 સમાપ્ત થયા પછી પીડીપીને ઘણું નુકસાન પહોંચ્યું છે.

મોદીની મીટિંગ પછી જો કાશ્મીરના લોકોને કોઈ રાહત મળે છે તો ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિ બંને તેની ક્રેડિટ લેવાની કોશિશ કરશે. મહેબૂબાએ કાશ્મીરમુદ્દે વાતચીત કરવા માટે પાકિસ્તાનને પાર્ટી બનાવવાની વાત કહીને ખુદને પ્રાસંગિક રાખવાની કોશિશ કરી છે. મને લાગે છે કે જો આ પ્રકારની માનસિકતા સાથે કંઈ થાય છે તો એ કાશ્મીર માટે યોગ્ય નહીં હોય.

5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર પ્રથમ વખત કાશ્મીર નેતાઓ સાથે વાત કરશે.
5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર પ્રથમ વખત કાશ્મીર નેતાઓ સાથે વાત કરશે.

3.સીમાંકન પૂરું થયા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 111થી 114 સીટ્સ થઈ શકે છે, જેમાં પીઓકે માટે પણ 24 સીટ્સ રિઝર્વ્ડ હશે. તમે તેને કઈ રીતે જુઓ છો?

આ અંગે કંઈપણ કહેવું અત્યારે ઉતાવળ ગણાશે, પરંતુ એટલું તો નક્કી છે કે જમ્મુની હિન્દુ બહુમતીવાળી વસતિ, જેને લાગે છે કે તેને જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. તેને સાધવાની કોશિશ ભાજપા કરશે. આ બધું કઈ રીતે થાય છે એના માટે હજુ રાહ જોવી પડશે.’

4. સીમાંકન પાછળ શું રાજનીતિ છે? શું એ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના હિસાબે મદદરૂપ સાબિત થશે?

હું ફરીથી એ જ કહીશ કે અત્યારે આ અંગે કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે, પરંતુ મને લાગે છે કે ભાજપા અહીંની સમસ્યાનો હલ કાઢવા માટે જમ્મુના કોઈ હિન્દુને મુખ્યમંત્રી બનાવવાની કોશિશ કરશે. મને ખબર નથી, આ કારગત નીવડશે કે નહીં કે એનાથી અહીંના લોકોનું ભલું થશે કે નહીં.

પરંતુ એક ચીજ તો સ્પષ્ટ છે કે જો નવું કાશ્મીર જોઈએ, જેવું ભાજપા બનાવવાનો દાવો કરી રહી છે તો કાશ્મીરીઓ ફરીથી મહેબૂબા મુફ્તિ જેવા જૂના નેતાઓની સાથે ન જઈ શકે.

5. શું તમને લાગે છે કે 370 ખતમ કરવાથી ભૂમિગત સ્થિતિ બદલાઈ છે? જો હા તો કયા પ્રકારના બદલાવ થયા છે?

મોટા ભાગના કાશ્મીરી મુસ્લિમો કે જે આઝાદીનું સપનું જોતા હતા, તેઓ ઈચ્છતા હતા કે કાશ્મીર પાકિસ્તાનમાં સામેલ થઈ જાય. આર્ટિકલ 370 હટ્યા પછી એના પર પૂર્ણવિરામ લાગી ગયું. આ ક્યારેય શક્ય નહીં બને.

એટલું જ નહીં આર્ટિકલ 370 સમાપ્ત થયા પછી એક રસપ્રદ ચીજ એ પણ જોવા મળી કે ઈસ્લામિક જેહાદમાં વિશ્વાસ ધરાવતા કાશ્મીરીઓને લાગ્યું કે પાકિસ્તાન તેમની મદદ માટે આવશે. બીજી તરફ પાકિસ્તાનને આશા હતી કે કાશ્મીરીઓ ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવશે. આ પહેલાં આપ જેવી સ્થિતિ થઈ ગઈ અને આખરે કંઈ ન થયું.

6. 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં નવા ફેરફારના બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આવનારા દિવસોમાં ત્યાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે?
મને લાગે છે કે આપણે કાશ્મીરમાં જવાબી કાર્યવાહીના મોડલ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આતંકીઓને ઠાર મારવા ઠીક છે, પરંતુ આ આપણી સફળતાનું પેરામીટર ન હોઈ શકે. કાશ્મીરમાં આપણે ત્યારે જ સફળ થઈ શકીએ, જ્યારે અહીંના યુવાનોને કટ્ટકપંથી બનતા રોકી શકીએ.

પુલવામા કેસમાં પોલીસે સંપન્ન પરિવારના વૈજ ઉલ ઈસ્લામ નામના એક યુવકની ધરપકડ કરી, જે પુલવામાથી ખૂબ દૂર રહેતો હતો. તે જૈશના સંપર્કમાં આવ્યો એ પહેલાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. એ લોકોએ તેનું એટલું બ્રેનવોશ કર્યું કે તે તેમના માટે કામ કરવા લાગ્યો. જ્યારે સરકાર વૈજ ઉલ ઈસ્લામ જેવા યુવાઓ સુધી જૈશ પહોંચે એ પહેલા પહોંચશે ત્યારે આપણે કાશ્મીરમાં સ્થાનિક શાંતિ સ્થાપિત થતી જોઈ શકાશે.