વીડિયો એક્સક્લૂઝિવ:IPLમાં જાણીતા પ્લેયર્સને રિટેન કરવાનું મોંઘું પડ્યું, રોહિતનો 1 રન 10 લાખ રૂપિયાનો, કોહલીનો 8 લાખનો

19 દિવસ પહેલા

પૈસા અને પર્ફોર્મન્સવાળો ખેલ એટલે IPL. જોકે ખેલાડીઓનું કંગાળ ફોર્મ ઘણીવાર ભારે પડી જાય છે. વિરાટ કોહલીનો 1 રન RCBની ટીમને 8 લાખ રૂપિયામાં તો રોહિત શર્માનો 1 રન મુંબઈ ઈન્ડિયન્સને 10 લાખ રૂપિયામાં પડી રહ્યો છે. IPLની હરાજી પહેલાં અનેક ખેલાડીઓને જે-તે ટીમે એક ફિક્સ રકમ આપીને તેમની સાથે જોડ્યા છે. ફ્રેન્ચાઇઝોએ કુલ 33 પ્લેયર્સને રિટેન કરવા માટે 315.7 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, જોકે આ હિસાબે આ પ્લેયર્સે પર્ફોર્મ જ નથી કર્યું.

કઈ રીતે ખેલાડીઓનું કંગાળ ફોર્મ ફ્રેન્ચાઈઝીના બિલને વધારી દે છે? જાણવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરીને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ